રવિવાર, 23 નવેમ્બર, 2025

હંમેશા સુખમાં રહો, અને લાંબુ જીવન પામો

હંમેશા સુખમાં રહો, અને લાંબુ જીવન પામો

મનુષ્ય જીવન મેળવવું અતિ દુર્લભ છે. તેથી જ તો લાંબું જીવવાં. મળે તેનાથી રૂડું શું છે ? બધાને લાંબુ જીવવું છે, તેના માટે રોગવિહીન, સ્વસ્થ શરીર જરૂરી છે. સ્વસ્થ રહેવા જરૂરી છે, તાણમુક્ત, - મોહમાયામુક્ત, ચિંતારહિત કાયમી સુખી રહેવું.

આમ સ્વસ્થ રહેવા સુખી રહેવું જોઈએ, તો સુખી થવાની પહેલી શરત છે સ્વસ્થ શરીર, આ એક ચક્ર છે. પહેલી મરથી કે પહેલું ઈંડું: એ કહેવું જેમ મુશ્કેલ છે, તેવું જ સુખ અને સ્વસ્થ શરીર બાબતે છે, "પણ જે આ સમજી શકે છે, તે હંમેશાં સુખી રહેવામાં માને છે, અને તેથી જ લાંબું જીવન જીવે છે.

સુખ અને દુઃખ એ આખરે તો મનની માન્યતાના ખેલ જ છે, જો  મગજને સુખની ટેવ પાડશો તો હંમેશાં સુખી જ રહેવાશે. પણ જો તમે.  નકારાત્મક વિચારોથી દુઃખી થવાના વિચારો કરશો, તો દુઃખી જ રહેશો, હવે તમારે નક્કી કરવાનું છે કે, ‘કાયમી સુખમાં રહીને તમારે લાંબું જીવવુંછે કે નહીં !

આ દુનિયામાં દરેક માણસ સુખી થવાના ફાંફાં મારે છે. શારીરિક સ્વસ્થ, માનસિક તંદુરસ્ત અને આર્થિક રીતે સદ્ધર માણસો જ્યારે ૬ મહત્વાકાંક્ષા અને વધુ મેળવવાની લાલચમાં હાયવોય કરતાં દુ:ખી રહેતા. હોય છે. જ્યારે કેટલાક સંતોષી અને ચિંતામુક્ત રહેવાથી સુખી બની: જાય છે.

સુખી માણસના શરીરમાં કેટલા બધા ફાયદાઓ જોવા મળે છે,  એ જાણીને દરેકને સુખી બનવાનું જ મન થશે, એ તમારા હાથમાં જ છે.

સુખી માણસના શરીરમાં સીરોટોનીન અને ડોપામિન જેવા હોર્મોન. સ્ત્રવતા હોવાથી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી કોઈ પણ બીમારીમાંથી જલ્દી સાજા થઈ જવાય છે. કોઈપણ ચેપી રોગ લાગવાનો કે શ્વસનતંત્રના રોગોનો ભય ઘટે છે. હાડકાંની ઘનતા વધે છે, તેથી ફ્રેક્ચર થવાનો ભય ઘટી જાય છે.

સુખી માણસને ઊંઘ સરસ આવે છે, તેનાથી તનાવ ઘટે છે, નિરાશા અને ચિંતા દૂર થાય છે. થાક દૂર કરી, શરીરની લચકતાં અને ગતિ વધારે. છે. 'સવારે ઊઠતાં જ તાજગી અનુભવતાં ઊર્જા અને શક્તિ વધારે છે. તથા દૈનિક કામકાજ સુધરે છે. આખા દિવસની કાર્યશક્તિમાં સુધારો માલમ પડે છે. ચિંતા, વિષાદ, નિરાશા અને ગમગીની દૂર થતાં મગજની ઊર્જા વધે છે, તેથી નિર્ણયશક્તિ અને યાદશક્તિ સુધરે છે.

સુખી માણસનું હૃદય તાલબદ્ધ અવરોધ વગર નિયમિત ધબકે છે. ધબકવાનો દર ઘટે છે, રક્તવાહિનીઓ પહોળી થવાથી બ્લડપ્રેશર ઘટે છે, રક્ત પરિભ્રમણ સુધરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે, અને સારુંકોલેસ્ટ્રોલ વધે છે. તેને લીધે હાર્ટએટેકની શક્યતા ઘટી જાય છે. શરીરમાં : કોઈ પણ રક્ત વાહિનીમાં બ્લોકની શક્યતા ઘટતાં સ્ટ્રોકની શક્યતા ઘટે છે.

સુખી માણસના મગજમાં રક્ત પરિભ્રમણ સુધરતાં મગજના કેન્દ્રો વધારે સારી રીતે કાર્યરત બને છે. મગજમાં રહેલી માસ્ટર અંતસ્ત્રાવી ગ્રંથી વધારે સારી રીતે કામ કરે છે. ભૂખનાં કેન્દ્રો પણ વધારે સારી રીતે 'કાર્યરત થતાં ખોરાક પ્રમાણસર લેવાય છે, તેથી વધારાની ચરબી દૂર થાય છે, શરીરની લવચિકતા અને ગતિ વધે છે, તેથી સાંધાનો દુઃખાવો દૂર થઈ લીગામેન્ટ અને સ્નાયુઓ મજબૂત બને છે. વધારાનું વજન દૂર થતાં -જાડાપણું દૂર થાય છે.

ચયાપચયની ક્રિયા સુધરતાં બ્લડસુગર કાબૂમાં આવે છે, તેથી -ડાયાબિટીસમાં સુધારો અને નિયંત્રણ જણાય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસનું પાચન સુંદર થતાં હાડકાંની ઘનતા વધે છે, ફેક્ચર થવાની શક્યતા ઘટે છે. પાચનશક્તિ સુધરતાં તેની કાયમી તકલીફો દૂર થાય છે.

આમ સુખી માણસમાં શરીરના અનેક ફાયદાઓ થતાં હાર્ટએટેકની, - મગજના સ્ટ્રોકની, ડાયાબિટીસની, બ્લડપ્રેશરની જેવા અનેક કાયમી જીવનભક્ષક રોગોની શક્યતાઓ ઘટી જાય છે. વળી રોગપ્રતિકારક શક્તિ વધી જતાં ચેપી રોગો, કાયમી કફ, ખાંસી, ટીબી જેવા જીવલેણ રોગો જપણ ઘટી જતાં અંતે માણસના જીવનની રેખા આપમેળે લંબાઈ જાય છે. તો પછી શા માટે ચિંતા કરીને દુઃખી રહેવું ?

આટલાં બધાં ફાયદા પછી શરીર નિરોગી જ રહે તેમાં કોઈ શંકા દુજ નથી. એ જ તો છે, સુખી થવાની પહેલી શરત. આ એક ચક્ર છે, કસુખી થવા જરૂરી છે સ્વસ્થ શરીર અને સ્વસ્થ શરીરનું કારણ છે સુખી  માણસ. આ ચક્ર ચાલુ રહે તે માટે જ હંમેશાં સુખી રહો, સ્વસ્થ રહો.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

શુક્રવાર, 14 નવેમ્બર, 2025

જૂના જમાનાનાં લોકો કરતાં અત્યારે ખરેખર આપણે સુખી છીએ કે દુ:ખી ?

જૂના જમાનાનાં લોકો કરતાં અત્યારે ખરેખર આપણે સુખી છીએ કે દુ:ખી ?

અમારા વડીલ છોટુકાકા નેવું વર્ષના થઈ ગયા, તેની પાર્ટી રાખેલી. તમામ સભ્યો ભેગા થયા હતા.

નેવું વર્ષે પણ છોટુકાકા સ્વસ્થ હતા, તેમને બીજી કોઈ તકલીફ 'નહોતી. યાદશક્તિ પણ સતેજ હતી, પરંતુ તેમના મનમાંથી જૂના જમાનાની વાતો જતી જ ન હતી. તેમને મનમાં એવું જ હતું કે જૂના જમાનાના લોકો વધારે સુખી હતા. અત્યારે તો રોગો અને મોંઘવારી, ફુગાવો વગેરે બહુ જ વધી ગયા છે. ભષ્ટાચાર અને ગુનાખોરીએ માઝા મૂકી છે, જ્યાં વાંચો ત્યાં ચોરી, લૂંટ, બળાત્કારના જ સમાચાર દેખાઈ રહ્યા છે, ખરેખર હવે કલિયુગ આવી ગયો છે.

તેમના પંચ્યાસી વરસના પત્ની મંછાકાકીએ પણ ટાપશી પૂરાવતા કહ્યું તદ્દન સાચી વાત છે. અત્યારે લોકો ખરેખર દુઃખી જ છે, જે પહેલાના જમાનામાં સુખી હતા. અંગ્રેજોના જમાનામાં કેટલી બધી સોંઘવારી હતી, ફક્ત એંસી રૂપિયે તોલો સોનું હતું. રોગો પણ બહુ ઓછાં હતા, અત્યારે તો કેટલા રોગો અને કેટલી જાતના કેન્સર જોવા મળે છે.

બધાં ચિંતાતુર થઈને વિચારમાં પડી ગયા. મેં વિચારીને જવાબ આપ્યો. 'છોટુકાકા, આપની વાત સાચી નથી. તમે હજુ અંગ્રેજોની અસર નીચે જીવી રહ્યા છો, તેથી તમને જૂનો જમાનો વધારે સુખી લાગે છે. . મોંઘવારીની વાત કરીએ તો સમય પ્રમાણે પગાર અને ખર્ચા તેના ગુણોત્તરમાં વધારો બતાવી રહ્યા છે. એ વખતે આમ આદમીનો પગાર. મહિને પંદરથી વીસ રૂપિયા હતો, એટલે ચાર ગણા પગારમાં એક તોલો સોનું આવતું. અત્યારે આમ આદમીનો પગાર સાતથી આઠ હજાર જેટલો છે, જેના ચાર ગણા કરવાથી એક તોલો સોનું આવી જાય છે. બધા જ. ભાવ એ જ રીતે પ્રમાણસર વધારો દર્શાવે છે.

એ જમાનામાં ગાડાં કે ઘોડાગાડી દ્વારા અવરજવર થતી. અમદાવાદથી મુંબઈ માંડ ચાર કે પાંચ દિવસે પહોંચાતું. અત્યારે ફક્ત - પચાસ મિનિટમાં ફલાઈટમાં પહોંચી જવાય છે. ત્યારે મુંબઈ જવું અઘરું. હતું, અત્યારે તેને બદલે લંડન કે ન્યુયોર્ક જવું સરળ અને ઓછા સમયનું છે.

હવે વાત કરીએ રોગોની, જૂના જમાનામાં રોગોના નિદાનનાં . સાધનો જ ન હતાં, તેથી કેન્સર જેવા અનેક રોગોમાં માણસો નિદાન વગર જ જાન ગુમાવતા. ચેપીરોગો જેવા કે કોગળીયું કે પ્લેગ જેવા - ફેલાય, તો આખા ગામ કે વસ્તી સાફ થઈ જતા. ક્ષય કે ચેપી રોગોની [ કોઈ દવા જ નહોતી. તેથી માનવો નાની ઉંમરે જ મરણ પામતા, તેથી. કેન્સર કે એટેક જેવા રોગો સુધી પહોંચતા જ નહીં. તે વખતે એવરેજ ભારતીય નાગરિકનું આયુષ્ય સરેરાશ ચોત્રીસ વર્ષનું હતું તે આજે લગભગ ડબલ થઈ ગયું છે. જુદાજુદા ગંભીર રોગોનું નિદાન જ થતુંના હોવાથી કોઈપણ માનવ મરી જાય તો કહેતા કે ફટ દઈને ફૂટી ગયો. 'નવી દવાઓથી અત્યારે ચેપી રોગો, કેન્સર, ટી.બી, રક્તપિત્ત જેવા રોગો મટી રહ્યા છે.

બીજી વાત છે, સુરક્ષા, ગુનાખોરી અને ભષ્ટાચારની. ત્યારના જમાનામાં રાજાઓ અને બાપુઓના રાજમાં ટૂંકા અંતરે રજવાડાં બદલાતાં. તેથી સમાન કાયદો અને વ્યવસ્થા જેવું હતું જ નહીં. એક રાજમાંથી  બીજા રાજમાં જતી વખતે લુંટાઈ જવાનો ભારે ડર રહેતો. ઠગ, લુંટારા વગેરે સૂમસામ રસ્તાઓ ઉપર ખૂન સુદ્ધાં કરી નાખતા. અત્યારે તો દેશમાં 'સમાન કાયદો અને વ્યવસ્થા છે. લોકો આરામથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકે છે. એક જ ચલણ છે, ગમે ત્યાં કમાઈ, ગમે ત્યાં વાપરી શકાય છે. એ જમાનામાં તો રાજાને ગમે તે રાણી અને રાજા સંભળાવે તે ન્યાય. તેથી કાયદાની અપીલ કે સુરક્ષાની વાત જ નહીં.

મહિલાઓ અને બાળકો એકલા ક્યાંય જઈ જ શકતા નહીં. અત્યારે આરામથી સુરક્ષાબદ્ધ રીતે પરદેશ પણ જઈ શકે છે.

સમાચારપત્રો, રેડિયો, ટીવી અને મીડિયાના આગમનથી સમાચારો આખા દેશના અને વધારે પ્રસારિત થતાં હોવાથી ભષ્ટાચાર, ગુનાખોરી - વધેલા લાગે છે, પરંતુ વધતી વસ્તીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા એકંદરે સુધારો દર્શાવે છે.

મુખ્ય વાત છે, લોકોનું જીવનધોરણ અને ગુણવતા સુધરવાની. અત્યારે મબલખ સુવિધાપૂર્ણ સાધનોથી સંદેશા વ્યવહાર, વાહનો, દવાઓ, ૬ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરેથી લીવીંગ સ્ટાન્ડર્ડ અગાઉ કરતાં ખૂબ ઊંચું ગયું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

તરત જ છોટુકાકા બોલ્યા ''પણ ત્યારે લોકો શાંતિથી પ્રદૂષણરહિત વાતાવરણમાં રહેતા એટલે સુખી હતા ને !

મેં કહ્યું કાકા એ તો આપણા હાથમાં જ છે ને ! અત્યારે પણ - શાંતિપૂર્વક રહેવું હોય તો શહેરથી દૂર પ્રદૂષણરહિત ફાર્મહાઉસમાં ક્યાં. નથી રહેવાનું

સુખીપણું માપવા માટેનો આંક માપવા માટે મુખ્ય જીવનધોરણ, આરોગ્યમય ઊંચો લાઈફસ્પાન અને સુરક્ષિત વાતાવરણ આ ત્રણ મુદ્દા મુખ્ય છે, જે ત્રણે અત્યારે અગાઉ કરતાં ચોક્કસપણે ચઢિયાતા છે, એટલે. કે આપણો અત્યારનો હેપીનેસ આંક અગાઉ કરતાં ખૂબ સારો છે, તેમાં .બેમત નથી, છતાં આ આંકની દૃષ્ટિએ ભારતનો દુનિયાના દેશોમાં એકસો ને અઢારમો નંબર આવે છે, તો પહેલા દશ નંબરના દેશો તો અત્યારે કેટલા સુખી હશે, તેની કલ્પના જ કરવી રહી.

સુખી થવા માટેની મુખ્ય બે બાબતો સુરક્ષા અને સ્વાસ્થ્ય, અત્યારે ચોક્કસ અગાઉના કરતાં ચઢિયાતા છે જ, તેમાં કોઈ બેમત નથી. આ "સાંભળી છોટુકાકા અને મંછાકાકી નીચું જોઈ સહમત થઈ ગયા.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વારસાની સાથે મળતું સુખ – ભ્રમ કે હકીકત?

વારસાની સાથે મળતું સુખ ભ્રમ કે હકીકત?

-----------------------------------------------------------------------------------------------------------------------------

વર્ષોથી માનવો સુખ મેળવવા ફાંફાં મારી રહ્યા છે. બધા જ લોકો સુખને સંપત્તિ, સત્તા, પૈસા, અને સન્માન સાથે સાંકળી રહ્યા છે, પણ આ બધાં દુન્યવી પરિબળો ખરેખર સુખ આપે છે કે પછી બાહ્ય આનંદ?

માણસોને વરસોથી વારસામાં સંપત્તિ, દોલત, બંગલા, સત્તા અને જ તેનાથી સન્માન મળતાં હોય છે. માબાપ ચોક્કસ વારસા રૂપે ભૌતિક  સંપત્તિના રૂપમાં આનંદ આપી શકતા હોય છે. વારસો મેળવવા અને ગમતું વીલ બનાવડાવવા ચાલતા કૌટુંબિક કાવા દાવા, મારામારી, કોર્ટકેસ વગેરે બધાને ખબર છે, અને આવી ખૂનામરકી લડાઈ વગેરેથી મેળવેલી સંપત્તિ અંતે સુખ આપે છે ખરી?

આપણા દેશમાં લોકશાહી તંત્ર ચાલે છે, જેમાં લોકો જ સત્તા કોને આપવી તે નક્કી કરે છે, છતાં ચૂંટાયેલા પ્રધાનો, સંસદ સભ્યો, પ્રતિનિધિઓ પણ પોતાના પછી પુત્ર, પુત્રવધૂ કે ભાઈ ભત્રીજાને વારસાગત રીતે ટિકિટ  આપી સત્તા ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. જયારે રાજાશાહીમાં તો સત્તા ' અને સંપત્તિ વારસાગત રીતે પછીની પેઢીને જ મળે છે, તેમાં કોઈ સવાલ જ નથી, તેથી તે બધું ભોગવવાનો આનંદ તો મળે જ છે, પણ સાથેસાથે સુખ મળે છે ખરું ?

પોતાના ત્રણેય ભાઈઓને દગાબાજીથી મારી નાખી, પિતાને કેદ કરીને બાદશાહ બનેલા ઔરંગઝેબનો કિસ્સો જગજાહેર છે. તેને સત્તાનો આનંદ જરૂર મળતો હશે, પણ આંતરિક સુખ મળતું હશે કે કેમ તે સવાલ છે.

પોતાના હક્કનો વારસાગત ભાગ મેળવવા પાંડવો પોતાના જ કૌરવભાઈઓ સામે યુદ્ધે ચડ્યા ત્યારે અર્જુન તો સામે ઊભેલા દાદા, ગુરુજી અને ભાઈઓને જોઈ હતપ્રભ થઈ ગયેલા. ભગવાન શ્રીકૃષ્ણના કર્મના  ઉપદેશ પછી યુદ્ધે ચડી અર્જુને અને પાંડવોએ યુદ્ધ તો જીતી લીધું, સત્તા અને સંપત્તિનો આનંદ તો મળ્યો પણ મનનું સુખ મેળવવા તો અંતે પાંડવો ં હિમાલય જતા રહ્યા.

મહારાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીના પુત્ર કુંવર વર્ધમાનને  આ સત્તા અને સંપત્તિનો આનંદ, સાચું સુખ આપનારા ના લાગ્યા અને તે તમામનો ત્યાગ કરી, તેમણે દીક્ષા લઈ તપ કર્યું, અને પરમજ્ઞાન પામી [ભગવાન મહાવીર બની ગયા. ભગવાન બુદ્ધ પણ રાજકુમાર જ હતા, તેઓ પણ સત્તા, સંપત્તિ, પત્ની અને પુત્રનો ત્યાગ કરી દીક્ષા લઈ પરમ -સુખ પામ્યા.

આ વાત થઈ વારસાગત મળતી સંપત્તિ, સત્તા અને તેના દ્વારા હું મળતાં આનંદની, જેમાંથી સુખ મળશે જ કે નહીં એ તો મેળવનારના . મન દ્વારા નક્કી થઈ શકે છે.

હવે વાત કરવાની છે વારસાગત સુખની જે માબાપના જીન્સ દ્વારા, આવનારી સંતતિના જીન્સમાં ઉતરી આવે છે.

વારસાગત ઊતરી આવતાં લક્ષણો માબાપના જીન્સમાંથી બાળકોમાં હું ખૂબ જ અટપટી રીતે વ્યક્ત થતાં જોવા મળે છે. કયું જીન, કઈ રીતે, ક્યાં સંતાનમાં ઉતરી આવશે એ કેહવું ખુબ મુશ્કેલ હોય છે. બાળકના જન્મ પછી તેનો રંગ, ચહેરો, નાક, આંખ, ઊંચાઈ, શરીરનો બાંધો વગેરે લક્ષણો કોના પર ગયા છે, તે કહેવું મુશ્કેલ હોય છે. દાદાદાદી અને નાનાનાનીના જીન્સ પણ માબાપ દ્વારા બીજી પેઢીમાં અસરકારક રીતે વ્યક્ત થાય છે.

કેટલાક રોગો જેવા કે થેલેસેમીયા, હીમોફિલિયા, દમ વગેરે વારસાગત ઊતરી આવે છે. તેમાં પણ જો મા અને બાપ બન્નેમાં આ રોગ હોય તો સંતાનોમાં ચોક્કસ રીતે આવા રોગો જણાતા હોય છે. તેવી દ જ સુખની અનુભૂતિના જીન્સ પણ વારસામાં ઊતરી આવતા જણાયા છે. ૩૫ થી ૪૦ ટકા સુખની અનુભૂતિનો પ્રભાવ આ જીન્સ પર જોવા મળતો .માલૂમ પડેલ છે.

માણસના મૂડ અને આવેગિક લાગણીઓને અસર કરતાં બે જીન્સ અત્યારે શોધી કઢાયા છે. જેના દ્વારા મગજમાં સિરોટોનીન હોર્મોનનું 'નિયમન થઈ મૂડ બને છે, બગડે છે અને માનવીને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, L-લાંબો જીન્સ પ્રોટીનના અણુ બનાવે છે, જે મગજમાં સિરોટોનીનનું વહન કરે છે. જ્યારે S—નાનો જીન્સ ઊંચા પ્રકારની . સિરોટોનીન પ્રવૃત્તિ કરે છે. આ બંને પ્રકારના જીન્સ માબાપ તરફથી વારસામાં મળતા જોવા મળે છે. કયાં સંતાનમાં તે, કઈ રીતે વારસાગત કરીતે જશે, તે કોઈ જ કહી શકતું નથી.

આપણે કેટલીક જાતિઓ, કુટુંબોના સભ્યોને હંમેશાં હસતાં જ, સુખી-જ જોયા હોય છે, તો કેટલાક કુટુંબોના દરેક સભ્યોના મોં કાયમ ચડેલા જ હોય છે, જે કાયમ હતાશામાં ડૂબેલા જ, દુઃખી જ હોય છે, તેનું કારણ આ વારસાગત જીન્સ જ છે.

માબાપને તો હવે આપણે બદલી શકતાં નથી, પણ સુખી માબાપના સંતાનો સુખી કેમ હોય છે, તે વાત હવે સમજાવા લાગી છે.