મારે સુખ જોઈએ છે - કેવી રીતે ?
ભવિષ્યમાં શું થશે એમ વિચારી દુઃખી થતા હો તો વિચારો - જે થવાનું છે, તે તો થઈને જ રહેશે, પછી તેનો હરખ શોક શા માટે ? (શ્રીમદ્ ભગવદ્ગીતા) ફક્ત વર્તમાનમાં જ મન કેન્દ્રિત કરો. બધા જ દુ:ખ નીકળી જતાં આપોઆપ સુખનો અનુભવ થવા લાગશે. પોતાના જ નિજાનંદમાં મસ્ત રહો તો સુખ જ સુખ છે. આમાં ધન, વૈભવ, નોકર, સત્તાની જરૂર ક્યાં છે ?
“મને સુખ જોઈએ છે” આ વાક્યમાં રહેલું
મને, મારું, અમે, આપણું, આ બધા ભાવ મનમાં હુંપણાના, ઈગોના, સ્વાર્થનાં વમળો - પેદા કરે છે. મન
વિચારે ચડે છે. દરેકને જાતજાતના વિચારો ચાલુ થઈ જાય છે, જેમ કે
(૧) હું કરોડપતિ ક્યારે થઈશ ?
(૨) મને સારો *જીવનસાથી મળશે કે નહીં ?
(૩) મને પરીક્ષામાં ફર્સ્ટક્લાસ આવશે કે નહીં ?
(૪) મારું પ્રમોશન અને પગાર વધારો
ક્યારે આવશે ?
(૫) મારું પોતાનું ફાર્મ હાઉસ ક્યારે
થશે ?
(૬) આપણે યુરોપ ફરવા -ક્યારે જઈશું ? વગેરે.
આવા વિચારો અંતે મનને અશાંત કરી દે છે, તેને કાઢી નાખો.
કહેવાનો ભાવાર્થ એવો નથી કે માણસે મહત્વકાંક્ષા છોડી દેવી, - પોઝિટિવ થિંકિંગ બંધ કરવું, ચોક્કસ કરવું જોઈએ, પણ તેની મર્યાદા હોવી જોઈએ, તેની પહોંચ હોવી જોઈએ. અન્યથા મન દુઃખી થઈ જશે. 'હજુ લખપતિ થવાના ય ફાંફાં હોય ત્યાં કરોડપતિ થવાનું વિચારવું, માંડમાંડ પાસ થવાતું હોય ત્યાં મેડિકલમાં જઈ ડૉક્ટર થવાના સ્વપ્નાં જોવા ખોટું છે.
ટૂંકમાં કહેવાનો આશય એવો નથી કે મનમાંથી પોઝિટિવ થિંકિંગ મહત્વકાંક્ષા સાવ જ કાઢી નાખો, આગળ પ્રગતિ માટે તે જરૂરી છે, પણ તે પૂરી થઈ શકે તેવી અને તે પ્રાપ્ત કરવા કર્મ કરવાની પહોંચ્ હોવી જોઈએ.
મને એ.સી. વગર ફાવશે જ નહીં, મને ભીંડાનું શાક ભાવશે જ નહીં, મને બંગલા વગર ચાલશે જ નહીં, મને ચાલુ સાડી ગમશે જ નહીં, આવા વિચારો મનને દુઃખી કરી દે છે.
તેને બદલે મારું મન, હું, અહમ્, ઈગો કાઢી નાખો, અને ચાલશે, * ફાવશે, ગમશે અને ભાવશેની ભાવના કેળવો તો દુઃખી ક્યાંથી થવાશે. પરાણે આ બધું કરવાની વાત નથી, પણ ધીમે ધીમે બધું ટેવાતું જશે.જોઈએ છે શબ્દ જરૂરિયાત પરિગ્રહ સૂચિત કરે છે, તેનો તો કોઈ અંત જ નથી.
આદિમાનવ વાનર ઝાડ ઉપર, ગુફામાં રહેતો હતો, કાચું માંસ - ને ઘાસ ખાતો હતો, છતાં તે સુખી હતો. પછી આદિ માનવ ખુલ્લા મેદાનમાં ઘર બનાવીને રહેવા લાગ્યો, હથિયારો બનાવ્યા, ખોરાક રાંધતો થયો તો પણ સુખી તો હતો જ.બોલો, સાવ સરળ છે ને ! ‘મારે સુખ જોઈએ છે'
વાક્યમાંથી એક પછી એક શબ્દ - “મારે એટલે કે અહં, ઈગો કાઢી નાખો અને
જોઈએ છે,” એટલે કે પરિગ્રહ કાઢી નાખવાથી રહી જશે ફક્ત સુખ અને સુખ જ ! છેને
સાવ સરળ ઉપાય.
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore






ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો