આપણી નિર્ણયશક્તિ
શેના પર આધારિત છે?
--------------------------------------------------------------------------------------------------------------------------
સાચો, સારો અને સચોટ
નિર્ણય લેવાય તો માણસ અડધો જંગ જીતી જાય છે. પછી તો જીત મેળવવા તે પ્રમાણે કાર્ય જ
કરવાનું રહે છે. સાચો નિર્ણય માણસને રોડ પરથી કરોડપતિ અને ખોટો નિર્ણય માણસને
કરોડપતિમાંથી રોડપતિ બનાવી દે છે. શેરબજાર આનું જવલંત ઉદાહરણ છે. પેની શેરો જો
બરાબર નિર્ણય કરી, વિચારી
બુદ્ધિપૂર્વક મંદીના સમયમાં લેવામાં આવે અને તે નિર્ણય સાચો પડી જાય તો તે જ શેરો
કરોડોની કિંમતના બની માણસને કરોડપતિ બનાવી દે છે. વોરેન બફેટ તેનું સુંદર ઉદાહરણ
છે. ફક્ત છાપાં ફેંકતો ફેરિયો વોરેન આજે ૬૬ કંપનીઓનો માલિક અબજોપતિ માણસ છે, જે વિશ્વના પ્રથમ
પાંચ ધનવાનોની યાદીમાં આવે છે. તેનું કારણ શું? તેનો શેરો ખરીદવાનો અને વેચવાનો યોગ્ય નિર્ણય અને યોગ્ય
સમય..ધ
સચોટ નિર્ણયો લેવા
માણસમાં ક્યા ગુણો હોવા જોઈએ? તે એક પછી એક જોઈએ, એટલે કે સાચી નિર્ણયશક્તિ શેના પર આધારિત છે?
(૧) કોઠાસૂઝ -
આ નિર્ણય લેવાનો એક આગવો
ગુણ છે. જે દરેક માણસમાં જોવા મળતો નથી. માણસનો અનુભવ અને તેની બુદ્ધિનો
વિવેકપૂર્ણ ઉપયોગ, સાથે અંતરનો અવાજ
માણસને સચોટ નિર્ણય લેવડાવે છે. કોઠાસૂઝવાળો માણસ ગમે તેવા અઘરા પ્રશ્નો, આંટીઘૂંટી, વગેરેને પોતાની
આગવી સૂઝથી સુલટાવી નાખે છે.
ભારત સ્વતંત્ર થયું પછી અનેક દેશી રજવાડાઓને ભેગાં કરી એક જ સ્વતંત્ર, સાર્વભૌમત્વ ભારતનું નિર્માણ કરવાનું કામ હતું જે સરદાર પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી સુપેરે પાર પાડ્યું હતું . જુનાગઢ અને હૈદરાબાદના નવાબો ભારત સાથે નહીં પણ પાકિસ્તાનમાં ભળવા તૈયારી કરી રહ્યા હતા. પણ સરદાર પટેલે પોતાની આગવી કોઠાસૂઝથી બંને રાજયોને ભારતમાં ભેળવી તિરંગો લહેરાવી દીધો. ધનનદ મગધના રાજ્યમાં અભિમાનપૂર્વક પ્રજાને કનડી રહ્યો હતો, ભોગવિલાસમાં પડી ગયો હતો, ત્યારે ચાણક્યએ પોતાની આગવી કોઠાસૂઝથી ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરી, ધનનંદને ગબડાવી દીધો. ભારતવર્ષમાં રાજ્યનો કારભાર બદલી નાખવામાં ચાણક્યની કોઠાસૂઝને હજુ પણ લોકો યાદ કરી રહ્યા છે.
આજે પણ રાજકારણમાં
કોઠાસૂઝથી લીધેલા નિર્ણયો સફળ થતાં રાજ બદલાતા જોવા મળે છે. કોઠાસૂઝથી અનુભવી
માણસો કરોડોનો વેપાર સફળ રીતે કરતા અને કુટુંબને ભેગું રાખી તેના નાનામોટા વિવાદ
અને ઝગડાનો નિકાલ કરતાં. જેવો તે માણસ વિદાય લે એટલે કંપની કે કુટુંબ ભાંગી પડતું
જણાય છે.
(૨) સમયસૂચકતા -
કેટલાક નિર્ણયો અમુક સમયમર્યાદામાં લેવાય તો જ અસરકારક, ફાયદાકારક રહે
છે. પછી તે તૂટી રહેલું ટાઈટેનિક હોય કે બળી રહેલું વિમાન હોય કે યુદ્ધનું મેદાન
હોય. જો જરાક સમય ચૂકી જવાય તો યુદ્ધ કે જીવન અંતે નિરાશ કરી દે છે. મોડા લીધેલા
નિર્ણયો કરતાં સમયસર નિર્ણય લેવાય એ ખૂબ જરૂરી છે. મોડા પડેલા ઉમેદવાર, વરરાજા કે
સેનાપતિ જીવનભર પસ્તાતા રહે છે.
આજકાલની મલ્ટિપલ ચોઇસ
પરીક્ષાઓમાં પણ નિયત સમયમાં જ નિર્ણય કરી જવાબ લખવાનો હોય છે. અન્યથા પરિણામ નાપાસ
જ આવે છે. સ્પર્ધાત્મક જમાનામાં સમયસૂચકતા સાથે નિર્ણયો લેવાની કળા જરૂરી છે.
કેટલાક બનાવોમાં ત્વરિત
નિર્ણય લેવા જરૂરી છે, એ વખતે બે
સેકંડનો સમય પણ જીવલેણ નીવડે છે. જો તમે એક્સપ્રેસ હાઈવે પર ૧૦૦ કિ.મી.ની ઝડપે
જતાં આગલા વાહનને ઓવરટેક કરવાનો નિર્ણય કરો છો, પણ અચાનક સામેથી સ્પીડમાં ટ્રક આવી રહી છે, તેનું ધ્યાન જતાં
તરતજ નિર્ણય બદલી ઓવરટેક કરવાનું માંડી વાળવું પડે છે. આ વખતે એક કે બે સેકંડનો
સમય પણ અકસ્માત થવા પૂરતો થઈ પડે છે. એટલે કે કોઈ પણ ડ્રાઈવરમાં નિર્ણયશક્તિ સાથે
સમયસૂચકતા પણ એટલીજ જરૂરી છે.
(૩) માણસનો IQ (ઇંટેલીજન્ટ
ક્વોશન્ટ / બુદ્ધિમતા)
સારા ને સાચા નિર્ણયો
લેવા માણસના ઊંચા IQ ની જરૂર પડે છે.
અમુક નિર્ણય લેવાથી કેટલો ફાયદો થશે, ભવિષ્ય કેવુ રહેશે, કોને કેટલો ફાયદો થશે આ બધુ બુદ્ધિશાળી માણસ મગજથી વિચારીને, ગણીને લઈ શકે છે.
એટલેકે મગજથી લીધેલા નિર્ણયો આવા માણસને સફળ બનાવી દે છે. તેને માટે ૧૧૦ થી ૧૩૦
સુધીના IQ ની જરૂર પડે છે.
આવા માણસો વિચારીને લીધેલા નિર્ણયો દુનિયાને કઈક નવું આપીને, નવી જ શોધખોળોથી
અમર બની જાય છે. થોમસ આલ્વા એડિસન એક પછી એક નવી શોધખોળ તેના બુદ્ધિશાળી નિર્ણયોથી
કરતો ગયો, અને બલ્બ સાથે
અનેક શોધખોળ તેના નામે રજિસ્ટર્ડ છે. બુદ્ધિ માણસને વારસાગત તેના માબાપ તરફથી મળે
છે. યોગ્ય વાતાવરણ અને અભ્યાસ પણ બુદ્ધિશાળી નિર્ણયો લેવા અગત્યનો ભાગ ભજવે છે.
બુદ્ધિશાળી માણસો મગજથી
લીધેલા નિર્ણયોમાં સફળ થઈ જાય છે, પણ દિલથી લેવાતા નિર્ણયોમાં સફળતાની ગેરંટી નથી. આવા અત્યંત
બુદ્ધિશાળીઓના કૌટુંબિક કે જીવનસાથી સાથેના સંબંધો એટલા સફળ હોતા નથી. માટે અંગત
અને સામાજીક નિર્ણયો દિલથી અને ઓફિસના, વેપારી અને ગ્રાહક તરીકેના નિર્ણયો બુદ્ધિથી, IQ થી લેવા જોઈએ.
(૪) જિંદગીનો અનુભવ-
બુદ્ધિની સાથે માણસનો
અનુભવ પણ સાચા નિર્ણયો લેવામાં વધારે ઉપયોગી હોય છે. જેમ માણસની ઉંમર વધે તેમ તેના
અનુભવનું ભાથું વધતું જાય છે. એટલેજ ઓફિસોમાં ઊંચી વહીવટી જગ્યાઓ અનુભવના આધારે
ભરવામાં આવે છે. જીવનના પ્રશ્નોની આંટીઘૂંટી સામાજીક સંબંધોની માયાજાળ, વ્યવહારોની કશમકશ, અનુભવી ઘરડા
માણસોના નિર્ણય પરથી સુંદર રીતે ઉકેલાય છે. એટલેજ આપણામાં કહેવત છે કે “ઘરડાં
ગાડાં વાળે.”
કેટલીક વખત અનુભવી ડોક્ટર
કાયમી મોટી બીમારી ફકત એક જ દવાથી મટાડી દે છે, જે બિનઅનુભવી ડોકટરો અનેક ઉપચારથી પણ મટાડી શકતા નથી.
એક સુંદર વાત યાદ આવે છે
એક ફેકટરીનો કરોડોનો પ્લાન્ટ એક દિવસ અચાનક બંધ થઈ ગયો. તેના શેઠ શાતિલાલ ચિંતામાં
પડી ગયા, કારણ કે દરરોજ
લાખોનું નુકશાન તેમને ભારે પડી રહ્યું હતું. અનેક એંજિનિયરો આવી ગયા, પણ પ્લાન્ટ કેમ
બધ છે, તેનો નિર્ણય કરી
શકતા ન હતા. શેઠે છેવટે સૌથી અનુભવી એંજિનિયરને પરદેશથી બોલાવ્યો મોટી ઉંમરના
એંજિનિયરે બધુ તપાસી કહ્યું, “પ્લાન્ટ ચાલુ થઈ જશે, પણ હું તેની ફીના રૂ.દશ લાખ પહેલા લઈશ.” બધા વિચારમા પડી
ગયા, પણ અંતે શેઠે
તેના ખાતામાં દશ લાખ ટ્રાન્સફર કરી દીધા પેલા એંજિનયરે મુખ્ય ભાગનો એક સ્ક્રૂ ફીટ
કરી તેના પર એક હથોડો માર્યો અને કહ્યું, સ્વિચ ચાલુ કરો. અને બધાના આશ્ચર્ય વચ્ચે પ્લાન્ટ ચાલુ થઈ
ગયો. શેઠે કહ્યું, 'એક હથોડી મારવાના
દશ લાખ રૂપિયા?'
એંજિનિયરે કહ્યું. “આ
મારા અનુભવના નિર્ણયના છે,
શેઠ ” અને તેણે
ચાલતી પકડી.
આમ અનુભવી માણસનો નિર્ણય
સાચો અને સચોટ હોય છે, તેમા બેમત નથી
રાજકારણ, વહીવટ, ઓફિસવર્ક કે
શેરબજાર બધાજ નિર્ણયો અનુભવી લોકો હંમેશા સારા લઈ શકે છે. સંસારના સંબંધોની અંદર
અંદરની હુંસાતુંસી અને ઇર્ષાળુ લડાઈ વગેરે બધી બાબતોનો ઉકેલ અનુભવી નિર્ણયથી સારો
આવે છે.
(૫) વસ્તુ કે બનાવની ટેકનિકલ જાણકારી-
બજારમાં ગ્રાહક તરીકે
ખરીદી કરવા જઈએ ત્યારે તેની ટેકનિકલ જાણકારી નિર્ણય લેવામાં જરૂરી છે. દા.ત.
મોટરકાર લેવા જઈએ ત્યારે કઈ કંપનીની છે, એવેરેજની જાણકારી, એન્જિનની, કેપેસિટી, ગાડીનો દેખાવ વગેરેની ટેકનિકલ જાણકારી જરૂરી છે. અન્યથા
નિર્ણયો બરાબર લેવાતા નથી,
અને ખોટો નિર્ણય
તમને વર્ષો સુધી હેરાન કરે છે. અગાઉથી સર્વે ટેકનિકલ જાણકારી મેળવી તે પ્રમાણે જ
કિંમતની રકઝક કરી નિર્ણય પર પહોંચવું પડે છે.
શેરબજારમાં શેરોની ખરીદી
કે વેચાણનો નિર્ણય તે કંપનીની અને શેરબજારના વલણની જાણકારી મેળવ્યા પછી જ લેવાય તો
ફાયદાકારક રહે છે. લોકોના કહેવાથી, આડીઅવળી ટીપથી દોરવાઈને લીધેલા નિર્ણયો ખોટા પડે તો લાખોનું
નુકશાન થઈ જાય છે. કોઈ પણ જમીન, મકાન કે ફલેટની ખરીદીમાં પણ તેની ટેકનિકલ જાણકારી મેળવી
નિર્ણય લેવો જોઈએ.
(૬) પોઝિટિવ એટિટટ્યૂડ -
જયારે કોઈપણ નિર્ણય
લેવાનો હોય ત્યારે મનનું હકારાત્મક વલણ ખૂબ જરૂરી છે. જો એ સમયે મનમાં નકારાત્મક
આવેગો જેવા કે ક્રોધ, ગુસ્સો, ગ્લાનિ, ભય કે પૂર્વગ્રહ
હોય ત્યારે નિર્ણય ખોટા અને નુકશાનકારક નીવડે છે.
મનમાં કોઈપણ નકારાત્મક
આવેગ હોય ત્યારે કોઈપણ નિર્ણય ના લેવો હિતકારક રહે છે. એ વખતે નિર્ણય લેવાને બદલે
તેને મુદત પાડીને લેવાયેલો નિર્ણય પણ એક પ્રકારનો નિર્ણય જ છે. મોટી વસ્તુની ખરીદી, મિલકતની ખરીદી, જીવનના અગત્યના
નિર્ણયો લેતી વખતે હંમેશાં મન શાંત અને સુખમાં આનંદિત હોવું જરૂરી છે.
આમ નિર્ણય લેવામાં ઉપરની
સર્વ બાબતો ધ્યાનમાં લેવાય,
તો જ સાચા અને
ફાયદાકારક નિર્ણય લેવાય છે. માણસની કોઠાસૂઝ, બુદ્ધિ અને અનુભવ તો બદલવા મુશ્કેલ છે, પરંતુ તે વસ્તુ
કે બનાવની ટેકનિકલ જાણકારી મેળવી, પોઝિટિવ એટિટયૂટવાળું મન રાખી, સમયસૂચકતા સાથે
દિલ અને દિમાગને સંતુલિત રાખી, વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી, નિર્ણય લેવાય તો હંમેશાં સચોટ અને ફાયદાકારક
રહે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.
Tags :
#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો