થોડો ગુસ્સો જરૂરી છે, ફાયદાકારક છે
-----------------------------------------------------------------------------------------------------------------------------
ગુસ્સો અને ક્રોધ સતત રહ્યા કરે, કરવામાં આવે, ત્યારે તે શરીરને, મનને, અને સામાજિક સંબંધોને નુકસાન કરી નાખે છે. પણ જો તમે સાવ જ શાંત
રહેશો, અહિંસક બનશો, સામા નહીં થાવ, તો આ દુનિયા તમને નિચોવી નાખશે, જીવવા નહીં દે. માટે જરૂર પડે કરાતો
ગુસ્સો જરૂરી છે, અને ફાયદાકારક પણ છે.
જો દુનિયા તમને બાયલા કે નામર્દ ગણશે, તો તમને કોઈ ગાંઠશે જ નહીં, કે કોઈ તમારું કંઈ માનશે પણ નહીં તમારી
સત્તાનો, પ્રભાવનો, ગુસ્સાનો, મર્યાદામાં ઉપયોગ જરૂરી છે. જે તમને
સમાજમાં, ઘરમાં, કુટુંબમાં, કે પોતાના સર્કલમાં માન અને ઉચ્ચ સ્થાન
અપાવે છે. કેટલાક પતિઓ કે પત્નીઓ તેમના જીવનસાથી આગળ સાવ નબળાઈ દર્શાવી, શાંત રહી દલીલો કરવાનું ટાળે છે. પણ ના, આના બદલે વ્યાજબી અને સાચી વાત પર કે
બાબત પર દલીલ અને જરૂર પડે ગુસ્સો કરે તે ફાયદાકારક રહે છે, તેને લીધે દાંપત્ય જીવન વધારે મજબૂત
બની બંને વચ્ચે પ્રેમ વધે છે. માબાપે છોકરાઓ સાથે પણ તેના અનુશાસન અને શિસ્તપાલન
માટે ગુસ્સો અને દંડ આપવો જરૂરી છે. નહિતર બાળકો જિદી અને ગુસ્સેલ બની જશે.
એક સુંદર ઉદાહરણ જોઈએ. એક કાળોતરો નાગ એક
મહાત્માના સંસર્ગમાં આવ્યો. મહારાજે તેને અહિંસા અને શાંતિના ઉપદેશ આપી બિલકુલ
ગુસ્સો ના કરવા અને શાંત રહેવા ઉપદેશ આપ્યો. નાગે તો તેનું પાકું અનુસરણ કરવા
માંડ્યું. એક દિવસ તેને જોઈ દૂરથી એક છોકરાએ તેને પથરો માર્યો. નાગ શાંતિથી પડી
રહ્યો. બધા છોકરાઓએ આ જોયું, કે
નાગ તો કાંઈ જ કરતો નથી. અને બધા છોકરાઓ તેને પથરા મારવા માંડ્યા. ત્યાંથી પસાર
થતા મહાત્મા આ જોઈ દુ:ખી થઈ ગયા, “મેં
તને ગુસ્સો ના કરવા કહ્યું હતું, પણ
પોતાના આત્મરક્ષણ માટે તો કંઈક કર." હવે નાગને હિંમત આવી, તેણે જોરથી એક ફૂંફાડો માર્યો, અને બધા છોકરા ભાગી ગયા. જોયુંને, પોતાના આત્મરક્ષણ અને આત્મગૌરવ માટે
કરાયેલ ગુસ્સાનો પ્રભાવ !!
એક રીઢા ચોરને પોલીસ પકડીને લઈ જતી હતી.
રસ્તામાં તે ચોરની માતા દેખાતા બધા ઊભા રહ્યા. ચોરે માને મળવા દેવા વિનંતી કરી.
પોલીસે હા પાડી. ચોર તો માતા પાસે તેનું મોં લઈ ગયો, બધાને એમ કે તે માને કાનમાં કશું કહે છે, પણ તેણે તો જોરથી તેનો કાન કરડી ખાધો.
બધા વિચારમાં પડી ગયા, આ શું કર્યું, તો ચોર બોલ્યો, “જો મારી માએ મને પહેલી ચોરી વખતે
ગુસ્સો કરી, મારીને રોક્યો હોત, તો આજે આ દિવસ ના આવત.'' તેની વાત તો સાચી જ હતી ને.
આવું જ એક હિન્દી મૂવીમાં જોવા મળે છે. પોતાનો
હીરો દીકરો બહુજ તાકાતવાન અને ગુસ્સાવાળો હોય છે. તે બધાને બહુજ મારધાડ કરી તોફાન
કરતો હોય છે. તેથી તેની માતા તેને ગુસ્સો નહીં કરવાની અને હિંસા નહીં કરવાની બાધા
આપે છે. બિચારો હીરો શાંત અને અહિંસક બની જાય છે. નાના મોટા ગુંડાઓ તેને મારી જાય
છે. પણ હદ ત્યારે થાય છે,
જ્યારે ગુંડાઓ તેને મારી તેની બહેનની
ઇજ્જત તેની અને તેની માતા સામે ઉતારવાની પેરવી કરે છે. હીરોથી આ જોવાતું નથી, પણ શું થાય, તેની જ માતાએ તેને કસમ આપેલી છે. છેવટે
માતા જ હુકમ કરે છે, “ બેટા, કસમ તોડી નાખ. ગુસ્સો કર. આ બધાને સીધા કરી નાખ." અને હીરો તૂટી
પડે છે, બધા ગુંડાઓનો ખાતમો કરી નાખે છે. બોલો, જરૂરી છે ને, જીવનમાં જરૂર પડે ગુસ્સો કરવાની અને
આત્મ રક્ષણ માટે હિંસા કરવાની.
પોતાના આત્મસન્માન અને ગૌરવ જાળવવા માટે પણ
થોડો હંગામી ગુસ્સો જરૂરી છે. પોતાને અન્યાય થતો હોય તો અંદર અંદર ગૂંગળાવાને બદલે
થોડો ગુસ્સો વ્યક્ત કરી દેવો જોઈએ. જેથી તેનો ભાર મગજ ઉપરથી અને દિલ ઉપરથી ઉતરી
જશે.
કેટલીક વખત સામાન્ય બોલાચાલી કે દલીલબાજીમાં પણ
ગુસ્સો કરી દલીલો કરવી ફાયદાકારક રહે છે. આવી દલીલો પતિ પત્ની, કુટુંબ, કે સમાજમાં થતી રહે છે. જે પક્ષ જોરદાર રાડો પડી કે ગુસ્સો કરી રજૂઆત
કરે તે સાચો હશે તેમ માની લેવામાં આવે છે.
એક સુંદર ઉદાહરણ જોઈએ. એક અંધારી રાતે, એક આધેડ સજજન ધીમે કાર ચલાવી જઈ રહ્યા
હતા. ત્યાં સામેથી રોંગસાઈડમાંથી આવી બે લબાડ જેવા જુવાનિયાઓએ તેમની સાથે બાઈક
અથડાવી. અમે બધાએ આ જોયું. ઉપરથી ચોર કોટવાલને દાંટે એમ તે જુવાનિયાઓ બિચારા
આધેડને ગુસ્સો કરી જેમતેમ ઝઘડવા લાગ્યા. અને બાઈકના નુકશાન પેટે પાંચ હજાર રૂપિયા
માંગ્યા. અમારા મિત્રમંડળને લાગ્યું આ તો અન્યાય છે. અમે વચ્ચે પડી પેલા પીધેલા
જુવાનિયાઓને ભગાડી મૂક્યા. અમે પેલા સજજનને સમજાવ્યું, આવા માણસો સામે તો ગુસ્સો કરી રાડો
પાડવી જ જોઈએ., નહિતો તે તમારી ઉપર ચડી બેસશે.
ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાના માશીયાઈભાઈ શિશુપાલ
સામે શાંત રહી, તેના નવ્વાણુ ગુના માફ કર્યા, પણ પછી તે ભરી સભામાં ભગવાનને એલફેલ
બોલતો હતો, ત્યારે ભગવાને તેના સોમા ગુને ગુસ્સે
થઈ સુદર્શનચક્ર થી તેનો વધ કરી નાખ્યો. આમ ગુસ્સો ના કરી શાંત રહેવાની પણ એક મર્યાદા
હોય છે, જેનો ભંગ થતાં ગુસ્સો કરવો જરૂરી છે.
લગભગ બધા હિન્દી મૂવીમાં બતાવવામાં આવે છે કે
હીરો ગુસ્સો કરી બૂમો પાડે,
“કુત્તે, તુઝે નહીં છોડુંગા,” અથવાતો બરાડે, “યે હાથ નહીં હથોડા હૈ,” તો આ ડાયલોગ પર પ્રેક્ષકો તાળીઓના
ગડગડાટ સાથે ખુશ થઈ જાય છે. જાણે કે હીરો મર્દાના માચોમેન બની યુવતીઓને ન્યોછાવર
કરી દે છે. આમ ગુસ્સો સામેવાળાને પ્રભાવમાં લાવવા
પણ ઉપયોગી છે.
પોતાના આત્મરક્ષણ માટે અને આત્મસન્માન માટે
કરવામાં આવતો ગુસ્સો ફાયદાકારક છે, તમને કુટુંબમાં, સમાજમાં, મિત્રમંડળમાં વગેરે દરેક જગ્યાએ વજૂદ
અપાવડાવે છે, પણ તેને લીધે કાયમી ગુસ્સો કરતાં
રહેવું કે ક્રોધમાં રહેવું નુકસાન કરે છે. ફક્ત એક કે બે વખત કરેલો ગુસ્સો તમને
કાયમ તે ગ્રુપમાં તમારો પરચો દેખાડી ડે છે, પછી કાયમી ગુસ્સો કરવાની જરૂર રહેતી નથી.
તમે ગુસ્સા દ્વારા તમારી અસહાયતા અને નબળાઈની
માનસિકતાને તાકાત અને પાવરમાં બદલી શકો છો. જો સાવ ગુસ્સા વગરના રહેશો તો, અંતે તમારા પાવર અને વીરતા ધીમે ધીમે
ક્ષીણ થઈ નાબૂદ થઈ જશે. કેટલાક માણસો અજ્ઞાત રીતે તેમની નબળાઈઓને ગુસ્સામાં થૂંકી
કાઢતા હોય છે. જેથી તમારી નબળાઈઓ તમને હેરાન કરતી નથી.
ગુસ્સો કરવાથી કેટલીક વખત માથાનો કે શરીરનો
દુખાવો ઓછો થઈ જાય છે. તે ખરેખર દુખનાશક નથી, પણ દુખાવાના મગજના કેન્દ્રને તે થોડો વખત વિક્ષેપ પાડી ઠપ કરી દે છે.
તેથી દુખાવો ભુલાઈ જાય છે. તેથી તે કેટલીક વખત ફાયદાકારક લાગે છે, પણ તે કાયમી અજમાવવા જેવો ઉપાય નથી.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation
#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો