તમારે સુખી થવું છે ?
બધાંને જીવનમાં સુખી થવું છે, તેથી બધાં સુખ મેળવવા દોડાદોડ કરે છે, પરંતુ મન જ સુખ અને દુઃખની અનુભૂતિ કરે છે, કરાવે છે. ભગવાને આપેલી પાંચેય ઈન્દ્રિયો આનંદની અનુભૂતિ જુદી જુદી રીતે સ્પર્શ, સાંભળવું, સ્વાદ, જોવું, સુગંધ દ્વારા કરાવે છે, પણ તેનાથી સુખનો અનુભવ તો મન દ્વારા જ થાય છે માટે જ મનને જે જીતે તે જ સુખી છે.
બાળપણમાં નિર્દોષ આનંદ કરો, જુવાનીમાં કમાણીને ગૃહસ્થ જીવનનો આનંદ માણી કારકિર્દી બનાવો અને ઘડપણમાં શોખ કેળવી તેનો આનંદ કરો, તો સુખી જ છીએ. જિંદગી તો સુખોથી ભરેલી જ છે.
ઘણા લોકો સ્વજનનાં મોતથી દુઃખી થઈ સૂનમૂન થઈ જાય છે. પોતાની જ પત્નીના મરણ પછી, નરસિંહ મહેતા કહે છે, “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ."
જેમને ફક્ત પ્રભુ અને પ્રભુભક્તિનાં ભજનોમાં રસ છે, શોખ છે, તેને તેમાં જ સુખ મળે છે. પોતાના પત્નીનું, સ્વજનોનું મૃત્યુ દુઃખી બનાવવાને બદલે નરસિંહ મહેતા જેવા ભકતો તેને પણ સુખનું કારણ બનાવી દે છે, પછી તો સુખ તેમની પાસે દોડતું આવે જ ને ! આફતને અવસર બનાવી દો.
પ્રારબ્ધ માટે કવિશ્રી કંથારિયાએ કહેલી પંકિતઓમાં પ્રારબ્ધને બદલે સુખને ગોઠવતાં,
અરે સુખ તો છે ઘેલું, રહે છે દૂર માગે તો, ન માગે દોડતું આવે, ના વિશ્વાસે કદી રહેજે.
સુખને માંગવાથી મનમાં કયારેય સુખનો અનુભવ થતો નથી. ઊલટાનું મન ભમ્યા જ કરે છે બંગલો બનાવી લઉં, સરસ સુંદર પત્ની લાવી દઉં, ધારાસભ્ય બનીને મંત્રી બની જાઉં, આવા અનેક વિચારો અને માંગણીઓ મન દ્વારા સુખી થવા માટે વિચારાય છે, પણ એકેય ના સંતોષાતાં અંતે મન દુ:ખી દુ:ખી થઈ જાય છે.
તેને બદલે સુખના વિચાર જ ના કરો, મનમાં સુખની ઈચ્છા, માંગણી જ ના કરો, અને નિજાનંદમાં મસ્ત રહો, પોતાને ગમતી પ્રવૃત્તિઓ કરો, ગમતા શોખ પરિપોષો, પછી જુઓ આપોઆપ મન પ્રસન્નતાથી ભરાઈ સુખ અનુભવવા લાગશે.
ડો.બેન સ્હાહર, હાવર્ડ યુનિર્વસિટીના મત મુજબ સુખ એ આનંદ અને પ્રસન્નતાનો અનુપમ અનુભવ છે, જે સુખી માણસ સારી લાગણીઓ દ્વારા જીવનને અર્થસભર સમજી માણે છે. માણસે દરેક ક્ષણે સુખી થવું કે હોવું જરૂરી નથી. કોઈ વખત નિરાશ, આક્રોશયુક્ત કે દુઃખી થઈ શકો છો. તેનાથી ડરવાની કે નિરાશ થવાની જરૂર નથી. એ માનવસહજ વૃત્તિઓ છે. દુઃખ પછી સુખનું ચક્ર ચાલ્યા જ કરે છે.
રેમેઝ સેસાનના મત મુજબ બધાંને સુખી થવું છે, તેના માટે પિક્ચર જોવા, ટીવી જોવા, પરદેશ ફરવા, પાર્ટીમાં જવા, હોટલમાં ખાવાથી આનંદ અને સુખ મળે તો તે કરો.
દિવાસ્વપ્નો જેવાં કે બંગલામાં રહેવાનું, પરદેશ ફરવાનું, મોટી કાર ફેરવવાનું વગેરે વિચારવાથી સુખ મળે તો ખોટું નથી.મળી જાય તો સારું, આમ આ પરિબળ છે, પણ દરેક વખતે સફળ થવાય જ તેવું નથી.
જોખમી કામો જેવાં કે પર્વતારોહણ, વિમાનમાંથી ડાઈવ, અજાણી ગુફામાં હિંસક પ્રાણી જોવા જવું વગેરે સાહસ સાથે રોમાંચ આપી સુખ આપે છે.
આધ્યાત્મિક અભિગમ સુખ લાવે છે. સુખની ઉત્તમ પળે વિચારવાનું બંધ થઈ જાય છે. આંતરિક શાંતિ જણાય છે. બાહ્ય દુનિયાની વસ્તુ કે બનાવથી સુખ નથી, પણ સુખ એ મનની આંતરિક લાગણી છે. જે બાહ્ય દુનિયાથી તદ્દન અલગ અને સ્વતંત્ર છે.
સુખની લાગણી અંદર જ પડેલી છે, પણ તે નિરાશા, વિચારો અને ડરથી ઘેરાયેલી છે, તેને બહાર કાઢો. પોતાનો અહમ્ અને આવેગ હટી જાય તો સુખદ પળોનો અનુભવ અને સંતોષ થાય છે. તેને માટે દરેકે આંતરિક મનમાં ઝાંખવું પડશે. સુખ તેનો અનુભવ છે. સુખ શોધવાને બદલે મોહ,માયા, મમતા ધીમે ધીમે છોડતાં જાવ, સુખનો અનુભવ થશે.
વિચારો અટકાવી, મનને કેન્દ્રિત કરે તેવી ક્રિયા જેવી કે ધ્યાન,સમાધિ, પ્રાર્થના, સામયિક કે મેડિટેશન અંતે આંતરિક સુખનો અનુભવ કરાવશે. જયારે મનની અંદરની શાંતિ આવી જાય પછી ગમે તે પરિસ્થિતિમાં સુખ જ જણાશે. મન પ્રસન્નતાથી ભરાઈ જશે.
સુખનાં પરિબળો
૧. દરેક બનાવ-પરિસ્થિતિને સુખદ ને હકારાત્મક રીતે વિચારો.
આ કાંઈ અઘરું નથી. સુખદ અને સારી પરિસ્થિતિનો સારો જ અંત ને વિચાર આવે, પણ ખરાબ, મુશ્કેલ અને દુઃખદ બનાવનું શું?
મરણ કે બીમારી આપણા હાથની વાત નથી. આપણે આપણાથી બનતો પ્રયત્ન કર્યો, ખર્ચ કર્યો પણ ઉપરવાળાને ગમ્યું તે ખરું, આવો વિચાર કરવાથી ધીમે ધીમે બહાર નીકળાશે. અંગત સ્વજન કે જીવનસાથીના મોત પછી થોડા દિવસો દુઃખદ જાય પણ પછી તો જાતને સંભાળી જ લેવી પડે છે. દુ:ખનું ઓસડ દહાડા, જેમ દિવસો જશે તેમ ધીમે ધીમે દુ:ખ ઘટશે અને જીવન રાબેતા મુજબનું થશે. કેટલીક વખત સ્વજનના મૃત્યુ પછી સ્મશાનમાંથી આવતાં જીવન પ્રત્યે વૈરાગ્ય આવી જાય છે, જેને સ્મશાનવૈરાગ્ય કહે છે, જે ધીમે ધીમે દિવસો જતાં દૂર થતો જાય છે.
સવાલ એ છે કે આ “સ્મશાન વૈરાગ્ય" ફાયદાકારક કે નહીં ? આમ જોઈએ તો તેને લીધે જીવન પ્રત્યે વૈરાગ્ય અને સભાનતા આવે છે તેથી નાશવંત શરીરનો ખ્યાલ પ્રસ્થાપિત થતાં મન થોડું ધાર્મિકતા અને આધ્યાત્મિકતા તરફ વળે છે, જે જરૂરી છે. ફકત ભૌતિક સુખો જ મનને સુખી બનાવે છે, તેને બદલે થોડી આધ્યાત્મિક જીવનધારા બીજાને ઉપયોગી થવાની ભાવના, પરિગ્રહ ઘટાડવાની ભાવના વિગેરે પણ ખરેખરા સુખી બનવા જરૂરી છે.
આ ઉપરાંત સ્વજન કોઈ શારીરિક બીમારી જેવી કે કેન્સર, હાર્ટએટેકથી અવસાન પામ્યા હોય તો આ સ્મશાન વૈરાગ્ય આપણને આરોગ્ય પ્રત્યે પણ સભાન બનાવી વ્યસન છોડવા, કસરત કરવા, સંતુલિત આહાર માટે અને નિયમિત મેડિકલ ચેક અપ માટે પ્રેરિત કરે છે, તેથી આ પણ ફાયદાકારક કહી શકાય. આમ થોડા વખતનો સ્મશાનવૈરાગ્ય લાંબાગાળે સુખી બનાવવા જરૂરી છે
૨. પ્રશ્નોના
બદલે તેના ઉકેલ તરફ ફોકસ કરો.
પ્રશ્નો અને સમસ્યાઓના વિચારો મનમાં આવ્યા કરે
તે સ્વાભાવિક છે, પણ તેના ઉકેલ માટે ફોકસ કરો.
વિદ્યાર્થી જીવનમાં પરીક્ષા આવતા ફેઈલ થઈશ તો? એવા જ વિચારો આવે છે. તેને બદલે હું
ફેઈલ શા માટે થાઉં? અત્યારથી જ મહેનત કરું તો ચોક્કસ પાસ
થઈ જઈશ, આવા હકારાત્મક વિચારો ઉકેલ રૂપે મનમાં
ગોઠવતા જાવ. મન દુ:ખીને બદલે ધીમે ધીમે સુખી થશે.
કોઈકવાર ફેઈલ પણ થવાય, તો શું થઈ ગયું, કરોળિયો સાત વાર પડે તો પણ આઠમી વાર
પોતાનું જાળું બાંધવામાં સફળ થાય છે. તો હું કેમ નહીં? આવું વિચારી નિરાશા ખંખેરી ફરીથી
આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી ચોકકસ પાસ થવાશે જ, એમાં બેમત નથી.
ગૃહસ્થ જીવનમાં કમાવા માટે બધા જ પ્રયત્નો કરવા
છતાં કોઈ વખત મોટી ખોટ આવી શકે છે. ત્યાં જ થોભી જઈ, થોડો વખત વિચારી નવું કામ ચાલુ કરી દો. કોક ધંધામાં તો સફળતા મળશે જ
ને !
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો