સ્વભાવ અને માનસિકતા બદલો, સુખ આપોઆપ મળી જશે
સુખની એક સ્થિર વ્યાખ્યા જ નથી. આપણું મન
આંતરિક રીતે શું અનુભવે છે,
શું વિચારે છે, શું સમજે છે, તેના પરથી સુખ અને દુઃખનો અનુભવ થાય
છે. અલબત્ત માનવ મન વસ્તુ,
વ્યક્તિ કે બનાવનું પૃથ્થકરણ કરીને
કેવી લાગણી અનુભવે છે, તે મહત્ત્વનું છે.
માનવ મન સ્વભાવતઃ હંમેશાં સુખ મેળવવા ફાંફાં
માર્યા કરે છે. - ઘણા મનથી હંમેશાં દુઃખી જ રહે છે. પોતાની પાસે પોતાનો ફલેટ, સ્કૂટર, 'બાળકો, બધું જ હોવા છતાં દુ:ખી દુ:ખી એટલા
માટે થાય છે કે, તેમની પાસે મોટો બંગલો અને લક્ઝુરિયસ
કાર નથી. આવા સ્વભાવના માણસોને ફૂટપાથ પર સૂઈ રહેનાર કુટુંબની મુલાકાત અનાયાસે
કરાવી દો. તેની સરખામણી કરતાં હવે તેમનું મન સુખ અનુભવશે અને દુઃખ ભૂલાતું જશે.
માનવ મનની માનસિકતાને સુખની અનુભૂતિ સાથે સીધો
સંબંધ છે.
એક જ હકીકતના વાક્યને બે વિવિધ માણસોની
માનસિકતા કેવી જુદીજુદી અનુભૂતિ કરાવે છે, તે હવે જોઈએ.
“શેરબજારમાં બહુ જ ચડાવ-ઉતાર આવે છે.’” આ વાક્ય આખી દ દુનિયાના બજારો માટે સત્ય છે. વિવિધ સંજોગો જેવા કે
યુદ્ધ, ચૂંટણી, - વરસાદ, સરકારી પોલીસી વગેરે રોજબરોજ બદલાતાં રહેતા
હોવાથી તેની અસર શેરબજારના વિવિધ સેક્ટર અને તેની કંપનીના ભાવો ઉપર પડે છે. એ જ તો
શેરબજારની ખૂબી છે. શેરબજારો હંમેશાં ભવિષ્યની ધારણાઓથી જ ચાલે છે. યુદ્ધ થવાની
વાતો થતાં કે ફક્ત અફવા ફેલાતા જ બજાર પત્તાના મહેલની જેમ ક્કડભૂસ થઈ જાય છે. હવે
જોઈએ આ હકીકતની માનવ માનસિકતા ઉપર અસર.
અમારા મિત્ર ધનસુખલાલ મારી પાસે ખૂબ ખુશ થઈને
આવ્યા અને કહે “હું ખૂબ જ કમાયો, ખુશ થઈને સુખી થઈ ગયો. છેલ્લા
અઠવાડિયાથી - શેરબજાર ખૂબ જ ઉપર-નીચે થાય છે. તો તેજી અને મંદી કરીને બંને બાજુથી
કમાઈ ચિક્કાર પૈસા બનાવી લીધા. હવે પાંચ વરસ સુધી વાંધો નથી"
એ જ સાંજે અનિલભાઈ મળ્યા, ત્યારે સાવ રડવા જેવા થઈ ગયા હતા.
તેમને બેસાડી, પાણી પીવડાવી આટલા બધા દુઃખી થવાનું
કારણ -પૂછ્યું. રડતાં રડતાં બોલ્યા. “મેં તો જિંદગીભરની મૂડી ગુમાવી. છેલ્લા અઠવાડિયામાં શેરબજારમાં એટલા
ચડાવ-ઉતારથી તો તોબા ! મારી કાર ઘર અને તમામ મૂડી ગીરવે મુકીને હું છેલ્લાં પાસા
નાખતો રહ્યો પણ અફસોસ. હું બધું ગુમાવીન ફૂટપાથ ઉપર આવી ગયો, હવે હું જીવીશ કઈ રીતે?” માંડમાંડ તેમને સમજાવીને, વિચાર આવ્યો. આ એક જ તે બનાવ છે, શેરબજારમાં મોટા ચડાવ અને ઉતાર. એક
માણસ તેનાથી [સુખી થાય છે,
તો બીજો દુ:ખી દુ:ખી. આ સ્વભાવગત
અનુભૂતિ જ છે. ૬ ને ! અલબત્ત પરિણામલક્ષી ખરી પણ તેનો આધાર મનની નિર્ણયશક્તિ, ચતુરાઈ, હિંમત પર છે,
સાથેસાથે નસીબની બલિહારી પણ છેને !
આમ સુખ એ માનવ સ્વભાવ અને માનસિક સુખની અનુભૂતિ
પર ખૂબ જ આધારિત છે.
હવે એક ખૂબ જ જાણીતી વાત જોઈએ. બે બિલકુલ
વિરુદ્ધ સ્વભાવના યુવકો નાસામાં મંગળના ગ્રહ પર જવા પસંદ થયા. છેલ્લી પરીક્ષામાં
કમાન્ડરે બંનેને જુદાજુદા રૂમમાં રાખી કહ્યું, “તમને ચાર દિવસ . અવકાશયાનમાં ખોરાક પાણી વગર ચલાવતા રહેવાશે કે નહીં
તેની આ." ટેસ્ટ છે. તમને ફક્ત અડધો ગ્લાસ પાણીનો આપવામાં આવશે.”
જહોન વધારે ચિંતાવાળો અને વિચારશીલ હતો. તેણે
વિચાર્યું કે. "ફક્ત અડધો જ ગ્લાસ પાણીથી ચાર દિવસ નીકળશે કઈ રીતે?” ત્રીજા દિવસે તે અડધો ખાલી ગ્લાસ હતો, તેથી નરમ પડી ગયો અને [ ચોથા દિવસે
બૂમો પાડવા લાગ્યો” મને બહાર કાઢો, મારે મંગળ પર -જવું નથી.”
બીજો યુવક પીટર ફક્કડ અલગારી ને ચિંતા વગરનો
હતો. તે ખુશ હતો. “વાહ, મને અડધો ભરેલો ગ્લાસ ગ્લાસ પાણી તો આપેલ. છે ને." ત્રણ દિવસ
તેણે એમ ને એમ કાઢ્યા અને ચોથા દિવસે પાણી પીને ફ્રેશ થઈ ગયો. અંતે તે મંગળ પર જવા
પસંદગી પામ્યો.
એ કે અડધો ગ્લાસ ભરેલો જોયો, અને તે પાસ થયો, સુખી થયો, ત્યારે બીજાએ સ્વભાવ પ્રમાણે અડધો
ગ્લાસ ખાલી જોયો અને દુ:ખી થઈ ફેઈલ થયો. વાત જાણીતી છે. વાસ્તવિક જીવનમાં આપણે
તેનો 'અમલ કરતાં નથી. આપણને શું મળેલ છે, તે જોવાને બદલે શું મળેલ નથી, બીજાને શું વધારે મળેલ છે, તે જોવામાં જ ચિંતાથી સમય અને - જીવન
વિતાવી દઈએ છીએ. સારા બૂટ ના પોષાય તો, પગ વગરના માણસને જોવાથી આપણને સુખ મળે છે.
આપણે આપણો સ્વભાવ અને માનસિકતા બદલી, અપેક્ષાઓ, ઈચ્છાઓ, વાસના અને પરિગ્રહ ઓછા કરી ભાવશે, ચાલશે, ફાવશે અને ગમશેની માનસિકતા અપનાવીશું તો સુખી થતાં કોઈ અટકાવી નહીં શકે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો