મંગળવાર, 21 એપ્રિલ, 2026

ગુસ્સો અને ક્રોધની વિપરીત અસરો

ગુસ્સો અને ક્રોધની વિપરીત અસરો

-----------------------------------------------------------------------------------------------------------------------------

ગુસ્સો વારંવાર મનમાં આવ્યાજ કરે, અને વ્યક્તિ બધા સાથે ગુસ્સાથી વાત કર્યા જ કરે તો તેના બધા સાથેના સંબંધો બગડી જાય છે. ગુસ્સો થવાનું કારણ ગમે તે હોય, કેટલાકને તો નજીવા કારણોસર સામાન્ય વાતચીતમાં, દલીલમાં કે ચર્ચામાં ગુસ્સો આવી જાય છે. તે ધારે તો પણ તેની ઉપર કાબૂ મેળવી શકતો નથી. 



તેના બધા સાથેના સંબંધો બગડી જાય છે. અને તે સમાજમાં, કુટુંબમાં અને મિત્ર મંડળમાં એકલો પડી જાય છે. લોકો તેની સાથે સંબંધ બાંધતા કે દોસ્તી કરતાં અચકાય છે. તેને જોઈને મોં ફેરવી લે છે.

ક્રોધ ખતરનાક છે. એ ગમેતેવા માણસને ગુલામ બનાવી, તેના મગજનું સમતોલન અને લાગણીઓ પર કાબૂ ગુમાવી બેસે છે. ક્રોધ વર્ષો જૂની દોસ્તીને એક મિનિટમાં તોડી નાખે છે. પતિપત્નીના વર્ષો જૂના સંબંધો, પ્રેમ, બાળકો વગેરે ભૂલાવીઘર તોડાવી એકબીજાના દુશ્મન બનાવી દે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. કુટુંબમાં આગ લગાડીબાપબેટાનાભાઈભાઈનાભાઈબહેનના સંબંધોના ભૂક્કા ઉડાડી દે છે. ક્રોધના કારણે દીકરો માબાપને ઘરમાંથી કાઢી શકે છે. ઓફિસમાં બોસ સામે ભૂલમાં ગુસ્સો થઈ જાય તો નોકરી ગુમાવે છેકોઈ તેને ઓફિસમાં બોલાવતું નથી. અત્યંત ક્રોધ ખૂન કરાવી શકે છે. બળાત્કાર કરાવી શકે છેકે અન્ય કોઈ મોટો ગુનો કરાવી શકે છે. ગુસ્સાને લીધે ધંધાનું ધનોત પનોત નીકળી જાય છે. ઘરાકી તૂટી જાય છેબધા તેનાથી દૂર ભાગે છે.

ગુસ્સામાં લોકો ભાન ભૂલી જાય છે, અને આવેશમાં હાથ ઉપાડી બેસે છે. જેને લીધે સંબંધો કાયમી નાશ પામે છે. ગુસ્સા અને ક્રોધની કાંટા સાથે સરખામણી કરેલી છે. કાંટો વાગે પછી માણસ ચાલી શકતો નથી, લંગડાય છે, તેમ ગુસ્સાનો કાંટો વાગે પછી જીવન લંગડાય છે, તે માનવીને વિકલાંગ બનાવી ખતમ કરી નાખે છે.

ગુસ્સો અને ક્રોધ કરતાં રહેવાથી શરીર પર તેની બહુજ વિપરીત અસરો પડે છે. એ વખતે સ્ટ્રેસ હોર્મોન એડ્રિનાલીન, નોર એડ્રિનાલીન અને કોર્ટીસોલનો સ્ત્રાવ થતો હોવાથી શરીર તનાવની સ્થિતિમાં આવી જાય છે. તે કુદરતી રચના છે. લડો કે ભાગી છૂટો માટે નિર્મિત હોવાથી શરીર તંગ બની જાય છે. હૃદય તેજ બને છે. ધબકારા વધવા લાગે છે. સામાન્ય ૭૨/ મિનિટ ના ધબકારા વધતાં જઈ ૧૦૦/ મિનિટ સુધી પહોંચી જાય છે. લાંબા વખતના અને તીવ્ર ગુસ્સામાં તે ૧૫૦/ મિનિટ કરતાં વધી જવાથી છાતીમાં ધડ ધડ થવા લાગે છે. બ્લડપ્રેસર વધવા લાગે છે. ૧૨૦/૮૦ માંથી વધી ને ૨૦૦/૧૨૦ કરતાં પણ ઊંચું જતું રહે છે. મગજમાં બહુજ લોહી જતું રહેવાથી માથું દુખે છે, કે પકડાઈ જાય છે. પ્રેસર બહુજ વધી જાય તો મગજની નસ ફાટતાં માણસ બેભાન બની, લકવો પડે છે. ઝાડા કે ઉલ્ટી થાય છે, કે પેટનો દુખાવો થાય છે.

વારંવારનો ગુસ્સો અને ક્રોધ થયા કરે, કે રહયા કરે તો અંતે શરીર રોગોનું ઘર બનવા લાગે છે. રાત્રે સળંગ ઊંઘ આવતી નથી. બેચેની અને અનિંદ્રા ઘેરી વળે છે. વહેલી સવારે ઊંઘ ઊડી જાય છે. ચામડીના રોગો જણાય છે. માણસનો દુખાવો સહન કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. તેથી નાની બાબતે સાંધાનોકે કમરનો દુખાવો થાય છે. તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જતાં વારંવાર ચેપી રોગોનો ભોગ બને છે. શરદીકફ કે ફલૂ જેવા રોગો ચડી બેસે છે. છેવટે લકવો કે હાર્ટ એટેક જેવા રોગોથી મોત પણ થઈ શકે છે. આમ શારીરિક રીતે ગુસ્સો અને ક્રોધ ખૂબ નુકસાન કરે છે.

ગુસ્સો અને ક્રોધ માણસને સામાજિક, શારીરિક અને માનસિક રીતે તોડી નકામા બનાવી દે છે. તેથી તેનાથી દૂર રહેવામાં અને તેના પર કાબૂ મેળવવામાં જ ડહાપણ છે.

વારેવારે આવતો ગુસ્સો અને ક્રોધ માણસને માનસિક રીતે તોડી નાખે છે. માણસને મૂડ વગરનો બનાવી, નિરાશ અને હતાશ બનાવી દે છે. તેને નિર્ણય લેવાનું કે વિચારવાનું સૂઝતું નથી. બુધ્ધિ બહેર મારી જાય છે. ગુસ્સામાં લીધેલા નિર્ણયો ખોટા પડે છે. સોદામાં નુકશાન થાય છે. પોતાનો આત્મવિશ્વાસ ખોઈ બેસે છે. તેથી કોઈ નવા સાહસ કરી શકતો નથી. યાદશક્તિ અને બુધ્ધિ નષ્ટ થવાથી પરીક્ષામાં, ઈન્ટરવ્યુમાં ફેઈલ જાય છે. તેને ભૂખ લાગતી જ નથી. ખાવાનું ભાવતું નથી. મન વિચલિત થઈ જાય છે. ઊંઘ ઊડી જાય છે. અંતે નશાકારક પદાર્થોનું સેવન કરવા લાગે છે. ગુસ્સો વધી ગયો હોય ત્યારે સિગારેટ ઉપર સિગારેટ પીધા કરે છે. જે ફેફસાંને નુકસાન કરી કેન્સર નોતરે છે. આપણાં મૂવીમાં પણ હિરોને ગુસ્સે થઈ સિગારેટ ફૂંકતો બધાએ જોયો જ છે. વધારે ગુસ્સાની સ્થિતિમાં અંતે દારૂ કે અન્ય વિનાશકારક પદાર્થો જેવાકે ચરસ, ગાંજો, હેરોઇન કે તેનાથી પણ વધારે ખરાબ નશાકારક પદાર્થોના સેવનથી જીવન બરબાદ થઈ જાય છે. 

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.