બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

ચિંતા વધી જશે, માથાનો દુખાવો થઈ જશે

 

ચિંતા વધી જશે, માથાનો દુખાવો થઈ જશે


"ડોક્ટર સાહેબ, મને માથાનો દુખાવો એક મહિનાથી હેરાન કરી રહ્યો છે.'' વીસ વરસની માધુરીએ તેના માબાપ સાથે આવીને ફરિયાદ કરતા કહ્યું. તેના પિતા બોલ્યા, “સાહેબ, અમે બધી તપાસ કરાવી છે, ચશ્માના નંબર, કાન અને સાયનસની તપાસ, મગજનું કેટ સ્કેનિંગ, બી.પી.અને લોહી પેશાબની તપાસ, બધું જ નોર્મલ છે. પણ મહિનાથી રોજ માથું સજ્જડ પકડાઈ જાય છે.

ડોક્ટરને નવાઈ લાગી. જુવાન છોકરીને જરૂર કોઈ ચિંતા કોરી ખાય છે જે માથાના દુખાવા રૂપે પ્રગટ થાય છે. તેથી ડોકટરે માબાપને બહાર બેસાડી માધુરી સાથે વાતચીત ચાલુ કરી.

તને મહિનાથી કોઈ ચિંતા કે ટેન્શન રહે છે?” ડોકટરે સહાનુભૂતિપૂર્વક પૂછ્યું.. 'ના અંકલ, એવું કાંઈ નથી.' પણ આટલું કહેતા તેની આંખ ભરાઈ ગઈ. વધારે સમજાવતા ફોડ પાડયો કે મારે કોલેજમાં અનુજ સાથે પ્રેમ થઇ ગયો છે પણ તેની જ્ઞાતિ જુદી છે એટલે માબાપને કહેતા ડર લાગે છે. તેને હું છોડી શકું તેમ પણ નથી તેથી શું કરવું એ જ સમજ નથી પડતી. આ ટેન્શનમાં મગજ કાંઈ વિચારી શકતું નથી. એમાં ને એમાં જ મગજ ભારે થઇ દુખાવો થવા માડે છે.

અંતે ડોકટરે માબાપને બોલાવી સમજાવ્યા કે છોકરો સારો હોય તો અપનાવી લેવામાં વાંધો નથી. માબાપ પણ સમજી ગયા અને સહુ સારાં વાનાં થયા. બે દિવસ પછી તેના પપ્પાનો ફોન આવ્યો, 'ડોક્ટર, માધુરીનો માથાનો દુખાવો ગાયબ થઇ ગયો, હવે તે મૂડમાં આવી ગઈ છે. આમ ચિંતાના કારણનું જો નિરાકરણ થઈ જાય તો આ દુખાવો ગાયબ થઇ જાય છે.

ચિંતા જેમ જેમ મગજમાં ભેગી થઈ ટેન્શન વધતું જાય તેમ તેમ માથાનો દુખાવો વધતો જાય છે, જો ચિંતાનો નિકાલ ના થાય તો અંદર ટેન્શન એટલું બધું વધી જાય છે કે અંતે મગજનો દુખાવો કાયમી થઇ જાય છે.

પતિ-પત્ની વચ્ચેનું ટેન્શન, સાસુ વહુ વચ્ચેની કાયમી લડાઈ, દેરાણી જેઠાણી વચ્ચેના કાયમી ઝગડા, છોકરાઓનું ભણતર, વગેરે અંતે ચિંતા અને કાયમી તણાવમાં પરિણમે છે. નોકરીમાં બોસના ઠપકાઓ, મોંઘવારીમાં પૈસાનું મેનેજમેન્ટ વગેરે અનેક બાબતો જીવનમાં ચિંતા અને ટેન્શન કરે છે. કાયમી માથાનો દુખાવો થઈ જાય પછી દર્દી પોતાની જાતે જ દવાની દુકાનેથી એસ્પિરીન, પેરાસીટેમોલ કે બીજી કોઈ પેઈનકિલર લેવા માંડે છે. અંતે લાંબા ગાળે તેની આડઅસરો દેખાવા માંડે ત્યારે મૂળ સુધી પહોંચવાની તક મળે છે.

માથાના દુખાવાના કુલ કેસોમાં ૭૦ થી ૭૮ ટકા જેટલા કેસોમાં ચિંતા કે ટેન્શન જ કારણરૂપ જણાય છે. આ દુખાવો તેના ચોક્કસ લક્ષણો પરથી પારખવો સહેલો છે. તે માથાના બંને ભાગમાં દબાણ કરતો, ઊલટી, ઊબકા વગર, વધુ પડતા અવાજ અને લાઇટથી વધી જતો માલૂમ પડે છે. તેને રોજના દૈનિક કામકાજ સાથે કોઈ જ સંબંધ નથી. જાણે કે સ્નાયુઓ ચારે તરફથી ભીસીને દબાણ કરતા હોય તેવું લાગે છે. તેને શરીરના કોઈ પણ રોગ, ચેપ, ગાંઠ કે બગાડ સાથે કાંઈ જ લેવાદેવા નથી. સવારે ઊઠીને જણાતો દુખાવો ધીમે ધીમે વધતો જાય છે અને સાંજે એકદમ વધી જાય છે.

આ દુખાવાને બે ભાગમાં વહેંચવામાં આવે છે, ૧. પ્રસંગોપાત જોવા મળતો દુખાવો. જયારે જયારે ચિંતા વધતી જાય અને મગજમાં ટેન્શનનો ભરવો થાય ત્યારે જ દેખાય છે અને ચિંતાનો હલ આવતા તે આપમેળે જતો રહે છે. જયારે બીજા પ્રકારનો દુખાવો કાયમી માથાનો દુખાવો છે જેમાં ટેન્શનનો એટલો બધો ભરાવો થઇ જાય છે કે દુખાવો જવાનું નામ જ નથી લેતો.

આ દુખાવાનું નિદાન સરળ છે. મગજની આજુબાજુ ટાઈટ દબાણ આવતું હોય, માથે ભારે વજન મૂક્યું હોય કે ચુસ્ત હેટ કે ટોપી પહેરી હોય કે મગજ ભારે ભારે થઇ ગયું હોય તેમ લાગે છે. તેના વર્ણન પરથી જ નિદાન કરવું સરળ છે. સાથે સાથે દર્દીની ભૂખ, કાં તો સાવ ઓછી થઈ જાય છે કે પછી એકદમ વધી જતી માલૂમ પડે છે. તેની ઊંઘ પણ ઓછી થઇ જાય છે અને વચ્ચે વચ્ચે ઊડી જતી જણાય છે. સ્ત્રીઓમાં માસિક વખતે દુખાવામાં વધઘટ જણાય છે.





કેટલીક વખત આંખોનો દુખાવો, વધી ગયેલા નંબર, જોવામાં તકલીફ, વગેરેને કારણે મગજના સ્નાયુઓ ખેંચાય છે અને માથાના આગળના ભાગમાં દુખાવો થતો જણાય છે, તેને આ ચિંતાના દુખાવાથી અલગ પાડવા એક વખત આંખોના ડોક્ટરને બતાવી દેવું જરૂરી છે.






કોઈ વખત કાનના અંદરના સોજાથી કે પરુ થવાથી પણ તે બાજુ માથાનો દુખાવો થતો લાગે છે. નાકની આજુબાજુ રહેલાં પોલાણો કે જેને સાયનસ કહેવામાં આવે છે, જેમાં હવા ભરેલી હોય છે જેથી અંદર લેવાતી હવા ભેજવાળી અને ગરમ થઈને જાય. પરંતુ તેમાં ચેપ લાગવાથી કે પરુ થવાથી માથાનો દુખાવો રહેતો જણાય છે. કાયમી શરદી અને કફથી પણ માથાનો દુખાવો રહે છે. આ બધાં કારણો માટે એક વખત કાન, નાક, ગળાના ડોક્ટરને બતાવી દેવું જરૂરી છે.

માઈગ્રેન નામનો માથાનો દુખાવો પણ ધ્યાનમાં રાખવો જોઈએ. આ એક બીમારી છે, જેને ચિંતા સાથે કોઈ લેવાદેવા નથી. હા, તેના એટેક ટેન્શનથી વધી જતા માલૂમ પડે છે પણ તેનું કારણ ટેન્શન નથી. માઈગ્રેનમાં એટેકની શરૂઆતમાં ઊલટી-ઊબકા આવે, આંખો સામે ચકરડાં દેખાય વગેરે લક્ષણોને ઔરા-સ્ટેજ કહેવામાં આવે છે તે જણાય છે.જયારે આ માથાના દુખાવામાં કાંઈ જણાતું નથી.

કાયમી, કાબૂ વગરના બી.પી. માં પણ માથાનો દુખાવો પાછળના ભાગમાં થતો જોવા મળે છે. આવા કાયમી બી.પી. ના કેસમાં બી.પી.ની સારવાર કરી તેને કાબૂમાં લેતા આપમેળે માથાનો દુખાવો મટી જતો માલૂમ પડે છે. મગજની ગાંઠ, હેમરેજ, ઈજા, વગેરે કારણો પણ એક વખત મગજના નિષ્ણાત ડોક્ટર પાસે તપાસ કરાવી લેવાં જરૂરી છે. જો બીજા બધાં શારીરિક કારણો ના હોય તો નિદાન પાકું થઈ જશે.

ડેનમાર્કના એક અભ્યાસમાં ૭૦ થી ૭૮ ટકા વસ્તીમાં મહિને એકાદ વખત ૨૪ થી ૩૭ ટકા વસ્તીમાં વધારે વખત અને ૨ થી ૩ ટકા વસ્તીમાં કાયમી દુખાવો ચિંતાને લીધે થતો માલૂમ પડેલ છે. આમાં પણ પુરુષ અને સ્ત્રીના પ્રમાણમાં એકની સામે ત્રણનો રેશિયો જોવા મળે છે, એટલે કે સ્ત્રીઓમાં આ દુખાવો ત્રણ ગણો વધારે હોય છે. માઈગ્રેનનો દુખાવો પણ પુરુષો કરતા સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.

કામનાં ભારણ પછીથી હળવા ના થઈ શકતા લોકોમાં આ દુખાવો વધારે જોવા મળે છે, તેથી હંમેશાં કામનાં ભારણને હલકું કરતા પણ શીખવું પડશે.

હળવી કસરતો, યોગ કે પછી કુટુંબીજનો સાથે કે મિત્રો સાથે સમય પસાર કરવાથી પણ હળવા થઈ જવાશે. કાંઈ નહિ તો છેવટે બાળકો સાથે બાળકો જેવા બની જાવ અથવા તો હળવા કરતું મૂવી કે ક્લીપીંગ જોવા બેસી જાઓ. ઓછી ઊંઘ લેનારા કે કાંઈ જ કામ ના કરનારા માણસોમાં પણ માથાનો દુખાવો વધી જાય છે. દિવસ દરમ્યાન કાંઈક કામ કરતા રહેવાથી કે પછી હળવી કસરતો, યોગ કે ધ્યાન કરવાથી પણ દુખાવામાં રાહત થતી જણાશે.

સમયસર ભોજન પણ અગત્યનું છે.

આ દર્દીઓને ચિંતાનું કારણ પૂછી તેને બને તેટલું દૂર કરવાથી ધીમે ધીમે દુખાવામાં રાહત જણાશે. દુખાવો મટી જશે તેવી હૈયાધારણ ઉપયોગી નીવડે છે. પણ તેને માનસિક કે મનોશારીરિક રોગ છે તેમ કહેવાથી વિપરીત અસર પડશે.

આ દુખાવો ક્યારે વધે છે અને ક્યારે ઘટી જાય છે તેની નોંધ રાખવાથી કારણ જાણવા મળી શકે છે. અન્યથા વધારે દુખાવામાં પેઈનકિલર દવાઓ રાહત આપે છે પણ તેની ટેવ પાડવા જેવી નથી.

લાસ્ટ સ્ટ્રોક : આપણને ચિંતા કરાવતા કે માથાકૂટ કરતા માણસોને જોઈ વિચાર આવે છે કે આ માથાનો દુખાવો ક્યાં અહીં આવ્યો, એનો હવે ખ્યાલ આવે ৩৯!!

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ચિંતા વધશે, સુખ ભાગી જશે

 ચિંતા વધશે, સુખ ભાગી જશે

મનોવિજ્ઞાનનો નિયમ છે, જે વિચાર દરરોજ મગજમાં આવ્યા કરે તે આપણા આંતરિક મનમાં ઊતરે છે અને છેવટે તે કાયમી ચિંતા બની જાય છે. ચિંતા ટપટપ પડતાં પાણીનાં ટીપા જેવી છે. ધીમે ધીમે, આમાં ને આમાં માણસ સામાન્ય સૂધબૂધ ખોઈ બેસે છે. પાગલ જેવો થઈ જાય છે. ચિંતા ચિતા સમાન છે, જે અંતે માણસને જીવતે જીવ લાશ બનાવી બાળવા લાગે છે.


ચિંતાને દૂર કરવા તેનું મૂળ કારણ જાણો, તેને કઈ રીતે મનમાંથી કાઢી શકાય, તેને માટે શું કરી શકાય, તેનાથી આપણ ને વધુમાં વધુ શું નુકસાન કે સજા થઈ શકે તેનો મનમાં વિચાર કરો, પરિણામ માટે મનને તૈયાર કરો. ખરાબમાં ખરાબ પરિણામ માટે મન તૈયાર થઈ જાય પછી શાંતિથી મનને બીજા કામ તરફ વળી દો. ધીમે ધીમે ચિંતાના વિચારો મનમાંથી નીકળતા જશે, મન શાંત થતું જશે, અને દુઃખ દૂર થઈ જશે.તા, તેને માટે ચિંતાનાં મૂળભૂત કારણને અવગણવાની જરૂર નથી. એક સુંદર ઉદાહરણ જોઈએ:


મધ્યમ વર્ગની આશાને ઘેર લગ્ન હતાં. તેનો પતિ કારકનની નોકરી કરતો પહેરવા આશા તેની ખાસ સખી મીતા પાસેથી સુંદર સોનાનો સેટ લઈ આવી. હતો. પગાર બહુ ન હતો પણ તે પ્રામાણિક અને નિષ્ઠાવાન હતો. લગ્નમાં લગ્ન પતી ગયા પછી તે સેટનું બોક્સ ભૂલમાં તેનાથી બહાર રહી ગયું અને લગ્નની ધમાલમાં ચોરાઈ ગયું.

ભારે સોનાનો સેટ ગુમ થઇ જવાથી આશા ચિંતામાં બેબાકળી બની ગઈ. ક્રમ સે ક્રમ અઢી ત્રણ લાખનો સેટ પાછો કઈ રીતે વાળીશું તેના વિચારમાં તેની ઊંઘ ગાયબ થઈ ગઈ, સુખ ચેન ગુમ ! તેની આ હાલત જોઈ પતિએ બે દિવસ પછી તેનું કારણ પૂછ્યું, હા-ના કરતા, રડતાં-રડતાં તેણે આ હકીકત કહી. હવે પતિ પણ ચિંતામાં પડી ગયો, કરવું શું? બહુ વિચાર કરીને બંનેએ નક્કી કર્યું, તેને સાચી વાત કહી, વિનંતી કરીશું કે અમને હપ્તા બાંધી આપો, ધીમે ધીમે પગારમાંથી આપતા જઈશું. જો નહિ જ માને તો ગામડાનું જૂનું ઘર વેચી તેના રૂપિયામાંથી સેટ લાવી આપીશું. આમ ખરાબમાં ખરાબ પરિણામ માટે બંને તૈયાર થઈ ગયા અને શાંતિથી સૂઈ ગયા.

બીજે દિવસે બંનેએ સેટ ગુમ થયાની અને તેના રૂપિયા લોન પેટે ધીમે ધીમે ભરી દેવાની દયામણા ચહેરે વિનંતી કરી. મીતા હસી પડી, “અરે! એ તો સોનાનો ગિલેટ ચડાવેલ ખોટો સેટ હતો, તેની કિંમત માંડ ચાર હજારથી વધારે નહિ હોય !" આ સાંભળી બંને ખુશખુશ થઈ ગયા. ખરાબમાં ખરાબ પરિણામ માટે તૈયાર મન રાજીનું રેડ થઈ ગયું. દુઃખને બદલે સુખની ગંગા વહેવા લાગી.


કોઈ પણ ચિંતાનો ભાર મનમાં લઈ ફરવું નહીં, પણ તેનું સમાધાન શોધી, તેને માટે મનને તૈયાર કરી ચિંતા દૂર કરવી. ચિંતાનો ભાર મગજ ઉપર વધી જાય અને કોઈ કામ જ ના સૂઝે ત્યારે મગજ વધારે ચિંતા કરી કોઈ કામ સૂઝવા નહીં દે, તેને બદલે તે વિષયને છોડી અને બીજી જ પ્રવૃતિમાં લાગી જાઓ.


મારે પોતાને જ એક વખત બેંકની પચાસ હજારની એફ.ડી. આડે હાથે ક્યાંક મુકાઈ ગઈ હતી. બધી ફાઈલોમાં, કબાટમાં, દરેક સંભવિત જગ્યાઓ જોઈ ગયો, પણ ક્યાંય દેખાય જ નહિ, મને થયું ક્યાંક ખોવાઈ તો નહીં ગઈ હોય! આ વિચાર આવતાં જ મન ચિંતામાં ઘેરાઈ ગયું. વિચારોનાં વમળમાં મન ક્યાંથ ચોટે જ નહિ. ફરી ઊભો થાઉં, ફરી જોઈ લઉં, સૂવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ ક્યાંથી આવે?


અંતે નક્કી કર્યું કે હવે તેને ભૂલી જઈ મગજને બીજી બાજુ વાળી દેવું. પણ એમ કાંઈ મન માને ખરું? છ કલાકની ચિંતા અને વ્યગ્રતા પછી વિચારફેર કરવા કોમેડી પિક્ચર ટીવી પર ચાલુ કરી દીધું. ત્રણ કલાક હસવામાં આ બાબત મનમાંથી ભુલાઈ ગઈ. હળવાશનો અનુભવ થયો. ચિંતા અને વ્યગ્રતા ઓછાં થઈ ગયાં. સુખ પાછું આવતું લાગ્યું. પિક્ચર પૂરું થતા રાત્રિ ભોજન કરી સૂઈ ગયો, મનમાંથી અનાયાસે પેલી બાબત નીકળી ગઈ હોવાથી સરસ ઊંઘ આવી ગઈ. સવારે ઊઠતાવેંત યાદ આવ્યું કે તે એફ.ડી. ની રસીદ તો મેં જ રીન્યૂ માટે ત્રણ દિવસ પહેલાં વિઝીટ બેગના ખાનામાં મૂકી હતી. છેવટે સમસ્યાનું સમાધાન થતાં મન હળવું થયું.


આમ કોઈ એક ચિંતા કે વિચાર મનને વ્યગ્ર બનાવે ત્યારે તેને ભૂલવા મન માનશે નહીં. પણ તમે પોતે જ પ્રવૃતિ બદલી નાખી, હળવી પ્રવૃત્તિથી મન ચિંતા મુક્ત કરી દો. ધીમે ધીમે સમસ્યાનું સમાધાન થશે જ. ચિંતાને મન પર હાવી થવા દેશો જ નહીં અન્યથા સુખ દૂર જતું રહેશે.



લાસ્ટ સ્ટ્રોક : કોઈ એક બાબતની ચિંતા એક વખત મગજમાં ઘુસી જાય પછી તે મનમાં ઘોળાયા જ કરશે. ભલે તેનું સમાધાન ગમે તેટલું નુકસાનકારક હોય પણ મનમાં તેને સ્વીકારી લો અને તેને માટે મનને તૈયાર કરી દો કે પછી તે બાબત જ થોડા વખત માટે ભૂલી જવા બીજું જ કામ હાથ પર લઈ લો અને પછી જોઈ લો; મન આપમેળે સુખનો અનુભવ કરવા લાગશે. વખત જતા સમસ્યાનું સમાધાન થઈ જ જશે, કારણ કે “દુ:ખનું ઓસડ દહાડા.” 

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.





બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ચિંતા અને તણાવ, એક સિક્કાની બે બાજુ- તફાવત સમજો

 ચિંતા અને તણાવ, એક સિક્કાની બે બાજુ- તફાવત સમજો

ચિંતા અને તણાવ, આ બે લાગણીઓ એક સરખી જ લાગે છે. આમ તો બંને એક જ સિક્કાની બે બાજુઓ જેવા લાગે છે પણ તે બંનેમાં રહેલો તફાવત જાણીને સમજવા જેવો છે. જયારે ચિંતા વધી જાય છે અને લાંબી ચાલે છે ત્યારે શરીરમાં તણાવ થવા લાગે છે અને જયારે તણાવનાં કારણો દૂર થઇ જાય પછી પણ કોઈ વખત કોઈ માણસને ચિંતા રહ્યા કરે છે. તણાવથી અંતે ચિંતા થાય છે. એટલે કે બંનેને સાવ જુદા પાડવા અશક્ય છે, જાણે કે એમ જ લાગે કે એક જ લાગણીના બે નામ છે. 


બંનેનાં શારીરિક લક્ષણો પણ એક જેવાં જ છે, બંને અણગમતા અને જીવન બગાડી નાખનારા છે.


ચિંતા મનમાં ઉદ્દભવતો ડર અને બીકની લાગણી છે, જે શરીર કરતા મનમાં વધુ દેખાય છે. જેમ કે, રોજીંદા જીવનમાં નોકરીએ જતા બસ કે ટ્રેન મળશે કે નહિ તેની ચિંતા, ઓફિસમાં સમજ ના પડે તેવા કામની ચિંતા, બાળકો સ્કૂલે પહોંચી ગયા હશે કે નહિ તેની ચિંતા, આમ વિવિધ ચિંતાઓ મનમાં રહ્યા જ કરે છે. ચિંતા બહારના ખરાબ કારણોના વિચારમાત્રથી થાય છે, પરંતુ કોઈ વખત વિના કારણ થઈ જાય છે. તેનાં મુખ્ય લક્ષણોમાં બેચેની, રઘવાટ, નબળાઈ, હૃદયના ધબકાર વધે, શ્વાસનો દર વધે, ઊંઘ ના આવે વગેરે મુખ્યત્વે જણાય છે.


તણાવ, બહારનાં ઉત્તેજનાપૂર્ણ પરિબળોનો શારીરિક પ્રત્યાઘાત છે. મનમાં જયારે ઘાતક પરિબળોની બીક લાગે ત્યારે શરીર દ્વારા અપાતો પ્રત્યાઘાત છે, જે જુદી જુદી લાગણીઓ ગુસ્સો, ચિંતા, ભયભીત થવું કે બેચેની દ્વારા પ્રસ્તુત થાય છે. શરીરમાં તણાવથી કોર્ટીઝોલ, એડ્રીનાલીન, અને નોરએડ્રીનાલીનનો સ્ત્રાવ થાય છે, જે તણાવનાં હોર્મોન છે, જેને માટે શરીર લડવા કે ભાગી છૂટવા તૈયાર થઈ જાય છે.



આ એક સંરક્ષનાત્મક પ્રતિક્રિયા છે જે સજીવો ની જિંદગી બચાવવા જરૂરી છે. આ તણાવની ક્રિયા દરેક સજીવોમાં વત્તેઓછે અંશે જોવા મળે છે. તેને લીધે હૃદયના ધબકાર વધી જવા, બી.પી. વધી જવું, શ્વાસ વધી જવો. વાળ ઊભા થઈ જવા, ચહેરો લાલ થઈ જવો, વગેરે અનેક લક્ષણો જોવા મળે છે. જે લગભગ ચિંતાનાં લક્ષણો જેવાં જ છે.


બંનેને સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. બાર વરસના કરસનને ગામડામાં કૂતરા જોડે તોફાન કરવાની ખરાબ આદત હતી. તેના કાકાને એક દિવસ અચાનક કૂતરો કરડી ગયો અને મહિના પછી કાકાને હડકવાનાં લક્ષણો જણાવાં લાગ્યાં. સાજાસમા કાકાને હોસ્પિટલમાં દાખલ કર્યા, તોય બધાને કરડવા દોડતા હતા તેથી બાંધીને રાખવા પડતા હતા. અંતે તેમને ખેંચ ઉપડી અને તેઓ મૃત્યુ પામ્યા.


આ બધું જોઈ કરસન સહેમી ગયો. હવે તેને કૂતરા જોડે રમવાની ચિંતા થવા લાગી, મને પણ હડકવા થશે તો ? અને તે કૂતરાથી દૂર રહેવા લાગ્યો, આ એક સારી પ્રતિક્રિયા હતી જે ફક્ત કૂતરાના કરડવાની બીકથી જ પેદા થઈ હતી પણ તેની જિંદગી માટે ઉપયોગી હતી. આમ અમુક ચિંતા થવી ઉપયોગી નીવડે છે.



અચાનક એક રાત્રે તે એકલો સીમમાંથી ઘેર આવતો હતો ને ડાઘિયો કૂતરો ભસતો તેની સામે કરડવા આવ્યો. અચાનક હુમલાથી તેના મનમાં એકદમ તણાવ પેદા થયો. તેનું મન ત્વરિત ગતિએ વિચારવા લાગ્યું. લાવું કે ભાગી જવું; અને તેણે ભાગવાનો નિર્ણષ લઈ લીધો. તણાવને લીધે તેના સ્નાયુઓ તંગ થયા, લોહીનું પરિભ્રમણ વધી ગયું, દોઠવામાં ગતિ આવી ગઈ. તેની ઝડપ પ્રવિયા કરતાં ધ વધી ગઈ અને તે દોડતો, દોડતો પોતાના ઘરમાં ઘુસી ગયો.


તેને પોતાને નવાઈ લાગી કે મારાથી આટલું ઝડપથી દોડવાનું કઈ રીતે થયું? આમ સામે દોડતો આવતો કૂતરો તેના મનની બીક નહિ પણ વાસ્તવિકતા હતી અને તેને લીધે બચાવ માટે થયેલી પ્રતિક્રિયા તણાવ હતી. આમ તણાવ ખરેખર તો સામે આવેલી ઘાતક કે નુકસાનકારક વાસ્તવિકતાને પડકારતી કુદરતી પ્રતિક્રિયા જ છે.


હવે બીજું સુંદર ઉદાહરણ જોઈએ. હોશિયાર મનોજને આખું વરસ રખડી ખાવાની અને ફલર્ટ કરવાની ખરાબ આદત હતી. ફાઈનલ વર્ષમાં પરીક્ષાની તારીખો જાહેર થતા તે ચિંતામાં પડી ગયો, જો કાંઈ લખીશ નહીં તો હું ફેઈલ જઈશ એવી ચિંતામાં તે વાંચવા મંડી પડ્યો. આમ આ ચિંતા તેને માટે ફાયદાકારક હતી. ચિંતામાં ને ચિંતામાં તેની ઊંઘ ઓછી થઈ ગઈ, ભૂખ ઘટી ગઈ પણ કોર્સ પૂરો થાય તેમ નહોતું. આમ ફક્ત પરીક્ષા અને તેના પરિણામની ચિંતા મનમાં જ પેદા થઈ હતી. તેનાથી માંડ અડધો જ કોર્સ પૂરો થયો. તેણે વિચાર્યું, પડશે તેવા દેવાશે અને અડધું, પેપરમાં ન આવડતું ઓપ્શનમાં કાઢી નાખીશ.


પરીક્ષાનું પેપર જોતા તેને પરસેવો થવા લાગ્યો. વધારે સવાલો તેણે તૈયારના કરેલા કોર્સના જ હતા, તેને તણાવ થવા લાગ્યો, કરવું શું? લડવું કે ભાગીજવું? પણ અહીં તો ભાગવાનો સવાલ જ ન હતો. તણાવથી તેને પરસેવો થવા લાગ્યો, મગજ પહેલા તો શૂન્ય થઈ ગયું, કાંઈ સૂઝે જ નહિ પછી એકદમ તણાવની અસર હેઠળ મન વિચારવા લાગ્યું, તેના મગજમાં લોહીનો પ્રવાહ એકદમ વધી ગયો. તેણે ક્લાસમાં સાંભળેલાં લેકચરોમાંથી મગજ જવાબો આપવા લાગ્યું. જેમતેમ કરીને તેણે પેપર પૂરું કર્યું. બહાર નીકળીને તેને પોતાને જ નવાઈ લાગી, મેં આટલા બધા જવાબો લખ્યા જ કઈ રીતે? મગજની આ કામગીરી તણાવ હેઠળ થયેલી જે ફાયદાકારક હતી, જે તેને પાસ કરાવવામાં મદદરૂપ નીવડી. 


આમ ચિંતા મનમાં ઉદભવતા વિચાર માત્રની આંતરિક પ્રક્રિયા છે જે માનવ જેવા ઉચ્ચ કક્ષાના સજીવોમાં જ જોવા મળે છે અને તેને અટકાવી શકાય છે. 




જ્યારે તણાવ જિંદગીને નુકસાનકારક બાહ્ય પરિબળોનો શરીર દ્વારા અપાતો પ્રત્યાઘાત છે જે નીચલી કક્ષાના સજીવોમાં પણ વત્તાઓછા અંશે જોવા મળે છે. આમાં ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંત “યોગ્યતમૂની ચિરંજીવતા' દેખાઈ આવે છે. જે સજીવ, જીવ બચાવી આગળ વધે છે તે પેઢી દર પેઢી સારાં જીન્સ અલગ વધારીને ચિરંજીવ બની જાય છે. 



જીવની લડાઈમાં ફક્ત બે જ વિકલ્પો હોય છે, લડો કે ભાગી છૂટો. આ તણાવ સજીવને લડવા કટિબદ્ધ કરી, ગર્જના કરતા, ફૂંફાડા મારતા કે હુમલો કરતા કરી દે છે.


આમ અમુક અંશે થતી ચિંતા અને તણાવ ફાયદાકારક નીવડે છે પરંતુ મગજ જયારે કારણ વગર ચિંતા કરવા લાગે કે પછી નાની બાબતોની વધારે પડતી ચિંતા કરવા લાગે તો તે નુકસાન કરે છે અને અંતે તણાવમાં પરિણમે છે. તેવી જ રીતે કુદરતી પ્રતિક્રિયાઓમાં જોવા મળતો તણાવ અમુક અંશે ફાયદાકારક છે પરંતુ કારણ પૂરું થઇ જાય કે પછી કોઈ પણ કારણ વગર ચિંતા કરી, તણાવ પેદા થવા લાગે તો અંતે તે નુકસાન જ કરે છે.

ચિંતા માનસિક હોવાથી કેટલીક વખત મગજ ખોટા વિચારે ચડી જાય અને ચિંતા કરવા લાગે તો લાંબે ગાળે તણાવ પેદા થાય છે. કેટલાક માણસો તણાવનાં કારણો દૂર થઇ ગયા પછી પણ તેની ચિંતા કર્યા જ કરે છે. બધા લોકોને આફતરૂપ પરિસ્થિતિ પછી ચિંતા રહ્યા જ કરે તેવું નથી.


માણસ તણાવનો ઉકેલ કઈ રીતે લાવે છે, તેનો આધાર મગજનાં રસાયણો અને વારસાગત પરિબળોને આધીન છે. જેમને મગજના અગ્રભાગમાં ચેતાબંધનો સુંદર રીતે વિકસિત હોય તેમને ખોટી ચિંતા ઓછી થાય છે. 



આ ઉપરાંત ચિંતા અને તણાવ વારસામાં ઊતરી આવતા, કુટુંબોમાં અનેક માણસોમાં જોવા મળી શકે છે.


લાસ્ટ સ્ટ્રોક; સારવાર માટે ચિંતા અને તણાવ વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. જો તમે ફક્ત ચિંતાથી જ અસરગ્રસ્ત છો અને તણાવગ્રસ્ત નથી તો સારવારમાં સુંદર પરિણામોની તકો ઉજ્જવળ છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


Anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.



મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

વિજાતીય સ્પર્શ અને સુખ

 વિજાતીય સ્પર્શ અને સુખ

ભગવાને આ અજબ દુનિયામાં પુરુષ અને સ્ત્રી, નર અને માદા વચ્ચે વંશવૃદ્ધિ માટે ગજબનું ખેંચાણ મૂકેલ છે. સાથે સાથે આ ક્રિયામાં વિવિધ સ્ટેપ ઉપર જુદી જુદી રીતે આનંદ અને વાસના મૂકેલ છે. વિજાતીય વ્યક્તિનો આકર્ષક દેખાવ અને સ્પર્શ બીજી વ્યક્તિને ઉત્તેજિત કરી દે છે.

“દૃષ્ટિ તેવી સૃષ્ટિ” વિકારયુક્ત દૃષ્ટિ અને કામોત્તેજક વાતાવરણ વિજાતીય વ્યક્તિને મિલનનો તલસાટ અને બેચેન બનાવી મૂકે છે. સૌંદર્યના કામુક આકર્ષણથી ઘાયલ થઇ અનેક યુદ્ધો અને વિનાશ થયાના દાખલા મોજુદ છે.

રાવણે સીતાજીથી આકર્ષાઈને અનેક પટો કર્યા. તેનું હરણ કરી પોતાને ઘેર લાવ્યો, મનાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ સીતામાતા તો સતી હતા, તે એમ માને ખરા ? અંતે રાવણનો પ્રભુ રામના હાથે વિનાશ થયો, આમાં રાવણને શું સુખ મળ્યું? અલ્લાઉદીન ખીલજીએ પણ પદ્માવતીના રૂપથી પાગલ બની આખા ચિતોડ નો નાશ કર્યો. અનેક સૈનિકો માર્યા ગયા. અંતે ખીલજીને શું મળ્યું ? જોહર કરેલી પદ્માવતીની લાશ ?? આમાં સુખ કોને મળ્યું ?

આમ સૌંદર્યના કામુક આકર્ષણથી બચાય નહીં તો તે પતનનું કારણ બને Beauty is worse than wine, it intoxicates both, the holder and the beholder." છે, તે જોનાર અને ભોગવનાર બન્નેને પાયમાલ કરે છે, જયારે દારૂ તો પીનારને જ પાયમાલ કરે છે


“ પુરુષ સ્ત્રીના રૂપને જુએ છે, અને સ્ત્રી પુરુષના રૂપિયાને.” માનવીની દૃષ્ટિમાં વિકાર અને કામુકતા લાવવા માટે મન કારણભૂત છે, આંખો નહી. એકાંતવાળા વનમાં દૂર થી અવળી ઊભેલી લાંબા વાળવાળી વ્યક્તિને જોઈ યુવક લલચાઈ જાય છે, તેને પામવા મન અધીરું થઈ જાય છે, અને ઝડપથી તેની પાસે આવતાં ખબર પડે છે કે તે તો લાંબા વાળવાળો પુરુષ છે, પછી તેના શું હાલ थाय ??

માનવીની દૃષ્ટિમાં આવેલો વિકાર તે સમય, બનાવ અને પાત્રને આધારિત છે, એક સુંદર ઉદાહરણથી સમજીએ.


નવજાત બાળકને દૂધ પીવડાવતી સંતુષ્ટ માતાનાં પુષ્ટ સ્તનોને જોઈ વિકાર આવવાને બદલે આદરભાવ અને સહાનુભૂતિ જન્મે છે, આ જ સ્ત્રીનાં પુષ્ટ સ્તનો નહાતી વખતે અનાયાસે કે ભૂલમાં જોવાઈ જાય તો મન બેચેન બની આગળ વધવા તલસાટ અનુભવે છે, આ જ છે દૃષ્ટિ અને વાતાવરણનો પ્રભાવ.

આવો જ પ્રભાવ છે વિજાતીય સ્પર્શનો ! વિજાતીય સ્પર્શ થતાં જ મન બેચેન બની મિલન માટે તલસાટ અનુભવે છે. અંગોથી અંગોનો સ્પર્શ, હોઠો થી હોઠોનો સ્પર્શ વિજાતીય વ્યક્તિઓને રોમાંચિત કરી સહવાસ માટે ગાંડાતૂર બનાવી દે છે. આમાં પણ મનમાં ઉત્પન થતા ભાવો જ અગત્યના છે.

મુંબઈની લોકલ ટ્રેઈન માં ડબ્બો યુવક યુવતીઓથી ગીચોગીચ ભરેલો છે. આશિષને બાજુમાં સુંદર સુગંધ આવે છે, એટલે તે સ્ત્રી શરીરને ભીસાતું કલ્પી લે છે, તેને આ સ્પર્શ બહુ જ ગમે છે, અને રોમાંચ અનુભવે છે. દશ મિનીટ આણંદમાં તરબોળ બની વધારે નજીક સ્પર્શનો આનંદ લેવા ભીંસાય છે. દબાણ હીને તેને સહન કરી વધુ આનંદનો લાભ લે છે, પણ સ્ટેશન આવતાં તે પાછળ પરલ્યુમની સુગંધ આવતી હતી. હવે આશિષને તે સ્પર્શ જરા પણ ગમતો નથી. વગે છે. ત્યારે ખબર પડે છે કે, તે તો પુરુષ છે. તેની બાજુમાં સ્ત્રી શરીરના કારકા કે તેના મને જાણી લીધું કે આ વિજાતીય સ્પર્શ નથી. આમ આ બધા મનનાં જ વલણ છે.

આ જ વલણ સિનેમા છૂટતાં ભીડમાં લાગતા ધક્કાથી ચીડ ચડે છે. પણ પદછીથી ખબર પડે કે તે રૂપાળી સ્ત્રીના છે તો. હવે તે મીઠા લાગે છે. કારણ વિજાતીય સ્પર્શ. શરીર એ જ છે. પણ મનના વિચારો બદલાવાથી જ વલણમાં કેવો ફેર પડી જાય છે !

પુરુષ ડોક્ટરને ડીલીવરી કરાવતી વખતે સુંદર સ્ત્રી પણ એક દરદી અને હાડમાંસનું શરીર જ દેખાય છે. જેમાંથી બાળક સફળ રીતે બહાર આવી જાય તેની જ ચિંતા જણાય છે, ત્યારે વિકાર કે રોમાંચ જરા પણ નહીં, પછી ભલે ને તે સની લીઓન હોય કે બિપાશા બાસુ.


તે જ સ્ત્રી સંપૂર્ણ સાજ સિંગાર સાથે બાજુમાંથી પસાર થાય તો ડોક્ટર તેને રોમાંચથી જોતો જ રહી જાય છે

આ જ છે માનસિક વલણ અને તેને લીધે દૃષ્ટિમાં તફાવત. અહીં પુરુષ કે સ્ત્રી એવો ભાવ નથી, માત્ર ડોક્ટર અને દર્દી શરીરનો, ફરજના ભાગ રૂપે થતો સ્પર્શ છે.

આવા અનેક પ્રસંગો પરથી સ્પષ્ટ થાય છે કે,વિજાતીય સ્પર્શ રોમાંચનું કારણ નથી. પરંતુ તે સ્પર્શના વિચારે મનમાં કરેલી કલ્પના જ રોમાંચનું કારણ બની રહે છે. એટલે કે સ્પર્શસુખમાં બે વિજાતીય શરીરની જરૂર નથી, તેની કલ્પનાની જરૂર છે. સુખ સ્પર્શથી નહીં, મનમાં તેની કલ્પનાથી પેદા થાય છે.

આને માટે આધ્યાત્મિક ગુરુ અને તેના બે ચેલા હર્ષ અને ભોગીની વાત બહુ જાણીતી છે. બંને બાલબ્રહ્મચારી છે, અને તેમને માટે સ્ત્રીનો સ્પર્શ હરામ છે. ચોમાસામાં નદીને કિનારે ચાલતી વખતે બંને એક સ્વરૂપવાન સ્ત્રીને મૂંઝાયેલી જુએ છે.


નદીમાં વરસાદને લીધે પાણી વધેલું છે, પણ તે સ્ત્રીને સામે કાંઠે તેના બીમાર પિતા પાસે જવું જ પડે તેમ છે. નદીમાં હોડી તો છે જ નહી. તેની મુશ્કેલી સમજી હર્ષ તેને મદદ કરવા હાથ પકડી ખભે બેસાડી દે છે. અને નદી પાર કરાવી નું ગુરજીને કહી દઈશ.” હર્ષ મૌન રહી યુવતીને ઉપાડી સામે છેડે નદી પાર કરાવે જાય છે. વરસાદથી ભીના વસ્ત્રોથી અંગ ઉપાંગોના સ્પષ્ટ ઉભાર જોઈ હકાલપટ્ટી કરાવી દઈશ.” હર્ષ તો મૌન રહી યુવતીને નદી પાર કરાવી ચાલવા ભોગી બુમો પાડે છે. "સ્ત્રીને ખભે ઊંચકી ? ગુરજીને કહી આશ્રમમાંથી તારી લાગે છે.

કલાક પછી આશ્રમ પહોચતાં ભોગી તરતજ ગુરજીને ફરિયાદ કરે છે “ગુરુજી, હર્ષે ઘોર પાપ કરેલું છે. તેણે યુવતીને ખભે બેસાડી હતી, તેને આશ્રમમાંથી હાંકી કાઢો. "હર્ષે આખી પરિસ્થતિ સમજાવી, પોતે કેવી રીતે છે. “મુર્ખ. તેણે તો યુવતીને મદદ કરી ખભે બેસાડી ઊતારી દીધી. પણ તે તો યુવતીને મદદ કરી તે આખી વાત કરે છે. ગુરુજી હસી પડે છે અને ભોગીને ઠપકારે હજી તેને તારા ખભા ઉપર બેસાડી રાખી છે. એટલે કે તેના વિચારો હજી તારા મનમાંથી જતાં જ નથી, તું જ મનથી ગુનેગાર છે, હજુ મન સાફ કર, નહીંતર તને જ આશ્રમમાંથી કાઢી મૂકીશ.”

અત્યારના જમાનામાં બાળકો સાથે કુદરત વિરદ્ધનાં કૃત્યોની ભરમાર ચાલી છે. પુરુષોમાં વાસનાનો ચરુ ઉકાળવા લાગે ત્યારે ઉંમર કે જાતિનો ભેદ ભૂલાઈ જાય છે. કુદરત વિરુદ્ધનાં કામો કરતી વખતે માણસની બુદ્ધિ બહેર મારી જાય છે. સાવ નાના બાળકની સાથે જયારે આ ક્રિયા થાય છે, ત્યારે શરમથી મસ્તક ઝૂકી જાય છે, પણ થાય શું ? એટલા માટે જ હવે બાળકોને સારો સ્પર્શ અને વિકૃત સ્પર્શ વચ્ચેનો ભેદ સમજવાની,સમજાવવાની જરૂર છે. માતા કે પિતાનો પ્રેમભર્યો સ્પર્શ અને અજાણ્યાનો વિકૃત સ્પર્શ પારખતાં શીખવાડવું પડશે, દીકરો હોય કે દીકરી બંને માટે આ ભેદ પારખવો જરૂરી છે. ખાસ કરીને હોઠ, છાતી, જનનાંગો અને જાંઘના ભાગે કોઈને ક્યારેય છૂટ આપવી નહીં, સિવાય કે માતા કે ડોક્ટર તપાસ કરતા હોય. અજણ્યા માણસોની ચોકલેટ કે કોઈ વસ્તુની લાલચમાં ક્યારેય આવવું નહીં કે તેની સાથે એકાંતમાં ક્યાંય જવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.આમ વિજાતીય સ્પર્શ અને સૌદર્યની ભાવના મનમાં ઉત્પન થાય છે. તેમાં બદબદે છે અને વિકાર બની જાય છે. આ બધા જ મનના ખેલ છે. જો મન સાક હશે તો આવા કોઈ વિકાર મનને અશાંત બનાવી ગુનેગાર બનાવશે નહીં. અને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.


લાસ્ટ સ્ટ્રોક :કોઈપણ સૌંદર્યવાન વિજાતીય વ્યક્તિને જોઈ તેના પ્રત્યે રાખ્ય થઈ જાય. અને તેને પામવા, સ્પર્શ કરવા મન તલસાટ કરે. અશાંત બની મનમાંથી દૂર કરવા જ હિતાવહ રહેશે. ફક્ત એક જ જીવનસાથી સિવાય દરેક થય તો સુખ દૂર જતું રહેશે. તેને બદલે મન સ્થિર કરી કામુક ભાવના, વિકાર જગ્યાએ ફાંફાં મારવાથી દુ:ખ સિવાય બીજું કંઈ નહીં મળે.




------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-