બુધવાર, 12 નવેમ્બર, 2025

સુખની અનુભૂતિ ઉંમર પ્રમાણે બદલાતી રહે છે.

 સુખની અનુભૂતિ ઉંમર પ્રમાણે બદલાતી રહે છે.

સુખનો અનુભવ મનુષ્યને મનગમતી પ્રવૃત્તિ કરવાથી, મનગમતી વસ્તુ મેળવવાથી કે મનગમતી વ્યક્તિને મળવાથી મનભાવન કેન્દ્રોની * ઉત્તજેના દ્વારા થતો જોવા મળે છે. જે પ્રવૃત્તિ પોતાના શોખ દ્વારા આપમેળે. કરવામાં આવે છે, તે સુખ અને આનંદ આપે છે, જ્યારે તે કોઈના કહેવાથી કે નોકરીના ભાગ રૂપે કરવામાં આવે છે, ત્યારે તે વેઠ બની દુજાય છે, તેમાં સુખ ના મળે.

મનુષ્યના ઉંમરના જુદાજુદા પડાવ ઉપર જુદીજુદી પ્રવૃત્તિઓ રસ બદલતી જાય છે. બાળપણમાં દોડાદોડી, થપ્પો રમવો, પકડદાવ જેવી પ્રવૃત્તિ ગમે છે. પતંગની સીઝનમાં ઝાંખરૂં લઈને દોડીને પતંગ પકડવા,તેની દોરીનું પિલ્લુ વાળવું, લંગર લડાવવા વગેરે ગમે છે. માણસ જુવાન થાય છે ત્યારે તે વિચારે છે, અરે ! હું નાનો હતો ત્યારે આ જ ગલીમાં ઊંચું જોઈને ઝાંખરું લઈ પતંગ પકડવા દોડતો હતો ? હા, હજુ જુવાનીમાં તેને પતંગ ચડાવવા ગમે છે. ઉતરાણમાં વહેલી સવારથી રાત સુધી ધાબા . ઉપર ચડી જઈ પતંગ ચગાવવા, આંગળાં કપાઈ જાય તો પણ પેચ *લગાવવા ગમે છે, તેમાંથી સુખ મેળવે છે. એ જ માણસ ધીમે ધીમે ઉંમરના પડાવમાં સાઈઠ ઉપર પહોંચે છે, ત્યારે તેને આંગળા કપાઈ જતાં પેચ ગમતા જ નથી. તડકામાં ઊભા રહી પતંગ ચડાવવાનો કંટાળો આવે છે. આ એ જ ધાબું છે, આ એ જ ગલી છે, પણ ઉંમરનો સુખ સાથેનો સંબંધ બદલાતો રહ્યો છે. અને ઉંમર બાબતે આવું જ છે. નાનપણમાં પપ્પાએ * વાપરવા આપેલા પચાસ કે સો રૂપિયા પાકીટમાં હોય તો આપણે ખુશ અને સુખી હતા. જુવાનીમાં પૈસા ભેગા કરી સંપત્તિની જમાવટ કરવામાં મનને આનંદ અને સુખ મળવા લાગે છે. ધીમેધીમે ફલેટમાંથી ટેનામેન્ટ, અને તેમાંથી બંગલો બનાવવા દોડાદોડ કરવામાં સુખ મળે છે. સ્કૂટરમાંથી *ગાડી અને ત્યારબાદ લક્ઝુરિયસ એ.સી. કાર લેવા મન તલસે છે, અને મ તે બધું મળી જતાં મન સુખી થઈ જાય છે. આપણા વેદોમાં વર્ણવેલ - ગૃહસ્થાશ્રમમાં અર્થ ઉપાર્જનનો હેતુ મુખ્ય દર્શાવેલ છે, તે બિલકુલ યોગ્ય જ છે.

પચાસ વર્ષ પૂરા થતાં પૈસા માટેની દોડાદોડી અને તલસાટ ઓછો થતો જાય છે. સાઈઠ પસાર કરતાં તો શરીરની નાશવંતતાનો ખ્યાલ આવી જાય છે. આટલી બધી દોડાદોડી અને મહેનત પછી, બધું છોડીને જ જવાનું છે ને ! આ વિચારે તેનો સુખનો આશય જ બદલાઈ જાય છે. આત્મનિરીક્ષણ, અધ્યાત્મ અને પરમાત્મા તરફ ધ્યાન વળે છે. એકલાં બેઠાં મન વિચારે ચડે છે, ફલેટમાંથી બંગલો ખરીદતાં કેટલું સુખ મળ્યું હતું? ખોટી દોડાદોડી કરી જીવન વેડફી નાખ્યું, અંતે તો આ બધું અહીં જ રહી જશે.

આ જ તો જીવનની સચ્ચાઈ છે, ને વાસ્તવિકતા પણ આ જ * છે. ઉંમરને અનુલક્ષીને બદલાતી સુખની પરિભાષા પ્રમાણે વર્તવામાં જ. *સચ્ચાઈ છે, સાચું સુખ છે. પરંતુ અમુક વ્યક્તિઓ આ સચ્ચાઈને પારખી શકતાં નથી.

સત્તર વર્ષના દશમા ધોરણમાં આવતા છોકરા અને છોકરીને તરુણાવસ્થામાં પ્રવેશતા જ વિજાતીય આકર્ષણ અનુભવી તેમની સાથે - વાતચીત કરતાં સુખનો અહેસાસ કરવા માંડે છે. ગમતી વિજાતીય વ્યક્તિ. " સાથે વાત કરવા તલસવું, તેની પાછળ પાછળ ફર્યા કરવું વગેરે પ્રવૃત્તિ તેમને સુખદાયક લાગે છે. કોલેજમાં આવતાં મુક્ત વાતાવરણમાં પોતાના ગૃપ્સ બનાવી કોલેજ કેન્ટીનમાં કલાકો સુધી બેસી રહેવામાં, વિજાતીય મિત્ર સાથે બગીચામાં કલાકો રખડવામાં, હાથમાં હાથ પકડી કોફી પીતા રહેવામાં આનંદ આવે છે, સુખ મળે છે.

લગ્ન થયા પછી યુવક અને યુવતી સહવાસ દ્વારા લગ્નજીવનનો - આનંદ માણતાં સુખ અનુભવે છે. વર્ષો વીતતાં જાય એમ આમાં પણ. કંટાળો આવવા લાગે છે. સાઈઠ પછી એ જ વ્યક્તિ પોતાની શાળામાં જાય છે, ત્યારે નવાઈ લાગે છે, હું કેવો પાગલની જેમ પેલી છોકરીની પાછળ પાછળ ફર્યા કરતો હતો? આમાં ભણવાનું બગાડી, ટાઈમ વેસ્ટ. કરી મને શું સુખ મળતું હશે ? પોતાની કોલેજ કેન્ટીન જોઈ તેને હસવું આવે છે, અરે ! અહીં હું પેલી છોકરીનો હાથ પકડીને બે કલાક શા *માટે બેસી રહેતો હતો? દરેક ઉંમરનો પોતાનો આનંદ અને સુખ હોય. છે, જે કાળક્રમે બદલાતું રહે છે. સિત્તેર વર્ષ પછીતો એ જ બેડરૂમ, એ દુજ બેડ અને એ જ પત્ની હોવા છતાં તેને પ્રશ્ન ઊઠે છે, હું શેનાથી સુખ. મેળવતો હતો ?

આમ માનવી સંપત્તિ અને લક્ષ્મીના સુખ પછી પણ રૂપિયા અને સંપત્તિ પામવા દોડ્યા કરી, મિથ્યા સુખ પામવા મથે છે. અંતના ભાગમાંપસ્તાય છે. અરેરે! મેં આખી જિંદગી સંપત્તિ ભેગી કરવામાં જ કાઢી, પણ હવે તો આ બધુ છોડીને જવું પડશે. આ બધું ભોગવવાનું ક્યારે ?

કોઈએ સાઈઠ વરસની ડોસીને કેન્ટીનમાં બે કલાક બેસી રહી પોતાના પ્રેમી સાથે કોફી પીતા જોઈ છે ખરી ?

કોઈએ સિત્તેર વરસના ડોસાને ઝાંખરું પકડી પતંગ પકડતા જોયા છે ?


લાસ્ટ સ્ટ્રોક :- સિકંદરે મર્યા પછી એટલે જ ઓર્ડર કર્યો હતો કે જનાજામાં તેના ખુલ્લા હાથ બહાર રાખવામાં આવે કે, જેથી દુનિયા જોઈ શકે કે આટલા મોટા સમ્રાટ પણ અંતે તો ખાલી હાથે જ દુનિયા છોડી રહ્યા છે, માટે જ સાચું સુખ શેમાં છે, તે તો બરાબર સમજાય.



------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.