હંમેશા સુખમાં રહો, અને લાંબુ જીવન પામો
મનુષ્ય જીવન મેળવવું અતિ દુર્લભ છે. તેથી જ તો
લાંબું જીવવાં. મળે તેનાથી રૂડું શું છે ? બધાને લાંબુ જીવવું છે, તેના માટે રોગવિહીન, સ્વસ્થ
શરીર જરૂરી છે. સ્વસ્થ રહેવા જરૂરી છે, તાણમુક્ત, -
મોહમાયામુક્ત, ચિંતારહિત કાયમી સુખી રહેવું.
આમ સ્વસ્થ રહેવા સુખી રહેવું જોઈએ, તો સુખી થવાની પહેલી શરત છે સ્વસ્થ શરીર, આ એક ચક્ર છે. પહેલી મરથી કે પહેલું ઈંડું: એ કહેવું જેમ મુશ્કેલ છે, તેવું જ સુખ અને સ્વસ્થ શરીર બાબતે છે, "પણ જે આ સમજી શકે છે, તે હંમેશાં સુખી રહેવામાં માને છે, અને તેથી જ લાંબું જીવન જીવે છે.
સુખ
અને દુઃખ એ આખરે તો મનની માન્યતાના ખેલ જ છે, જો મગજને સુખની ટેવ પાડશો તો
હંમેશાં સુખી જ રહેવાશે. પણ જો તમે. નકારાત્મક વિચારોથી દુઃખી થવાના વિચારો કરશો, તો દુઃખી જ રહેશો, હવે તમારે નક્કી કરવાનું છે કે, ‘કાયમી સુખમાં રહીને તમારે લાંબું
જીવવું’ છે કે નહીં !
આ દુનિયામાં દરેક માણસ સુખી થવાના ફાંફાં મારે
છે. શારીરિક સ્વસ્થ, માનસિક તંદુરસ્ત અને આર્થિક રીતે સદ્ધર
માણસો જ્યારે ૬ મહત્વાકાંક્ષા અને વધુ મેળવવાની લાલચમાં હાયવોય કરતાં દુ:ખી રહેતા. હોય છે. જ્યારે કેટલાક સંતોષી અને ચિંતામુક્ત રહેવાથી સુખી બની: જાય છે.
સુખી માણસના શરીરમાં કેટલા બધા ફાયદાઓ જોવા મળે
છે, એ જાણીને દરેકને સુખી બનવાનું જ મન થશે, એ તમારા હાથમાં જ છે.
સુખી માણસના શરીરમાં સીરોટોનીન અને ડોપામિન જેવા
હોર્મોન. સ્ત્રવતા હોવાથી,
રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેથી કોઈ
પણ બીમારીમાંથી જલ્દી સાજા થઈ જવાય છે. કોઈપણ ચેપી રોગ લાગવાનો કે શ્વસનતંત્રના
રોગોનો ભય ઘટે છે. હાડકાંની ઘનતા વધે છે, તેથી ફ્રેક્ચર થવાનો ભય ઘટી જાય છે.
સુખી માણસને ઊંઘ સરસ આવે છે, તેનાથી તનાવ ઘટે છે, નિરાશા અને ચિંતા દૂર થાય છે. થાક દૂર
કરી, શરીરની લચકતાં અને ગતિ વધારે. છે. 'સવારે ઊઠતાં જ તાજગી અનુભવતાં ઊર્જા
અને શક્તિ વધારે છે. તથા દૈનિક કામકાજ સુધરે છે. આખા દિવસની કાર્યશક્તિમાં સુધારો
માલમ પડે છે. ચિંતા, વિષાદ, નિરાશા અને ગમગીની દૂર થતાં મગજની ઊર્જા વધે છે, તેથી નિર્ણયશક્તિ અને યાદશક્તિ સુધરે
છે.
સુખી માણસનું હૃદય તાલબદ્ધ અવરોધ વગર નિયમિત
ધબકે છે. ધબકવાનો દર ઘટે છે, રક્તવાહિનીઓ
પહોળી થવાથી બ્લડપ્રેશર ઘટે છે, રક્ત
પરિભ્રમણ સુધરે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે, અને સારુંકોલેસ્ટ્રોલ વધે છે. તેને લીધે હાર્ટએટેકની શક્યતા ઘટી જાય
છે. શરીરમાં : કોઈ પણ રક્ત વાહિનીમાં બ્લોકની શક્યતા ઘટતાં સ્ટ્રોકની શક્યતા ઘટે
છે.
સુખી માણસના મગજમાં રક્ત પરિભ્રમણ સુધરતાં
મગજના કેન્દ્રો વધારે સારી રીતે કાર્યરત બને છે. મગજમાં રહેલી માસ્ટર અંતસ્ત્રાવી
ગ્રંથી વધારે સારી રીતે કામ કરે છે. ભૂખનાં કેન્દ્રો પણ વધારે સારી રીતે 'કાર્યરત થતાં ખોરાક પ્રમાણસર લેવાય છે, તેથી વધારાની ચરબી દૂર થાય છે, શરીરની લવચિકતા અને ગતિ વધે છે, તેથી સાંધાનો દુઃખાવો દૂર થઈ લીગામેન્ટ
અને સ્નાયુઓ મજબૂત બને છે. વધારાનું વજન દૂર થતાં -જાડાપણું દૂર થાય છે.
ચયાપચયની ક્રિયા સુધરતાં બ્લડસુગર કાબૂમાં આવે
છે, તેથી -ડાયાબિટીસમાં સુધારો અને
નિયંત્રણ જણાય છે. કેલ્શિયમ અને ફોસ્ફરસનું પાચન સુંદર થતાં હાડકાંની ઘનતા વધે છે, ફેક્ચર થવાની શક્યતા ઘટે છે. પાચનશક્તિ
સુધરતાં તેની કાયમી તકલીફો દૂર થાય છે.
આમ સુખી માણસમાં શરીરના અનેક ફાયદાઓ થતાં
હાર્ટએટેકની, - મગજના સ્ટ્રોકની, ડાયાબિટીસની, બ્લડપ્રેશરની જેવા અનેક કાયમી જીવનભક્ષક
રોગોની શક્યતાઓ ઘટી જાય છે. વળી રોગપ્રતિકારક શક્તિ વધી જતાં ચેપી રોગો, કાયમી કફ, ખાંસી, ટીબી જેવા જીવલેણ રોગો જપણ ઘટી જતાં અંતે માણસના જીવનની રેખા આપમેળે
લંબાઈ જાય છે. તો પછી શા માટે ચિંતા કરીને દુઃખી રહેવું ?
આટલાં બધાં ફાયદા પછી શરીર નિરોગી જ રહે તેમાં
કોઈ શંકા દુજ નથી. એ જ તો છે, સુખી
થવાની પહેલી શરત. આ એક ચક્ર છે, કસુખી
થવા જરૂરી છે સ્વસ્થ શરીર અને સ્વસ્થ શરીરનું કારણ છે સુખી માણસ. આ ચક્ર ચાલુ રહે તે માટે જ હંમેશાં સુખી
રહો, સ્વસ્થ રહો.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore


