“જો રીટા, મેં તારી સગાઈ માટે ઠેકાણું જોયું છે, સુખી ઘર છે, છોકરો સારું કમાય છે, પછી તારે શું ચિંતા?”
“પપ્પા, તમે કઈ રીતે નક્કી કર્યું કે સુખી ઘર છે.” રીટાએ 'સવાલ કર્યો.
“બેટા, એમનો પોતાનો ફ્લેટ છે, ગાડી છે, નોકર ચાકર છે, * પછી એને તો સુખી જ કહેવાય ને !' પપ્પાએ પોતાની દીકરીને સમજાવતા 'કહ્યું.
બસ, પોતાની દીકરીને જિંદગીભર બીજાને સોંપી દેતા આટલું જ જોવાનું ? સાધન સંપત્તિ, નોકર ચાકર હોય એટલે સુખી માની લેવાના ?
સાચું સુખ શેમાં છે ? તમે સુખી કોને કહેશો ?
સોનેરી ઝુલ્ફાં, મીણ જેવું શરીર, મદભરી આંખો, આકર્ષક અદાઓની રાણી મેરેલિન મનરોની પાછળ આખું હોલિવુડ, અમેરિકાની [પ્રજા દીવાની હતી, એટલે સુધી કે અમેરિકાના પ્રમુખ કેનેડી પણ તેની મોહજાળમાં દીવાના હતા. મોટો બંગલો, અમાપ સંપત્તિ, કરોડો ડોલરની માલિકણ હોવા છતાં તેના મનમાં અશાંતિ હતી, અજંપો હતો. ગાંડી લોકપ્રિયતા પણ મનની એકલતા, અજંપો અને ઉચાટે તેને ઘેનની નશાની દવાઓની વ્યસની બનાવી દીધી. ધીમે ધીમે નશાનો ડોઝ વધારતાં, સુખ પામીને આનંદ કરી શકે તેવી ફક્ત યુવાન છત્રીસ વરસની ઉંમરે તેણે દવાઓના ઓવરડોઝથી મોતને આમંત્રણ આપી દીધું. લાખો ડોલર અને સંપત્તિ પછી શું કામના ? મળેલા સુખને ભોગવવા પણ સમય અને મનની શાંતિ જોઈએ ને !

પોતાના મદમસ્ત ડાન્સથી આખા અમેરિકા અને દુનિયાને ડોલાવનાર માઈકલ જેક્સન જબરજસ્ત લોકપ્રિયતાના શિખરે બિરાજમાન હતો. તેની પાસે જમીનો, બંગલા, ગાડી, ઐશ્વર્ય, નોકરચાકર શું નહોતું ? આખા - વિશ્વમાં તેની લોકપ્રિયતા અજબ હતી, તેનું નવું આલ્બમ માર્કેટમાં આવતાં જ ચપોચપ વેચાઈ જતું. છતાં ય તેના મનમાં શાંતિ ન હતી. સદાય અજંપો અને ઉચાટ તેને અંતે નશાની લત સુધી દોરી ગયા. નશાકારક અને .પીડાશામક ઘેનની દવાઓના ઓવરડોઝથી છેવટે જેક્સન હાર્ટએટેકનો શિકાર બની ગયો. અમાપ સંપત્તિ અને લોકપ્રિયતાનો કોઈ અર્થ ખરો? મનનો ઉચાટ અને અજંપો શું કામના ?

આ તો પરદેશની વાત થઈ. આપણા દેશમાં પણ નામચીન * દિગ્દર્શક ગુરુદત્ત અનેક સફળ ફિલ્મો આપી ચૂક્યો હતો. સમૃદ્ધિ અને સફળતા તેના કદમ ચૂમતી હતી. પણ મનનો ઉદ્વેગ અને અજંપાથી, ઊંઘની દવાઓના ઓવરડોઝથી કાયમ માટે ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો. પ્રખ્યાત અભિનેત્રી મીનાકુમારી પણ મનના અજંપાથી શરાબની લતમાં ચડી ગઈ, અને કેટલો દુખદ અંત આવ્યો! આ તમામ ઉદાહરણોનું તારણએ જ કે સફળતા, પ્રસિદ્ધિ, દોલત, હોવા છતાં મનનો ઉચાટ, એકલતા અને અજંપો તેમને સુખથી માઈલો દૂર ખેંચી ગયા. અંતે મોત સુધી પહોંચી. ગયા. તેને બદલે શાંતિપૂર્વક જે મળ્યું તેને ભોગવીને મનનો અજંપો દૂર કરી જીવનારા શું ખોટા ? હજુ વધારે, હજુ વધારેનું રટણ જ મનને અશાંત કરી દે છે.
સુખ જો વેચાતું મળતું હોત તો? લાખ રૂપિયાનું સુખ અને મિલીયન ડોલરની મનની શાંતિવાળી ઊંઘ ક્યાંય મળતી નથી. ફક્ત મનનો સંતોષ અને શાંતિ જ સાચું સુખ છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી.
કુરુક્ષેત્રના યુદ્ધમાં સામે પક્ષે, દાદાજી, ગુરુજી અને બાંધવોને જોઈને અર્જુનનું મન ઉચાટ અનુભવી અશાંત થઈ જાય છે. તે શસ્ત્રો મૂકી યુદ્ધ. કરવાની જ ના પાડી દે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને સમજ પાડતાં કહે છે “અશાન્તસ્ય કુતઃ સુખમ્" અર્થાત્ અશાંત મનમાં સુખ ક્યાંથી હોય ?” તેને કર્મના સિદ્ધાંતો સમજાવી મનને શાંત કરી દે છે.
તમારું ધ્યાન ફક્ત પૈસા કમાવા, નવું ઘર, નવી ગાડીને અન્ય ભૌતિક સુખોમાં રાચેલું ના રાખશો, નહીં તો વધારે અશાંત, ગૂંચવાયેલા અને વસ્તુઓ પાછળ દોડ્યા જ કરશો. યાદ રાખવા જેવું એ જ છે કે આપણે સહુ ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જ જવાનું છે, તો પછી મનમાં શાંતિ અને સુખનો ભાવ શા માટે ના લાવવો ? જે છે તે પૂરતું છે, બરાબર છે, તેવો ભાવ મનને શાંત કરી દે છે, અને તેનાથી. જ સાચું સુખ મળે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો