લેબલ સમસ્યાઓથી ભાગશો તો સુખ ક્યાંથી મળશે ? સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સમસ્યાઓથી ભાગશો તો સુખ ક્યાંથી મળશે ? સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 8 ફેબ્રુઆરી, 2026

સમસ્યાઓથી ભાગશો તો સુખ ક્યાંથી મળશે ?

 સમસ્યાઓથી ભાગશો તો સુખ ક્યાંથી મળશે ?


માનવજીવન આનંદ અને દુઃખ બંનેથી ભરેલું છે. નાની મોટી સમસ્યાઓ તો દરેકના જીવનમાં આવે છે અને જાય છે. એક સમસ્યાનું સમાધાન થાય ત્યાં બીજી સમસ્યા ઊભી જ હોય છે. સામાન્ય માનવીને થાય કે મારે જ કેમ આટલી બધી સમસ્યાઓ આવે છે, મેં શું ગુનો કર્યો છે ? તેને લીધે તે સમસ્યાથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. આ તો બિલાડીને જોઇને રેતીમાં માથું નાખવાની વાત થઇ.

શાહમૃગ જેવું ભારે પંખી ઊડી શકાતું ન હોવાથી અચાનક હિંસક પ્રાણીને જોતાં, તે દેખાય નહીં એટલે રેતીમાં મોં છુપાવી દે કે જેથી તે પ્રાણી દેખાય નહીં, પણ આ થોડું ચાલે? તે પ્રાણીને તો તે પંખી દેખાવાનું જ છે, અને તે તેનો કોળિયો બની જાય છે. જીવનમાં પણ આવું જ બને છે, સમસ્યાથી ભાગવા જઈએ તો ઉપરથી તેના ભોગ બની જઈએ, તેના કરતાં સમસ્યાનો હિંમતપૂર્વક સામનો કરથી જ યોગ્ય રહેશે. તેનાથી તમે શીખ મેળવતાં જળો અને થડાતાં જથી. સંસારમાં એથી કોઈ સમસ્યા નથી કે જેનો કોઈ ઉકેલ ના હોય. ગડતી અને પડતી, દિવસ અને રાત, સુખ અને દુઃખ જીવનમાં ચાલ્યા જ કરે છે.

ભગવાન રામને પણ અયોધ્યાની ગાદીને બદલે પિતાનું વચન નિભાવવા શ્રીદ વરસ વનમાં જવું પડેલું.


સતી સીતાને પણ દુષ્ટ રાવલ કપટ કરી લંકા ઉપાડી ગયેલો, તો શીલની રક્ષા કરવી પડેલી, છતાં ગામના એક પોબીના કહેવાથી રામ ભગવાને તેનો ત્યાગ નહોતો કર્યો ? આમ પુરુષોત્તમ રામ અને સીતાજી જેવી સતીને પણ અનેક સમસ્યાઓ આવતી હોય, તો આપણે તો કંઈ નથી.

નાની નાની વાતોને ગંભીર સમસ્યાનું રૂપ ના આપો, તેનાથી વધારે ગૂંચવાઈ જવાશે. તેના બદલે શાંતિથી તેનો ઉકેલ શોધી સામનો કરો. બોસનો એકાદ મેમો મળે કે લઢ પડે તો, શાંતિથી સાંભળી, ફરી આવી ભૂલ ન થાય એનું વચન આપો. તમને પણ તેનાથી બોસના ગુસ્સાનો અને સમાધાનનો ખ્યાલ આવશે.

વિદ્યાર્થી અવસ્થામાં નાપાસ થવાય કે એકાદ વિષય પાછો આવે કે જોઈતી લાઈન ના મળે તો નિરાશ થઈ બેસી જવાની જરૂર નથી. ફરી મહેનત કરવાથી ચોક્કસ પાસ થઈ જવાશે.કદાચ તમારો પાયો પાકો કરવા ભગવાને આવું કરેલ હશે એમ માની હળવા રહો. બધાને સારામાં સારી લાઈન મળે જ તે જરૂરી નથી. થોડા ઓછા માર્ક આવે તો હતાશ થવાની જરૂર નથી. સારી લાઈન મળેલા ડોકટરો કે એન્જિનીયરો જ કમાય છે એવું નથી. બીજી બધી કેરિયરમાં પણ હોશિયારી અને મહેનતથી કમાણી તો થાય છે જ

સંસારી જીવનમાં પણ ઘણી અપ્રિય ઘટનાઓ અને સમસ્યાઓ બને જ જાય છે. પ્રેમમાં નિષ્ફળતા, ગૃહ કંકાસ, મતભેદ અને છેવટે છૂટાછેડા સુધી વાત પહોંચી જાય છે તેનો ગભરાયા વગર સામનો કરો.પહેલાં સમજાવટથી, પછી પ્રેમથી, અને છતાંય ના વાત ના બને તો ગભરાવાની જરૂર નથી. કદાચ છે તેનાથી પણ સારા પાર્ટનર મળશે,તેમ વિચારી તેનો સામનો કરો તો જ સફળતા મળશે.

ઘડપણમાં શારીરિક અને માનસિક સમસ્યાઓથી મન અને શરીર ઘેરાઈ જાય છે. મોતિયો, નબળાઈ, પ્રોસ્ટેટ, વગેરે તો ઉમરનો તકાજો છે. તેથી તેને તો હંસતાં મોઢે સ્વીકાર્યે જ છૂટકો છે.

અચાનક કોઈ અપ્રિય ઘટના બને કે અકસ્માત થાય તો, ગભરાઈ જઈ પગ નીચેથી ધરતી સરકી જતી લાગે છે. એવું માનવા લાગીએ છીએ કે મારું હવે શું થશે? દુનિયાનો અંત આવી ગયો કે શું ? શાંતિપૂર્વક તેનો સામનો કરવાથી, વસ્તુનો સ્વીકાર કરવાથી, ધીમે ધીમે તેનો ઉકેલ આવતો જણાશે. કહે છે ને કે 'દુ:ખનું ઓસડ દહાડા' સમય જ આવી અપ્રિય ઘટનાઓનો સાચો ઉકેલ છે. તેના તરફ જરૂર કરતાં વધારે ચિંતા કરવાથી કે પરેશાન થવાથી સમસ્યા વધારે ઘેરી બની જાય છે.

જયારે આપણે કોઈ વાત, વસ્તુ કે વ્યક્તિને જરૂર કરતાં વધારે ગંભીરતાથી લઈ ચિંતા કરવા લાગીએ કે, મહત્ત્વ આપવા લાગીએ, ત્યારે એ આપણા મન ઉપર ચડી બેસે છે. તેને બદલે શાંતિથી વિચારો કે તે વસ્તુ કે વ્યક્તિ મારે માટે ખરેખર જરૂરી છે? મહત્વપૂર્ણ છે ? તેનો મનમાં ઉકેલ આવી જતાં માનસિક હળવાશ લાગશે. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે વાત સાથે લાગણીથી જોડાઈ જવાથી સમસ્યા વધારે ગંભીર લાગે છે, પણ ખરેખર એવું હોતું નથી. તેના પ્રત્યેનો રાગ અને આસક્તિ છોડી દેવાથી મન શાંત થઈ, સમસ્યા આપમેળે હળવી બની જાય છે. રાજુને નાનપણ થી તેના પાલતુ કૂતરા ટોની સાથે રમતો હોવાથી પ્રેમ અને પછી રાગ થઈ ગયો. કૂતરાનું આયુષ્ય તો ફક્ત દશથી પંદર વર્ષ નું જ હોય, બાર વર્ષે તેનું કુદરતી મોત થઈ ગયું. પણ રાજુ આ સહન ના કરી શક્યો અને ગુમસુમ બની ગયો, કંઈ ખાય નહીં, પીએ નહીં. પછીથી બહુ સમજાવવાથી તેને ખ્યાલ આવ્યો કે કૂતરાં તો આટલું જ જીવે, પછી માંડ માંડ સમજાવટથી તે ગમમાંથી બહાર આવ્યો.


બે ત્રણ સમસ્યાઓ એકસાથે આવે તો, એક પછી એક તેનો હલ શોધતા જવો. એકી સાથે શોધવાથી મન ગૂંચવાઈ જશે ને ખોટા નિર્ણયો લેવાઈ જશે, જે તમને આગળ ઉપર નડતરરૂપ બનશે.

તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દરેક આગળ રજૂ કરીને ઢોલ પીટવાની જરૂર નથી, લોકો તમારી તરફ હસશે. કોઈ પારકા લોકોને તમારી સમસ્યાઓ સમજવામાં કે ઉકેલવામાં રસ હોતો નથી. સમસ્યાની વાત કરીને પાછું કહેવાનું કે કોઈને કહેતા નહીં. પણ ત્રાહિત વ્યક્તિને તો તમારી તકલીફ અને સમસ્યા જાણીને મજા આવે છે, કહેવાની ના પાડી હોય તો ખાસ બધાંને કહેવા ઉપડે છે, અને મીઠું મરચું ભભરાવીને રજૂ કરે છે. આમ તમે આખા ગામ અને સમાજમાં હાસ્યાસ્પદ બની જાવ છો. તેને બદલે ફક્ત અંગત કે ઘરનાંને જ આવી વાત કરવી બહેતર રહેશે. જરૂર પડે નિષ્ણાતની સલાહ લઇ શકાય.

લાસ્ટ સ્ટ્રોક: અમિતાભ બચ્ચન જયારે પહેલી વખત અવાજનો ટેસ્ટ આપવા આકાશવાણી ગયેલો, ત્યારે અધિકારીઓએ આવો ઘેરો અને ઊંડાણ ભર્યો અવાજ ચાલે જ નહીં, કહીને કાઢી મૂકેલો. આજે એ જ અવાજના લોકો દીવાના છે, અને તેના કરોડો રૂપિયા ઉપજે છે. એ જ બચ્ચન ફરી પાછો પોતાની એ.બી.સી.એલ. કંપની ખોલીને સાવ દેવાળિયો બની ગયો હતો, પણ સમસ્યાઓનો ગભરાયા વગર સામનો કરી આજે ફરી પાછો અબજોપતિ બની ગયેલ છે.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.