શીર્ષક વાંચીને નવાઈ લાગે છે ને, સુખ તે કંઈ વેચાતું મળતું હશે ? ઊંઘ, ભૂખ, પ્રેમ અને સુખ ક્યારેય વેચાતા મળે નહીં, તેનો કિલોમાં કે રતલમાં ભાવ શું ગણવો ?
સુખ એ મનની પ્રસન્નતાનો એક ભાવ છે, જે દરેકના મનમાં વત્તાઓછા પ્રમાણમાં પડેલો જ છે.
ઊંઘ ના આવતી હોય,અને માણસ દુઃખી હોય તો ગોળી વેચાતી મળે છે, પણ તે કુદરતી ઊંધ નથી, અને દરેક વખતે તેને લેવી પડતી હોવાથી, તેની આદત પડી જવાનો ભય રહેલો છે. એને બદલે થકવી નાખે તેવી આખો દિવસ મજૂરી કરી, રાત્રે ફક્ત ઓટલા ઉપર જ કેવી સરસ ઊંઘ આવી જાય છે ! આવું જ ભૂખ નું છે, તેની પણ દવા અને ગોળીઓ વેચાતી મળે છે, જે લેવાથી ભૂખ લાગવા માંડે છે, પણ તે ચાલુ હોય ત્યાં સુધી જ, ફરી પછી ભૂખ ના લાગવાની તકલીફ ચાલુ ! આપ બહારની દવા પેટે લીધેલી ઊઘ અને ભુખ કુદરતી નથી, પણ થોડો વખત તકલીક મહોય ત્યારે. બીમારીમાં તેનું સેવન બરાબર છે. પણ કાયમ થોડું ચાલે ? પ્રેમ કરવા માટે પણ હવે વેચાતી દવાઓ માનવીની ઉત્તેજના જગાડી પ્રેમમાં રત કરે છે,પણ ક્યાં સુધી ? અને તે પણ બંને ધાત્ર તૈયાર હોય તો જ. એક્તરફી પ્રેમ વેચાતો ના મળે, પૈસા, સંપત્તિ, સાધન સગવડોથી સામા પાત્રને ઈમ્પ્રેસ કરવામાં કદાચ સફળ થવાય, તો પણ ક્યાં સુધી ? લગ્ન થઇ જાય પછી ઝગડા ચાલુ.
આમ આ ચાર કુદરતી આવેગો પૈસાથી વેચાતા મળતા હોય, તો પણ થોડા સમય માટે જ, કાયમી નહીં! તે પણ કૃત્રિમ, કુદરતી નહિ. આજના ઝડપી અને આધુનિક જમાનામાં દરેકને એમ લાગે છે કે, તે સુખી નથી, કેમ ? તે જ સમજ પડતી નથી.
નેવું ટકા સીરોટોનીન પાચનમાર્ગમાં રહેલું છે, આમ મગજ અને શરીરનાં અંગોને સીધો સંબધ છે. તેનું લેવલ વધે તો સુખ અને આનંદ આવે છે, જયારે ઘટે તો હતાશા અને નિરાશા વ્યાપે છે. તેનું લેવલ ગોળીને બદલે કુદરતી રીતે વધે તો સારું.
શરીરમાં કુદરતી રીતે સીરોટોનીન વધારવા માટે:
(૧) ટ્રીપટોફેન વાળો ખોરાક લો. સૂકા મેવા, ઈંડા, ચીકન, સૂર્યમુખીનું તેવ વગેરેમાં તે વધારે હોય
(૨) આથો લાવેલ ખોરાક,જેમકે દહીં, કિંમચી, ચોકલેટ વિગેરે લેવાથી.
(૩) શરીરને કસરતોથી ગરમ કરવાથી, એન્ડોરફીન અને સીરોટોનીન વધે દ
(૪) ગળપણ ઓછું કરો, કારણ કે શરૂઆત માં ગળપણ લેવલ વધારે છે, ૫ પછીથી પાચનમાર્ગના બેક્ટેરિયાનો નાશ કરી છેવટે સીરોટોનીન ઘટાડે
(૫) સૂર્યનો કુમળો પ્રકાશ લેવલ વધારે છે.
(૬) યોગ અને ધ્યાન દ્વારા મગજ શાંત થવાથી લેવલ વધે છે. (૭) સારી અને પૂરતી ઊંઘ, રાત્રે દશ વાગે સૂઈ સાતથી નવ કલાકની ઊંઘ, શરીરને રીપેર કરી સીરોટોનીન વધારે છે.(૮) મસાજ અને માલિશથી લેવલ વધે છે, અને તનાવનું કોર્ટીઝોલ લેવલ ઘટે છે.
(૯) જેને પ્રેમ કરો છો, જે તમને વહાલાં છે, ગમે છે, તેની સાથે બેસીને સમય પસાર કરવાથી લેવલ વધે.
ટૂંકમાં સુખી થવાની દવાઓથી થોડા સમય માટે આનંદ પામવો કાયમી ઉપાય નથી. છતાં કેટલીક નિર્દોષ હર્બલ દવાઓ જેવીકે બ્રહ્મી, કેનાબીસ, કાવાકાવા, ઓટ સ્ટોર્મ, લેમન બામ જેવી પણ સુખ મેળવવા ઉપયોગી છે.
લાસ્ટ સ્ટ્રોક : પૈસાદારો માનતા હોય કે લાખ રૂપિયામાં કિલો સુખ જરૂર પડે વેચાતું લઇ લઈશું. તો એ મોટી ભૂલ છે. તેને માટે મનને ભાવશે, ફાવશે, ચાલશે અને ગમશેના ભાવમાં બદલવું જ પડશે.નહીંતર પૈસાના જોરે મોજ મજા થશે, પણ તેમાંથી સુખ નહીં મળે.If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore












