આનંદ અને સુખ વચ્ચેની ભેદરેખા સમજવી
જરૂરી છે
આમ આ
છએ છ આનંદ જુદી જુદી ઈન્દ્રિયો દ્વારા મગજના જુદા જુદા કેન્દ્રોમાં અનુભવાય છે, તેનું પૃથ્થકરણ થાય છે, પછી સુખના કેન્દ્રોમાં તેનોસ્વીકાર થાય, હા પડે તો જ સુખનો અનુભવ થાય છે. તે કઈ
રીતે એ હવે જોઈએ.
ચિંતનનો ફેવરીટ હીરો અક્ષયકુમાર છે. તેનું નવું
જ પિક્ચર જોલી એલ.એલ.બી.૨ હમણાં જ શહેરના થિયેટરોમાં પડ્યું છે, અને ચિંતનને તેનો આનંદ માણવો જ છે.
બીજા જ અઠવાડિયે તેની વાર્ષિક પરીક્ષા ક હોવાથી તેના મમ્મી પપ્પા તેને પરાણે
વાંચવા બેસાડે છે. સાંજે અગત્યના કામે દૂર સુધી બહાર જવાનું હોવાથી તેનાં મમ્મી
પપ્પા મોડેથી રાત્રે આવવાનું કહી બહાર જાય છે. ચિંતન વાંચવાનું છોડી, ભાગી જઈને, + પોતાના પ્રિય અક્ષયકુમારનું પિક્ચર
જોવા ટૉકિઝમાં બેસી જાય છે. તેની આંખો અને મગજ પિક્ચરનો આનંદ લઈ રહ્યા હતા, પણ તે માબાપને છેતરીને આવ્યો હોવાથી, મગજના સુખના સેન્ટરમાં, આ આનંદ પ્રવેશી દ શક્તો ન હતો, તો તે પિક્ચર જોતાં સુખી કહેવાય ?
નાના એક જ ઓરડાના ઘરમાં સુમંતભાઈને મોડી રાત્રે
ઈન્ડિઅન આઈડોલ સાંભળીને આનંદ લેવો હતો, પણ તેના પત્ની સરિતાબેન આખા દિવસના કામકાજથી થાકી ગયા હતા, તેથી તેમને સૂઈ જવું હતું, બે નાનાં - બાળકો પણ સૂઈ ગયાં હતાં, તેથી તે ટીવી ચલાવવા દેતા નહોતા..
સુમંતભાઈને તો ઈન્ડિયન આઈડોલ જોવું જ હતું. બંને વચ્ચે ઝગડો થઈને ગયો. રીમોટની
ફેંકાફેકી અને મારામારી થઈ ગઈ. અંતે સરિતાબેન હારીને, થાકીને મોં ફેરવી સૂઈ ગયા. સુમંતભાઈ
ટીવી ચાલુ કરી સોની -ચેનલ ઉપર ઈન્ડિયન આઈડોલના ગીતો સાંભળી આનંદ લેવા લાગ્યા, પણ મગજમાં ઝગડાનું અને પત્નીના રીસાઈ
ગયાનું દુ:ખ હતું, તેથી તે : કાનના આનંદને મગજના સુખના
કેન્દ્રોમાં જવાનો માર્ગ બંધ હતો. બોલો સુમંતભાઈ સાંભળવાનું સુખ લઈ રહ્યા હતા ?
કોલેજીયન મનન અને કામિની એકબીજાના પ્રેમમાં
મસ્ત હતા. વેલેન્ટાઈનડેની સાંજે બંને મસ્તીમાં હોટલમાં રૂમ રાખીને એકાંતનો લાભલઈ
ડેટીંગના બહાને આગળ વધી ગયા. હા-ના કરતાં કરતાં છેવટે બંને સહવાસના આનંદ સુધી
પહોંચી ગયા. મનન તો ખૂબ જ ઉત્તેજિત હતો,અને ભવિષ્યમાં લગ્ન તો કરવાં જ છે તેમ, કહીને મર્યાદા તોડવાના મૂડમાં હતો. કામિની તેનો મૂડ બગડે નહીં તેથી
સાથ આપવા શારીરિક રીતે તૈયાર તો થઈ ગઈ. પણ તેના મગજમાં કંઈક ખોટું અને ઉતાવળું થઈ
રહ્યાનો રંજ હતો, તેથી આ સહવાસનો આનંદ તેનું મગજ
સ્વીકારીને - આગળ સુખના કેન્દ્ર સુધી મોકલતુ ન હતું. બોલો આ સહવાસ કામિની માટે
સુખદાયક હતો કે ફક્ત બાહ્ય શરીરનો આનંદ હતો ?
આમ વિવિધ ઈન્દ્રિયો દ્વારા મળતાં આનંદનો અહેસાસ
મગજના - વિવિધ કેન્દ્રોમાં થાય છે, પણ પછી તેનાથી સુખની અનુભૂતિ દરેક વખતે થશે જ તે જરૂરી નથી.
માનવ મન હંમેશાં સુખ મેળવવા જ તલસે છે. જે મળે
છે ઈન્દ્રિયોના આનંદમાંથી જ તેમાં કોઈ શંકા જ નથી. પણ તે આનંદને મગજના સુખના
કેન્દ્રો સ્વીકારે તો જ સાચું સુખ મળે છે.
આનંદને સુખમાં પરિવર્તિત થાય તે માટે પહેલા ચકાસવું જરૂરી છે કે આ આનંદથી બીજાને દુ:ખ કે હાનિ નહીં થાય અને કુટુંબ, સમાજ અને દુનિયામાં પ્રર્વતમાન માન્યતાઓ, પરંપરાઓ, કાયદા કે નિયમોનું (ખંડન નહીં થાય તો જ મગજના ઉચ્ચકેન્દ્રો આનંદને સુખમાં પરિવર્તિત થવા દેશે, આ ખૂબ જરૂરી છે, દરેક વખતે સુખી થવા પામતા પહેલા આ બાબત મનમાં રાખી, ચકાસી, હા હોય તો જ આગળ વધવું હિતાવહ છે. આનંદ ફક્ત બાહ્ય શારીરિક અનુભૂતિ છે, જ્યારે તેનાથી મળતું સુખ ( આંતરિક માનસિક અનુભૂતિ છે
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore







ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો