ગુરુવાર, 2 જુલાઈ, 2026

સચોટ નિર્ણયો માટે જરૂરી છે મનની તર્કશક્તિ


સચોટ નિર્ણયો માટે જરૂરી છે મનની તર્કશક્તિ

--------------------------------------------------------------------------------------------------------------------------

કોઈપણ અગત્યનો નિર્ણય લેવા અલગ અલગ વિકલ્પો જણાય તો કયા નિર્ણયથી કેટલો ફાયદો થશે તે માટે મનમાં દલીલો અને તર્ક વિચારવા પડે છે. આવી તર્ક શક્તિથી મન સચોટ ફાયદાકારક નિર્ણય માટે આગળ વધી શકે છે. આવા તર્ક મનમાં યોગ્ય રીતે વિચારી શકાય તે માટેનુ અલગ શાસ્ત્ર છે, જે તર્કશાસ્ત્ર કે લોજિક કહેવામાં આવે છે. તર્ક એટલે એક જાણીતી હકીકત ઉપરથી બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી બીજી હકીકત ઉપર પહોચવું.

દરેક વખતે તર્ક કરીને લીધેલ નિર્ણય સાચો જ પડે તે નક્કી હોતું નથી. કોઈ વખત તર્ક ખોટો પણ પડી જાય છે, તો નિર્ણય સદંતર ખોટો પડી જાય છે. આવે વખતે પોતાની કોઠાસૂઝ અને બુદ્ધિમતાનો ઉપયોગ પણ જરૂરી છે.

પૃથ્વીરાજ ચૌહાણ બહાદુર રાજા હતા. તે હારેલા, શસ્ત્રવિહીન દુશ્મન પર વાર કરતા નહીં, પણ છોડી દેતા. તેમનાં પર હુમલો કરનાર હારેલા મોહમ્મદ ઘોરીને તેમણે સોળ વખત છોડી દીધા અને જીવતા જવા દીધા. તેમનો આ તર્ક અને નિર્ણય ખોટા હતા. સત્તરમી વખત તેના માશિયાઈ ભાઈની બેવફાઈથી તેઓ હારી ગયા અને તરત જ મોહમ્મદ ઘોરીએ તેમનો શિરચ્છેદ કરી દીધો. આમ જીવનમરણના નિર્ણયો લેતી વખતે ખૂબ જ વિચારણા અને સાવચેતી જરૂરી છે.


આપણામાં કહેવત છે કે “ધુમાડો છે, તો આગ હોવી જ જોઈએ” વાસ્તવિક રીતે ધુમાડો દેખાય એટલે મનમાં તર્કથી નક્કી થઈ જાય છે કે ક્યાંક આગ લાગેલી છે ખરી. પરંતુ આપણી નજરે ચડતી નથી. તેવી જ રીતે ગણિતનાં પ્રમેયો, વિજ્ઞાનનાં નિયમો વગેરે તર્કથી જ સાબિત કરવામાં આવે છે, તર્કશાસ્ત્રનો પદ્ધતિસરનો અભ્યાસ આપણી નિર્ણયશક્તિ સચોટ બનાવવા મદદરૂપ બને છે.

જીવનનાં ખૂબ અગત્યના નિર્ણય લેતી વખતે કેવી રીતે મનમાં તર્ક કરવામાં આવે છે, તે ઉદાહરણથી જોઈએ. તમારો ધંધો અમદાવાદમાં સારો ચાલે છે, ખાવા પીવાનું સરળતાથી થાય છે, પણ બચત બહુ થતી નથી. અચાનક તમારી ગ્રીનકાર્ડ માટેની ફાઈલથી અમેરિકા સ્થાયી થવાની તક મળે છે. અહીં બધું બંધ કરીને કાયમ માટે અમેરિકા વસવાટ કરવો કે નહીં, મન ગડમથલમાં ફાયદા અને ગેરફાયદાનાં તર્ક કરે છે.

(૧) ડોલરમાં કમાણી રૂપિયા કરતાં વધારે હોવાની.

(૨) અમેરિકાની સમૃદ્ધ દુનિયામાં રહેવા મળે.

(૩) મોટી કાર અને બંગલાનો ચાન્સ રહે.

(૪) આવનારી પેઢીનું ભવિષ્ય સુધરી જાય.

સાથોસાથ ગેરફાયદાનાં તર્ક પણ મનમાં ચાલવા લાગે છે. જેવા કે,

(૧) અમેરિકામાં મહેનત મજૂરીની સામાન્ય કામગીરી જ મળે, જે તમને આ ઉંમરે અપમાનજનક લાગે

(૨) અમેરિકામાં કોઈ નજીકનાં સગાસંબંધી ના મળે

(૩) આપણો ખોરાક કે રહેણીકરણી ત્યાં ન મળે

(૪) ફક્ત ભૌતિક જગતમાં આપણો ધર્મ, મંદિરો કે લાગણીઓ જોવા ન મળે

આમ બંને તરફ સરખાં જ તર્ક થતાં હોવાથી નિર્ણય કઠિન બની જાય છે, જે માણસનું મન ભૌતિક સુખો, બંગલા, ગાડી અને ડોલર માટે તલસી રહ્યું હોય તેના તર્ક અમેરિકા સ્થાયી થવા તરફી બનતા જાય છે, પણ જેનું મન લાગણીસભર, આધ્યાત્મિક અને ધાર્મિક લાગણીઓ તરફ ઝોક ખાતું હોય તે છેવટે અમેરિકાને બદલે માતૃભૂમિને જ પસંદ કરતાં તર્ક કરે છે. આમ જીવનનાં કઠિન નિર્ણયો માટે તર્ક ઉપયોગી છે, પણ છેવટનો નિર્ણય તો મનનાં ઝુકાવ તરફી જ થતો જોવાય છે.

દુશ્મન કારેલા તેમનો ભાઈની રચ્છેદ અને ક્યાંક વતના છે,

તર્કના મુખ્ય બે પ્રકાર છે.

(૧) નિગમન અને

(૨) વ્યાપ્તિ. તર્ક સારો નથી.

સાર્વત્રિક બાબતો ઉપરથી આંશિકમાં જવાય તેને નિગમન તર્ક અને આશિક બાબતો ઉપરથી સાર્વત્રિક બાબતો ઉપર જવામાં આવે તેને વ્યાપ્તિ કહે છે. નિર્ણય લેવામાં વ્યાપ્તિ તર્ક વધારે ઉપયોગી છે.

પહેલી વખત વાદળા ઘેરાઈને ગડગડાટ થયો હતો, ત્યારે વરસાદ પડ્યો હતો, બીજી વખત પણ તે જ સંજોગોમાં વરસાદ પડયો હતો, તો હવે વાદળાં ઘેરાયા છે, માટે વરસાદ પડે તો રક્ષણ માટે છત્રી લઈ જવી પડશે. તર્કની આ પ્રક્રિયા મનમાં આપોઆપ ચાલતી જ રહે છે. આપણી જાણ બહાર મન વિવિધ તર્કો કરીને નિર્ણયો લીધા જ કરે છે. બે કે ત્રણ બનાવો વખતે જે ઘટના બની હોય તેનાથી પરિણામ અલગ જ આવે, તો આપણો તર્ક અને નિર્ણય ખોટા પડે છે.

આપણાં રોજબરોજનાં કામકાજનાં નિર્ણયો લેતી વખતે મનમાં અજ્ઞાતપણે તર્ક દ્વારા નિર્ણયો લેવાતાં જાય છે, જેની આપણાં જ્ઞાત મનને જાણ પણ હોતી નથી. પહેલા દિવસે ધીમા ચાલવાથી વિરાર ફાસ્ટ એક મિનિટ માટે ચૂકી ગયા હતાં, બીજા દિવસે થોડું ઝડપથી ચાલવાથી દસ સેકન્ડ માટે ટ્રેન ચાલી ગઈ, તો ત્રીજા દિવસે આપોઆપ અજ્ઞાત મનમાં તર્ક દ્વારા હજુ વધારે ઝડપથી ચાલવાનાં ઓર્ડર થશે, અને આપણને તે ફાસ્ટ ટ્રેન મળી જતાં ઓફિસે સમયસર પહોંચી જવાશે.

પતિ-પત્નીનાં કે બાળકો સાથેના સંબંધોનો વ્યવહાર પણ અજ્ઞાત તર્કો દ્વારા જ ચાલતો રહે છે. પતિ ઓફિસેથી ઘેર આવીને અસિડિટી થઈ હોવાથી ચ્હા પીવાની ના બે દિવસ પાડી દે, તો ત્રીજા દિવસે પત્ની આપોઆપ ચ્હાનું પૂછતી જ નથી. તેથી પતિએ સામેથી કહેવું પડે છે કે સરસ મસાલાવાળી ચ્હા બનાવ. નજીકના કે દૂરનાં સગાઓ પણ રોજબરોજનાં વ્યવહારમાં તર્ક દ્વારા તેવા જ વ્યવહારની અપેક્ષા રાખે છે, પણ કોઈ કારણસર તે પ્રમાણે વ્યવહાર થઈ શકતો નથી, ત્યારે સંબંધોમાં તિરાડ પડે છે. 


ડોક્ટર અને વકીલને તેમના વ્યવસાયમાં તર્કનો સહારો લઈ નિર્ણયો કરવા પડે છે. ડોક્ટર પોતાના વર્ષોનાં અનુભવ પરથી દર્દીના નિદાન માટે વિવિધ તર્ક કરીને જ નિર્ણય પર આવે છે, અને તે મુજબ ટેસ્ટ કરાવે છે. તાવના કેસમાં આપણા દેશમાં સહુથી વધારે કોમન કારણ મલેરિયા છે, પછી વાઇરસ તાવ, બેક્ટેરિયલ તાવ, ટાઇફોઇડ અને પછી કેટલીક ભાગ્યેજ જોવા મળતી તકલીફોથી પણ તાવ આવી શકે છે. કોરોના, સ્વાઈન ફલ્યુ, ડેન્ગ્યુ જેવા તાવ પણ તેનો વ્યાપ ચાલુ હોય ત્યારે તર્કરૂપે મનમાં રાખવા પડે છે. એક પછી એક તકલીફો અને તપાસના તારણો પરથી અનુભવી ડોક્ટર મનનાં તર્ક દ્વારા જ નિદાન સુધી પહોંચી જાય છે, જયારે બિનઅનુભવી ડોક્ટર વિવિધ ટેસ્ટો કરાવીને પણ ચોક્કસ નિદાન કરી શકતો નથી. તર્ક વિચારવા માટે વર્ષોનો અનુભવ કામમાં આવે છે. છતાં પણ દરેક વખતે અનુભવી ડોક્ટરનાં તર્ક પણ સાચા હોતા નથી. દૂરથી લગડાતી ચાલે આવતા માણસને જોઈ ત્રણ ડોક્ટરો પણ વિવિધ નિદાનો કરે છે.

(૧) તેને પગમાં વાગ્યું લાગે છે.

(૨) તેને સાંધાનો વા લાગે છે.

(૩) તેના પગમાં ફ્રેક્ચર લાગે છે.

ત્રણે તર્ક કરી નિદાન કરે છે, પણ માણસને પૂછતાં ખબર પડે છે કે તેનું ચંપલ તૂટી ગયું હોવાથી લંગડાતી ચાલે ધીમું ચાલતો હતો. આમ ત્રણેયનાં તર્ક અને નિર્ણય ખોટા હતા. માટે જ નિદાનમાં રહેલ સૂક્ષ્મ ખામીને બેદરકારી ગણવામાં આવતી નથી, પરંતુ સામાન્ય તર્કથી પણ ખોટા નિદાન થાય તો તેને બેદરકારી ગણી શકાય.

તેવી જ રીતે વકીલો કોર્ટમાં વિવિધ તર્કો દ્વારા પોતાનો કેસ સાચો સાબિત કરે છે. વક્ત પિક્ચરમાં સુનિલ દત્ત વિવિધ રીતે વજનદાર ગુણી ઊંચકી આવતા માણસને નિર્દેશ કરી સાબિત કરે છે કે લાશને કોઈપણ રીતે અંદર લઈ જવામાં આવે પણ તેની ઉપર ગુનેગારનાં પગલાં પડે જ નહીં. કોર્ટ અને જજ સાહેબ આ તર્ક ઉપરથી નિર્ણય સંભળાવે છે કે તેનો અસીલ રાજકુમાર નિર્દોષ છે, આમ ખૂન કેસ તર્ક દ્વારા સાબિત થાય છે. અનુભવી વકીલ જુદા જુદા તર્કો દ્વારા પોતાનાં અસીલને નિર્દોષ સાબિત કરાવી જાય છે, પણ નક્કર સાબિતી આગળ તર્ક ચાલતાં નથી.

આમ તર્કથી નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલતી જ રહે છે. માણસ તર્કશક્તિ સુધારવા તર્કકસોટીઓ, રોજિંદા કામમાં તર્ક દોડાવવા તથા તર્કશાસ્ત્રનો અભ્યાસ કરી પોતાની નિર્ણયશક્તિ સચોટ બનાવી શકે છે. તેને માટે કોઠાસૂઝ, અનુભવ અને બુદ્ધિ ઉપયોગી છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.