ચિંતાને ભગાડવા કાંઈક કામ કરો
--------------------------------------------------------------------
માનવીનું મન મર્કટ છે, જે કોઈને કોઈ ઊલટા-સીધા, આડાઅવળા, વિચારો કર્યા જ કરે છે. ખાસ કરીને દુઃખના, અસફળતાના સમયે તો હંમેશાં ઊલટું જ
વિચારે છે, અને આપણો જીવ તેમાં ને તેમાં જ રહે છે.
મનની ચિંતા અને ઉચાટ દૂર કરવાનો સરળ ઉપાય છે કંઈક કામે લાગી જાઓ. આપણું મન જયારે કોઈ
કામમાં લાગેલું રહે છે ત્યારે વિચારવાનું અને ચિંતા કરવાનું છોડી દે છે.
મનની આ નિર્બળતા છે, તે એકસાથે બે કામ કરી શકતું નથી.
એકસાથે જો બે લાગણી વિરુદ્ધ પ્રકારની હોય તો તે એક જ તરફ ધ્યાન આપી શકે છે. સુખ
અને દુઃખ, પ્રેમ અને ધિક્કાર, ચિંતા અને આનંદ, આ બધી એકબીજાથી વિરુદ્ધ પ્રકારની
લાગણીઓ છે. તેમાં પણ મુખ્યત્વે નકારાત્મક લાગણીઓ પર વધારે ધ્યાન રહ્યા કરે છે.
તેથી મન દુઃખ, ચિંતા અને ધિક્કાર જેવી નકારાત્મક
લાગણી તરફ વધારે અને પહેલા વિચાર કર્યા કરે છે. જયારે આપણે કોઈ કામમાં વ્યસ્ત હોઈએ, ત્યારે આપણું મન એ કામમાં ચોટેલું રહે
છે, અને બીજી ફાલતુ ભવિષ્યની ચિંતા કરવાનું
છોડી દે છે. કારણકે આપણે જે કામ હાથમાં લઈએ, તેમાં સફળ થવા મન વિચારો અને યોજનાઓ કર્યા કરે છે, અને તેમાં જ વ્યસ્ત રહેવાથી ચિંતા
કરવાનું ભૂલીને છોડી દે છે.
એક સુંદર ઉદાહરણ જોઈએ. તમે ઓફિસેથી થાકીને કંટાળીને ઘેર આવો છો, ચાપાણી કરીને, આરામ માટે પલંગ પર સૂઈ જાઓ છો, મનને આનંદિત કરવા તાજમહાલના સૌદર્યનો વિચાર કરો છો, કેટરીના કૈફની સુંદરતા વિષે વિચારો છો, પણ કઈ જ અસર થતી નથી, કેમ?કારણ કે આજે જ તમારા બોસે તમને કામ બાબતે શો-કોઝ નોટીસ આપી છે, મનને બીજે ગમે ત્યાં વાળવા પ્રયત્ન કરો, પણ અંતે તમારું મન તો તે મેમાની શું અસર થશે, તેનાજ વિચારો કર્યા કરે છે, અને ચિંતામાં ડૂબી જાય છે. પછી સુખ અને સુંદરતાના વિચારો ક્યાંથી આવે? આજ તો મનની નબળાઈ છે !! પણ બીજે દિવસે ઓફીસમાં બોસ તમને બોલાવીને કહે છે, “સોરી, આ મેમો તમને ભૂલમાં અપાઈ ગયો છે, તમારું કામ તો સારું જ છે.” અને મેમો પરત લઈ લે છે, હવે તમારું મન આપોઆપ ચિંતામુક્ત બની જાય, પછી ઘેર પણ આરામના સમયે આનંદના જ વિચારો આવેને ! તેમાં શું નવાઈ છે !
આપણે કામમાં હોઈએ ત્યારે ચિંતા કરવાનું મન ભૂલી
જાય છે, પરંતુ એ કાર્ય પછીનો સમય, એટલે કે આરામના સમયે પાછું મન ચિંતાનાં
વાદળોથી ઘેરાઈ જાય છે.નવરું પડેલું મન ક્યારેય ખાલી રહેતું જ નથી. તે કોઈક ને કોઈક
લાગણી જેવી કે ચિંતા, બીક, ધિક્કાર, અને અદેખાઈથી ભરાઈ જ જાય છે. તેને બદલે
સતત મનને કામમાં વ્યસ્ત રાખવાથી ચિંતા ભુલાઈ જશે, અને રાત્રે પથારીમાં પડતા જ ઊંઘ આવી જશે. “ઓક્યુપેશનલ થેરાપી'માં પણ આજ રીતે હતાશાવાળા દર્દીનું
ધ્યાન કોઈ ને કોઈ કામગીરીમાં વ્યસ્ત રાખવામાં આવે છે. જેથી તે પોતાની ચિંતા ભૂલી
જાય છે.
મનમાં બે વિરુદ્ધ પ્રકારની લાગણી રહી જ નથી
શકતી તેનું એક સુંદર ઉદાહરણ જોઈએ..તમારાં લગ્ન હજુ એક સાલ પહેલાં જ થયાં છે.
તમારું લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું છે, રાત્રે તમારી પત્ની સહવાસની ઈચ્છાથી તમારી પાસે આવે છે, ખૂબ પ્રેમ કરે છે, વહાલ કરે છે, પણ તમારા પર કાંઈ જ અસર થતી નથી.કેમ? તમને તમારા શેરબજારના ધંધામાં અચાનક
મંદી આવવાથી બે લાખ રૂપિયાની ખોટ ગઈ છે, તમારું મન તેની ચિંતામાં છે. તેની ગ્લાનિમાં નિરાશ છે. હવે તમારાં
પત્ની ગમે તેટલા ઉત્તેજિત કરવા પ્રયત્ન કરે, તમે પણ તમે બાહ્ય રીતે તેમાં જોડાવા પ્રયત્ન કરો, પણ આશ્ચર્ય ! તમારામાં ઉત્તેજના કે
ઉત્થાન આવશે જ નહિ, તમે ચિંતા માં પડી જશો કે હું નપુંસક
બની ગયો કે શું ?ના, આ હંગામી નપુંસકતા છે, જે ધીમે ધીમે સમય પસાર થતા ઓછી થતી જશે, અને દેવું ભરપાઈ થતા આપમેળે ઠીક થઈ
જશે.
પુરુષો કરતાં મહિલાઓની સરેરાશ ઉંમર વધારે હોય
છે, કારણ વિચાર્યું છે કદી? પુરુષોને નોકરીમાં નિવૃત્તિ પછી કંઈ
કામ હોતું નથી, તેથી નવરા બેઠાં મન હંમેશાં આડુંઅવળું
વિચાર્ય જ કરે છે, અને છેવટે વિચારવાયુ થવાથી શરીર ઉપર કઈ
ને કઈ તકલીફ દેખાય છે. ઊંઘ ન આવવી, નાડીના ધબકારા વધી જવા, બ્લડ પ્રેશર વધી જવું વગેરે.
જયારે મહિલાઓને નિવૃત્તિ જેવું કઈ હોતું નથી, તેમને તો રસોડામાં અને બાળકોનાં
બાળકોમાં વખત ક્યાંય જતો રહે છે, મન
કદી નવરુ પડતું જ નથી, તેથી મોટી ઉંમરે પણ તેમને શરીરમાં
તકલીફ દેખાતી નથી. પણ જો તેઓ કામ બંધ કરીને ખાટલામાં પડયા રહે તો તકલીફો ચાલુ થવા
માંડે છે.
મહાન લેખક જયોર્જ બનીડ શોએ કહ્યું છે કે, “દુ:ખી હોવાનું સાચું કારણ આપણે નવરાશના
સમયે, કામ ના હોય ત્યારે સુખી છીએ કે દુ:ખી
તેના વિચારોમાં વધારે દુઃખી થતાં રહીએ છીએ. તેના બદલે જે કંઈ કામ સૂઝે તે કરવા
મંડી પડો, તો આપમેળે મન તેમાં લાગી જશે, તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ પણ
વધશે, અને મગજ તાજું બની જશે. માટે જ કામમાં
વ્યસ્ત માણસ ક્યારેય દુઃખી હોતો જ નથી.
મગજ કામમાં રોકાય તેવા શોખ સંગીત, બાગકામ, ચિત્રકામ, વગેરે વિકસાવો, અને મોટી ઉંમરે હાલીચાલી શકાય તેમ ના
હોય ત્યારે સારાં પુસ્તકોનું વાંચન કરી મન ને તેમાં વ્યસ્ત રાખો, કઈ ના સૂઝે તો યોગા, પ્રાણાયામ, ચાલવું, દોડવું જેવી પ્રવૃત્તિમાં વ્યસ્ત બની જાઓ. મન અને શરીર બંને તેનાથી
તરોતાજા બની જશે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking