સોમવાર, 27 એપ્રિલ, 2026

ગુસ્સો સમસ્યા બની જાય ત્યારે ?

 

ગુસ્સો સમસ્યા બની જાય ત્યારે ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

ગુસ્સાને અંગ્રેજીમાં anger કહે છે, તેમાં ફક્ત આગળ D લગાડી દેતા danger બની જાય છે. આમ ગુસ્સો પણ ખતરનાકરૂપ ધારણ કરવા લાગે છે. ભાગવત ગીતામાં કહ્યું છેકે કામથી ક્રોધ પેદા થાય છે. અહીં કામ એટલે મન ની કામનાઓ, ઇચ્છાઓ, જેની પુર્તતા ના થાય એટલે ગુસ્સો આવે છે. આપણે દરરોજ કેટલી બધી કામનાઓ કરીએ છીએ, તેનો કોઈ અંત જ નથી. મારે આ જોઈએ, અને તે જોઈએ. પાડોશી મોટી ગાડી લાવ્યો, એટલે મારે પણ લેવી છે, પણ તમારું બજેટ તો તપાસો, જો પોષાય તેમ ના હોય તો ગુસ્સો આવે છે. ભગવાન શ્રીરામ અને શ્રી કૃષ્ણની પણ તમામ ઈચ્છાઓ, કામનાઓ પૂર્ણ નથી થઈ, તો આપણે તો શું વિસાતમાં ?

શ્રી ભાગવત ગીતામાં લખ્યું છે, ક્રોધથી મૂઢતા પેદા થાય છે. મૂઢતાથી સ્મૃતિભ્રંશ પેદા થઈ બુધ્ધિનો નાશ થાય છે. બુધ્ધિ જતાં પ્રાણી કે માનવ અંતે નાશ પામે છે. ક્રોધનું દિવાસળી જેવું છે, બીજાને બાળતા પહેલાં પોતાને બળવું પડે છે.

ગુસ્સો બે રીતે વ્યક્ત કરવામાં આવે છે. બાહ્ય રીતે અને આંતરિક રીતે.

બાહ્ય રીતે ગુસ્સે થયેલ માણસ વાતચીતમાં કે દલીલો દરમ્યાન અવાજ ઊંચો કરી દે છે, પછી મુઠ્ઠી ઉગામે છે, બૂમબરાડા પાડે છે, આંખો કાઢી સામેવાળાને ડરાવવા પ્રયત્ન કરે છે, તેનું મોં લાલચોળ થઈ જાય છે. છતાં ગુસ્સાનો અંત ના આવે તો ગાળાગાળી અને મારામારી પર ઉતરી આવે છે. ગુસ્સા અને ક્રોધનું આ સ્વરૂપ ખતરનાક નીવડી શકે છે. વાતાવરણ તંગ બની જાય અને બંને પક્ષ મક્કમ બની જાય, કે પછી એક પક્ષ નબળો પાડવા લાગે ત્યારે ક્રીમિનીલ ગુનો બની શકે છે. પછીથી બંને પક્ષોને પસ્તાવો થાય, પણ પછીથી કંઈ થઈ શકતું નથી.

બીજો પ્રકાર છે, આંતરિક ગુસ્સો, આ પ્રકારના ગુસ્સામાં માણસ ગુસ્સો બહાર વ્યક્ત કરી શકતો નથી કે કરતો નથી, પણ અંદર ને અંદર ભરે જાય છે. આ પ્રકારે અંદર ભરી રાખેલો ગુસ્સો તમને પોતાને નફરત કરાવે છે. તે વ્યક્તિ ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાના ઉપર જુલમ કરવા લાગે છે. પોતે જ બીજા સાથે બોલવાનું બંધ કરી દે છે, ખાવાનું બંધ કરી દે છે, વાતો કરવાનું ટાળે છે, બધા સાથે સંબંધ કાપીને એકલો રૂમમાં ભરાઈ જાય છે, કોઈ પ્રકારના જવાબો આપે નહીં, આમ પોતેને પોતે અંદર ને અંદર ધૂંધવાયા કરે છે. આ પ્રકારનો ગુસ્સો પણ ખતરનાક નીવડી શકે છે. જયારે આ માણસનો ગુસ્સો ક્રોધ રૂપે ફાટે છે, ત્યારે સર્વનાશ થઈ જાય છે.

દશરથ રાજાએ રામનો રાજયાભિષેક જાહેર કરી દીધો હોય છે. અયોધ્યા નગરીમાં આનંદ છવાયેલો છે. પણ દાસી મંથરા તેની રાની કૈકેયીને ચડાવે છે, “રામ રાજા થશે, તો તારો દીકરો ભરત રઝળી જશે.કૈકેયી પૂછે છે, “હવે કરવું શું?!' અને મંથરા તેને રસ્તો સુઝાડી કહે, “ તારે દશરથ પાસે બે વરદાન માગવાના છેને, માગી લે, રામને ચૌદ વરસનો વનવાસ અને તારા દીકરા ભરતને રાજગાદી.કૈકેયી પોતાની વાત મનાવવા દશરથ જોડે આંતરિક ગુસ્સો કરવાનો ડોળ કરે છે, તે પોતાના રૂમમાં એકલી બેસી, ખાવાપીવાનું અને બીજા સાથે વાત કરવાની બંધ કરી દે છે. બધા ચિંતામાં પડી જાય છે. દશરથ રાણીને મનાવવા તેમના રૂમમાં જાય છે, રાણી ગુસ્સામાં રૂઠેલી છે, તે રાજા સાથે વાત જ નથી કરતી, બહુ જ મનામણાં પછી તે મોઢું ખોલે છે, અને સર્જાય છે, અનર્થ. દશરથ પોતાના વચન અને વરદાનથી બંધાયેલો હોવાથી નાછૂટકે તેનો અમલ કરવો પડે છે, આખી બાજી પલટાઈ જાય છે, અને રામને જવું પડે છે વનમાં. આમ કૈકેયી પોતાના આંતરિક ક્રોધને પ્રગટાવી પોતાનું ધાર્યું કરવા જાય છે, રામ જેવા ભગવાનને અંતે વનવાસ જવું પડે છે.

અંગ્રેજીમાં કહેવત છે કે, ગુસ્સે થવું એટલે સળગતો આગનો ગોળો હાથમાં લઈને સામેવાળા પર ફેંકવા તૈયાર રહેવું. સામેવાળો તો દાઝે જ છે, પણ હાથમાં લેનારો પણ દાઝે છે. ભગવાન બુદ્ધે પણ કહ્યું છે કે, આપણે ગુસ્સો કરીએ છીએ, એ તેની સજા નથી, પણ ગુસ્સો કરવો એજ સજા છે. જ્યારે ગુસ્સામાં હો ત્યારે કાંઈજ બોલવું કે આપવું જ નહીં, અન્યથા કંઈ ખોટું થઈ જશે.



ગુસ્સો અને ક્રોધ ચોક્કસપણે માનસિક લાગણીઓ છે, ભાવના છે. પણ તે એક વખત મગજમાં હાવી થાય એટલે મગજમાં અને શરીરમાં રસાયણિક ફેરફારો થવા લાગે છે. મગજના ભાગ હાયપોથેલેમસમાં એક સંકટનો સંદેશો જાય છે. તેના દ્વારા ઓટોનોમિક ચેતાતંત્ર ક્રિયાશીલ થતાં, શરીરમાં સિમ્પેથેટિક તંત્ર ક્રિયાશીલ બની જાય છે. તેના દ્વારા એડ્રીનાલીન ગ્રંથિઓમાંથી એડ્રીનાલીન, અને કોટીર્ઝોલ જેવા સ્ત્રાવ શરૂ થાય છે. જે હૃદયની ધડકનો તેજ કરી બીપી વધારી, લોહીનું પંપિંગ વધારી દે છે. સ્નાયુઓ તંગ બને છે, ચહેરો ખેંચાય છે, શરીરના વાળ ઊભા થઈ જાય છે, શરીરને લડવા કે ભાગી છૂટવા તૈયાર કરી દે છે. વારંવાર ગુસ્સે થયા કરવાથી અંતે માણસ બીપી અને હૃદયના રોગોનો ભોગ બની જાય છે.

તમને ઘણી વાર ગુસ્સો આવેગ રૂપે કે પ્રતિઘાત રૂપે આવે તે સામાન્ય છે, પણ તે જયારે કાબૂ બહાર જાય અને તમને અને તમારા આપ્તજનોને, મિત્રોને, ઘરનાને, જીવનસાથીને દઝાડે ત્યારે સમસ્યા બની જાય છે. તમે જયારે નિયમિત સમયે વધારે નુકસાન થાય તેવો ગુસ્સો કરતા હો, તમારી પોતાની માનસિક અને શારીરિક તબિયત બગડે, અથવા તમે જયારે તમારી બધી લાગણીઓને બદલે ફક્ત ગુસ્સો જ વ્યક્ત થયા કરે, ત્યારે ગુસ્સો અને ક્રોધ સમસ્યા બની જાય છે.

કેટલાક નજીવા કારણોસર આવતો ગુસ્સો પછીથી આપણને શરમાવે છે. શર્માજી ક્રિકેટના ભારે શોખીન. મેચ હોય એટલે ગમેતેમ પણ ટીવી સામે જોવા બેસી જાય. તેમને તો દર વખતે ભારતની ટીમ જીતે તોજ આનંદ આવે, નહિતર ગુસ્સો આવે, અને ગમેતેમ બોલવા લાગે. સમજે નહીં આ તો રમત છે, બેમાંથી એક ટીમની હાર થાય, તોજ બીજી ટીમની જીત થવાની છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની રસાકસીવાળી મેચ હતી. છેલ્લે ભારતની જીત થાય તેમ હતું, ફક્ત બે જ રનની જરૂર હતી. શમીજી ખુશ હતા. ત્યાંતો છેલ્લા બેટ્સમેનને ગોરા અમ્પાયરે ખોટી રીતે આઉટ આપી દીધો. બધા નિરાશ થઈ ગયા. શર્માજીનો ગુસ્સો અમ્પાયર ઉપર ઉકળી ઉઠ્યો. તેમણે બાજુમાં પડેલું પેપરવેટ માર્યું સીધું ટીવી ઉપર અને તેમના પોતાના નવા જ લીધેલા સોની ટીવીના ભૂક્કા બોલી ગયા. ઘરના બધા તેમની ઉપર ગુસ્સે થઈ ગયા. ક્ષણિક આવેગનો ગુસ્સો ઉતરતા શર્માજી પણ ભોંઠા પડી ગયા. પોતાના ગુસ્સા ઉપર કાબૂ ના કરી શકવાથી હવે તેમના પસ્તાવાનો પાર નથી પણ હવે શું થાય ?

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.