પ્રશ્ર્ન સુખમાં રહેવું હોય તો સાહજિકતા છોડશો નહીં. માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો
પ્રશ્ર્ન સુખમાં રહેવું હોય તો સાહજિકતા છોડશો નહીં. માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

સુખમાં રહેવું હોય તો સાહજિકતા છોડશો નહીં.

 સુખમાં રહેવું હોય તો સાહજિકતા છોડશો નહીં.


આજના વિકસિત, સ્પર્ધાના યુગમાં માનવી ધીમેધીમે કૃત્રિમતા તરફ આગળ વધી, દેખાડા, દંભ, ડોળ, દેખાદેખી અને આડંબરના મુખવટા પાછળ સહજવૃત્તિ એટલે કે સાહજિકતા છોડતો જાય છે. પોતાના વતનનું, દેશનું, સમાજનું, ભાષાનું, કુટુંબનું સ્વાભિમાન, પરંપરા, રીતરિવાજ, આગવી મૌલિકતા છોડી દેખાદેખીથી દંભ અને આડંબરનો આંચળો ઓઢી, પોતાની -સાહજિકતા છોડતો જઈ કૃત્રિમ બનતો જાય છે. પછી વિચારે છે, હું કેટલી આગળ નગતિ કરી ગયો, કેટલો પૈસાદાર છું, અને સુખ અનુભવવા કોશિશ કરે છે, ણ આ તેની ભૂલ છે. મનમાં રહેલો અંતરાત્મા આ બધું સ્વીકારતો નથી, અંતે ખી દુ:ખી થઇ જાય છે.

સોની ચેનલના પ્રોગ્રામ ‘દશ કા દમ’માં સલમાનખાન સુંદર યુવતીને પૂછે છે. “ક્તિને આદમી લડકિયો કો ઈમ્પ્રેસ કરને કે લીધે ઈન્સ્ટીશ ઝાડત હૈ?” યુવતી વિવિધ પ્રસંગોએ, વિવિધ યુવકો સાથેની મુલાકાત યાદ કરી જવાબ આપે છે. એંશી ટકા. સલમાનખાન ખુશ થઈ ઇનામનો ચેક આપે છે, ત્યારે વિચાર આવે છે કે પોતાની માતૃભાષા હોવા છતાં, શા માટે યુવક-યુવતીઓ ઈંગ્લીશ ઝાડીને એકબીજાને ઈમ્પ્રેસ કરવા કોશિશ કરે છે ? એ વખતે તો વટ પડી જાય, પણ પછીથી બોલનાર અને સાંભળનાર બંનેને આ કૃત્રિમતા ગમતી નથી. ગમે ત્યારે પ્રેમથી વાત કરતા, કે અચાનક બોલતા, માતૃભાષા આવી જ જાય છે. આમ બને તેટલી સાહજિકતા રાખીને કુદરતી રીતે બોલાતી માતૃભાષાનો ઉપયોગ જ મનને સુખ અને શાંતિ આપે છે.

કેટલીક વખત ઈન્ટરવ્યુ કે ઉચ્ચ પરીક્ષામાં અંગ્રેજી બોલવું જ પડે તો જુદી વાત છે. એટલે કે અંગ્રેજી આવડવું આવકાર્ય છે, પણ દરરોજની વાતચીતમાં ઈંગ્લીશ ઝાડીને, લોચા મારીને ખુશ થવાની જરૂર નથી.


કેટલાક માણસોને પોતાનો પરંપરાગત પોષાક જે આપણી સંસ્કૃતિને, વાતાવરણને, રોજગારીને અનુકૂળ છે, તે છોડીને વિદેશી સૂટબૂટ અને ટાઈ પહેરી વહેમ મારવાનો શોખ હોય છે, પણ તે આપણા વાતાવરણને અનુકૂળ ના હોવાથી, ગરમી લાગવાથી, તન અને મન બળવો પોકારી દુઃખી થઇ જાય છે.

મહાત્મા ગાંધીને બ્રિટીશરો તરફથી મંત્રણા માટે ગોળમેજી પરિષદમાં આમંત્રણ મળ્યું, ત્યારે ખાસ આગ્રહ રખાયો કે બ્રિટીશ સત્તાધારીઓ પાસે બેસતી વખતે ગાંધીજીએ એટિકેટમાં, સૂટબૂટમાં સજ્જ થઈ આવવું પડશે. ગાંધીજીએ સવિનય ના પાડતાં કહ્યું, “મારા લાખો દેશવાસીઓને એક જોડ કપડાંના પણ ફાંફાં છે, તો હું સૂટબૂટ પહેરીને કઈ રીતે ફરી શકું ?” અંતે બ્રિટીશરોએ સાદા પોતડીના ડ્રેસની હા પાડવી પડી, આ જ છે સ્વાભિમાન અને સાહજિકતાનો વિજય !

કેટલીક વખત સારું કામ થતું હોય, કુટુંબના હિતમાં હોય ત્યારે થોડો સમય સાહજિકતા છોડવાનો વાંધો નથી, બલકે જરૂરી છે. બોબી ફિલ્મમાં પિતા પ્રેમનાથની એકની એક બેટી બોબીને કરોડપતિ બાપના એકના એક બેટા ચિન્ટુ સાથે પ્રેમ થઈ જાય છે, લગ્નની વાતચીત માટે તેને કરોડપતિ બાપ પ્રાણને ઘેર નિમંત્રિત કરાય છે. ત્યારે તેને બેટી અને મા સુટબૂટ પહેરવાનું કહે છે. પા પ્રેમનાથ ના પાડી દે છે. "હું માછીમાર છું અને તેને માટે આ લુંગીનો પોષાક જ યોગ્ય છે. મારે એવા દેખાડા નથી કરવા." બેટી રડી પડે છે. અને મા ઠપકારે છે, અંતે ભાપ બેટી ના સુખ આગળ ઝુકી જાય છે. ત્યારે બેટી અને મા તો ઠીક પ્રેક્ષકોનાં હૈયાં પણ ઝણઝણી ઊઠે છે. બોલો, આમાં તો સુખ જ મળવાનું છે ને !

કેટલીક વખત માણસોને સાહજિકતા છોડી પોતાની બડાઈ મારવા ફેંકાફેક કરવાની બૂરી આદત હોય છે. ઘેર ખાવાનાં ઠેકાણાં ના હોય, અને વાતો કરે ફાઈવ સ્ટાર હોટલમાં ડીનર લેવાની! વાતોમાં બહેકાવી ગર્લફ્રેન્ડને પટાવી, બહેકાવી ભગાડી તો જાય, બે ચાર દહાડા આનંદ કરે, પણ વાસ્તવિક જગતમાં પરત ફરતા, બંનેની હાલત શું થાય ? છોકરી દુઃખી થાય,ને ઝગડા જ થાય ને ! માતર સુધી પણ ના ગયેલો યુવક, મુંબઈ તો ઠીક, પણ પછી મોન્ટ્રિયલ અને મોસ્કોની ફેંકાફેક કરવા માંડે, તેને શું કહેવું ? ખરેખર તો સુંદર છોકરીઓને સ્પષ્ટ, સરળ, અને સાહજિક છોકરાઓ વધારે પસંદ છે. ખાલી ટાઈમ પાસ કરવો કે ફલર્ટ કરવું જુદી વાત છે, પણ લગ્ન જેવી જિંદગીભરની જવાબદારી લેતી વખતે આવા આડંબર અને ફેંકાફેંક અંતે બંને વચ્ચે ઝગડાનું કારણ બની છૂટાછેડામાં પરિણમે છે. આજકાલ વધતા જતા છૂટાછેડાનું આ જ કારણ છે.

ખાવાની બાબતો પ્રત્યે પણ આજકાલ દેખાડા અને આડંબર બહુ જ જોવા મળે છે. લોકોને ફાવે નહીં તો પણ વિદેશી સ્ટાઈલો મારવામાં બધા ગૌરવ અનુભવે છે. છરીકાંટાથી ખાતા ના ફાવે તો પણ ફેશન માટે, સાહજિકતા છોડીને ખાવામાં પોતાને માહિર માને છે. એક સુંદર વાત જોઈએ.

બાપ બેટાની આ વાત જાણીતી છે. પોતાના લગ્નદિને બેટો આખા ઓફિસ સ્ટાફ સાથે, કુટુંબને ફાઈવસ્ટાર હોટેલમાં પાર્ટી આપે છે. ઓફિસના જનરલ મેનેજર પણ હોવાથી બધાએ આમન્યામાં રહેવું પડે છે.


વૃદ્ધ માબાપને છરીકાંટાથી ખાતા ફાવતું નથી, પણ કોશિશ કરે છે. અચાનક વૃદ્ધ બાપના હાથમાંથી કાંટો પડી જતાં બધું ઢોળાઈ જાય છે, અને તેનાં કીમતી કપડાં બગડી જાય છે. સ્ટાફના માણસો વિચારે છે, હમણાં બેટો બાપને બધાની વચ્ચે ધમકાવશે. પણ... આ શું? કોઈની પરવા કર્યા વગર બેટો ઊભો થઈ બાપને હાથ પકડી વોશરૂમમાં લઈ જઈ કપડાં સાફ કરાવી પાછો આવે છે. બધાંને ડર લાગે છે. હમણાં મેનેજર આવા ખરાબ એટિકેટ બદલ બેટાને ધમકાવશે. પણ તેનાથી ઊલટું મેનેજર અને તેની પત્ની ઊભા થઈ તાલી પાડી વધાવે છે. 'વાહ, આવા બેટાથી જ આપણે ઊંચા છીએ. જરા પણ સાહજિકતા ગુમાવ્યા વગર માબાપની સેવા કરનાર ખરેખર ભાગ્યશાળી અને સુખી કહેવાય !' તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઊઠે છે. છે ને સાહજિકતા અને સરળતાનો પ્રભાવ !!

લાસ્ટ સ્ટ્રોક : ખોટી દેખાદેખીથી સંયમના માર્ગે જનાર સાધુ, મોહમાં આવી બીજાની પત્ની ભગાડી સંસાર માંડે તો શું કહેવું ? સાહજિકતા છોડી સંયમ લેવાને બદલે સાદું ગૃહસ્થ જીવન માંડો ને, એ પણ તપ છે, એમાં પણ સુખ છે. શાંતિ છે." 




 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.