હાડકાં વગરની બે ઇન્દ્રિયો અને સુખ
ભગવાને માનવશરીરમાં રહેલી બે ઈન્દ્રિયોને હાડકું આપેલું નથી, તે છે સ્વાદેન્દ્રિય-જીભ અને જનનેન્દ્રિય-લિંગ. જે તેમના ગુલામ બની જાય છે, તે માનવને પાગલ બનાવી દે છે, પછીથી તેમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે.
જીભના ગુલામ માણસો ફક્ત ખાવા અને સ્વાદ માટે જ જીવતાં હોય છે.તેમનું ધ્યાન ચોવીસે કલાક ખાવામાં જ લાગેલું હોય છે. ચટાકા એટલા બધા હોય છે કે, ખાવાની કઈ વસ્તુ ક્યાં સારી મળે છે, તેની જ ચર્ચા ચાલે છે. નવતાડનાં સમોસાં, ઓનેસ્ટના ભાજીપાંઉ, નવીનની પાપડી વગેરે ક્યાં ભાવે મળે છે, કેટલી ગર્દી હોય છે, બસ, તે સિવાયના સમોસાં કે ભાજીપાંઉ ખવાય જ નહીં, તેવી મનમાં ધારણા બાંધી લે છે, મોટા શહેરોમાં નવીનવી હોટેલો અને ફાસ્ટ ફૂડ સેન્ટરો ખૂલતાં જ જાય છે. કોઈની પાસે સાંભળે કે હજી ડ્રાઈવ ઈન પર આવેલ પીઝા સેન્ટર પર ગયો નથી? તો દુઃખી થઈ જાય છે. જાણે કે ખાવા માટે જ જીવે ૧૪ ખરેખર તો ભગવાને જીવન ટકાવવા, ઊર્જા મેળવવા ખોરાકની રચના કરી છે. અને તે લેવા પ્રેરાય એટલે તેમાં સ્વાદના ચટાકા મુક્ત છે. પણ માલમ ચક્ષકાને જ અગત્યતા આપી તેનો જ ગુલામ ભનતો જાય છે, અને પોલિય ખોરાકની અવગણના કરે જાય છે. ખોરાક પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સરસ રીત પાચન થાય તેવો હોવો જોઈએ. તેમાં સમતોલ આહાર જેમાં પ્રોટીન, ફેટ, વિટામિન્સ, અને ક્ષારો પૂરતા અને જોઈતા પ્રમાણમાં હોવા જરૂરી છે. હાલના ચટાકેદાર ખોરાક, પીઝા અને પાસ્તામાં મેંદો, ચીઝ, અને બટર વધારે હોવાથી શરીરમાં મેદ અને વજનનો વધારો થઈ મનમાં વિકાર ઉત્પન્ન કરે છે, અને શરીર ધીમેધીમે ડાયાબિટીસ, ભીપી અને એટેકનો ભોગ બનતું જાય છે.આવી જ બીજી ઇન્દ્રિય છે, પુરુષની જનનેન્દ્રિય જેમાં હાડકું નથી. ઉત્તેજક આહાર અને એકાંત માણતાં તે વધારે ક્રિયાશીલ થઇ મનમાં વાસના અને વિકાર જન્માવે છે. પુરુષ પરિણીત હોય અને પત્ની ઘેર હોય તો વાંધો નહીં, પરંતુ કુંવારા પત્ની વગરના પુરુષો આવી ક્રિયાશીલ, ઉત્તેજિત ઇન્દ્રિયથી મજબૂર બની છેડતી બળાત્કાર, અકુદરતી સેક્સ વિગેરે કરવા પ્રેરાય છે. આ બધા ભારતીય કાયદા મુજબ ગુનામાં આવે છે.જીભનું બીજું કામ છે, બોલવાનું. સ્વાદના ચટાકા ઉપરાંત બોલવામાં બેકાબૂ જીભ અનેક અનર્થોનું મૂળ છે. સારા શબ્દો અને વખાણ કરીને કોઈનો પણ પ્રેમ હાંસલ કરી શકાય છે. આ જ જીભ ગમે તેવી વાતો કરીને કે, ઝગડા કરીને કે ઉશ્કેરાટ ફેલાવીને સારા સંબંધોને દુશ્મનીમાં ફેરવી શકે છે. માટે જ ગુજરાતીમાં કહેવત છે કે ‘ચડે પડે જીભ વડે જ માનવી'. આમ જીભનો ગુલામ માનવ જો ધ્યાન ના રાખે, અને જીભનો કાબૂ ગુમાવે તો અનેક અનર્થો સર્જાય છે. શરીરને નુકશાન અને સંબંધોમાં પણ ઝોલ પડી જતાં વાર નથી લાગતી. બંને ઈન્દ્રિયો એકબીજા સાથે સંલગ્ન પણ છે, ઉત્તેજિત ખોરાક લિંગને ઉત્તેજિત કરે છે. અને લિંગને ઉત્તેજિત કરવા પુરુષ માદક ખોરાક જેવાકે મટન, ચીકન, દારૂ લેવા પ્રેરાય છે. માટે જ માનવીએ જીભના કે ઇન્દ્રિયના ગુલામ બનવા જેવું નથી. જાતીય કામવાસનાનું મૂળ ભલે મનમાં પડેલું હોય, પરંતુ ખળભળાટ મચાવતા મનનું મૂળ તો જીભની આસક્તિમાં છે.
એકાંત પણ યૌવનના કામને પાંગરવા માટેનું અગત્યનું પરિબળ છે. માનવ સમાજમાં આ ક્રિયા એકાંતમાં થતી હોવાથી, એકાંત મળતાં જ કામવૃત્તિ સ્મરણમાં ઊભરે છે, એટલે કે અંત સુધી પહોંચવાની સગવડ જ સમજોને ! યોગી એકાંતમાં રામને પામે છે, અને ભોગી કામને પામે છે.અને એકાંતથી જનનેન્દ્રિય સળવળાટ પામે છે.બંને ઇન્દ્રિયમાંથી પાણી ઝરે છે. સુંદર, સ્વાદિષ્ટ ભોજનના દસ કે સુગંધથી જીભ અને વિજાતીય સ્પર્શ આ જ સમય છે ચેતી જવાનો. જો તમે ઈન્દ્રિયના ગુલામ બની ગયા તો આવી ભન્યું. અંતે દુ:ખી જ થવાનું છે. સ્વાદેન્દ્રિયના ગુલામ આડેધડ ખાઈને શરીર ભગાડી નાખે છે. તો જનનેન્દ્રિયના ગુલામ બનેલ વિકારવશ અનેક અનર્થો સર્જે છે. તેનું ચરિત્ર ભ્રષ્ટ થતાં સમાજની નજરે ઊતરી જાય છે. બળાત્કાર, છેડતી કે બીજા જાતીય ગુનાઓમાં ગુનેગાર ઠરે તો વરસો જેલમાં નીકળી જાય છે. અંતે અફસોસ થાય છે. કે હું તેનો ગુલામ શા માટે થયો ? તે વખત જ એટલો નાજુક હોય છે કે, વિશ્વામિત્ર જેવા ઋષિ પણ ચલિત થઈ શકે છે.આનો ઈલાજ શું છે? હાલના ચેનલ, નેટ, ફિલ્મો વગેરેમાં આવતા ઉશ્કેરાટવાળા દૃશ્યો યુવક અને યુવતીઓમાં ઉશ્કેરાટ જન્માવે છે. યુવતીઓમાં પણ અધખુલ્લા, ટાઈટ, ફેશનેબલ ટુકડા જેવા કપડાં પહેરવાની કેશનથી, યુવકો ખેંચાય તેમાં નવાઈ નથી. બળાત્કાર જેવા ગુનામાં મોટેભાગે સ્રીઓનો સહકાર હોતો નથી. પરંતુ ગરીબ, દબાયેલી, નોકરી કરતી સ્ત્રીઓને એકાંતનો લાભ લઇ યુવકો ફસાવે છે.કેલાક બાબાઓ, યોગીઓ, ધર્મના નેજા હેઠળ કાળાં કામો કરતાં રહે છે. આમાં ઈચ્છા ના હોવા છતાં સહકાર આપવો પડે છે. કેટલીક વખત સહકાર કે સંમતિ ન હોય તો પણ પરાણે સામૂહિક બળાત્કાર ગુજારાય છે. સ્ત્રીઓને ભય, લાલચ, અસહાયતા કે કેફી પદાર્થોની અસર હેઠળ તાબામાં લાવી દુષ્કૃત્ય કરવામાં આવે છે. તેને સહકારમાં ખપાવી દેવામાં આવે છે, પણ તે સંમતિ નથી. કારણ કે સંમતિ રાજીખુશીથી આપવામાં આવે છે, તેમાં લાલચ કે ભય હોતા નથી. આમ
આનો ઈલાજ ફક્ત બંને ઇન્દ્રિયો પર મનનો કાબૂ જ છે, જે સારા સંસ્કાર, વાતાવરણ અને ઘડતરથી જ આવી શકે છે.
આમ દેહદર્શન, એકાંત, ઉશ્કેરાટવાળો ખોરાક અને દૃશ્યોથી દૂર રહી તેના પર મનનો કાબૂ મેળવવો જરૂરી છે, તો જ સમાજમાં ગુનાઓ ઘટશે. તેવી જ રીતે જીભના ચટાકા ઓછા કરી, પોષક ખોરાકો તરફ ધ્યાન આપવાથી શરીર તંદુરસ્ત અને નીરોગી બનશે.
લાસ્ટ સ્ટ્રોક : હાડકાં વગરની બે ઇન્દ્રિયો બેધારી તલવાર જેવી છે, એક ધાર આનંદ અને સુખ આપવા જાણીતી છે. પણ મનનો કાબૂ અને મર્યાદા જરૂરી છે, અન્યથા બેકાબૂ બની જાય તો બીજી ધાર જેમ માલિકનું જ ડોકું ઉડાવે તેમ, સર્વનાશ નોતરે છે.------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો