સચોટ નિર્ણયો
માટે જરૂરી છે બુદ્ધિમતા અને સ્થિિ મન
--------------------------------------------------------------------------------------------------------------------------
જીવનમાં સાચા અને
મક્કમ નિર્ણયો લેવા માટે બુદ્ધિમત્તા અને સ્થિર મન જરૂરી છે. બુદ્ધિમતા અને
ભણવામાં હોશિયારીને સીધો સંબંધ નથી. કેટલીક વખત ભણવામાં હોશિયાર પણ ગોખણિયો
વિદ્યાર્થી તેની બુદ્ધિમતા ઓછી હોવાને કારણે ખોટા નિર્ણયો લઈ લે છે, જયારે ઊંચી બુદ્ધિવાળો માણસ નિર્ણય લેવામાં સચોટ
નીવડે છે.
બુદ્ધિ એટલે (૧)
ગણિત (૨) ત્રિમિતિ જ્ઞાન (૩) ભાષા (૪) કાર્ય કૌશલ્ય (૫) સ્વજ્ઞાન (૬)
આંતરવ્યક્તિગત બુદ્ધિ અને (૭) સંગીત ક્ષમતા. આ ઉપરાંત સારી તર્કશક્તિ અને
કલ્પનાશક્તિ પણ જરૂરી છે. વ્યક્તિએ વ્યક્તિએ આ જુદાં જુદાં પ્રમાણમાં જોવા મળે છે.
જેને માપવાના આંકને IQ બુદ્ધિમતાનો આંક કહે છે.
માતાપિતા તરફથી
આનુવંશિક રીતે બુદ્ધિનો વારસો બાળકને મળે છે, સાથે યોગ્ય વાતાવરણમાં ઉછેર, તાલીમ, ઘડતર અને તકથી
બાળકનો બૌદ્ધિક વિકાસ વધારે સારો સાધી શકાય છે. ભણેલા ગણેલા મા-બાપ બાળકની
બુદ્ધિનાં ઘડતર અને ઉછેરમાં મુખ્ય ભાગ ભજવે છે. ઉપરાંત ઘરનું વાતાવરણ, કુટુંબીજનો અને શાળાનું વાતાવરણ બુદ્ધિ વિકાસમાં
અગત્યનો ભાગ ભજવે છે.
કોઈપણ નિર્ણય
લેવામાં દૂરંદેશીપણું અને ભવિષ્યમાં આ નિર્ણય ફાયદાકારક નીવડશે કે નહીં તે વિચાર
માણસની બુદ્ધિમતા પર આધારિત છે. નિર્ણય સાથે તકલીફ, જુદાં જુદાં વિકલ્પો અને ભવિષ્યનાં પરિણામો, આ બધાનું સંકલન કરવું જરૂરી છે, જે ઉચ્ચ IQ વાળા સારી રીતે કરી શકે છે. ઉચ્ચ વહીવટી હોદ્દા માટે ઊંચી બુદ્ધિમતાવાળા
માણસોની પસંદગી થતી જોવા મળે છે. બુદ્ધિમતાનું પ્રમાણ સુધારવા વિવિધ પ્રકારના
સુડોકું, કૂટપ્રશ્નો ઉકેલવા, IQ વધારવાની બુક્સનો ઉપયોગ કરી નિર્ણયશક્તિ સુધારી શકાય
છે.
બુદ્ધિમતાને
સૉફ્ટવેર ગણીએ, તો તેનું હાર્ડવેર
મગજ અને ચેતાતંત્ર છે. તેથી તેના સારા વિકાસ અને સંભાળ માટે પૂરતાં પ્રમાણમાં
પ્રોટીન, બી કોમ્પ્લેક્સ, આયર્ન, અને જરૂરી એમાઈનો એસિડ ખોરાકમાં લેવા જરૂરી છે. આ તમામ દૂધ, લીલાં શાકભાજી, ફળો, અને સૂકામેવામાંથી
સરસ રીતે મળી રહે છે. ઊંચી બુદ્ધિમતાવાળો માણસ ચોક્કસપણે સચોટ નિર્ણય લેતો જોવા
મળે છે.
સ્થિર મન પણ સચોટ
નિર્ણયો લેવા માટે જરૂરી છે. અસ્થિર મનનો માણસ બુદ્ધિશાળી હોય તો તે પણ ખોટા
નિર્ણયો લેતો જોવા મળે છે. રોડ પર ડ્રાઇવિંગ કરતાં મન સ્થિર હોવું જરૂરી છે અન્યથા
ઓવરટેકમાં કે ફાસ્ટ ડ્રાઇવિંગ કરવામાં ખોટા નિર્ણયોથી પોતાનો ને સામેવાળાનો જીવ
જોખમમાં મૂકી દે છે. એટલા માટે જ દારૂના સેવન પછી કે ઊંઘ આવતી વખતે પણ ડ્રાઇવિંગ
જોખમી નીવડે છે. તેવી જ રીતે ઓપરેશન દરમ્યાન અને ગંભીર દર્દીની સારવારના નિર્ણયો
લેતી વખતે ડોક્ટરનું મન સ્થિર હોવું જરૂરી છે. ડગુમગુ મનથી લીધેલા નિર્ણયથી
દર્દીનો જાન જોખમમાં પડી શકે છે. ગંભીર અને લાંબા કેસનો ચૂકાદો આપતી વખતે જજ
સાહેબનું મન સ્થિર ન હોય તો જજમેન્ટ ખોટું પડી શકે છે.
વારંવારના નિર્ણયો
બદલ્યા વગરનું, વિકલ્પો અને
સંકલ્પો વગરનું મન એટલે સ્થિર મન. એકવાર સ્થિર મનથી નિર્ણય લીધો પછી તેને મક્કમપણે
વળગી રહી મૂલ્યાંકન કરતાં રહેવું પડે છે. જો નિર્ણય ખોટો લાગે કે ભવિષ્યમાં નુકશાન
થતું લાગે તો નિર્ણયમાંથી પાછા વળી જવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ વારંવાર
પોતાના નિર્ણયો બદલતાં માણસનું, ડોક્ટરનું કે અધિકારીનુ માન રહેતું નથી અને કોઈ તેને ગણકારતું પણ નથી.
યુદ્ધનાં અને
હુમલાનાં નિર્ણયો લેતી વખતે એટલે રાજા કે સેનાપતિ પોતાના મંત્રીમંડળ, સલાહકારમંડળની સલાહ લઈને સ્થિર મન સાથે જ નિર્ણય લે
છે. જો નિર્ણયમાં એકસૂત્રતા ન આવે તો પછી મુખ્ય વહીવટદારનો સ્થિર મનનો નિર્ણય જ
છેવટનો ગણાય છે. લોકશાહી રાષ્ટ્રોમાં પ્રજાનો નિર્ણય બહુમતિ મતો દ્વારા નક્કી કરી
ચુંટાઈ આવેલ માણસો પાછા બહુમતિ નિર્ણય કરી પોતાનો નેતા ચૂંટે છે અને છેવટે
મુખ્યપ્રધાન કે વડાપ્રધાન બની રાષ્ટ્રનો વહીવટ કરે છે.
કેટલીક વખત આવેગિક
મન પણ અસ્થિર બની ખોટા નિર્ણયો લેવડાવે છે. જાતિય આવેગ જયારે મર્યાદા વટાવી જાય
ત્યારે ઉચ્ચ બુદ્ધિમતાવાળા શ્રેષ્ઠીઓ પણ છેડતી કે બળાત્કાર જેવા ગુના કરી નાખતા
જણાય છે. ક્રોધનો આવેગ સીમા પાર કરી જાય તો કેટલીક વખત ખૂન કે મારામારીના ગુના થતા
હોય છે. પછીથી તે માણસને ખૂબ પસ્તાવો થાય છે, પછી તો ગુનાની સજા ભોગવે જ છુટકારો થાય છે. આવે વખતે વિચારો, આવેગો પર કાબૂ રાખી તે સ્થળેથી દૂર થઈ જવું જ બહેતર
રહેશે.
જુદા જુદા લોકોની
આડીઅવળી સલાહ માનવાથી પણ મન અસ્થિર બની જાય છે, અને છેવટે ખોટા નિર્ણય લેવાય છે. પોતાની બકરી ખભે લઈ જતાં માણસ પાસે તે પડાવી
લેવા ત્રણ ધુતારા તેને ખોટી સલાહ આપે છે. પહેલો રસ્તામાં મળી કહે છે, “આ કૂતરો કેમ ખભે નાખ્યો છે?” તે ભોળો માણસ વિચારમાં પડી જાય છે, પછી બીજો અને ત્રીજો માણસ પણ આવું કહેતા તેને ખરેખર
કૂતરું જ લાગે છે, અને તેનું અસ્થિર
મન ખોટો નિર્ણય લઈ તેને રસ્તામાં છોડી દે છે. આમ, બધા લોકોની સલાહ કાને પડતાં મન અસ્થિર બની ખોટા નિર્ણયો લે છે.
મનમાં શંકા કે
કુશંકા આવે તો મન અસ્થિર બની જાય છે અને ખરાખોટા નિર્ણયો લેવા માંડે છે.
પતિપત્નીના સંબંધોમાં જરા જેટલી પણ વ્યભિચારની શંકા કે કુશંકા જાય તો મન અસ્થિર
બની ઝગડા કરે છે અને છેવટે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. આવે વખતે શંકા કે
કુશંકાનું નિવારણ થઈ જાય પછી જ કોઈ નિર્ણય પર પહોંચવું સારું.
ઘરનાં નજીકનાં સગાં, કુટુંબનાં માણસો સાથેના સંબંધોના નિર્ણયો બુદ્ધિમતાને
બદલે માનસિક આવેગોથી વધારે લેવાતા જણાય છે. આમાં એકબીજા પ્રત્યેના રાગદ્વેષ
અગત્યનો ભાગ ભજવે છે. જે કુટુંબી પ્રત્યે અંદરથી પ્રેમ હોય તેનો પસંદ કરતાં હોય, તેના પ્રત્યે રાગ વધારે હોય તો કોઈપણ નિર્ણય તેના
ફાયદો થાય તેવો જ લેવાય છે, જયારે જેના તરફ
નફરત હોય, ક્રોધ હોય એટલે કે
દ્વેષ હોય તેની વાત સાચી હોય, રજૂઆત વાસ્તવિક હોય છતાં નિર્ણય તેની વિરુદ્ધનો જ લેવાય છે. પછીથી ભલે ભૂલ
સમજાય, પરંતુ મનમાં રહેલાં
રાગદ્વેષ આવા નિર્ણયોમાં અગત્યનો ભાગ ભજવે છે. ઘરમાં દીકરી અને દીકરો બંને હોય અને
દીકરા પ્રત્યે રાગ વધુ હોય તો વધુ ખર્ચ કરીને, ડોનેશન આપીને સારી કોલેજમાં ભણાવવાનો નિર્ણય તેના તરફી જ કરાય છે, જ્યારે દીકરીને સામાન્ય કોલેજમાં ભણતર પૂરું કરી, જલદી પરણાવવાની ફિકર કરાય છે. જો કે તેમાં દીકરો
ભવિષ્યમાં તેને સારી રીતે રાખશે તેવી ગણતરી અજ્ઞાત મનમાં હોય છે.
મનમાં હિંમત ના હોય
તો કોઈપણ મજબૂત નિર્ણય લેવામાં મન અસ્થિર બની જાય છે. એક વખત હિંમત અને ઉત્સાહ
તૂટી જાય પછી ગમે તેટલી મોટી સેનાવાળો રાજા પણ નાના સૈન્ય સામે હારી જાય છે. તેના
લડવાના તમામ નિર્ણયો ખોટા પડે છે.
હિંમત વગરનો ડોક્ટર
મોટું ઓપરેશન કરવાનો નિર્ણય કરે તો અંતે તે ફેઈલ જ જાય છે. માટે જ મન નાહિંમત થતું
હોય, વિશ્વાસ ન પડતો હોય
ત્યારે કોઈ જ નિર્ણય લેવો નહીં.
ત્રણ ચાર
વિકલ્પોવાળી પરિસ્થિતિમાં જેમ સમય જાય તેમ મન અસ્થિર થતું જાય છે અને છેવટે ખોટો જ
નિર્ણય લેવાઈ જાય છે. લગ્નની ભારે સાડી લેવા ગયા હો અને દુકાનદાર પાંચ છ ભારે
સુંદર સાડીઓ બતાવે તો મન અસ્થિર બની નિર્ણય લેવામાં સમય લગાડે છે. અંતે અડધા કલાક
પછી પસંદ કરેલી સાડી ઘરે જઈને ગમતી નથી અને બદલવા જવું પડે છે. માટે જ મક્કમ મન
કરી સમય બગાડયાં વગર એક જ નિર્ણય લઈ લેવો જરૂરી છે.
લાસ્ટ સ્ટ્રોક :- માનસિક સ્થિરતાની પણ ટેવ પાડી શકાય છે. કટોકટીના વિકટ સમયે મન ઉશ્કેરાટભર્યું, વિહ્વળ અને ગ્લાનિયુક્ત બની જાય તો તમામ નિર્ણયો ખોટા જ પડે છે તેને બદલે શાંત સ્થિતપ્રજ્ઞ માણસ ગમે તેવી ખરાબ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની બુદ્ધિમતાથી સ્થિર મને સચોટ અને મક્કમ નિર્ણયો લઈ શકે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.
Tags :
#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills