રમતોમાં જીત માટે સચોટ નિર્ણયશક્તિ જરૂરી
-----------------------------------------------------------------------------------------------------------------------------
મોસ્કો ખાતે વિશ્વ ચેસ
ચેમ્પિયનશીપ માટેની ફાઇનલ મેચ ભારતના વિશ્વનાથન આનંદ અને રશિયાના કારપોવની વચ્ચે
રસાકસીભરી ચાલી રહી હતી. કલાકો વિતતા હતા, પણ રમતનો અંત આવતો ન હતો. સમગ્ર વિશ્વની નજર ચેસ ચેમ્પિયન
કોણ બને છે, રશિયા કે ભારત
તેના પર મંડાયેલી હતી. બને ખેલાડીઓની નિર્ણયશક્તિ ગજબ અને સચોટ હતી. અચાનક
વિશ્વનાથન આનંદને મનમાં વિચાર આવ્યો કે આ સ્ટેપ પર વજીર ખવડાવી દઈએ તો ગેમ જીતી
શકાય તેમ છે, પણ તેમાં વજીર
ગુમાવવાનું જોખમ હતું, પણ તેણે મનમાં
સચોટ નિર્ણય લઈ લીધો, અને અમલમાં મૂકી
દીધો. કારપોવ વિચારમાં પડ્યો, આ સામે ચાલીને વજીર કેમ ખવડાવે છે, તેણે પછીના બે
સ્ટેપ વિચારીને જોયું, જોખમ ન દેખાયું, અને તે લલચાઈ
ગયો. વજીર મારીને તાળીઓ પાડવા લાગ્યો. રશિયનો ખુશ થઈ ગયા, પણ આનંદનો નિર્ણય
સાચો હતો. ત્રીજા સ્ટેપ પર તો તેણે કારપોવને ચેકમેટ કરી દીધો. બધા જોતાં રહી ગયા.
ગેઇમ ઓવર. ભારત પહેલી વખત વિશ્વ ચેસ ચેમ્પિયન ફક્ત આનંદના લાંબા ગાળાના સચોટ
નિર્ણયને લીધે બની ગયું. આમ ચેસ, પત્તાં, વ્યાપાર જેવી ગેમોમાં ખેલાડીની બુદ્ધિ સાથે સચોટ
નિર્ણયશક્તિ પણ બાજી જીતી લેવા માટે જરૂરી છે.
મોટા કેસીનોમાં લાખો
રૂપિયા કે ડોલરની હારજીતનો મુખ્ય આધાર ખેલાડીઓના હાથમાં આવેલાં પત્તાં પર રહેલો છે, પણ તે નસીબને
આધીન છે, જે બંને ખેલાડીઓ
જોડે વત્તાઓછા પ્રમાણમા વહેંચાયેલું જોવા મળે છે. પણ ટોટલ હારજીતનો આધાર ખેલાડીના
સચોટ નિર્ણય પર રહેલો હોય છે. બાજી ક્યારે આગળ ચલાવવી, વધતાં જવું, ક્યારે ફેંકી
દેવી તે ખેલાડીની બુદ્ધિ,
તર્ક અને સચોટ
નિર્ણયને આધારિત હોય છે. કોઈ ખેલાડી ફક્ત કલરની બાજીમાં હિંમતપૂર્વક નિર્ણય લઈ
લાખો ડોલર જીતી જાય છે, તો કોઈ ડરપોક
ખેલાડી ત્રણ દશાની બાજીમાં પણ છેવટે બાજી ફેંકી દેવાનો નિર્ણય કરતાં છેવટે બાજી
રોનવાળો ખેલાડી લઈ જાય છે. આમ આવી રમતોમાં સચોટ નિર્ણય લેવા બુદ્ધિ, તર્ક અને હિંમતની
જરૂર પડે છે. જે ખેલાડીમાં આ ગુણો હોય છે, તે સચોટ નિર્ણયો લઈ હંમેશાં બાજી જીતી લાખો ડોલર કમાતો હોય
છે.
આવી જ રીતે ક્રિકેટ, વોલીબોલ, ફુટબોલ, ટેનિસ જેવી આઉટડોર રમતોમાં પણ સચોટ નિર્ણયશક્તિ જ બાજી જીતાડે છે. ક્રિકેટમાં કયા બોલને ચોકકો મારવો અને કયા બોલને જવા દેવો તેનો ત્વરિત નિર્ણય જ ખેલાડીને સદી કરવા તરફ લઈ જાય છે. વોલીબોલ કે ટેનિસ જેવી રમતમાં બંને ખેલાડીની પ્રેક્ટિસ જોરદાર હોય તો બંનેની ગેમ સારી જ હોય છે, પણ જે ખેલાડી ત્વરિત નિર્ણયો કરી ખાલી જગ્યાઓ ઉપર બોલનું પ્લેસિંગ કરી દે છે, તે વધારે પોઈન્ટ મેળવી ચેમ્પિયન બને છે. આવા નિર્ણયો લેવામાં ઝડપ અને હિંમત જરૂરી છે, પણ તેની પ્રેક્ટિસ કરવાથી સફળતા મળી જાય છે.
ખેલાડીઓને તૈયાર કરતાં કોચ તેમને ગેમની સમજણ, પ્રેક્ટિસની સાથે સચોટ નિર્ણય પણ કેવી રીતે લેવા તે શીખવાડે છે. ટેનિસ, વોલીબોલ જેવી રમતોમાં જરાક જોરથી શોટનો નિર્ણય તમારો પોઈન્ટ આઉટસાઇડ જવાથી ગુમાવડાવે છે. માટે ચાલુ ખેલ દરમ્યાન જોશ, પાવર, ફોર્મની સાથે સચોટ નિર્ણયશક્તિ પણ એટલી જ જરૂરી છે. ફૂટબોલના વર્લ્ડ ચેમ્પિયન રોનાલ્ડો, કે પેલેની રમત જોઈએ તો સ્ફૂર્તિ, જોશ અને સચોટ નિર્ણયશક્તિ દેખાઈ આવે છે, જે ગોલ ફટકારવા જરૂરી છે.
લાસ્ટ સ્ટ્રોક :- આમ સચોટ અને
મક્કમ નિર્ણયશક્તિ સાથે તર્ક, બુદ્ધિ અને જોશ કોઈપણ ઇન્ડોર અને આઉટડોર ગેમ જીતવા માટે
જરૂરી છે તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.
Tags :
#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills