લેબલ નકારાત્મક વિચારો અને વાતાવરણથી દૂર થઈ જાવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નકારાત્મક વિચારો અને વાતાવરણથી દૂર થઈ જાવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2026

નકારાત્મક વિચારો અને વાતાવરણથી દૂર થઈ જાવ, સુખ દોડતું આવશે.

 નકારાત્મક વિચારો અને વાતાવરણથી દૂર થઈ જાવ, સુખ દોડતું આવશે.

માનવીના મનમાં નકારાત્મક વિચારો અને લાગણી સદાય આવતાં જ રહે છે. તેને રોકવા મુશ્કેલ છે. કોઈ પણ નકારાત્મક બનાવ કે વ્યક્તિને જોઈને, સાંભળીને કે અનુભવીને મન તેને પોતાના અસ્તિત્વ કે વ્યક્તિત્વ સાથે સાંકળી ખોટા વિચારો પર ચડી જાય છે. બાજુનો હોંશિયાર છોકરો બારમામાં ફેઈલ થાય તો સામાન્ય છોકરો તો પોતે ફેઈલ જ થશે તેમ વિચારી હતાશ થઈ જાય છે. તમારા મિત્રને ઊંઘમાં એટેક આવે અને ઉકલી જાય તો તમારો વિશ્વાસ ડગી જાય છે. અને જરાક છાતીમાં દુઃખાવો થાય કે ધ્રૂજી જાવ છો. આમ મન હંમેશાં નજીકનાં વર્તુળોના ખરાબ બનાવોને યાદ કરીને નકારાત્મક વિચારોથી ભરાઈ જાય છે. આવા વિચારો કાઢવા તમે જેટલા પ્રયત્નો કરો, તેમ વધારે ને વધારે અંદર ખૂપતા જાવ છો, કારણ કે મન વાંદરા જેવું છે. તેને જેમ મનમાંથી કાઢવા પ્રયત્ન કરો તેમ વધારે ને વધારે હેરાન કરે છે. એક વખત ભગવાને એક વિદ્યાર્થીની તપસ્યાથી ખુશ થઈ વરદાન આપ્યું, "જા બેટા, તને જે વાંચીશ તે યાદ રહેશે. પણ તે વખતે મનમાં વાંદરું ના આવવું જોઇએ.” વિદ્યાર્થી ખુશ થઇ ગયો. તે નાહીને વાંચવા બેઠો, પણ મનમાં વાંદરું આવી ગયું, તે અકળાઈને બહાર બગીચામાં વાંચવા બેઠો, પણ વાંદરું તો મનમાંથી જાય જ નહીં ને ! હવે શું કરવું ? તે જ્યાં જાય ત્યાં વાંદરું તેનો પીછો છોડતું ન હતું. તેણે નિરાશ થઇને અંતે ભગવાનને કહ્યું, “પ્રભુ, આ વરદાનમાંથી શરત પાછી લો.” ભગવાન હસી પડ્યા, “બેટા, દરેકના મનમાં વાંદરું છે જ, જે ના જોઇએ ત્યારે આવ્યા જ કરે છે, તેનો કોઈ ઈલાજ નથી."

આવા વિચારો અને લાગણીઓને રોકવા શું કરવું ?


કેટલીક લાગણીઓ પણ નકારાત્મક હોય છે, જેમકે હતાશા, નિરાશા, ગુસ્સો, ધિક્કાર, ગ્લાનિ વગેરે. તે પણ એક વાર મનમાં હાવી થઈ જાય પછી કાઢવી બહુ જ મુશ્કેલ છે. મનમાં જેમ જેમ વિચારો ને દબાવો, તેમતેમ તે વધારે ઘેરી વળે છે, તે વધારે ને વધારે ઘુમરાયા કરે છે. લાગણીઓનું પણ એવું જ છે. તેને હાંકી કાઢવા શું કરશો ?

(૧) તમે તેને દબાવી અને અચેતન મનમાં જવા દો.

(૨) તેમાંથી છટકીને ભાગી જાવ. અથવા

(૩) મન મક્કમ કરીને તેને ભગવી દો.

મનનું ઊલટું છે, જેમ તમે વિચારોને દબાવતા જાવ, તેમ વધારે ને વધારે તમને ઘેરી વળે છે, અને વધારે ઘુમરાયા કરે છે. તેને બદલે તમે તેને ભૂલીને સકારાત્મક વિચારો મનમાં લાવો. આ કહેવું સરળ છે, પણ કરવું મુશ્કેલ છે. પણ અશક્ય નથી. નકારાત્મક વિચારો અંધકાર જેવા છે, અને સકારાત્મક વિચારો ઉજાસ જેવા છે. જેમ ઉજાસ થતા અંધકાર આપમેળે દૂર થાય છે, તેમ સકારાત્મક વિચારોં કરવાથી આપમેળે નકારાત્મક વિચારો મંદ પડી જવા લાગે  શુખ ગામે પછપાયું છે. સાડત્મક વિચારો વિકસાવવા જીવન અંગે ની સાચી સમજણ આપતા સારા લેખકોના શિષ્ટ અને આધ્યત્મિક વચન ઉપયોગી થશે.

વધારે ઊંડા ઊતરી તપાસ કરતા, નકારાત્મક વિચારો ખોટા નોવાળી પાતળા પડતા જઈ નબળા પડી જાય છે. સાવચેત મનથી વિચાર કરતો અને ભાગી જાય છે. કારણકે નકારાત્મક વિચારો ક્યારેય સાવચેતીભરી પરીક્ષાનો સામનો કરી શકતા નથી. તમે ચિંતિત હો. અસાવધાન હો ત્યારે જ એનું જોર વપે છે.


નકારાત્મક વિચારોથી છુટવા મનને બીજી પ્રવૃત્તિમાં વાળી દો. એક વખત તમારું ધ્યાન તેમાંથી હટી જરો, પાછીથી તે વસ્તુ કે બનાવ તમને હેરાન કરશે નહીં. દાખલા તરીકે તમારે મન ગંભીર બીમારી કે મોત ના ડરથી ગભરાઈ રહ્યું હોય. કારણકે બાજુમાં જ કેન્સરથી મોત થયું હોય. ત્યારે એકાદું કોમેડી મુવી ચાલુ કરી દો. મન બીજે જતું રહેશે. અને હસતા હસતા નકારાત્મક વિચારો બંધ થઈ જશે.

આપણી આજુબાજુનું વાતાવરણ કે માહોલ પણ મૂડ ઉપર જબરી અસર કરે છે. જો તે નકારાત્મક અને ગંભીર હશે તો તમારો મૂડ બનશે જ નહીં. તેને માટે સકારાત્મક માહોલ બનાવવો જરૂરી છે. કેવી રીતે ?

આપણો રૂમ ચોખ્ખો અને સુઘડ હશે તો ગંદા અને આડી અવળી વસ્તુઓ થી ભરેલા રૂમ કરતાં સકારાત્મક અસર જણાશે. ટેબલ પર બાઝેલી ધૂળ અને ફાઈલોના ઢગલા, વેરવિખેર પડેલાં પુસ્તકો વિગેરે મનને હતાશ અને વિચારવિહીન કરી દે છે. તેને બદલે રૂમ અને ઘર હંમેશાં ચોખ્ખાં અને વ્યવસ્થિત રાખો. રૂમનું તાપમાન અને ભેજનું પ્રમાણ પણ શરીરને માફક આવે તેવું રાખો. બહુ ઠંડુ કે બહુ ગરમ વાતાવરણ અને વધારે પડતો ભેજ મૂડને બગાડી નાખે છે.આ માહોલ હંમેશાં મૂડને સારો જ રાખી, સારા જ વિચારો મનમાં લાવશે.

રૂમમાં કાળો રંગ મનને સુસ્ત અને હતાશ કરી દે છે. ભૂરો રંગ શીતળતા બક્ષે છે. સફેદ રંગ પવિત્રતા અને આધ્યાત્મિકતાની લાગણી પેદા કરે છે. લાલ અને પીળો રંગ મનમાં ઉત્સાહ અને શક્તિની લાગણી જન્માવે છે સાથે સાથે રૂમમાં ધીમું શાસ્ત્રીય સંગીત કે જૂના મપુર ફિલ્મી ગીતો વાગતાં હોય તો મનમાં ઉત્સાહ પ્રગટી આશાનો સંચાર થાય છે. રૂમમાં સુગષિત પરફ્યુમનો સ્પ્રે પણ મનને ઉત્સાહથી ભરી દે છે. દીવાલો પર કુદરતી દ્રશ્ય, આધ્યાત્મિક સ્થળો કે મહાન પુરુષોના ફોટા આપણી આંતરિક ચેતના જગાડી સકારાત્મક ભાવ ઉત્પન્ન કરી મનને પ્રફુલ્લિત કરી દે છે.

લાસ્ટ સ્ટ્રોક : શ્રીમદ્ ભગવદ્ ગીતામાં લખ્યા મુજબ “જે થઈ રહ્યું છે.તે સારું જ થઈ રહ્યું છે. જે થશે તે સારું જ થશે. તું શું લઇ ને આવ્યો હતો, ને શું ગુમાવી દીધું ? તમે શું પેદા કર્યું, જે નષ્ટ થઈ ગયું ? તમે જે લીધું તે અહીંથી જ લીધું, અને જે દીધું તે અહીં જ દીધું. જે આજે તમારું છે, તે કાલે બીજાનું હતું, ને કાલે બીજાનું થશે. તું કર્મ કર અને ફળની આશા છોડી દે. કરેલું કર્મ ફોગટ જતું નથી."


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.