બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સાચી સમજ આવે તો સુખ દૂર નથી

સાચી સમજ આવે તો સુખ દૂર નથી

મનુષ્યનું મગજ સુખ અને દુઃખનું મુખ્ય ઉદ્ભવ સ્થાન છે, આ સમજ આપણામાં આવી જાય તો સુખનો ઉધ્ય થાય.

માનવ મનમાં જ મોહ, મમતા ઉત્પન્ન થાય છે. એક વખત મોહ કે માયા ઉત્પન્ન થાય પછી મનમાં તેના જ વિચારો આવે છે. એક વખત વિચાર ચાલુ થાય એટલે બીજ બંધાય છે. મન તેમાં લપેટાતું જાય છે. બીજ અંદરથી ધીમેધીમે પાંગરતું જઈ ફૂટીને છોડ બનતું જાય છે. અંતે તે પામવા બીજ વૃક્ષ બને અને કર્મ બંધાય છે. માનવ તેને પામવા કર્મ કરે છે. જો મળે તો સુખ અને ન મળે તો દુઃખ પેદા થાય છે.

મનમાં ઉદ્ભવતા વિચારો બે પ્રકારના હોય છેઃ મનને ગમતા વિચારો એટલે રાગ અને મનને ન ગમતા વિચારો એટલે દ્વેષ.

મનમાં ક્યાં અને કેવા વિચારો ઉત્પન્ન કરવા તે તમારી સમજને - આધીન છે. સાચી સમજ આવવી તે જ સુખી થવાનો સાચો ઉપાય છે.

ભગવાન મહાવીર કહે છે કે મનમાં વિચાર જન્મે કે તરત જ કર્મ ચાલુ થઈ જાય છે. ધીમેધીમે તે વિચાર ઘટ્ટ થશે, અને અંતે કર્મ તરીકે પ્રગટશે. આ જ જે ભાવ મનમાં ઉત્પન્ન થાય છે, તે વહેલા મોડા કર્મ - તરીકે પ્રગટ થવાના જ છે.

આ વાત થોડી સમજાય તે માટે એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ.

અયાન સુંદર કોલેજીયન યુવાન છે. તે ભણવામાં હોંશિયાર છે, અને મેડિકલના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. મધ્યમવર્ગના તેના માબાપ અને ઘરના સર્વે ઈચ્છે છે કે તે ડૉક્ટર બનીને ખૂબ કમાણી કરશે અને ઘરમાં બધાં સુખી થઈ જવાના સ્વપ્ના જોતાં હતાં.

અયાને યુવાનીમાં પગ મૂકતાં તેનામાં તરૂણાવસ્થાના ફેરફારો વિજાતીય આકર્ષણ રૂપે દેખાવા લાગ્યા હતા. તેને તેના જ ક્લાસમાં ભણતી કામિની ગમવા લાગી હતી. વિજાતીય આર્કષણ કુદરતી છે. પણ અયાનના મનમાં કામિનીને પામવાનું બીજ રોપાય છે. દિવસ-રાત હવે તેને. કામિનીના જ વિચારો આવવા લાગે છે. તે જાણે છે કે તેનું ભણવાનું આનાથી બગડી રહ્યું છે, પણ એક વખત મનમાં રાગ થાય. પછી શું થાય?

તેનો કામિનીને પામવાનો વિચાર ધીમેધીમે ઘટ્ટ બનતો જાય છે. કામિનીને તેનામાં કોઈ જ રસ નથી. અયાનનું મન હવે ભણવાને બદલે કામિનીમાં કેન્દ્રિત થવા લાગે છે. અંતે તે બેચેન બની જાય છે. હવે તેનો વિચાર કર્મનું સ્વરૂપ લેવા કૂદાકૂદ કરે છે. તેના મગજને ખબર છે કે આ દુઃખી થવાનો વિચાર છે, પણ તેને સાચી સમજ નથી.

અંતે તે એક દિવસ કોલેજ ક્લાસની અંદર કામિનીનો હાથ પકડી 'લે છે, તેને કહે છે આઈ લવ યુ”!

અહીં જ તેનું મન ભૂલ ખાઈ જાય છે. તેનું મન વિચારે છે, એકાદ જ વખત સાહસ તો કરવું જ પડશે, આમ કરવાથી બીજું તો શું થઈ જવાનું છે ?

કામિની ખૂબ ગુસ્સે થઈ તેને લાફો મારી દે છે, અને પ્રોફેસરને ફરિયાદ કરે છે. પ્રોફેસર અયાનને ડીન સાહેબ પાસે લઈ જાય છે. ડીન વિચારે છે અયાન જેવો હોંશિયાર છોકરો આવું હીન કામ કરે ?” પણ આખો ક્લાસ સાક્ષી છે, અંતે તેને કોલેજમાંથી ડિસમિસ કરવામાં આવે છે.

ડૉક્ટર બનવાને બદલે હવે તે બીજી લાઈનમાં પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આજે ફક્ત બાર ધોરણ પાસ અયાન રસ્ત પર ઝાડુ - કાઢી ગુજરાન ચલાવે છે. તે અને તેના કુટુંબીજનો દુ:ખી દુ:ખી થઈ ગયા છે.

તેને મનમાં થાય છે, મને આવો વિચાર આવ્યો જ કેમ ? સાચી સમજનો અભાવ.

માટે મહાવીર પ્રભુ કહે છે જો બદલવું જ હોય તો કર્મ બદલવા પર જોર નકામું છે. કર્મ તો પરિણામ છે, જોર મૂળ ઉપર આપો. મૂળ છે મગજનો વિચાર, સાચી સમજ.

માટે જ સાચા વિચાર સાચી, સમજ માટે સજાગતા જરૂરી છે, તે જ સુખી થવા સાચો માર્ગ છે.

સજાગતા એટલે શું ?

ભગવાન કહે છે, “જે કાંઈ પણ થાય છે, તે પસંદગી વગર સ્વીકારી લેવું. સુખ આવે તો સુખ, દુઃખ આવે તો દુઃખ. ના કોઈ પ્રત્યે. રાગ, ન કોઈ પ્રત્યે દ્વેષ, ન લગાવ, ન વિરોધ, ન આકર્ષણ, અપાકર્ષણ.

સુખને આવકારો નહીં, દુઃખને જાકારો નહીં. પસંદગી જ ન કરવી. કારણ કે પસંદગી જ બંધન ઉત્પન્ન કરે છે. પસંદગી કરી એટલે. વિચાર થવાનો, પછી તે ઘટ્ટ થશે અને પછી તો કૃત્ય થવાનું જ છે. " માટે જ સાચી સમજ હશે તો સુખ આપમેળે આવવાનું જ છે.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

સોમવાર, 1 ડિસેમ્બર, 2025

સમય, સંજોગ, અને સ્થળ પ્રમાણે સુખની માત્રા બદલાતી રહે છે

સમય, સંજોગ, અને સ્થળ પ્રમાણે સુખની માત્રા બદલાતી રહે છે

સુખની એક સ્થિર વ્યાખ્યા જ નથી, આપણું મન આંતરિક રીતે શું અનુભવે છે, શું વિચારે છે, શું સમજે છે, તેના પર સુખ અને દુઃખનો અનુભવ થાય છે, અલબત્ત માનવ મન બનાવ, વ્યક્તિ કે વસ્તુનું ક અર્થઘટન, ગમો અણગમો, અને પૃથ્થકરણ કરીને શું અનુભવે છે, તે ખૂબ મહત્વનું છે.

એક જ બનાવ, એક જ વ્યક્તિ કે એક જ વસ્તુથી આપણને ખૂબ જ સુખ મળે તે જ સમય બદલાતાં સુખ ના આપે તેવું પણ બને છે, તેનાથી પણ આગળ, કેટલીક વખત તો એ જ બનાવ સમય બદલાતા દુઃખદાયક બની જાય છે. સ્થળ બદલાતાં પણ સુખદાયક બનાવ દુ:ખી કરનારો બની જાય છે, આવું જ સંજોગનું છે, કયો સંજોગ સુખદાયક બનશે કે દુઃખદાયક તે અનુભૂતિ બદલાતી રહે છે.

એક સુંદર ઉદાહરણથી આ વાત સમજીએ.

પ્રવીણભાઈ અને કામિનીબેનના લગ્નને પાંચ વરસ વીતી ગયાં છે. બન્નેનું લગ્નજીવન ખૂબ જ સુખી છે, પોતાનો ફલેટ છે, ગાડી છે, "સાસુ સસરા પણ જીવિત છે. અને સાથે જ રહે છે. નોકરી અને કમાણી પણ સારા છે, આનંદ અને કિલ્લોલ કરતાં કુટુંબને એક જ ખોટ છે, ખોળાના ખૂંદનારની. તેનાથી બધા જ દુઃખી, શહેરના બધાં ડૉક્ટરો, ક્લિનિકો, દોરા, ધાગા, માનતા ચાલુ જ છે, પણ ?

અચાનક એક દિવસ કામિનીબેનને ઊલટી થઈ, ખાટું ખાવાની -ઈચ્છા થાય છે. ડૉક્ટર પાસે ચેકઅપ કરાવતાં સારા સમાચાર મળે છે. કામિનીબેન સગર્ભા છે, તે જાણી બધાં ખુશ થઈ જાય છે. સાસુ સસરા પણ 'રૂપિયાના વ્યાજને રમાડવા મળશે 'ના ખ્યાલથી સુખી થઈ જાય છે. ઘરે લક્ષ્મીજીનું આગમન થાય છે. કુટુંબ ખુશ છે, પ્રવીણભાઈ સુખી થઈને બધાંને પેંડા વહેંચે છે.

વરસ પછી કામિનીબેન ફરી સગર્ભા બને છે. હવે કુટુંબમાં સુખની માત્ર પહેલા જેટલી નથી. પ્રવીણભાઈને પેંડા વહેંચવા મન થતું નથી. પણ ઘરના બધા વડીલો અંદરથી કુળદીપકની આશા રાખે છે, પણ ફરીથી દીકરીનો જન્મ થતાં ઘરના બધાની આશા ઠગારી નીવડતાં નિરાશ થઈ જાય છે, સુખ જાણે કે રીસાઈ જાય છે. સગર્ભાવસ્થા અને ડિલીવરી બન્ને બનાવો એ જ છે, પણ સુખની માત્રામાં ફેર પડી જાય છે.

હવે કામિનીબેન અને પ્રવીણભાઈને વધારે સંતાનની ઈચ્છા નથી. [બે દીકરીઓથી મન ધરાઈ ગયેલ છે, તેથી કુટુંબનિયોજનનાં સાધનો વાપરે  છે. પણ નસીબની બલિહારી તો જુઓ, અનાયાસે કામિનીબેન સગર્ભા  બને છે. બન્ને આ સાંભળી દુઃખી થઈ જાય છે. કુટુંબનિયોજનના સાધનમાં શું ખામી થઈ તે સમજાતું નથી. પરંતુ હજુ સાસુ-સસરા કુળદીપકની આશામાં અંદરથી રાહ જોઈ રહ્યા છે, તેથી સલાહ આપે છે, ચાલુ રાખા ને ! પ્રવીણભાઈ સમજી જાય છે, તેમના મનમાં શું છે, પણ કામિનીબેન  દુઃખી છે, કચવાતે મને ત્રીજી પ્રેગનન્સી ચાલુ રાખે છે. અને નસિબતો. - જુઓ ! ત્રીજી પણ દીકરી જ !

ઘરમાં બધાનું સુખ ગાયબ થઈ જાય છે. સગર્ભાવસ્થાનો બનાવ એ જ છે, ડિલીવરી રૂમ .પણ એ જ. છે, પણ સુખને બદલે દુઃખ ? છે ને સમય અને સંજોગની અસર !

હવે આ જ સગર્ભાવસ્થાની વાત સ્થળ બદલીને કરીએ. અમેરિકામાં . ટીનએજર રોનિત અને સુમા ડેટિંગ કરી રહ્યા છે, અને તે દરમ્યાન સુમા - સગર્ભા બની જાય છે. બન્ને વિચારે છે, વાંધો નહીં, આવનાર બાળકને.  આવકારે છે. અમેરિકામાં કુંવારી માતાની ક્યાં નવાઈ છે, ત્યાં તે બે-ત્રણ છોકરાં થાય પછી માબાપ લગ્ન કરવાનું વિચારે છે, ત્યારે ભારતમાં ? કુંવારી માતાને સમાજ હડધૂત કરે છે. આ જ સુમા ભારતમાં તેનાં માબાપને લગ્ન પહેલા જ સગર્ભા બની છે, તે જ વાત કરે તો ? તેને ઘરમાં જ ' કોઈ આવવા દે નહીં. આ ઉપરાંત તેના કુટુંબની સમાજમાં બદનામી થઈ જાય તે નફામાં. સગર્ભાવસ્થાનો બનાવ એ જ છે, પણ સ્થળ બદલાતા તેની અનુભૂતિમાં કેટલો બધો ફરક પડે છે!

સમય અને સંજોગ તો આપમેળે બદલાતાં પરિબળો છે, માટે દુ:ખદાયક સમયમાં શાંત ચિત્તે બેસી રહી, ફળદાયક સમય અને સંજોગ માટે રાહ જોતા રહો. દિવસ પછી રાત, પાનખર પછી વસંત આપમેળે જ આવે છે, તેવી જ રીતે દુ:ખ પછી સુખ આવશે જ !

હવે વાત રહે છે સ્થળની. કેટલીક વખત એક જ સ્થળે મન દુ:ખી રહ્યા કરતું હોય તે સ્થળ થોડા સમય માટે બદલી નાખો. ગામડે હો તો શહેરમાં અને શહેરની ભાગદોડમાં હોતો ત્યાંથી શાંત પહાડી ઉપર કે - સમુદ્રકિનારે જતા, મન શાંત થશે, અને સુખની અનુભૂતિ થશે. એટલે. જ રોગી કે દુ:ખી લોકોને થોડો સમય હવાફેરસ્થળફેર કરવાની સલાહ આપવામાં આવે છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

સ્વભાવ અને માનસિકતા બદલો, સુખ આપોઆપ મળી જશે

સ્વભાવ અને માનસિકતા બદલો, સુખ આપોઆપ મળી જશે

સુખની એક સ્થિર વ્યાખ્યા જ નથી. આપણું મન આંતરિક રીતે શું અનુભવે છે, શું વિચારે છે, શું સમજે છે, તેના પરથી સુખ અને દુઃખનો અનુભવ થાય છે. અલબત્ત માનવ મન વસ્તુ, વ્યક્તિ કે બનાવનું પૃથ્થકરણ કરીને કેવી લાગણી અનુભવે છે, તે મહત્ત્વનું છે.

માનવ મન સ્વભાવતઃ હંમેશાં સુખ મેળવવા ફાંફાં માર્યા કરે છે. - ઘણા મનથી હંમેશાં દુઃખી જ રહે છે. પોતાની પાસે પોતાનો ફલેટ, સ્કૂટર, 'બાળકો, બધું જ હોવા છતાં દુ:ખી દુ:ખી એટલા માટે થાય છે કે, તેમની પાસે મોટો બંગલો અને લક્ઝુરિયસ કાર નથી. આવા સ્વભાવના માણસોને ફૂટપાથ પર સૂઈ રહેનાર કુટુંબની મુલાકાત અનાયાસે કરાવી દો. તેની સરખામણી કરતાં હવે તેમનું મન સુખ અનુભવશે અને દુઃખ ભૂલાતું જશે.

માનવ મનની માનસિકતાને સુખની અનુભૂતિ સાથે સીધો સંબંધ છે.

એક જ હકીકતના વાક્યને બે વિવિધ માણસોની માનસિકતા કેવી જુદીજુદી અનુભૂતિ કરાવે છે, તે હવે જોઈએ.

શેરબજારમાં બહુ જ ચડાવ-ઉતાર આવે છે.’” આ વાક્ય આખી દ દુનિયાના બજારો માટે સત્ય છે. વિવિધ સંજોગો જેવા કે યુદ્ધ, ચૂંટણી, - વરસાદ, સરકારી પોલીસી વગેરે રોજબરોજ બદલાતાં રહેતા હોવાથી તેની અસર શેરબજારના વિવિધ સેક્ટર અને તેની કંપનીના ભાવો ઉપર પડે છે. એ જ તો શેરબજારની ખૂબી છે. શેરબજારો હંમેશાં ભવિષ્યની ધારણાઓથી જ ચાલે છે. યુદ્ધ થવાની વાતો થતાં કે ફક્ત અફવા ફેલાતા જ બજાર પત્તાના મહેલની જેમ ક્કડભૂસ થઈ જાય છે. હવે જોઈએ આ હકીકતની માનવ માનસિકતા ઉપર અસર.

અમારા મિત્ર ધનસુખલાલ મારી પાસે ખૂબ ખુશ થઈને આવ્યા અને કહે હું ખૂબ જ કમાયો, ખુશ થઈને સુખી થઈ ગયો. છેલ્લા અઠવાડિયાથી - શેરબજાર ખૂબ જ ઉપર-નીચે થાય છે. તો તેજી અને મંદી કરીને બંને બાજુથી કમાઈ ચિક્કાર પૈસા બનાવી લીધા. હવે પાંચ વરસ સુધી વાંધો નથી"

એ જ સાંજે અનિલભાઈ મળ્યા, ત્યારે સાવ રડવા જેવા થઈ ગયા હતા. તેમને બેસાડી, પાણી પીવડાવી આટલા બધા દુઃખી થવાનું કારણ -પૂછ્યું. રડતાં રડતાં બોલ્યા. મેં તો જિંદગીભરની મૂડી ગુમાવી. છેલ્લા અઠવાડિયામાં શેરબજારમાં એટલા ચડાવ-ઉતારથી તો તોબા ! મારી કાર ઘર અને તમામ મૂડી ગીરવે મુકીને હું છેલ્લાં પાસા નાખતો રહ્યો પણ અફસોસ. હું બધું ગુમાવીન ફૂટપાથ ઉપર આવી ગયો, હવે હું જીવીશ કઈ રીતે?” માંડમાંડ તેમને સમજાવીને, વિચાર આવ્યો. આ એક જ તે બનાવ છે, શેરબજારમાં મોટા ચડાવ અને ઉતાર. એક માણસ તેનાથી [સુખી થાય છે, તો બીજો દુ:ખી દુ:ખી. આ સ્વભાવગત અનુભૂતિ જ છે. ૬ ને ! અલબત્ત પરિણામલક્ષી ખરી પણ તેનો આધાર મનની નિર્ણયશક્તિ, ચતુરાઈ, હિંમત પર છે, સાથેસાથે નસીબની બલિહારી પણ છેને !

આમ સુખ એ માનવ સ્વભાવ અને માનસિક સુખની અનુભૂતિ પર ખૂબ જ આધારિત છે.

હવે એક ખૂબ જ જાણીતી વાત જોઈએ. બે બિલકુલ વિરુદ્ધ સ્વભાવના યુવકો નાસામાં મંગળના ગ્રહ પર જવા પસંદ થયા. છેલ્લી પરીક્ષામાં કમાન્ડરે બંનેને જુદાજુદા રૂમમાં રાખી કહ્યું, “તમને ચાર દિવસ . અવકાશયાનમાં ખોરાક પાણી વગર ચલાવતા રહેવાશે કે નહીં તેની આ." ટેસ્ટ છે. તમને ફક્ત અડધો ગ્લાસ પાણીનો આપવામાં આવશે.

જહોન વધારે ચિંતાવાળો અને વિચારશીલ હતો. તેણે વિચાર્યું કે. "ફક્ત અડધો જ ગ્લાસ પાણીથી ચાર દિવસ નીકળશે કઈ રીતે?” ત્રીજા દિવસે તે અડધો ખાલી ગ્લાસ હતો, તેથી નરમ પડી ગયો અને [ ચોથા દિવસે બૂમો પાડવા લાગ્યોમને બહાર કાઢો, મારે મંગળ પર -જવું નથી.

બીજો યુવક પીટર ફક્કડ અલગારી ને ચિંતા વગરનો હતો. તે ખુશ હતો. વાહ, મને અડધો ભરેલો ગ્લાસ ગ્લાસ પાણી તો આપેલ. છે ને." ત્રણ દિવસ તેણે એમ ને એમ કાઢ્યા અને ચોથા દિવસે પાણી પીને ફ્રેશ થઈ ગયો. અંતે તે મંગળ પર જવા પસંદગી પામ્યો.

એ કે અડધો ગ્લાસ ભરેલો જોયો, અને તે પાસ થયો, સુખી થયો, ત્યારે બીજાએ સ્વભાવ પ્રમાણે અડધો ગ્લાસ ખાલી જોયો અને દુ:ખી થઈ ફેઈલ થયો. વાત જાણીતી છે. વાસ્તવિક જીવનમાં આપણે તેનો 'અમલ કરતાં નથી. આપણને શું મળેલ છે, તે જોવાને બદલે શું મળેલ નથી, બીજાને શું વધારે મળેલ છે, તે જોવામાં જ ચિંતાથી સમય અને - જીવન વિતાવી દઈએ છીએ. સારા બૂટ ના પોષાય તો, પગ વગરના માણસને જોવાથી આપણને સુખ મળે છે.

આપણે આપણો સ્વભાવ અને માનસિકતા બદલી, અપેક્ષાઓ, ઈચ્છાઓ, વાસના અને પરિગ્રહ ઓછા કરી ભાવશે, ચાલશે, ફાવશે અને ગમશેની માનસિકતા અપનાવીશું તો સુખી થતાં કોઈ અટકાવી નહીં શકે. 