સમય, સંજોગ, અને સ્થળ પ્રમાણે સુખની માત્રા બદલાતી
રહે છે
સુખની એક સ્થિર વ્યાખ્યા જ નથી, આપણું મન આંતરિક રીતે શું અનુભવે છે, શું વિચારે છે, શું સમજે છે, તેના પર સુખ અને દુઃખનો અનુભવ થાય છે, અલબત્ત માનવ મન બનાવ, વ્યક્તિ કે વસ્તુનું ક અર્થઘટન, ગમો અણગમો, અને પૃથ્થકરણ કરીને શું અનુભવે છે, તે ખૂબ મહત્વનું છે.
એક જ બનાવ, એક જ વ્યક્તિ કે એક જ વસ્તુથી આપણને
ખૂબ જ સુખ મળે તે જ સમય બદલાતાં સુખ ના આપે તેવું પણ બને છે, તેનાથી પણ આગળ, કેટલીક વખત તો એ જ બનાવ સમય બદલાતા
દુઃખદાયક બની જાય છે. સ્થળ બદલાતાં પણ સુખદાયક બનાવ દુ:ખી કરનારો બની જાય છે, આવું જ સંજોગનું છે, કયો સંજોગ સુખદાયક બનશે કે દુઃખદાયક તે
અનુભૂતિ બદલાતી રહે છે.
એક સુંદર ઉદાહરણથી આ વાત સમજીએ.
પ્રવીણભાઈ અને કામિનીબેનના લગ્નને પાંચ વરસ
વીતી ગયાં છે. બન્નેનું લગ્નજીવન ખૂબ જ સુખી છે, પોતાનો ફલેટ છે, ગાડી છે, "સાસુ સસરા પણ જીવિત છે. અને સાથે જ રહે
છે. નોકરી અને કમાણી પણ સારા છે, આનંદ અને કિલ્લોલ કરતાં કુટુંબને એક જ ખોટ છે, ખોળાના ખૂંદનારની. તેનાથી બધા જ દુઃખી, શહેરના બધાં ડૉક્ટરો, ક્લિનિકો, દોરા, ધાગા, માનતા ચાલુ જ છે, પણ ?
અચાનક એક દિવસ કામિનીબેનને ઊલટી થઈ, ખાટું ખાવાની -ઈચ્છા થાય છે. ડૉક્ટર
પાસે ચેકઅપ કરાવતાં સારા સમાચાર મળે છે. કામિનીબેન સગર્ભા છે, તે જાણી બધાં ખુશ થઈ જાય છે. સાસુ સસરા
પણ 'રૂપિયાના
વ્યાજને રમાડવા મળશે 'ના ખ્યાલથી સુખી થઈ જાય છે. ઘરે લક્ષ્મીજીનું આગમન થાય છે. કુટુંબ
ખુશ છે, પ્રવીણભાઈ
સુખી થઈને બધાંને પેંડા વહેંચે છે.
વરસ પછી કામિનીબેન ફરી સગર્ભા બને છે. હવે
કુટુંબમાં સુખની માત્ર પહેલા જેટલી નથી. પ્રવીણભાઈને પેંડા વહેંચવા મન થતું નથી.
પણ ઘરના બધા વડીલો અંદરથી કુળદીપકની આશા રાખે છે, પણ ફરીથી દીકરીનો જન્મ થતાં ઘરના
બધાની આશા ઠગારી નીવડતાં નિરાશ થઈ જાય છે, સુખ જાણે કે રીસાઈ જાય છે. સગર્ભાવસ્થા
અને ડિલીવરી બન્ને બનાવો એ જ છે, પણ સુખની માત્રામાં ફેર પડી જાય છે.
હવે કામિનીબેન અને પ્રવીણભાઈને વધારે સંતાનની
ઈચ્છા નથી. [બે દીકરીઓથી મન ધરાઈ ગયેલ છે, તેથી કુટુંબનિયોજનનાં સાધનો વાપરે છે. પણ નસીબની બલિહારી તો જુઓ, અનાયાસે કામિનીબેન સગર્ભા બને છે. બન્ને આ સાંભળી દુઃખી થઈ જાય છે.
કુટુંબનિયોજનના સાધનમાં શું ખામી થઈ તે સમજાતું નથી. પરંતુ હજુ સાસુ-સસરા
કુળદીપકની આશામાં અંદરથી રાહ જોઈ રહ્યા છે, તેથી સલાહ આપે છે, ચાલુ રાખા ને ! પ્રવીણભાઈ સમજી જાય છે, તેમના મનમાં શું છે, પણ કામિનીબેન દુઃખી છે, કચવાતે મને ત્રીજી પ્રેગનન્સી ચાલુ
રાખે છે. અને નસિબતો. - જુઓ ! ત્રીજી પણ દીકરી જ !
ઘરમાં બધાનું સુખ ગાયબ થઈ જાય છે.
સગર્ભાવસ્થાનો બનાવ એ જ છે, ડિલીવરી રૂમ .પણ એ જ. છે, પણ સુખને બદલે દુઃખ ? છે ને સમય અને સંજોગની અસર !
હવે આ જ સગર્ભાવસ્થાની વાત સ્થળ બદલીને કરીએ.
અમેરિકામાં . ટીનએજર રોનિત અને સુમા ડેટિંગ કરી રહ્યા છે, અને તે દરમ્યાન સુમા - સગર્ભા બની જાય
છે. બન્ને વિચારે છે, વાંધો નહીં, આવનાર બાળકને. આવકારે છે. અમેરિકામાં કુંવારી માતાની ક્યાં નવાઈ છે, ત્યાં તે બે-ત્રણ છોકરાં થાય પછી માબાપ
લગ્ન કરવાનું વિચારે છે, ત્યારે ભારતમાં ? કુંવારી માતાને સમાજ હડધૂત કરે છે. આ જ સુમા ભારતમાં તેનાં માબાપને
લગ્ન પહેલા જ સગર્ભા બની છે, તે જ વાત કરે તો ? તેને ઘરમાં જ ' કોઈ આવવા દે નહીં. આ ઉપરાંત તેના કુટુંબની સમાજમાં બદનામી થઈ જાય તે
નફામાં. સગર્ભાવસ્થાનો બનાવ એ જ છે, પણ સ્થળ બદલાતા તેની અનુભૂતિમાં કેટલો
બધો ફરક પડે છે!
સમય અને સંજોગ તો આપમેળે બદલાતાં પરિબળો છે, માટે દુ:ખદાયક સમયમાં શાંત ચિત્તે બેસી
રહી, ફળદાયક
સમય અને સંજોગ માટે રાહ જોતા રહો. દિવસ પછી રાત, પાનખર પછી વસંત આપમેળે જ આવે છે, તેવી જ રીતે દુ:ખ પછી સુખ આવશે જ !
હવે વાત રહે છે સ્થળની. કેટલીક વખત એક જ સ્થળે
મન દુ:ખી રહ્યા કરતું હોય તે સ્થળ થોડા સમય માટે બદલી નાખો. ગામડે હો તો શહેરમાં
અને શહેરની ભાગદોડમાં હોતો ત્યાંથી શાંત પહાડી ઉપર કે - સમુદ્રકિનારે જતા, મન શાંત થશે, અને સુખની અનુભૂતિ થશે. એટલે. જ રોગી
કે દુ:ખી લોકોને થોડો સમય હવાફેર—સ્થળફેર કરવાની સલાહ આપવામાં આવે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore