ચિંતા અને તણાવ દૂર કરવાના ૪૧ ઉપાયો
-----------------------------------------------------------------------------------------------------------------------------
દરેક માણસને કોઈ ને કોઈ ચિંતા તો હોય છે જ.
સંસારમાં રહેલા દરેક માનવીને ઘર ચલાવવાની ચિંતા, નોકરીની ચિંતા, બાળકોની
ચિંતા એમ અનેક ચિંતાઓ કોરી ખાય છે. જયારે તમને ચિંતા કે તણાવ વધી જાય અને તેમાંથી
તમે બહાર જ ના નીકળી શકો એવી પરિસ્થિતિ પેદા થાય ત્યારે તમારે એમાંથી બહાર તો
આવવું જ પડશે. તેને દૂર કરવા માટેના અનેક ઉપાયો અહીં રજૂ કરેલા છે, જુઓ, તમને કયો આઈડિયા ગમે છે ?
१. ધીમા શ્વાસ લઇ છોડો, આ પ્રમાણે ત્રણ વખત ધીમે ધીમે કરો. આવી
રીતે પ્રાણાયામ કરવાની ટેવ પાડો. તેનાથી મનમાં ચાલતા વિચારો અને ચિંતા દૂર થશે.
૨. કુદરતી સૌદર્ય માણવા લોંગ ડ્રાઈવ પર જતા
રહો. નદી, નાળા, જંગલો વગેરે જોતાં-જોતાં મન આનંદથી ભરાઈ જશે અને ચિંતા ભુલાઈ જશે.
3. મોટેથી બબડો,
'હું ચિંતામાં
અને તણાવમાં છું', તેનાથી મનનો ભાર હળવો થશે.
૪. ખભા નમાવી ડોકને ધીમે ધીમે ગોળ ફેરવો.
५. બંને હાથને મસળો. તેનાથી ઓક્સીટોસીન
નામનો હોર્મોન પેદા થશે જે આનંદનો અહેસાસ કરાવશે.
६. ઘરમાં કોઈ ચીજ આડીઅવળી પડી હોય તેને
બરાબર ગોઠવો.
७. તમારી જાત ને પૂછો, “આનાથી ખરાબ શું થઇ શકે?” પછી પૂછો, “હું તેને કઈ રીતે ઉકેલી શકીશ?” પછી મનમાં જ તેના જવાબો વિચારો.
૮. સુગંધી તેલથી મસાજ કરી નહાવા જાઓ. મન
પ્રફુલ્લિત થઇ જશે.
૯. જે કામ કરો છો તેને પડતું મૂકી મનમાં
અંદરથી વિચારો, 'આ સમસ્યાનો હલ શું હોઈ શકે ?'
૧૦. બાથરૂમમાંથી કાંઈક બહાર ફેંકો. મન બીજા
વિચારોમાં ચડી જશે અને ચિંતા ભુલાઈ જશે..
૧૧. કોઈને આપેલી તકલીફ બદલ પોતાની જાતની માફી
માગો.
૧૨. જે માણસો ગમતા હોય તેને ફોન કરી વાતો કરો.
૧૩. ફ્રીઝમાંથી કાંઈક લઇ બીજું કાંઈક પાછું
મૂકો.
૧૪. પોતાના પ્રિયજનને ઈ-મેલ કરો.
૧૫. મેડીટેશન કરો. તેનાથી મન શાંત થશે.
૧૬. નાના બાળકને રમાડવા બેસી જાઓ.
૧૭. તમે જે ભૂલ કરી છે તે ફરી ના થાય તેના ત્રણ
મુખ્ય મુદ્દા લખી કાઢો.
૧૮. તમારી જાતને પૂછો, ‘હું કાંઈક વધારે તો નથી ગભરાતો ને, ખરેખર નાની સમસ્યાને મોટું રૂપ તો નથી આપી દીધું ને ?'
૧૯. સરખી રીતે ઉકેલ ના લાવવા બદલ તમે
તમારી જાત ને માફ કરો. હવે શું સારું થઈ શકે એમ છે તેનો વિચાર કરો.
૨૦. યોગ ક્લાસમાં જઈ યોગ કરો.
૨૧. પોતાની ભૂલ માટે બીજાનો અભિપ્રાય માગો.
૨૨, લાંબી દોડ માટે નીકળી જાઓ.
૨૩. તમારી ચિંતા ભૂલી જઈ આનંદ આપે તેવી પ્રવૃતિ
કરો.
૨૪. જોરથી હસાવે તેવી કલીપ યુ-ટ્યુબ પર ચાલુ
કરો.
૨૫. તમારા હોઠ પર એક કે બે આંગળી ઘસો. તેનાથી
મન શાંત થશે.
૨૬. હજી વધારે ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જાત તો
શું કરત તેનો વિચાર કરો.
૨૭. સાવ અજાણ્યા માણસ જોડે ફોન પર વાત કરો કે
તેને ઈ-મેલ કરો.
૨૮. જો ખરાબ પરિણામની ચિંતા કરતા હો તો સારા
પરિણામનો વિચાર કરો.
૨૯. બે મિનિટ તમારા બાકી કામ માટે ફાળવો.
તેનાથી મન શાંત થશે.
૩૦. આજ ચિંતા ભૂતકાળમાં થઈ હોય ત્યારે શું
કર્યું હતું તેનો વિચાર કરો.
૩૧. છેલ્લા છ માસમાં ના કરેલી કસરતો કરવા
માંડો.
૩૨. સમયને પસાર થવા દો. ચિંતા વધારે તેવી
પ્રવૃતિ બંધ કરો.
૩૩. બીજાને લીધે ચિંતા થાય તો તેનો ભૂતકાળ અને
તેના વર્તનની ખબર નહોતી તે વાતનો મનમાં સ્વીકાર કરો.
૩૪. તમારા વાસ્તવિક અને આદર્શ વ્યક્તિત્વ
વચ્ચેનો તફાવત સ્વીકારો.
૩૫. તમારા જીવનમાં સારું શું છે તે તપાસો અને
તેનો આનંદ માણો.
૩૬. આજે ના ગમે તેવાં પણ કરવાં પડે તેવા કામ
ચાલુ કરી દો.
૩૭. તમારા ખાસ મિત્ર ને પૂછો, ‘તેને ક્યારેય ખૂબ ચિંતા થઇ છે?'
૩૮. કરવાનાં કામો ૨૫ ટકા ધીરે ધીરે કરો. ધીરજ
ધરતા શીખો. મગજ શાંત થશે.
૩૯. ચિંતા છોડી ભાવતાં ભોજન કરવા બેસી જાઓ. શુગરવાળો ખોરાક ના લેશો, તે ઉત્તેજના વધારશે.
૪૦. મનમાં વિચારો, ‘જે થવાનું છે તે તો થઈને જ રહેશે પછી
તેની ચિંતા શા માટે ?’( ભગવદ્ ગીતા )
૪૧. હું શું લઈને આવ્યો હતો ને શું લઈને જવાનો
છું, પછી આટલી ચિંતા શા માટે ? તેવું વિચારી મગજ શાંત કરો. (ભગવદ્
ગીતા)
આ બધા ઉપાયોમાંથી તમને જે યોગ્ય લાગે તેનો
ઉપયોગ કરી ચિંતામુક્ત બની જાઓ. સમય મળશે તેમાં બધું ઉકેલાઈ જશે. આ બધા ઉપાયોથી
ચિંતાને મનમાંથી કાઢી મનને હલકું કરવાનું છે. કેટલાક ઉપાયો હાસ્યસ્પદ લાગે તેવા છે
પણ તેને લીધે મન તેમાં પરોવાઈ જશે અને ચિંતા તે સમય પૂરતી દૂર થઈ જશે.
લાસ્ટ સ્ટ્રોક; છેલ્લા બે ઉપાયો ભગવાને અર્જુનને આપેલો બોધ છે, જે ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કરેલ છે.
ખરેખર આવા વખતે આ બોધ યાદ કરવાથી મન પરથી ચિંતાનો બોજ દૂર થઈ જાય તેમાં શંકાને કોઈ
સ્થાન નથી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો