લેબલ Mind & Happiness સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Mind & Happiness સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

વિજાતીય સ્પર્શ અને સુખ

 વિજાતીય સ્પર્શ અને સુખ

ભગવાને આ અજબ દુનિયામાં પુરુષ અને સ્ત્રી, નર અને માદા વચ્ચે વંશવૃદ્ધિ માટે ગજબનું ખેંચાણ મૂકેલ છે. સાથે સાથે આ ક્રિયામાં વિવિધ સ્ટેપ ઉપર જુદી જુદી રીતે આનંદ અને વાસના મૂકેલ છે. વિજાતીય વ્યક્તિનો આકર્ષક દેખાવ અને સ્પર્શ બીજી વ્યક્તિને ઉત્તેજિત કરી દે છે.

“દૃષ્ટિ તેવી સૃષ્ટિ” વિકારયુક્ત દૃષ્ટિ અને કામોત્તેજક વાતાવરણ વિજાતીય વ્યક્તિને મિલનનો તલસાટ અને બેચેન બનાવી મૂકે છે. સૌંદર્યના કામુક આકર્ષણથી ઘાયલ થઇ અનેક યુદ્ધો અને વિનાશ થયાના દાખલા મોજુદ છે.

રાવણે સીતાજીથી આકર્ષાઈને અનેક પટો કર્યા. તેનું હરણ કરી પોતાને ઘેર લાવ્યો, મનાવવા અનેક પ્રયત્નો કર્યા, પણ સીતામાતા તો સતી હતા, તે એમ માને ખરા ? અંતે રાવણનો પ્રભુ રામના હાથે વિનાશ થયો, આમાં રાવણને શું સુખ મળ્યું? અલ્લાઉદીન ખીલજીએ પણ પદ્માવતીના રૂપથી પાગલ બની આખા ચિતોડ નો નાશ કર્યો. અનેક સૈનિકો માર્યા ગયા. અંતે ખીલજીને શું મળ્યું ? જોહર કરેલી પદ્માવતીની લાશ ?? આમાં સુખ કોને મળ્યું ?

આમ સૌંદર્યના કામુક આકર્ષણથી બચાય નહીં તો તે પતનનું કારણ બને Beauty is worse than wine, it intoxicates both, the holder and the beholder." છે, તે જોનાર અને ભોગવનાર બન્નેને પાયમાલ કરે છે, જયારે દારૂ તો પીનારને જ પાયમાલ કરે છે


“ પુરુષ સ્ત્રીના રૂપને જુએ છે, અને સ્ત્રી પુરુષના રૂપિયાને.” માનવીની દૃષ્ટિમાં વિકાર અને કામુકતા લાવવા માટે મન કારણભૂત છે, આંખો નહી. એકાંતવાળા વનમાં દૂર થી અવળી ઊભેલી લાંબા વાળવાળી વ્યક્તિને જોઈ યુવક લલચાઈ જાય છે, તેને પામવા મન અધીરું થઈ જાય છે, અને ઝડપથી તેની પાસે આવતાં ખબર પડે છે કે તે તો લાંબા વાળવાળો પુરુષ છે, પછી તેના શું હાલ थाय ??

માનવીની દૃષ્ટિમાં આવેલો વિકાર તે સમય, બનાવ અને પાત્રને આધારિત છે, એક સુંદર ઉદાહરણથી સમજીએ.


નવજાત બાળકને દૂધ પીવડાવતી સંતુષ્ટ માતાનાં પુષ્ટ સ્તનોને જોઈ વિકાર આવવાને બદલે આદરભાવ અને સહાનુભૂતિ જન્મે છે, આ જ સ્ત્રીનાં પુષ્ટ સ્તનો નહાતી વખતે અનાયાસે કે ભૂલમાં જોવાઈ જાય તો મન બેચેન બની આગળ વધવા તલસાટ અનુભવે છે, આ જ છે દૃષ્ટિ અને વાતાવરણનો પ્રભાવ.

આવો જ પ્રભાવ છે વિજાતીય સ્પર્શનો ! વિજાતીય સ્પર્શ થતાં જ મન બેચેન બની મિલન માટે તલસાટ અનુભવે છે. અંગોથી અંગોનો સ્પર્શ, હોઠો થી હોઠોનો સ્પર્શ વિજાતીય વ્યક્તિઓને રોમાંચિત કરી સહવાસ માટે ગાંડાતૂર બનાવી દે છે. આમાં પણ મનમાં ઉત્પન થતા ભાવો જ અગત્યના છે.

મુંબઈની લોકલ ટ્રેઈન માં ડબ્બો યુવક યુવતીઓથી ગીચોગીચ ભરેલો છે. આશિષને બાજુમાં સુંદર સુગંધ આવે છે, એટલે તે સ્ત્રી શરીરને ભીસાતું કલ્પી લે છે, તેને આ સ્પર્શ બહુ જ ગમે છે, અને રોમાંચ અનુભવે છે. દશ મિનીટ આણંદમાં તરબોળ બની વધારે નજીક સ્પર્શનો આનંદ લેવા ભીંસાય છે. દબાણ હીને તેને સહન કરી વધુ આનંદનો લાભ લે છે, પણ સ્ટેશન આવતાં તે પાછળ પરલ્યુમની સુગંધ આવતી હતી. હવે આશિષને તે સ્પર્શ જરા પણ ગમતો નથી. વગે છે. ત્યારે ખબર પડે છે કે, તે તો પુરુષ છે. તેની બાજુમાં સ્ત્રી શરીરના કારકા કે તેના મને જાણી લીધું કે આ વિજાતીય સ્પર્શ નથી. આમ આ બધા મનનાં જ વલણ છે.

આ જ વલણ સિનેમા છૂટતાં ભીડમાં લાગતા ધક્કાથી ચીડ ચડે છે. પણ પદછીથી ખબર પડે કે તે રૂપાળી સ્ત્રીના છે તો. હવે તે મીઠા લાગે છે. કારણ વિજાતીય સ્પર્શ. શરીર એ જ છે. પણ મનના વિચારો બદલાવાથી જ વલણમાં કેવો ફેર પડી જાય છે !

પુરુષ ડોક્ટરને ડીલીવરી કરાવતી વખતે સુંદર સ્ત્રી પણ એક દરદી અને હાડમાંસનું શરીર જ દેખાય છે. જેમાંથી બાળક સફળ રીતે બહાર આવી જાય તેની જ ચિંતા જણાય છે, ત્યારે વિકાર કે રોમાંચ જરા પણ નહીં, પછી ભલે ને તે સની લીઓન હોય કે બિપાશા બાસુ.


તે જ સ્ત્રી સંપૂર્ણ સાજ સિંગાર સાથે બાજુમાંથી પસાર થાય તો ડોક્ટર તેને રોમાંચથી જોતો જ રહી જાય છે

આ જ છે માનસિક વલણ અને તેને લીધે દૃષ્ટિમાં તફાવત. અહીં પુરુષ કે સ્ત્રી એવો ભાવ નથી, માત્ર ડોક્ટર અને દર્દી શરીરનો, ફરજના ભાગ રૂપે થતો સ્પર્શ છે.

આવા અનેક પ્રસંગો પરથી સ્પષ્ટ થાય છે કે,વિજાતીય સ્પર્શ રોમાંચનું કારણ નથી. પરંતુ તે સ્પર્શના વિચારે મનમાં કરેલી કલ્પના જ રોમાંચનું કારણ બની રહે છે. એટલે કે સ્પર્શસુખમાં બે વિજાતીય શરીરની જરૂર નથી, તેની કલ્પનાની જરૂર છે. સુખ સ્પર્શથી નહીં, મનમાં તેની કલ્પનાથી પેદા થાય છે.

આને માટે આધ્યાત્મિક ગુરુ અને તેના બે ચેલા હર્ષ અને ભોગીની વાત બહુ જાણીતી છે. બંને બાલબ્રહ્મચારી છે, અને તેમને માટે સ્ત્રીનો સ્પર્શ હરામ છે. ચોમાસામાં નદીને કિનારે ચાલતી વખતે બંને એક સ્વરૂપવાન સ્ત્રીને મૂંઝાયેલી જુએ છે.


નદીમાં વરસાદને લીધે પાણી વધેલું છે, પણ તે સ્ત્રીને સામે કાંઠે તેના બીમાર પિતા પાસે જવું જ પડે તેમ છે. નદીમાં હોડી તો છે જ નહી. તેની મુશ્કેલી સમજી હર્ષ તેને મદદ કરવા હાથ પકડી ખભે બેસાડી દે છે. અને નદી પાર કરાવી નું ગુરજીને કહી દઈશ.” હર્ષ મૌન રહી યુવતીને ઉપાડી સામે છેડે નદી પાર કરાવે જાય છે. વરસાદથી ભીના વસ્ત્રોથી અંગ ઉપાંગોના સ્પષ્ટ ઉભાર જોઈ હકાલપટ્ટી કરાવી દઈશ.” હર્ષ તો મૌન રહી યુવતીને નદી પાર કરાવી ચાલવા ભોગી બુમો પાડે છે. "સ્ત્રીને ખભે ઊંચકી ? ગુરજીને કહી આશ્રમમાંથી તારી લાગે છે.

કલાક પછી આશ્રમ પહોચતાં ભોગી તરતજ ગુરજીને ફરિયાદ કરે છે “ગુરુજી, હર્ષે ઘોર પાપ કરેલું છે. તેણે યુવતીને ખભે બેસાડી હતી, તેને આશ્રમમાંથી હાંકી કાઢો. "હર્ષે આખી પરિસ્થતિ સમજાવી, પોતે કેવી રીતે છે. “મુર્ખ. તેણે તો યુવતીને મદદ કરી ખભે બેસાડી ઊતારી દીધી. પણ તે તો યુવતીને મદદ કરી તે આખી વાત કરે છે. ગુરુજી હસી પડે છે અને ભોગીને ઠપકારે હજી તેને તારા ખભા ઉપર બેસાડી રાખી છે. એટલે કે તેના વિચારો હજી તારા મનમાંથી જતાં જ નથી, તું જ મનથી ગુનેગાર છે, હજુ મન સાફ કર, નહીંતર તને જ આશ્રમમાંથી કાઢી મૂકીશ.”

અત્યારના જમાનામાં બાળકો સાથે કુદરત વિરદ્ધનાં કૃત્યોની ભરમાર ચાલી છે. પુરુષોમાં વાસનાનો ચરુ ઉકાળવા લાગે ત્યારે ઉંમર કે જાતિનો ભેદ ભૂલાઈ જાય છે. કુદરત વિરુદ્ધનાં કામો કરતી વખતે માણસની બુદ્ધિ બહેર મારી જાય છે. સાવ નાના બાળકની સાથે જયારે આ ક્રિયા થાય છે, ત્યારે શરમથી મસ્તક ઝૂકી જાય છે, પણ થાય શું ? એટલા માટે જ હવે બાળકોને સારો સ્પર્શ અને વિકૃત સ્પર્શ વચ્ચેનો ભેદ સમજવાની,સમજાવવાની જરૂર છે. માતા કે પિતાનો પ્રેમભર્યો સ્પર્શ અને અજાણ્યાનો વિકૃત સ્પર્શ પારખતાં શીખવાડવું પડશે, દીકરો હોય કે દીકરી બંને માટે આ ભેદ પારખવો જરૂરી છે. ખાસ કરીને હોઠ, છાતી, જનનાંગો અને જાંઘના ભાગે કોઈને ક્યારેય છૂટ આપવી નહીં, સિવાય કે માતા કે ડોક્ટર તપાસ કરતા હોય. અજણ્યા માણસોની ચોકલેટ કે કોઈ વસ્તુની લાલચમાં ક્યારેય આવવું નહીં કે તેની સાથે એકાંતમાં ક્યાંય જવું નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.આમ વિજાતીય સ્પર્શ અને સૌદર્યની ભાવના મનમાં ઉત્પન થાય છે. તેમાં બદબદે છે અને વિકાર બની જાય છે. આ બધા જ મનના ખેલ છે. જો મન સાક હશે તો આવા કોઈ વિકાર મનને અશાંત બનાવી ગુનેગાર બનાવશે નહીં. અને સુખ-શાંતિ પ્રાપ્ત થશે.


લાસ્ટ સ્ટ્રોક :કોઈપણ સૌંદર્યવાન વિજાતીય વ્યક્તિને જોઈ તેના પ્રત્યે રાખ્ય થઈ જાય. અને તેને પામવા, સ્પર્શ કરવા મન તલસાટ કરે. અશાંત બની મનમાંથી દૂર કરવા જ હિતાવહ રહેશે. ફક્ત એક જ જીવનસાથી સિવાય દરેક થય તો સુખ દૂર જતું રહેશે. તેને બદલે મન સ્થિર કરી કામુક ભાવના, વિકાર જગ્યાએ ફાંફાં મારવાથી દુ:ખ સિવાય બીજું કંઈ નહીં મળે.




------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-

સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મનના ખોટા વિચારો અટકાવી સુખી બનો

 મનના ખોટા વિચારો અટકાવી સુખી બનો

માનવ મન આ દુનિયાની સહુથી અદ્ભુત રચના છે.




બુદ્ધિ અને મનની લડાઈ યુગોથી ચાલી આવે છે. બુદ્ધિ એટલે કે મગજ પાસે યાદશક્તિ, નિર્ણયશક્તિ, કૌશલ્ય, વગેરે બધું જ છે. જયારે મન પાસે અદ્ભુત લાગણીઓ, અને વિચારશક્તિ રહેલા છે, જે આ દુનિયામાં બીજા કોઈ પ્રાણી પાસે નથી. માનવમન સાચા, ખોટા અનેક વિચારોથી હંમેશાં ઘેરાયેલું જ રહે છે,તે એક સેકન્ડમાં ઊડીને લાખો માઈલનો પ્રવાસ ખેડી લે છે.

ઘડીકમાં ભારતમાં રહેલું મન, બીજી જ સેકંડે ઊડીને અમેરિકા જતું રહે છે, તેની ખબર જ નથી પડતી. વર્ષો જૂના ભૂતકાળમાંથી ક્યારે વર્ષો પછીના ભવિષ્યકાળમાં જતું રહે છે, તે પણ અદ્ભુત છે. માનવી સુખ અને દુઃખનો અનુભવ મન દ્વારા જ કરે છે.

જો મનના વિચારો સુખી બનાવનારા હશે તો સુખનો અનુભવ થશે, અને બીજી જ પળે જો મનમાં કોઈ દુઃખદ વિચાર આવી જશે તો માણસ દુ:ખીદુ:ખી થઈ જશે.

મન ક્યારેય ખાલી રહેતું જ નથી, તેમાં વિચારો આવ્યા જ કરે છે, તે હવા ભરેલા વાસણ જેવું છે, જે ક્યારેય ખાલી રહેતું જ નથી. માટે જ હંમેશાં મનને સારા સુખદ વિચારો કર્યા કરે તે પ્રમાણે સેટ કરવું તમારા હાથમાં જ છે. જો કે કહેવું સરળ છે. પણ તેનો અમલ કરવો મુશ્કેલ છે. ફક્ત લાંબા ગાળાના પ્રયાસ પછી જ તેમાં સફળતા મળે છે. મનની એ નબળાઈ છે. કે તે હંમેશાં દુઃખદ વિચારોને પહેલા યાદ કરી ચિંતા કર્યા કરે છે. માટે બને ત્યાં સુધી તે દુઃખદ કારણનો પહેલાં ઉકેલ લાવવો જરૂરી છે. જો તે ઉકેલ શક્ય જ ના હોય તો શું કરવું ?

મનને ભુતકાળમાં જઈ વીતાવેલા સમયને વાગોળ્યા કરવાની બૂરી આદત હોય છે. જે બની ગયું છે. તેને યાદ કરીને દુઃખી થયા જ કરવાનો શં અર્થ ? જૂના જમાનાના યાદગાર મુવી


'સંગમ'માં રાજ અને વૈજયંતી નું સુખી લગ્નજીવન,પ્રેમપત્રથી વેરવિખેર થઈ જાય છે. કોણ પ્રેમી હશે, તેના વિચારોમાં દખીદુખી થઈ જાય છે. વૈજયંતી મનાવવા બહુ ફક્ત એકજ  રાજનું મન તે પ્રેમપત્ર લખનાર કોશિશ કરે છે, પણ રાજનું મન માને ? તેમનો વર્તમાન સુખી છે, તેની પત્નીને પણ હાલ તો બીજું કોઈ લફરું નથી, પણ રાજનું મન માને જ નહીં તો કરવું શું? અંતે તેના જ ખાસ મિત્ર રાજેન્દ્રનું મોત, ચિંતાનો અંત લાવે છે, નહીંતર તો તે બંનેની આખી જિંદગી બરબાદ જ થઈ જાત ને ! મન જો ભૂતકાળમાં બની ગયેલા ખરાબ પ્રસંગોને માફ કરી ભૂલી જાય તો જ આગળ વધી શકાય છે, આમ કેટલીક વખત ભૂલો અને માફ કરોની નીતિ ઉપયોગી છે. સ્વામી વિવેકાનંદજીએ સૂત્ર આપેલ છે કે, વર્તમાનને એકાગ્રતાથી માણો અને વીતેલી ક્ષણ માટે અનાસક્ત ભાવ કેળવો. એનો અર્થ એવો નથી કે, ગુનાહિત પ્રવૃત્તિને પણ ભૂલી જઇ માફ કરી દેવું. તમારી બહેન, દીકરી ઉપર બળાત્કાર કરનારને પણ શું તમે ભૂલી જશો ? માફ કરી દેશો ? ના, કદી નહીં. કહેવાનો મતલબ એમ છે કે, આવી બાબતો વારંવાર યાદ કરીને દુઃખી થવાનો પણ શું અર્થ છે ?


આપણું મન હંમેશાં ભવિષ્યમાંશું થશે તે જાણવા બહુ જ ઉત્સુક હોય છે. તેને માટે આપણે જ્યોતિપીઓ અને ભવિષ્યવેત્તાઓ, હસ્તરેખાશાસ્ત્રીઓ વગેરેને મળી સમય અને પૈસાનો બગાડ કરીએ છીએ, તેમાં વર્તમાનનો આનંદ પણ ગુમાવી દઈએ છીએ. જિંદગીમાં ભવિષ્યમાં શું થશે, તે કોઈ કહી શકતું નથી. જે થવાનું છે, તે તો થઈને જ રહેશે, પછી તેની ચિંતા શા માટે ?તેનો ઉકેલ શું છે ? વર્તમાનને માણો. ભવિષ્યમાં જે થવાનું છે, તેનો સ્વીકાર કરો. ભવિષ્ય હંમેશાં વર્તમાન વડે જ ઘડાય છે, માટે વર્તમાનને જ માણો. વર્તમાનકાળ જ -મવિષ્યકાળ બનીને રહેતો હોય છે.

શ્રો હરિદ્વાર દર્શન માટે જતી બસને અકસ્માત થવાનો છે. તે ખબર પડી બબર પડી જાય કે મહિનામાં તેનું મોત થવાનું છે. તો તેનો મહિનો કેવો જાય ? અમ તો કોઈ તેમાં બેસે ખરું? પરંતુ તે માટેની સાવચેતી જરૂર લઈ શકાય. કોઈને આખો મહિનો તે મરી મરીને જીવે કે નહીં ? જૂનું જાણીતું મુવી " ૧૦૦ ડેઝ”માં માધુરીને તેના ભવિષ્યનો અણસાર આવી જતો હતો, જેમાં તેનું મોત ખની વડે ૧૦૦ દિવસ પાછી દેખાતું હતું, પણ તેને ખૂનીના સાથે થોડો, સિગાર, મુર્તિ વગેરે દેખાયું હતું. તે ચિંતામાં ને ચિંતામાં બેહાલ થઈ જાય છે, પણ અંતે તો જે થવાનું છે. તે જ થાય છે. માટે જ મનને ભવિષ્ય ના બૂરા વિચારોમાં રાખી ચિંતા કર્યા કરવાની જરૂર નથી. જે થવાનું છે, તે તો થઈને જ રહેશે, હા, તેને માટે સાવચેતી જરૂર રાખી શકાય. પાંચ પાંડવોમાં સહદેવને ભવિષ્યનો બધો ખ્યાલ આવી જતો હતો, પણ તેને કંઈ પણ કહેવાની મનાઈ હતી. આપણે ત્યાં તો વેધર ફોરકાસ્ટમાં આવે કે, આ વર્ષે વરસાદ પુષ્કળ થશે, આપણે ખૂબ જ આશાવાદી બની જઈએ, પણ તેને બદલે દુકાળ પડી જાય, તો કરવું શું ? તેને બદલે જેમ ચાલે છે, તેમ નિયમિત કરતાં રહેવું, એ જ સાચો નિર્ણય કહેવાય.


આપણું મન બીજાઓ પાસેથી અપેક્ષાઓ બહુ જ રાખે છે, બીજાઓ પાસેથી આપણે કરેલા કામની કે, પછી આપણે આપેલા ભેટ, બક્ષિસ વગેરેને પરત લેવાની અપેક્ષા રાખવી, એ જીવનમાં દુઃખ ઉત્પન્ન કરવાનું મોટું કારણ છે. આપણે કોઈ સગાનાં દરેક પ્રસંગે હાજર રહીને બધું જ કર્યું હોય, પછી આપણે પણ તે હાજર રહી બધું જ કરે, તેવી અપેક્ષા રાખતા થઈ જઈએ છીએ. કોઈ કારણસર તે આવી ના શકે, કે પછી મોડા આવે તો પણ આપણે ગુસ્સે થઈ દુ:ખી થઈ જઈએ છીએ. આપણે તેના લગ્ન પ્રસંગે પાંચ હજારની ભેટ આપી હોય, તો આપણે પણ આપણા લગ્ન પ્રસંગે તેટલી જ અપેક્ષા રાખીએ છીએ. જો તેને પોષાય તેમ ના હોય, અને ઓછી ભેટ આપે તો આપણે ગુસ્સે થઈ સંબધો બગાડી, દુઃખી થઈ જઈએ છીએ.ખરેખર જોવા જઈએ, તો આવી અપેક્ષા રાખવી તે એક પ્રકારનો સોદો જ છે. સામી વ્યક્તિ આપણે કરેલો વ્યવહાર ના પણ કરી શકે, દરેકને પોષાય તેટલું જ આપી શકે, કે કરી શકે, પણ તેની અપેક્ષાઓ રાખી દુઃખી થવા જેવું નથી. અરુણ અને અશોક ખાસ મિત્રો હતા, અરુણના લગ્નમાં અશોકે પાંચ હજારનો સેટ ભેટ આપ્યો, અને દરેક પ્રસંગમાં હાજર રહી મદદ કરી. બે વરસ પછી અશોકનાં લગ્ન નક્કી થયા, પણ તે વખતે અરુણ બીજા ગામમાં નોકરી કરતો હતો, અને તેને નોકરીમાંથી રજા જ ના મળી. અશોકે બહુ જ ફોન કર્યા, આગત કર્યો જલ અરુલ મજપૂર નતો તેલે દરેક વખતે સોરી કહ્યું તે જ ના રહી શકયો, પણ તેણે સરસ ભેટ મોકલાવી. પણ અશોક એટલો બધી સૂરમે આવી ગયો. પછી અશોકને બહુજ પસ્તાવો થયો, પણ પછી શું કામનો ? તેઠ અને દુ:ખી થયો રાતો, કે તેણે ભેટ સ્વીકારી જ નહીં અને બંનેના સંબંધોનો અંત રાખેલી ખોટી અપેક્ષા જ તેણે નડી ગઈ. અને હવે બંને સારો મિત્ર ગુમાવ્યાના દુ:ખમાં છે.


મનમાં એક વખત લઘુતાગ્રંથિના વિચારો ચાલુ થાય પછી માણસ તેનાથી પીડાવા લાગે છે અને સુખ દૂર થઈ જાય છે. પેલા કરતાં મારો પગાર ઓછો કેબ છે. મારો ફ્લેટ પેલા કરતાં નાનો કેમ છે. પેલાની પત્ની કેટલી સુંદર છે, મારા કરતાં સરેશને વધારે માર્કસ કેમ આવે છે. આમ સરખામણી કરતાં મનમાં જ લઘુતાગ્રંથિ બંધાવા લાગે છે. પણ ખરેખર તો સરખામણી કરવા જેવી જ નથી.

દરેક પોતપોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે. તેમાં જ તેની સફળતા છે, તેથી આવી લઘુતાગ્રંથિથી દુ:ખી થવાની જરૂર નથી. 



આવી જ રીતે કેટલીક વખત ગુરુતાગ્રંથિ આવી જતાં માણસમાં અભિમાન અને અહંકાર આવી જાય છે. મારો પગાર આખા કટુંબમાં સહથી વધારે છે. આખા ગામમાં મારા જેટલો પૈસાદાર કોઈ નથી, હું કરું તો જ આ કામ થઈ શકે, નહીંતર નહીં, મનમાંથી હું કરું એ અહંકાર કાઢવો જ રહ્યો. કારણ કે, હું કરું હું કરું, એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ થાય છે કે,ગાડાનો ભાર હું જ વહન કરું છું, પણ હકીકત કંઈક જુદી જ છે. આ દુનિયા ક્યારેય તમારા વગર રોકાઈ નથી, આજે નહીં ને કાલે કોઈ તો તમારા કરતાં વધારે પગારવાળો આવવાનો જ છે, કોઈ તો વધારે પૈસાદાર થવાનો જ છે, ત્યારે દુઃખી જ થવાનું ને ! તેથી કોઇની સાથે સરખામણી કરવાનો કે, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિથી પીડાવાનો કોઈ જ અર્થ નથી. મનનો આ ભાવ જ અંતે તમને સુખી અને દુઃખી બનાવે છે.

માનવીનું મન કેટલીક વખત અંધ શ્રદ્ધા અને અનુકરણોમાં એટલું દોરવાઈ જાય છે કે, પછી પોતાની વિચારવાની કે નિર્ણયશક્તિ બંધ થઈ જાય છે. આપણે ત્યાં નાના-મોટા ચમત્કારો કરીને બાવાઓ, ગુરુઓ, બાપુઓ એટલો પ્રભાવ જમાવે છે કે, મન તેની પાછળ સાચી વાત માનવા પણ તૈયાર થતું નથી. ખોટા ગુનાહિત કાર્યોને પણ આપણે બાબાનો આદેશ પાળવા અનુસરીએ છીએ, અંતે છેતરપિંડી, બળાત્કાર વિગેરે ગુનાઓ બાબા આચરે પછી આપણને ભાન થાય છે. અને આપણે દ:ખી થઈ જઈએ છીએ. તેને બદલે મનમાં ખોટી અંધશ્રદ્ધા કે અનુસરણને પેસવા જ ના દઈએ, તો દુઃખી થવાનો વખત જ ના આવે. ગુરુને રાખવાનું મુખ્ય ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે, બાબાની પૂજા નહીં, આ બાબત ના ભૂલાય. આપણે બાબાના પ્રભાવમાં આવી જઈ અંતે દુ:ખી જ થઈએ છીએ.


મનમાં એક વખત બદલો લેવાની ભાવના મક્કમ બને પછી, બદલો લેવાઈ ના જાય ત્યાં સુધી માણસ સુખને ભૂલી જ જાય છે. પોતાને થયેલ અન્યાયનો બદલો લેવો તે સારી બાબત છે, પણ પછીથી તેમાં જ રચ્યાપચ્યા રહેવાથી મન બીજા કોઈ આનંદમાં લાગતું જ નથી. સમાજમાં થતાં ગુનાઓ જેવાકે ખૂન, બાળત્કાર, મારામારી વગેરે સામે અવાજ ઊઠાવી, કેસ કરી બદલો લેવો સારી વાત છે. જેથી સમાજમાં ગુનાખોરી ઘટે અને ગુનેગાર જેલમાં જાય. પણ પછી તેની લાયમાં કાયદો હાથમાં લઈ ખોટી મારધાડ કરવી પણ યોગ્ય નથી. આપણે ત્યાંની કાયદાકીય કાર્યવાહી એટલી લાંબી અને કંટાળાજનક છે, કે કેટલીક વખત માણસ બદલો લેવાની લાયમાં આખી જિંદગીનું સુખ ગુમાવી બેસે છે. તેને બદલે એક વખત કેસ થઈ જાય પછી કાયદાને કાયદાનું કામ કરવા દો. તમે તે બાબત પરથી મન હટાવી દો. તો જ સુખી થવાશે. એકનો બદલો, તેની જ જાતિના કે ધર્મના માણસને મારવાથી મળતો જ નથી. કોઈ એક જગ્યાએ તોફાનોમાં કોઈ એક હિન્દુને મારે, તેનો બદલો બીજા એરિયાના નિર્દોષ મુસ્લિમને મારવાથી ક્યારેય મળતો નથી.

મન હંમેશાં સુખ-સગવડો માટે તલસતું હોય છે. મર્યાદિત માત્રામાં આ સુખ-સગવડો વાપરીને આનંદ કરવાનો કોઈ વાંધો નથી. વિષયસુખ પણ ભગવાને જ નિર્મિત કરેલ છે, અને આનું દમન કરવાનો કોઈ જ અર્થ નથી, ઉપરથી તેનાથી તો દુ:ખી થવાશે. પણ તેમાં જ રચ્યાપચ્યા રહી મન તેમાં જ ખેંચાયા કરે, અને જરાક અગવડ આવતાં કે શારીરિક સુખ ના મળતાં મન દુઃખી થઈ જાય તે નકામું છે. ભૌતિક સુખ વર્તમાનમાં રહી, માણી લેવાનો કોઈ જ વાંધો નથી. પણ તેના અતિરેકથી અંતે નુકસાન થઈ દુઃખી જ થવાશે.


નશાકારક દવાઓ, વ્યસનો, દારૂ, ધૂમ્રપાન વગેરે બધું જ શરૂઆતમાં સુખ આપનારું લાગે છે, પણ પછીથી મનમાં તે જ છવાઈ જાય, તો અંતે મન અને શરીરને નુકસાન કરી દુઃખી જ થવાય છે. સુખ સગવડો હોય, ત્યાં સુધી ભોગવો, પણ તેના વગર ચાલેજ નહીં, તો મન દુઃખી દુઃખી થઈ જશે. તેને બદલે ફાવશે, ચાલશે, ગમશે, અને ભાવશેની નીતિ અપનાવવા જેવી છે. તો મન ક્યારેય દુખી નહીં થાય.માનવ એ સામાજિક પ્રાણી છે. તેને બીજા કોઈની હાજરી કે સંગાથ ગમે કે સગાંની હાજરી અને તેની સાથે વાતચીત તેને ગમે છે. પણ ક્યારેક એકાંત છે. એકલતા અને કંટાળો આવતાં તે દુઃખી થઈ જાય છે. કુટુંબના માણસો, મિત્રો, પણ માણવું જોઈએ. તેનાથી મનની અંદર ઝાંખી સ્વનો આનંદ મળે છે.

મનનો કંટાળો કાઢી એકાંત માણતા પણ શીખવું જોઈએ. દરેક વખતે બીજાની હાજરી કલરવ, વહેતા પાણીનો ખળખળ અવાજ, પહાડોની વચ્ચે, લીલોતરીની વચ્ચે, ના પણ મળે. એકાંતમાં કુદરતના સાંનિધ્યમાં ઝરણાનો અવાજ, પંખીઓનો જંગલમાં વગેરે માણવાનો આનંદ અને સુખ અનેરાં છે. કંટાળો અને એકલતા દૂર કરી એકાંત માણવાની મજા પણ માણવા જેવી છે. માણસ આ દુનિયામાં એકલો જ આવ્યો છે, અને એકલા જ જવાનું છે, તે વાત યાદ રાખવાથી, ક્યારેય એકલતાનો કંટાળો નહીં આવે.

લાસ્ટ સ્ટ્રોક : મન ખોટા વિચારોમાં ચડી કંટાળો કે એકલતા અનુભવે, ભૌતિક સુખો પાછળ ગાંડું થઈ જાય, બદલો લેવા પ્રેરાય, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિ અનુભવે,અંધશ્રદ્ધામાં આવી જાય, ખોટી અપેક્ષાઓ રાખે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં પહોંચી ખોટા વિચારે દુઃખી થાય, તે તમામ કારણોને સમજી વિચારીને દૂર કરી શકાય, તો સુખી થવું સહેલું છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-

રવિવાર, 15 ફેબ્રુઆરી, 2026

હાડકાં વગરની બે ઇન્દ્રિયો અને સુખ

 હાડકાં વગરની બે ઇન્દ્રિયો અને સુખ

ભગવાને માનવશરીરમાં રહેલી બે ઈન્દ્રિયોને હાડકું આપેલું નથી, તે છે સ્વાદેન્દ્રિય-જીભ અને જનનેન્દ્રિય-લિંગ. જે તેમના ગુલામ બની જાય છે, તે માનવને પાગલ બનાવી દે છે, પછીથી તેમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.

  જીભના ગુલામ માણસો ફક્ત ખાવા અને સ્વાદ માટે જ જીવતાં હોય છે.તેમનું ધ્યાન ચોવીસે કલાક ખાવામાં જ લાગેલું હોય છે. ચટાકા એટલા બધા હોય છે કે, ખાવાની કઈ વસ્તુ ક્યાં સારી મળે છે, તેની જ ચર્ચા ચાલે છે. નવતાડનાં સમોસાં, ઓનેસ્ટના ભાજીપાંઉ, નવીનની પાપડી વગેરે ક્યાં ભાવે મળે છે, કેટલી ગર્દી હોય છે, બસ, તે સિવાયના સમોસાં કે ભાજીપાંઉ ખવાય જ નહીં, તેવી મનમાં ધારણા બાંધી લે છે, મોટા શહેરોમાં નવીનવી હોટેલો અને ફાસ્ટ ફૂડ સેન્ટરો ખૂલતાં જ જાય છે. કોઈની પાસે સાંભળે કે હજી ડ્રાઈવ ઈન પર આવેલ પીઝા સેન્ટર પર ગયો નથી? તો દુઃખી થઈ જાય છે. જાણે કે ખાવા માટે જ જીવે ૧૪ ખરેખર તો ભગવાને જીવન ટકાવવા, ઊર્જા મેળવવા ખોરાકની રચના કરી છે. અને તે લેવા પ્રેરાય એટલે તેમાં સ્વાદના ચટાકા મુક્ત છે. પણ માલમ ચક્ષકાને જ અગત્યતા આપી તેનો જ ગુલામ ભનતો જાય છે, અને પોલિય ખોરાકની અવગણના કરે જાય છે. ખોરાક પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સરસ રીત પાચન થાય તેવો હોવો જોઈએ. તેમાં સમતોલ આહાર જેમાં પ્રોટીન, ફેટ, વિટામિન્સ, અને ક્ષારો પૂરતા અને જોઈતા પ્રમાણમાં હોવા જરૂરી છે. હાલના ચટાકેદાર ખોરાક, પીઝા અને પાસ્તામાં મેંદો, ચીઝ, અને બટર વધારે હોવાથી શરીરમાં મેદ અને વજનનો વધારો થઈ મનમાં વિકાર ઉત્પન્ન કરે છે, અને શરીર ધીમેધીમે ડાયાબિટીસ, ભીપી અને એટેકનો ભોગ બનતું જાય છે.

આવી જ બીજી ઇન્દ્રિય છે, પુરુષની જનનેન્દ્રિય જેમાં હાડકું નથી. ઉત્તેજક આહાર અને એકાંત માણતાં તે વધારે ક્રિયાશીલ થઇ મનમાં વાસના અને વિકાર જન્માવે છે. પુરુષ પરિણીત હોય અને પત્ની ઘેર હોય તો વાંધો નહીં, પરંતુ કુંવારા પત્ની વગરના પુરુષો આવી ક્રિયાશીલ, ઉત્તેજિત ઇન્દ્રિયથી મજબૂર બની છેડતી બળાત્કાર, અકુદરતી સેક્સ વિગેરે કરવા પ્રેરાય છે. આ બધા ભારતીય કાયદા મુજબ ગુનામાં આવે છે.

જીભનું બીજું કામ છે, બોલવાનું. સ્વાદના ચટાકા ઉપરાંત બોલવામાં બેકાબૂ જીભ અનેક અનર્થોનું મૂળ છે. સારા શબ્દો અને વખાણ કરીને કોઈનો પણ પ્રેમ હાંસલ કરી શકાય છે. આ જ જીભ ગમે તેવી વાતો કરીને કે, ઝગડા કરીને કે ઉશ્કેરાટ ફેલાવીને સારા સંબંધોને દુશ્મનીમાં ફેરવી શકે છે. માટે જ ગુજરાતીમાં કહેવત છે કે ‘ચડે પડે જીભ વડે જ માનવી'. આમ જીભનો ગુલામ માનવ જો ધ્યાન ના રાખે, અને જીભનો કાબૂ ગુમાવે તો અનેક અનર્થો સર્જાય છે. શરીરને નુકશાન અને સંબંધોમાં પણ ઝોલ પડી જતાં વાર નથી લાગતી. બંને ઈન્દ્રિયો એકબીજા સાથે સંલગ્ન પણ છે, ઉત્તેજિત ખોરાક લિંગને ઉત્તેજિત કરે છે. અને લિંગને ઉત્તેજિત કરવા પુરુષ માદક ખોરાક જેવાકે મટન, ચીકન, દારૂ લેવા પ્રેરાય છે. માટે જ માનવીએ જીભના કે ઇન્દ્રિયના ગુલામ બનવા જેવું નથી. જાતીય કામવાસનાનું મૂળ ભલે મનમાં પડેલું હોય, પરંતુ ખળભળાટ મચાવતા મનનું મૂળ તો જીભની આસક્તિમાં છે.

એકાંત પણ યૌવનના કામને પાંગરવા માટેનું અગત્યનું પરિબળ છે. માનવ સમાજમાં આ ક્રિયા એકાંતમાં થતી હોવાથી, એકાંત મળતાં જ કામવૃત્તિ સ્મરણમાં ઊભરે છે, એટલે કે અંત સુધી પહોંચવાની સગવડ જ સમજોને ! યોગી એકાંતમાં રામને પામે છે, અને ભોગી કામને પામે છે.

અને એકાંતથી જનનેન્દ્રિય સળવળાટ પામે છે.બંને ઇન્દ્રિયમાંથી પાણી ઝરે છે. સુંદર, સ્વાદિષ્ટ ભોજનના દસ કે સુગંધથી જીભ અને વિજાતીય સ્પર્શ આ જ સમય છે ચેતી જવાનો. જો તમે ઈન્દ્રિયના ગુલામ બની ગયા તો આવી ભન્યું. અંતે દુ:ખી જ થવાનું છે. સ્વાદેન્દ્રિયના ગુલામ આડેધડ ખાઈને શરીર ભગાડી નાખે છે. તો જનનેન્દ્રિયના ગુલામ બનેલ વિકારવશ અનેક અનર્થો સર્જે છે. તેનું ચરિત્ર ભ્રષ્ટ થતાં સમાજની નજરે ઊતરી જાય છે. બળાત્કાર, છેડતી કે બીજા જાતીય ગુનાઓમાં ગુનેગાર ઠરે તો વરસો જેલમાં નીકળી જાય છે. અંતે અફસોસ થાય છે. કે હું તેનો ગુલામ શા માટે થયો ? તે વખત જ એટલો નાજુક હોય છે કે, વિશ્વામિત્ર જેવા ઋષિ પણ ચલિત થઈ શકે છે.આનો ઈલાજ શું છે? હાલના ચેનલ, નેટ, ફિલ્મો વગેરેમાં આવતા ઉશ્કેરાટવાળા દૃશ્યો યુવક અને યુવતીઓમાં ઉશ્કેરાટ જન્માવે છે. યુવતીઓમાં પણ અધખુલ્લા, ટાઈટ, ફેશનેબલ ટુકડા જેવા કપડાં પહેરવાની કેશનથી, યુવકો ખેંચાય તેમાં નવાઈ નથી. બળાત્કાર જેવા ગુનામાં મોટેભાગે સ્રીઓનો સહકાર હોતો નથી. પરંતુ ગરીબ, દબાયેલી, નોકરી કરતી સ્ત્રીઓને એકાંતનો લાભ લઇ યુવકો ફસાવે છે.કેલાક બાબાઓ, યોગીઓ, ધર્મના નેજા હેઠળ કાળાં કામો કરતાં રહે છે. આમાં ઈચ્છા ના હોવા છતાં સહકાર આપવો પડે છે. કેટલીક વખત સહકાર કે સંમતિ ન હોય તો પણ પરાણે સામૂહિક બળાત્કાર ગુજારાય છે. સ્ત્રીઓને ભય, લાલચ, અસહાયતા કે કેફી પદાર્થોની અસર હેઠળ તાબામાં લાવી દુષ્કૃત્ય કરવામાં આવે છે. તેને સહકારમાં ખપાવી દેવામાં આવે છે, પણ તે સંમતિ નથી. કારણ કે સંમતિ રાજીખુશીથી આપવામાં આવે છે, તેમાં લાલચ કે ભય હોતા નથી. આમ


આનો ઈલાજ ફક્ત બંને ઇન્દ્રિયો પર મનનો કાબૂ જ છે, જે સારા સંસ્કાર, વાતાવરણ અને ઘડતરથી જ આવી શકે છે.

આમ દેહદર્શન, એકાંત, ઉશ્કેરાટવાળો ખોરાક અને દૃશ્યોથી દૂર રહી તેના પર મનનો કાબૂ મેળવવો જરૂરી છે, તો જ સમાજમાં ગુનાઓ ઘટશે. તેવી જ રીતે જીભના ચટાકા ઓછા કરી, પોષક ખોરાકો તરફ ધ્યાન આપવાથી શરીર તંદુરસ્ત અને નીરોગી બનશે.

લાસ્ટ સ્ટ્રોક : હાડકાં વગરની બે ઇન્દ્રિયો બેધારી તલવાર જેવી છે, એક ધાર આનંદ અને સુખ આપવા જાણીતી છે. પણ મનનો કાબૂ અને મર્યાદા જરૂરી છે, અન્યથા બેકાબૂ બની જાય તો બીજી ધાર જેમ માલિકનું જ ડોકું ઉડાવે તેમ, સર્વનાશ નોતરે છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.



શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ઇન્દ્રિયદમનથી સુખી થવાય ખરું ?

 ઇન્દ્રિયદમનથી સુખી થવાય ખરું ?


આજના આધુનિક જમાનામાં સુખસગવડનાં સાધનો વધતા જાય છે, વિજ્ઞાને એટલી બધી શોધો કરી છે કે, હવે માણસને રોજિંદું કામ લગભગ નહિવત્ થઈ ગયું છે. વોશિંગ મશીન, ઘર ઘંટી, વેક્યુમ ક્લીનર વિગેરે આવતાં હવે માણસોને મોજશોખનો, ઇન્દ્રિયસુખ મેળવવાનો સમય વધતો જ જાય છે. પણ આપણે ત્યાં સામાન્ય રીતે દરેક ધર્મમાં સુખ શાંતિ માટે, ધાર્મિક થવા માટે, પ્રભુનો પ્રેમ મેળવવા માટે ઈન્દ્રિયદમન કરતા જવું જરૂરી છે, જેટલાં સુખસગવડો,


મોજશોખ, જીભના ચટકા, સાજશૃંગાર, સંગીત સાંભળવાના ચટાકા, ફિલ્મ જોવાના શોખ ઓછા કરતાં જઈ, તેનું દમન કરતાં જઈ, ઉપવાસ, બ્રહ્મચર્યનું પાલન વિગેરે કરતા જઈએ તેમ ધર્મ વધારે થાય, લોકો તેને ધર્મિષ્ઠ સમજે છે, અને સુખ શાંતિ વધુ મળે છે. તમારું શું માનવું છે ? શું આ સાચી વાત છે ??હવે સવાલ એ થાય કે તો ભગવાને આ બધા મોજશોખ આપ્યા છે શા માટે ? વાત તો વિચારવા જેવી છે. અગાઉના સુખના તમામ લેખોમાં જોઈ ગયા. કે જેમ સાદગી અપનાવતા જશો,રાગ દ્વેષ ઘટાડતા જશો, પરિગ્રહ ઘટાડી, મોજમજા ઘટાડતા જશો, તેમ સંતોષમય જીવન અંતે સુખ આપશે. પણ તે બધાનો આધાર માણસની ઉમર, આજુબાજુનું વાતાવરણ અને મન પર છે. નાની કે યુવાન ઉંમરમાં હજુ માણસ દુનિયાના મોજશોખ મનાવવાની શરૂઆત કરતો હોય ત્યાં તેને એકદમ બંધ કરવાની વાત ગળે ઊતરતી નથી.

પણ જેમ ઉમર વધતી જાય તેમ તેને દુનિયાની નાશવંતતાનો ખ્યાલ આવતો જાય છે, મોતની અનિવાર્યતાનો ખ્યાલ પણ આવી જાય છે, તેમ તેમ ઇન્દ્રિયના શોખ ઘટતા જઈ પરમાત્મા પ્રત્યે લગાવ વધતો જાય છે. આપોઆપ ઇન્દ્રિયદમન થતું જોવા મળે છે. આજુબાજુનું વાતાવરણ એટલે કે ઘરના સંસ્કાર, સગાવહાલાંઓના સંસ્કાર, આજુબાજુના લોકોની ધાર્મિકતા વગેરેની અસર બહુ જ પડે છે. છતાં ય સહુથી મોટો આધાર માનવીના મન ઉપર જ છે, મન શેને અગત્યતા આપે છે, મનને શું ગમે છે, મન શું માને છે વિગેરે બાબતો ખૂબ અગત્યની છે. ખૂબ નાની ઉમરથી જ વૈરાગ્ય આવી ગયાનું પણ જોવા મળે છે, અને છેક મોટી ઉંમરે પણ બધા જ પ્રકારના મોજશોખમાં માનનારા પણ જોવા મળે છે.



કુદરતે ભય, આહાર, મૈથુન અને પરિગ્રહ એમ ચાર અદમ્ય પ્રાકૃતિક આવેગો દરેક સજીવમાં મૂકેલા છે. નિમ્ન કક્ષાનાં સજીવોમાં આહાર, ભય, અને મૈથુનના આવેગો જોવા મળે છે. પણ મનુષ્ય જેવા ઉચ્ચ કોટિના સજીવમાં ધીમે ધીમે ઈન્દ્રિયોનો વિકાસ થતાં અને મગજનો વિકાસ થતાં પરિગ્રહ અને બીજા મોજશોખ વધતા ગયા છે, એ જ માનવીને સુખી અને દુઃખી બનાવે રાખે છે.


પહેલી વાત સ્વાદેન્દ્રિય એટલેકે જીભના ચટાકાની કરીએ.ભગવાને શરીર ને ઊર્જા મળી રહે, શરીરના રીપેરીંગ માટે અને વૃદ્ધિ અને વિકાસ માટે ખોરાકની રચના કરી. ખોરાકના પાચનથી ઉત્પન થતા પ્રોટીન, ફેટ, અને કાર્બોહાયડ્રેટના છેવટના અણુઓ આ તમામ કામ કરે છે.આદિ માનવ કાચું માંસ અને ફળ ફૂલ ખાઈને જીવન વ્યતીત કરતો હતો. વિકાસ થતા અનાજ, કઠોળ, શાકભાજી વગે= આવતા ગયા. અગ્નિની શોધ પછી માનવી ખોરાકને રાંધીને ખાતો થયો. તેમ પાચન સારું થયું. પછીથી જુદા જુદા મસાલા આવતા જુદીજુદી વાનગીઓ બનતી ગાઈ. જીભના ચટાકા વધતા ગયા.અમુક લોકો તો જાણે


ખાવા માટે જ જીવતા હોય તેમ તેમનું ધ્યાન સદાયે ખાવા ઉપર જ અને વાતો પણ ખાવાની જ હોય. જ્યાં પણ બહારગામ જાય કે પરદેશ જાય, પહેલી ચિંતા તો ખાવાની જ હોય, ખાવાનું સારું મળશે કે નહીં ? અમુક વાનગી અમુક જગ્યાએથી જ લેવાની વગેરે પરિગ્રહ તેમને જીભના ગુલામ બનાવી દે છે. આપણા ગુજરાતીઓમાં આ વધારે જોવા મળે છે. ખરેખર જીવવા માટે ખાવું જોઈએ. તેને બદલે ખાવા માટે જીવતા માણસોને જોઈ નવાઈ લાગે છે.


ગમે તે ભાવશે અને ચાલશેની ભાવના તેને કોઈ જગ્યાએ દુઃખી થવા દેતી નથી. જ્યાં જઈએ ત્યાંનું ખાવાનું અને આનંદમાં સુખમાં રહેવાનું આ ભાવના જ માનવીને સુખી રાખે છે. દરેક ધર્મમાં તેને માટે જુદા જુદા દમન રાખી સુખી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે ઉપવાસ, રોઝા,આયંબીલ, ફરાળ, વગેરે, જે આરોગ્ય માટે પણ જરૂરી છે.


આડેધડ ભાવતાં ભોજન કરવાથી અંતે શરીર જાડુંભમ બની અદોદળું બની જાય છે. છેવટે ડાયાબિટિસ, બીપી, હાર્ટએટેક,વિગેરે રોગોનો ભોગ બને છે. પછીથી ડાયેટિંગ, જીમ વગેરેના નામે વજન ઘટાડવા અનેક ખેલ થતાં માલૂમ પડે છે, જેમાં ઘણા રૂપિયાનો ખર્ચ થતો જણાય છે, તો પણ ધાર્યાં પરિણામ મળતાં નથી. માટે જ જીભના ચટાકા ઉપર કન્ટ્રોલ મૂકી દમન કરવું જરૂરી છે, તેનાથી સુખ, સ્વાસ્થ્ય, અને શાંતિ મળે છે, એમાં કોઈ શંકા જ નથી.


તેના લીધે દેખાદેખીમાં કે ધર્મના નામે શરીરને માફક ના આવે કે મનની ઈચ્છા ના હોય તો પરાણે ઉપવાસ કે બીજા તપ કરવાની જરૂર નથી. ઉપવાસ રાખી ઊઠતાં, બેસતાં કે સૂતાં મનમાં શીરા-પૂરી-બાસુંદીના જ વિચારો આવ્યા કરે તેનો કોઈ જ અર્થ નથી.


બીજી વાત છે જોવા અને સાંભળવાના ચટાકાની. આજકાલ ફિલ્મી સંગીત, સાજ શૃંગાર, અને અશ્લીલ ફિલ્મો જોવાનું ચલણ વધી ગયું છે. આ બધા જ શોખ અંતે મનમાં વિકાર અને વાસનાને બહેકાવે છે. અત્યારના નેટના જમાનામાં યુવકો ન જોવાની બધીજ અશ્લીલ ક્લીપો, ફિલ્મો એકાંતમાં બેસીને જોયા જ કરે છે .આ અંતે વ્યક્તિને અને સમાજને નુકશાન કરે છે. સમાજમાં વધતા જતા છેડતી, બળાત્કાર, નિસા વિગેરે આનાં જ દુષ્પરિણામ છે. તેથી તેના પણ ઇમશ્ન છે. આ અંને વ્યક્તિને અને સમાજને નુકશાન કરે છે. સમાજમાં વધતા જ૦ થશે. કાયદાની રીતે આના પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય જ નથી. કારવક લાવી કન્ટ્રોલ કરવો જરૂરી છે. તો જ સુખ શાંતિ અને તંદુરસ્ત સમાજની રમન શક્ય જ નથી. તેથી વ્યક્તિએ પોતે જ સમજીને આ બધા શોખ ધર દમન કરી આંતરરાષ્ટ્રીય સીમાઓ પારથી નેટ ઉપર આવતી ક્લીપો અને ફિલ્મોને અટકાવવી બંધ કરવા, જેથી મન અશાંત અને આવેશયુક્ત બની તોફાન ના મચાવે,



નાકની ઈન્દ્રિય વડે પરખાતી સુગંધ અને દુર્ગંધ માટે પણ જાગૃતતા જરૂરી છે. સુગંધ વડે મન પુલકિત બની આનંદમાં આવી જાય તે સારો ઉપયોગ છે. પણ તેના દ્વારા વિજાતીય વ્યક્તિઓને આકર્ષી ખોટા કામમાં જોતરાઈ જવું યોગ્ય નથી. યુવકો અને યુવતીઓમાં આજકાલ મોંઘા પરફયુમ્સ લાવી વિજાતીય વ્યક્તિને આકર્ષવાનો પ્રયાસ વધારે જોવા મળે છે.


સ્પર્શ. હોઠોના સ્પર્શ અને ચુંબન અને જનનાંગોના સ્પર્શ અને ઘર્ષણ દ્વારા છેલ્લી વાત છે સ્પર્શેન્દ્રિયના આનંદ ની. આના વડે માનવી વિજાતીય સહવાસનો આનંદ માણે છે. આ એક કુદરતી અને રોકી ના શકાય તેવો કુદરતી આવેગ છે. કુદરતે તેની રચના વંશ વૃદ્ધિ માટે કરેલી છે. નિમ્ન કક્ષાના સજીવો પોતની જાતિના કોઈપણ વિજાતીય પાત્ર સાથે ગમે ત્યારે ગમે ત્યાં સહવાસમાં રત થઇ વંશ વધારવા આગળ વધે છે. પણ માણસ વિકસતો ગયો, તેમ લગ્નસંસ્થા, સમાજ અને અમુક મર્યાદાઓની રચના થતી ગઈ. લગ્ન કરેલ પુરુષ અને સ્ત્રી પોતાના વંશવધારા માટે આ આનંદનો લાભ લેતા થયા. તેના દમન એટલે કે બ્રહ્મચર્ય પાલન એક આખો અલગ જ વિષય છે તેની ચર્ચા હવે પછી કરીએ.



લાસ્ટ સ્ટ્રોક : આધુનિક જમાનામાં ખૂબ જ સગવડો અને વાનગીઓઉપલબ્ધ છે,ત્યારે મનને ફાવે તે પ્રમાણે વર્તવા ના દેતા, માફક આવે તેટલા પ્રમાણમાં ઇન્દ્રિયદમન જરૂરી છે, તે સ્વાસ્થ્ય માટે ઉપયોગી અને મનને શાંત કરી સુખી બનાવે છે. દરેક ધર્મમાં પણ આ જ સલાહ વિવિધ કર્મો દ્વારા સૂચિત કરેલ છે.





------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.