શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ગુસ્સાને વહી જવા દો

 

ગુસ્સાને વહી જવા દો

-----------------------------------------------------------------------------------------------------------------------------

મંછામાશી થોડા આળસુ હતા તેમના પ્રેસરકૂકરનો સેફટી વાલ્વ બગડી ગયો હતો. તેમને ખબર હતી, પણ રીપેર કરાવવામાં આળસ કરી. એક દિવસ રસોડામાં જોરદાર ધડાકો થયો. તેમણે મૂકેલું કૂકર જોરદાર ધડાકા સાથે ફાટ્યું. ઢાકણું ઉપર ઉછળીને નીચે પછડાયું. અનેક વસ્તુઓનો દાટ વળી ગયો. અંદરથી દાળ અને ચોખા ધડાકા ભેર ઉછળ્યા. અમે બધા રસોડામાં દોડ્યા. સારું થયું અંદર કોઈ માણસ નહોતું, નહિતર તેને ભારે ઇજા થઈ જાત.

મેં ગભરાઈને પુછ્યું, “શું થયું મંછામાશી ? “

આ કૂકર ફાટ્યું લાગે છે.માશીનો જવાબ.

પણ અંદર પ્રેસર વધે તો સેફટી વાલ્વ ખૂલી જાય, અને કૂકર બચી જાય. "મેં આળસમાં વાલ્વ રિપેર કરાવ્યો નહીં, તેનું આ પરિણામ છે." માશીએ નિસાસો નાખતા કહ્યું.

સેફટી વાલ્વ આવા જોખમી સાધનોમાં જરૂરી છે. અંદર પ્રેસર વધી જાય તો આપમેળે ઊડીને મોટી નુકસાનીમાંથી બચાવી લે."

માનવમનના ગુસ્સા અને ક્રોધનું પણ આવું જ છે. માત્ર રાડારાડી કે બૂમબરાડાથી ગુસ્સો વ્યક્ત થાય એવું નથી હોતું. કેટલીક વખત માણસને ગુસ્સો આવે, ક્રોધ ચડે પણ તે વ્યક્ત નથી કરી શકતો. તે મનમાં ને મનમાં ગુસ્સાને ગળ્યા કરે છે. ચૂપચાપ બેસી જાય છે. મૌન બની જાય છે. આ મૌન પાછળ ભારે જવાળામુખી ધગધગે છે. અંદર ગુસ્સાની આગ હોય પણ બહારથી શાંત દેખાતા આવા માણસો વધારે ખતરનાક હોય છે. આ જવાળામુખી ફાટે ત્યારે ખતરનાક અને ના ધારેલ પરિણામો જોવા મળે છે. એક સુંદર ઉદાહરણ જોઈએ.

મુકેશના યુવાન પત્ની સપનાબેન ખૂબ સુંદર, રૂપાળા. અને આકર્ષક હતા. મુકેશ પણ આવી સુંદર પત્ની પામીને ખુશ હતો. હજુ લગ્નને છ મહિના થયા હતા અને સપનાને તેની કોલેજનો બોયફ્રેંડ રાજૂ મળી ગયો. બંને પાછા પ્રેમના લફરામાં લપટાઈ ગયા. મુકેશને આ સમાચાર વિવિધ જગ્યાએથી મળતા રહ્યા. બંને કોફીશોપમાં સાથે આનંદ કરી રહ્યા હતા, તે સમાચાર મુકેશને મળ્યા, તે ગુસ્સે ભરાયો. રાત્રે તેણે સપના પાસે ગુસ્સો વ્યક્ત કરવા પ્રયત્ન કર્યો, પણ સપનાના પ્રેમ આગળ તે નરમ પડી ગયો. બીજી વખત બંને પ્રેમી મૂવીમાં સાથે છે, તેવા સમાચારે મુકેશ ક્રોધથી સળગી ગયો. પણ સપનાના પ્રેમ આગળ તે પાછો નરમ પડી ગયો. ગુસ્સો અને ક્રોધ ગળી ગયેલો મુકેશ અંદરથી ગરમ લાવા બની ગયો. સપના અને તેનો પ્રેમી, આ બાયલો કશું કરી શકે તેમ નથી, વિચારી આગળ વધતાં રહ્યા.

અને એક દિવસ અચાનક બપોરે તબિયત ખરાબ હોવાથી મુકેશ વહેલો ઘરે આવી, પોતાની ચાવીથી દરવાજો ખોલી અંદર આવતા બંને પ્રેમીને કઢંગી હાલતમાં બેડ પર જોતાં, તેનો ક્રોધ ફાટી નીકળ્યો. બાજુમાં પડેલી ફૂટ કાપવાની છરી સીધી હુલાવી દીધી રાજુના પેટમાં. રાજુના રામ રમી ગયા. ખૂન કેસ ચાર વરસ ચાલ્યો, અને તેને જનમટીપની સજા થઈ. કેટલો કરૂણ અંજામ !

આમ આવા શાંત દબાવેલા ગુસ્સા સારા નથી. ગુસ્સો આવે તો ભલે આવે, તેને વહી જવા દો, વ્યક્ત કરી દો. આ વહી ગયેલો ગુસ્સો, વરસાદમાં વહેતી નદીના નીર જેવો છે. વરસાદથી થોડી ક્ષણો તેનો પ્રવાહ જોર મારે છે, પણ પાછી નદી શાંત થઈ સામાન્ય વહેવા લાગે છે. તેવીજ રીતે ગુસ્સો બહાર આવી જાય ત્યારે થોડો વખત કડવું લાગે છે, ખરાબ લાગે છે, પણ પછીથી જીવન સામાન્ય બની જાય છે. અન્યથા જો ગુસ્સો કે ક્રોધ બહાર આવતા નથી, ત્યારે તો તે જ્વાળામુખી બની હદયને બાળ્યા કરે છે.

જો તેણે શરૂઆતથી જ ગુસ્સાને બહાર કાઢી સપનાને ધમકાવી નાખી હોત, તો બંને પ્રેમીપંખીડા છૂટા પડી જાત, અને વાતનો અંત આવી જાત. આતો મુકેશને જનમટીપ, રાજુનું ખૂન, અને સપનાનો વર જેલમાં, આમ ત્રણે જણા જિંદગીભર બરબાદ થઈ ગયા.

માનસિક રોગોના નિષ્ણાતો એવા તારણ ઉપર આવ્યા છે કે, આવા દબાવી રાખેલા ગુસ્સા જ રોડ અકસ્માતોનું કારણ હોય છે. ઘરેથી, ઓફિસેથી ઝઘડો કરીને નીકળેલો માણસ, ગુસ્સો દબાવીને વાહન ડ્રાઈવ કરે છે, ત્યારે અચેતન મનમાંથી આ ગુસ્સો બહાર આવવાથી ઝઘડો કે અકસ્માત થઇ જાય છે. વાહન ચલાવતી વખતે એક હાથમાં મોબાઈલ ચાલુ હોય, અને મનમાં ધૂંધવાઈ રહેલો ગુસ્સો. પછી અકસ્માત જ થાય ને. તેને બદલે પહેલાં જ મન શાંત કરી ગુસ્સો વહી જવા દેવો સારો.

કેટલીક વખત કડક માબાપની શિસ્ત અને ધાકને લીધે બાળકો ગુસ્સો વ્યક્ત કરી શકતા નથી. એને લીધે તે ચિડિયા અને ગુસ્સાવાળા બની જાય છે. માત્ર બાળકો જ નહીં, મોટી ઉંમરના સ્ત્રી પુરુષો પણ પોતાનો ક્રોધ કે ગુસ્સો બહાર કાઢી ના શકે તો ચિડિયા બની જાય છે, અને છેવટે સાયકો બની ગુનેગાર બની જાય છે. અત્યારના જોવા મળતી ક્રાઈમ પેટ્રોલ કે સાવધાન ઈન્ડિયા જેવી સિરિયલોમાં પણ આજ બાબત નજરે ચડે છે. કોઈ પણ ખૂન કે બળાત્કાર જેવા ખતરનાક ગુના પાછળ દબાવી રાખેલો ગુસ્સો કે ક્રોધ જ જવાબદાર હોય છે.



આમ ગુસ્સો કે ક્રોધ યોગ્ય સમયે વહી જાય, અને તે કેટલો અને કેવી રીતે વ્યક્ત કરવો તે આવડી જાય તો મોટી નુકસાનીમાંથી બચી જવાય છે, અને અંદર રહેલો ગુસ્સો કે ક્રોધ કોઈને બાળ્યા વગર વરાળ બનીને હવામાં વિલીન થઈ જાય છે.





માટે જ ગુસ્સો અને ક્રોધ મનમાં દબાવવો કે ગળી જવો યોગ્ય નથી. તેને વહી જવા દો. એનો અર્થ એવો નથી કે આપણે રાડા રાડ કે બૂમો પાડીએ, પણ યોગ્ય સમયે ગુસ્સાને બહાર કાઢી વ્યક્ત કરી દેવો જોઈએ. મોટી ઉંમરના માણસોને આવી તકલીફ થાય, ગુસ્સો દબાવ્યા કરે, અને જયારે અંદરનો લાવા ફાટે ત્યારે, તેમને હાર્ટ એટેક કે પછી લકવાનો હુમલો આવી શકે છે.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.