લેબલ સુખ પતંગિયા જેવું છે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ સુખ પતંગિયા જેવું છે સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2026

સુખ પતંગિયા જેવું છે, પકડવા જશો તો ઊડી જશે

 સુખ પતંગિયા જેવું છે, પકડવા જશો તો ઊડી જશે


વર્ષો પહેલાંની વાત છે. હું સાતમા ધોરણમાં ભણતો હતો. ઓગસ્ટ મહિનો ચાલુ હતો. વરસાદની મહેર સારી હતી. ચારે તરફ લીલોતરી આપમેળે બહાર નીકળી આવી હતી. હું અને મારો મિત્ર અશોક રમતાં રમતાં ગાર્ડનમાં આવી ચડ્યા. સુંદર સજાવેલી ક્યારીઓ અને ખુશનુમા વાતાવરણથી અમે ખુશખુશાલ બની ગયા. ચારે તરફ લાલ, પીળાં, સફેદ પતંગિયાં ઊડતાં હતાં. અશોકે મને કહ્યું, ‘“જો, કેટલાં સરસ પતંગિયાં છે! જો તું


મને લાલ પકડી આપે તો હું તને ફાઈવસ્ટાર ચોકલેટ આપીશ.” મેં ચેલેન્જ સ્વીકારી લીધી. હું લાલ પતંગિયાની પાછળ દોડતો ગયો. જેવું તે એક જગ્યાએ બેઠું કે મેં હાથથી પકડવાની કોશિશ કરી અને તે ઊડી ગયું. ફરી પ્રયત્ન કર્યો, પણ તે ઊડી ગયું. ફરી દોડયો, ફરી પ્રયત્ન કર્યો, પણ હું જેમ જેમ તેની પાછળ દોડતો ગયો, તેમતેમ તે વધારે વધારે દૂર જતું ગયું. અશોકે મને તેને ઝાંખરાથી મારવાની અને પકડી લેવાની વાત કરી. પણ આટલા સુંદર પતંગિયાને કંઈ ઝાંખરાથી મરાતું હશે? મે ના પાડી દીધી. થાકીને હું ઊભો રહી ગયો. મને થયું હું શરત હારી જઈશ કે | ? ત્યાં તો નવાઈ લાગે તેવું થયું.

લાલ પંતગિયું આપમેળે આવીને મારા ખભા ઉપર બેસી ગયું. ખુશ થઈને મેં બુમ પડી “અશોક. જો મારી પાસે ખભા ઉપર પતંગિયું છે ને !" હું શરત જીતી ગયો.


આજે હવે વિચારતાં અને ચોકલેટ ચગળતાં હસવું આવે છે. જિંદગીમાં સુખનું પણ આવું જ નથી ! તમે નિરાશ થઈ જાવ, હતાશ થઇ જાવ, વિચારો, મને જિંદગીમાં સુખ કેમ મળતું નથી ? બીજાં કેટલાં બધાં સુખી છે? પેલા પાસે મોટો બંગલો, ગાડી, અને સ્વરૂપવાન પત્ની છે. મારી પાસે કેમ કંઈ નહીં? અને તે પામવા માટે અહીંતહીં દોડાદોડ કરી મૂકીએ, સુખ હમણાં મારા હાથમાં આવશે પણ તે તો ઊડીને દૂર જતું રહેશે. તેને બદલે શાંતિથી વિચાર્યા વગર બેસી જાવ, બધું આપમેળે તમારી પાસે

આવવા લાગશે. જરૂર છે મનની શાંતિની !





અમારા ડ્રાયવર જીવણલાલનો છોકરો ગ્યાનચંદ બહુ જ હોંશિયાર, સદાય પ્રથમ જ આવે.


તેને મનમાં સરસ બંગલો, ગાડી, અને સંપત્તિની ઈચ્છા થયા કરે. મને કહે “મારા નસીબમાં ગાડી ક્યારે આવશે?” મેં કહ્યું, “તેને માટે દોડાદોડ કરવાની જરૂર નથી, નોલેજ વધાર, નોલેજ આ જમાનામાં સહુથી પાવરફૂલ છે." તેણે દિવસ રાત જોયા વગર જનરલ નોલેજ વધારવા માંડ્યું, અને તમે માનશો, તે સોનીના “કૌન બનેગા કરોડપતિ ?” શોમાં અમિતાભબચ્ચનના હાથે કરોડ રૂપિયા જીતી ગયો. આજે તેની પાસે બધું જ છે.

મારો મિત્ર અનિલ રાજકારણમાં સક્રિય હોવાથી તેને ધારાસભાની ટિકિટ મળી ગઈ. તે ચૂંટાઈ ગયો, પછી તેણે પ્રધાન બનવા મુખ્યમંત્રી અને પાર્ટીપ્રમુખને ઘેર આંટાફેરા અને લાગવગ ચાલુ કરી દીધા. મેં સલાહ આપી, “પ્રધાન બનવા ખોટી દોડાદોડી ના કરીશ, પણ પ્રજાનાં સારાં કામ કરી બતાવ. ફળની આશા ના રાખીશ.” બે જ વર્ષમાં તેની લોકપ્રિયતાથી હાઈકમાંડનો ઓર્ડર આવ્યો, અને તેને નવા પ્રધાનમંડળમાં સ્થાન મળી ગયું.


હિમાંશુ વ્યાસ સુંદર લેખક હતા. તે નામાંક્તિ પેપરોમાં પોતાના લેખો આવે તેને માટે મહેનત કર્યા કરતા, પણ તેને સફળતા મળતી જ નહીં. મને કહે, “હું તો કંટાળી ગયો છું. કોઈ મારા લેખ પસંદ નથી કરતું.” મેં કહ્યું, "હતાશ ના થાવ, મહેનત કરીને લખવાની ગુણવત્તા સુધારતા જાવ.” ચાર વરસ પછી અનાયાસે નામાંકિત પેપરના તંત્રી એ તેને કોલમ ઓફર કરી. આજે તે પ્રખ્યાત લેખક બનીને ઘેર ઘેર સન્માન પામી રહ્યા છે.


મગનકાકા રડમસ ચહેરે મારે ઘેર આવ્યા અને કહે, “છોકરો અમેરિકા જઈને અમને ભૂલી જ ગયો. અમે તેના નામનું નાહી નાખીએ છીએ.” મેં કહ્યું “કાકા, એમ સામેથી અમેરિકા જવાની જીદ ના કરો, પ્રેમથી સાહજિક રીતે તેની સાથે વર્તી. સમય જવા દો.” બે જ વરસમાં કાકા ખુશ થતા આવ્યા. "તમારી વાત સાચી પડી. અમને બંનેને બાબાએ સામેથી ટીકીટ મોકલીને અમેરિકા બોલાવ્યા છે."


જીજ્ઞેશ સામાન્ય દેખાવનો મધ્યમ વર્ગનો, તેથી સામેથી કોઈ માંગાં આવે જ નહીં. મેં સલાહ આપી, “ચિંતા ના કરીશ, મહેનત કર, ફળ મળશે જ.” આકરી મહેનત પછી તેનો આઈ.એ.એસ.માં નંબર લાગી ગયો. યુવાન વયે તે કલેક્ટર બની ગયો. આજે સામેથી સ્વરૂપવાન છોકરીઓના પપ્પાઓ લાઈન લગાવી રહ્યા છે.


આમ સુખ માટેની પાંચ લાલચો, સંપત્તિ, સત્તા, સન્માન, સંતતિ, અને સુંદરીને મેળવવા હુંસાતુંસી, દોડાદોડી કરવાની કે પાછળ પડવાની જરૂર નથી. શાંતિથી પોતાનું કર્મ મહેનતપૂર્વક કરતા રહો, આપમેળે જોઈતી ચીજ મળી જશે, અને સુખ ક્યારે તમારા ખભે આવીને બેસી જશે તે ખબરે ય નહીં પડે !



લાસ્ટ સ્ટ્રોક : સુખ માટેનો છેલો “સ,” સ્વસ્થ શરીર, તેને અવગણાય તેમ નથી. તેને માટે તો મહેનત કરવી જ પડશે, અન્યથા સુખ મળે પણ ભોગવાય નહીં તો શું કામનું ?




 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.