સુખ ત્યારે દેખાય જ્યારે દુઃખ આવે
આમ આદમી પોતાની સાદી જિંદગી રોજે રોજ જીવે જાય છે, સામાન્ય તકલીફો, મોંઘવારી, કુટુંબ જીવનના પ્રશ્નો વગેરે સામે આવતા જ જાય છે, અને - હેરાન થઈ જાય છે, આ તે કંઈ જિંદગી છે? મને જીવનમાં સુખ કેમ નથી _ળતું? અને તે મનમાં ને મનમાં હેરાન રહ્યા કરે છે. સુખ મેળવવા આમતેમ [ફાં મારે છે, કોઈ ગુરુજીને શરણે જાય છે, તો કોઈ વળી જ્યોતિષના રવાડે ડી જાય છે, કોઈ વળી પોતાની લાઈન જ બદલવા વિચાર કરે છે, કોઈ પરદેશ _ગવાની પેરવી કરે છે, કારણ કે મનમાં ઊંડે ઊંડે સુખી ના હોવાનો અહેસાસ | કરે છે. આ કરવાની કોઈ જ જરૂર નથી. એકાદું મોટું દુઃખ આવી પડતાં પછી બીજાનું વધારે દુઃખ જોતાં અહેસાસ થાય છે કે, આની કરતાં તો પહેલાં હું સુખી જ હતો ને, આવું નાનું મોટું તો ચાલ્યા કરે. આનું એક સુંદર ઉદાહરણ જોઈએ.
બારબાર વરસના લગ્નજીવનથી અનુરાગ હવે કંટાળી ગયો હતો. પોતાની સરસ ચાલતી પ્રોવિઝનની દુકાન, સુંદર, સુશીલ, કહ્યાગરી, પત્ની અનુરાધા અને ચાર વરસની પ્યારી દીકરી આર્યા બધું જ સરસ હોવા છતાં જાણે કે તેને જિંદગીથી કંટાળો આવતો હતો. પાંત્રીસ વરસની જિંદગીમાં કેટલાં કાળાં-પોળાં, ટેક્ષ બચાવવા સાચું ખોટું, સંસાર ચલાવવા કરવી પડતી દિવસ રાતની મહેનતથી તે ઉબાઈ ગયો હતો. આટલા બધાંથી ક્યારે છૂટકારો થશે? મોક્ષનો માર્ગ ક્યારે મોકળો થશે? મોત પછી હું ભગવાનને શું જવાબ આપીશ? માણસને એક સરખું સુખ મળતું હોય તો પણ કેટલીક વખત તે દુઃખી કેમ થતો હશે?
ધીમેધીમે તેને સંસાર અસાર લાગવા માંડ્યો હતો. દુનિયા નાશવંત લાગવા લાગી હતી. ભોગ વિલાસની જિંદગી જાણે કે બોજ બની ગઈ હતી. તેની પત્ની પણ આ બદલાવથી ચિતિત હતી. શ્રાવણ મહિનાના સોમવારે સવારે તે સુખાનંદ બાબાના આશ્રમમાં પહોંચી ગયો, ત્યારે બાબાનું વ્યાખ્યાન ચાલતું હતું. અનેક કરોડપતિઓ અને રાજકારણીઓ શીશ નમાવીને ગુરુજીને પગે લાગતા હતા.
મહાત્માજી ભોગવિલાસ, રાગદ્વેષ, મોહમાયા ત્યાગ કરી સંયમવાળું યૌગિકજીવન માટે અનુરોધ કરી રહ્યા હતા. અંદરથી સુંદર ફરાળી પકવાનોની સુગંધ, સુંદર ફળોના ઢગલા, ખુશનુમા સુગંધિત ધાર્મિક વાતાવરણથી અનુરાગ અભિભૂત થઈ ગયો. બાબાએ વાત આગળ ચલાવી, “રાજકુમાર સિદ્ધાર્થ રાજપાટ, મોહમાયા, ભોગવિલાસ વગેરે અનેક સુખો, પત્ની-પુત્ર વગેરે બધું છોડી ચાલી નીકળ્યા, જેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. જંગલમાં જઈ વરસો સુધી અઘોર તપ કર્યું અને અલૌકિક જ્ઞાન મેળવી ભગવાન બુદ્ધ કહેવાયા."
અનુરાગ આ સાંભળીને ખુશખુશ થઈ ગયો. મારે પણ જીવનનો ઉદ્ધાર કરવા કંઈક કરવું જ પડશે, એમ વિચારતો તે દુકાને ગયો, પણ કામમાં તેનું મન લાગ્યું જ નહીં. આજે રાત્રે જ મારે સંસાર ત્યાગ કરી, તપ કરવા સંન્યાસી બનવું જ પડશે. રાત્રે વિચારમગ્ન પણ ઉદાસ ચહેરે જમતાં અનુરાગને જોઈ અનુરાધા વિચારમાં પડી ગઈ. ઊભા થતાં અનુરાગે આર્યાને વહાલ કર્યું. જાણે કે હવે પછી મળવાના જ ના હોય તેવા ચહેરાના ભાવ સાથે કહ્યું “તમે બંને કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.!' અનુરાધા વિચારમાં પડી ગઈ, શેની માફી? શું કરવા ધારે છે આ અનુરાગ? પણ કાંઈ કહે નહિ તો શું ખબર પડે? શંકા કુશંકા ભરેલાં મન સાથે બધા સૂઈ ગયાં. પણ અનુરાગને ઊંઘ આવે ક્યાંથી? જવું ના જવું તેની ગડમથલમાં તે ગૂંચવાઈ ગયો.
ભારે હૈયે રાત્રે એક વાગ્યે ઘર છોડી, ગિરના જંગલમાં જઈ તપ કરવાનો નિર્ણય કર્યો. પાલડીથી રાત્રે બે વાગ્યાની બસ પકડી પહોંચી ગયો. જૂનાગઢ ચાલતાં ચાલતાં ભવનાથના મંદિરે પહોચ્યો. ત્યારે બપોરના બાર વાગી ગયા હતા. મંદિરના ભાવિકોની ભીડનો લાભ લેવા તડકામાં પણ ભિખારીઓની લાઈન લાગી હતી.
એક આધેડ ઉંમરની આંધળી ભિખારણને પોતાની સાત આઠ વરસની દીકરી સાથે ભીખ માગી કરગરતાં જોઈ તેને પોતાની આર્યા યાદ આવી ગઈ.
“આ હા! સંસારમાં કેટલા બધાં દુઃખી માનવો છે, મારે કાંઈક તો કરવું જ પડશે. સારા ઘરની ભિખારણ લાગતી હોવાથી તેની બાજુમાં બેસીને તેને પૂછ્યું” શું થયું બેન, આટલી નાની દીકરીને લઈને દુઃખી થઈ ભીખ કેમ માર્ગ છે? ટગરટગર થતી બેબસ આંખોમાંથી ટપક ટપક આંસુ નીકળી ગયાં. ‘'શું વાત કરું ભાઈ, અમે સુખી ઘરનાં માણસો છીએ. આ બેબીના પપ્પાની સરકારી નોકરી હતી. સુખી સંસાર હતો, મારી પણ ડાયાબિટીસની દવાઓ ચાલતી હતી.”
“તો થયું શું?” અનુરાગને નવાઈ લાગી.
“ભઈ, એ જ કરમની કઠણાઈ છે ને ! આ બેબીના પપ્પાને ચાર મહિના પહેલા વૈરાગ્યનો રંગ લાગી ગયો. એક બાબાની જોડે અમને છોડીને હિમાલય જતા રહ્યા. બે મહિના બાદ અમને ખાવા પીવાના પણ ફાંફાં પડવા લાગ્યા. મારી દવા બંધ થઈ જવાથી આંખો જતી રહી અને બેબીનું ભણવાનું રખડી પડ્યું. પેટ ભરવાનાં અને રહેવાનાં જ ઠેકાણાં ના હોય તો ભીખ માંગવા સિવાય કરવું શું?" ભિખારણ જવાબ આપતાં હીબકે હીબકે રડી પડી. અનુરાગ ચમકી ગયો. છ મહિના પછી મારી આર્યા અને અનુરાધાના પણ આ જ હાલ થશે કે શું, તે વિચારે તે કાંપી ગયો. રોલિંગ દૈનિક જીવન સુખ જ છે. પરંત દુઃખ આવતાં જ તેનો અહેસાસ થરો.
ખાધા-પીધા વગર એક કલાકની મથામણ પછી તેણે વિચાર બદલ્યો. મોક્ષની વાત પછી, પહેલાં મારાં પરવાળાનું શું? બહુ મનોમંથન બાદ તેણે કરી પાછી અમદાવાદની વાટ પકડી. બીજા દિવસે સવારે સાત વાગે તે ઘેર પહોંચ્યો ત્યારે તેની દીકરી અને પત્ની રડી રડીને અડધાં થઈ ગયાં હતાં. સગાવહાલાં અને પડોશી ભેગા થઈને તેમને આશ્વાસન આપી રહ્યાં હતાં. આર્યા તો તેના પપ્પાને જોતાવેંત વળગી પડી. સ્વર્ગ અને મોક્ષનો એક સાથે અનુભવ થઈ ગયો. માંડમાંડ બધાંને પોતે જૂનાગઢ દર્શન કરવા ગયો હતો, તેમ સમજાવી બાથરૂમ ગયો, ત્યારે રેડિયો પર ગીત વાગી રહ્યું હતું. 'સંસાર સે ભાગે ફીરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે.”
સવારનો ભૂલ્યો રાત્રે ઘેર આવે તો ભૂલ્યો ના કહેવાય, એમ વિચારી અનુરાધા પણ હર્ષના આંસુ વહેવડાવી તેને ચોંટી પડી. અનુરાગને ખ્યાલ આવી ગયો કે સંસારમાં રહીને પોતાની ફરજ નિભાવવી એ પણ એક તપસ્યા જ છે. ને, પછી મોક્ષ અને સ્વર્ગ માટે સંસારત્યાગની જરૂર ક્યાં છે?
આમ દૈનિક જિંદગીમાં આવતી થોડી અડચણોથી કંટાળી, ભાગી જવા કરતાં તેનો ધીરજપૂર્વક સામનો કરવો સારો, અંતે તો સુખ મળવાનું જ છે, હા, કોઈ મોટું દુઃખ આવી પડે તો વાત અલગ છે. આમ ભગવાને જે જીવન તમને આપેલ છે, તે સારું જ છે, સુખ તો તમને તેમાં આપેલ જ છે, પણ તમને તેનો અહેસાસ મનમાં થવો જોઈએ. સારી રીતે ચાલતા ઉબડખાબડ જીવનમાં જ્યારે કોઈ મોટો દુઃખનો પ્રસંગ બને, નજીકના સગાનું મોત કે મોટી બીમારી, ઘરમાં આગ કે મોટી ચોરી, કોઈ મોટો ઝગડો, છૂટાછેડા, ખૂન કે લૂંટફાટ થાય ત્યારે જ ખબર પડે છે કે આની કરતાં પહેલાં કેટલાં સુખી હતાં? હું સુખ મેળવવા ખોટાં ફાંફાં મારી રહ્યો હતો !
લાસ્ટસ્ટ્રોક: ઈશ્વરે આપેલ મહામૂલ્યવાન માનવજીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે, એટલે ક્યારેય દુઃખથી ગભરાઈ જઈ નિરાશ થવાની, કે આત્મહત્યાના વિચારો કરવાની જરૂર નથી. દુઃખ પછી સુખ તો આવવાનું જ છે, તેમ વિચારી વર્તમાન જીવન માણતાં જાવ, જે સામાન્ય ચાલી રહ્યું છે, એ જ સુખ છે, તેમ વિચારશો તો હંમેશાં સુખી જ રહેવાશે...
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો