મનને ચિંતામુક્ત કરી દો, સુખ સામેથી આવશે
“સાહેબ, મને આખી રાત ઊંઘ નથી આવતી, ભવિષ્યના જ વિચારો આવે છે, દુ:ખી દુ:ખી થઈ ગઈ છું, ઊંઘની ગોળી લઉં પછી જ ઊંઘ આવે છે.” યુવાન અનિતા રડતાં રડતાં મારી પાસે તેની તકલીફો ઠાલવતી હતી.
“પણ ભવિષ્યમાં દુ:ખ શું છે, એ તો જણાવ.” મેં તેને સાંત્વના આપતાં કહ્યું.
“ડોક્ટર, મારો દેખાવ સામાન્ય છે, અને પિતાની સ્થિતિ પણ મધ્યમ વર્ગની છે. તેથી ભવિષ્યમાં કેવો વર મળશે, સાસરું કેવું હશે, તેના જ વિચારો આવે છે.”
“યુવાનીમાં પ્રવેશતી દરેક છોકરીને આ પ્રશ્ન સતાવે જ છે. બધું સારું ૪ થશે, એવા વિચાર કર ને, ખરાબ વિચાર કેમ કરે છે?” મેં પીમેધીમે અનિતાનું પોઝિટિવ વિકિંગ માટે કાઉન્સેલિંગ અસરકારક તેને સારી ઊષ આવવા લાગી.
દિવસ દરમ્યાન આપણે અનેક વાદ, વિવાદ, ગુસ્સો, દુ:ખ, ગ્લાનિ અને શોકના શિકાર બનીએ છીએ. મનમાં તેના જ વિચારો આવ્યા જ કરે તો દુ:ખી જ થવાય ન! તેનો સુંદર ઉપાય છે મનને ખાલી કરી દો. કહેવ સરળ છે. પણ અમલ મુશ્કેલ છે. પરંતુ પ્રેક્ટિસથી આ અશક્ય નથી.
મનમાં ઉદ્દભવતા ગુસ્સા, ધિક્કાર, ગ્લાનિ, ચિંતા, અસલામતી વગેરેના માર્ગ છે. પોતાના ખાસ સ્વજન, કુટુંબીજન, જીવનસાથી કે દોસ્ત આગળ વિચારથી મન ભરાઈ જાય છે. તેને વિચારવાયુ કહે છે. ત્યારે સહુથી સરળ દિલ ખોલીને મનને તદ્દન ખાલી કરી દેવું. જેની આગળ મન ખાલી કરો, તે અંગત માણસ આ તમામ વાતો બીજા આગળ કહી ના દે તેવો વિશ્વાસ જોઈએ, નહીતર તમે ઊલમાંથી ચૂલમાં ફસાઈ જશો.
એક વખત મન ખાલી થઈ જાય પછી તેને સારા પ્રસંગ, વ્યક્તિ કે દૃશ્યને યાદ કરી પ્રસન્નતાથી ભરવા માંડો. મનનું વાસણ જેવું છે, જે ખાલી કરીએ તો પણ તે હવાથી તો ભરાઈ જ જાય છે. તેમ મન કદી સાવ ખાલી રહેતું જ નથી, તેથી તરત જ તેને સારા વિચારોથી ભરી દો.
જો સાંભળનાર કોઈ જ ના હોય તો બધો ગુસ્સો અને ધિક્કાર રોજનીશીમાં કે કાગળ ઉપર લખવા માંડો. અંતે કામનું રાખી બાકી બધું ફાડી નાખો. ગુસ્સો ધીમે ધીમે ઓગળતો જઈ મન શાંત થઈ જશે અને દુ:ખ દૂર થશે.
આનો બીજો ઉપાય છે વાતચીત. જે કોઈ આપણી સાથે હોય મિત્ર. કુટુંબીજન કે અન્ય, જે હોય તેની સાથે ધીમેધીમે હકારાત્મક વાતચીત ચાલુ કરો. કોઈપણ ટીકાટીપ્પણ કે વાદવિવાદને બદલે આનંદ પ્રેરક, ઉત્સાહપ્રેરક કે હકારાત્મક વાતો કરવાથી મન આનંદથી ભરપૂર થતું જશે અને ખોટા દુઃખી, નકારાત્મક વિચારો મનમાંથી નીકળતા જશે.
દિવસ દરમ્યાન તક મળે ત્યારે મનને શાંત કરવા દિવસના સારા વિચારો, બનાવો કે દૃશ્યો યાદ કરીને મમળાવતા રહેવાથી મન શાંત થશે અને દુઃખના વિચારો મનમાંથી નીકળતા જશે.
વધારે પડતો ઉશ્કેરાટ કે રથવાટ રહેતો હોય તો સુંદર ઉપાય છે, મનને ઘટલ ગિયરમાં પાડી દેવાનો એટલે કે મૌન રહેવાનો અને મનમાં ઈશ્વર સ્મરણના જય કે ધ્યાન કરવાનો. આ બધું યુવાનવયમાં મશ્કેલ છે પણ કરી શકાય તેવું છે. મહાવરો કરતા રહેવાથી ચોક્કસ ફાયદો જણાય છે. મનને શાંત કરી દેવાથી હાર્ટએટેક, બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા રોગો આપોઆપ કાબૂમાં આવતા જશે.
આમ મન જ સઘળા ઉત્પાતનું મૂળ છે. સુખ અને દુઃખ મનમાં જ ઉદ્ભવે છે. શાંત, પ્રફુલ્લિત મનમાં અંતે સતત સુખનો જ અનુભવ થાય છે. તેનો શ્રેષ્ઠ ઉદાહરણ છે ધ્યાન અને સમાધિ.
મગજમાં ઉદ્ભવતા તમામ વિચારો, આવેગો, ધિક્કાર, ગ્લાનિ વગેરે કાઢી નાખી મનને શાંત કરતા જઈ પદ્માસનની સ્થિતિમાં બેસી ધીમેધીમે આંખો અને કાન બંધ કરતા જાવ. બહારથી આવતા દૃષ્ટિ અને અવાજના સંવેદનો બંધ થઈ જશે. એક જ સ્થળે બેઠા હોવાથી સુગંધ કે દુર્ગંધના સંવેદનો પણ અટકી જશે. મન વધારે ને વધારે કેન્દ્રિત થતું જશે, વિચાર આવશે પરમાત્મા કે ભગવાનના. જાગ્રત અવસ્થા હોવા છતાં મન શાંત થવાથી એકાગ્ર થઈ જવાશે, અને છેવટે મન પ્રસન્નતાથી ભરાઈ જશે. ખરેખર આ અનુભવ કરવા જેવો છે. પછી તમને કોઈ દુઃખ કે પીડા જણાશે જ નહીં.
ભગવાન મહાવીરને સમાધિ અવસ્થામાં ગોવાળ તેના બળદનું ધ્યાન રાખવાનું કહી જાય છે, પણ સમાધિમાં ભગવાનને કંઈ જ સંભળાતું નથી, પરત આવેલ ગોવાળ બળદ ના જોતાં ભગવાન પર ખૂબ ગરમ થાય છે, ભલુંબૂરું સંભળાવે છે, પરંતુ સમાધિમાં પ્રસન્ન મહાવીરસ્વામીને કંઈ જ સંભળાતું નથી. અંતે ગોવાળિયો ભગવાનના કાનમાં કાંટા ભોંકી દે છે, બીજો કોઈ હોય તો રાડ પાડી જાય, પણ ધ્યાનમગ્ન મહાવીરસ્વામીને કઈ જ પીડા કે દર્દ થતાં જ નથી. આ છે વિચારવિહીન, ધ્યાનમગ્ન, પ્રસન્નચિત્ત અવસ્થાનો પ્રભાવ.
ભૂતકાળમાં બની ગયેલા ખરાબ બનાવો કે અનુભવો પણ વારંવાર મનમાં વાગોળ્યા કરવાથી અંતે તેના જ વિચારો સતાવે છે, અને ઊંઘ ઊડી જાય છે.
મયૂરભાઈનું લગ્નજીવન સુખી રીતે ચાલતું હતું. બે બાળકો હતાં, તે બંને પણ કોલેજમાં સારું ભણી રહ્યા હતા. પચ્ચીસ વર્ષ પછી મયૂરભાઈના સાથમાં તેની પત્નીના જૂના પ્રેમીના પ્રેમપત્રો અનાયાસે આવી ગયા, thi જેકે તેની પત્નીએ કેટલી મજા કરી હશે. કેટલી વાર સહવાસ કરેલ wh તેવું વિચારી મયુરભાઈ દુઃખી દુઃખી થઈ ગયા. પત્ની પણ ખોટા જવાબો આપી છટકવા તરફડિયાં મારવા લાગી.
મારી પાસે બંને દુઃખી અવસ્થામાં આવ્યા ત્યારે તેમનું લગ્નજીવન તૂટી તેમની ઈચ્છા સુખી સંસાર તોડવાની કે છોકરાઓ છોડવાની ન હતી, મેં તેમનાં પડવામાં હતું. આખી હકીકત જાણી મેં પૂછ્યું, 'હવે શું કરવું છે?' અંદરથી પત્નીને સમજાવ્યાં. જે બન્યું હતું તેનો ખુલ્લા દિલે એકરાર કરી માફી માગી લો. મયુરભાઈ મર્યાદા વટાવેલી સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. બે દિવસ માટે બંને છૂટા પડી ગયા. તેમના પત્નીને બહુ પસ્તાવો થયો, હવે કરવું શું? તેમને થયું. બધી વાત કરીને, મન ખાલી કરીને મેં સારું કર્યું કે ખરાબ? અંતે મયુરભાઈએ ખૂબ વિચાર કરીને પત્નીને માફ કરી દીધા. ભૂલ તો મોટી હતી, પણ તેનો એકરાર કરીને ખુલ્લા દિલે માફી આપવાથી બંનેનાં મન સાફ થઈ ગયાં. પાછા બંને એક થઈ સંસાર ભોગવી રહ્યા છે.
ભૂતકાળની મોહનદાસની બીડી પીવાની આદતથી સોનાના કડાની ચોરી કરવી પડી હતી. પોતાની ભૂલ યાદ કર્યા કરવાથી આખી રાત ઊંઘ ના આવી, બીજા દિવસે સવારે ફરી આવી ભૂલ નહીં થાય, એવો એકરાર કરી, કાગળ પર લખી પિતાજીને આપી દીધો. પિતાજી પહેલા ગુસ્સે થયા, પણ પછી મોહનનો એકરાર વાંચી, માફ કરી દીધા. ભૂલનો કાગળ પર લખાણ દ્વારા એકરાર કરવાથી મન શાંત થઈ ગયું. અંતે તે જ મોહનદાસ સચ્ચાઈથી લડતા રહી મહાત્મા બની ગયા.
આમ રાત્રે સૂતી વખતે ખરાખોટા વિચારો મનમાંથી કાઢી, ભૂલનો ખુલ્લા દિલે એકરાર કરવાથી કે લખીને એકરાર કરવાથી મન સાફ થઈ જશે અને સુખી થવાશે..\
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો