બુધવાર, 21 જાન્યુઆરી, 2026

પ્રેમક્રિડાથી ખરેખર આનંદ મળે છે કે સુખ ?

 

પ્રેમક્રિડાથી ખરેખર આનંદ મળે છે કે સુખ ?



જાતીય સંબંધ, જાતીયતા, જાતીય આકર્ષણ આ તમામ કુદરતે દરેક સજીવોમાં મૂકેલા કમાલનાં આકર્ષણો છે. વંશવૃદ્ધિ માટે બે જુદા જુદા સજીવોના સારા જીન્સ ભેગા થઈને નવા સુંદર જીવની રચના કરે તે માટે કુદરતે નર અને માદાનું સર્જન કરેલું છે. બન્નેના સમાગમથી, સંયોજનથી નવા જીવની ઉત્પતિ થાય છે. જેમ વધારે ને વધારે દૂરની પેઢીઓના જીન્સ સમાગમ પામે તેમ સારી પ્રજા ઉત્પન્ન થાય, માટે દૂર દૂરની પેઢીઓના નર અને માદા આકર્ષણ પામે તો જ સમાગમ કરવા પ્રેરાય, તેથી જ વધારે તંદુરસ્ત જીવ પેદા થાય છે, આપણે ત્યાં નજીકના સગાઓમાં સંબંધનિષેધ છે.

કુદરતે દૂરની પેઢીઓના નર અને માદા નજીક આવી આકર્ષણ અનુભવે અને સમાગમ કરવા પ્રેરાય તેવી રચના કરી છે. તે માટે આ આખી ક્રિયામાં આનંદની માત્રા ઉમેરી દીધી. સ્પર્શ, ઘર્ષણ, વીર્યસ્ત્રાવ તથા કલાઈમેક્સ એમ જુદી જુદી રીતે આનંદ મળે છે. પરંતુ તેના દ્વારા માનવોમાં નવા જીવની ઉત્પત્તિ થાય છે, નવા બાળકના ઉછેરની જવાબદારી માબાપ સમજીને ઉપાડી લે તે માટે સમાજમાં લગ્નની જરૂર જણાઈ અને વર્ષોથી લગ્નજીવન દરમ્યાન જ જાતીય આનંદ માણવાની પરંપરાની રચના થઈ, એ જ માનવ અને પ્રાણીઓમાં રહેલો તફાવત છે ને!

પ્રાણીઓમાં ફકત નવસર્જન વખતે જ સંવનન કાળમાં નર અને માદા સમાગમ કરવા પ્રેરિત થાય છે, અને આવનાર બચ્ચાંઓની જવાબદારી નર લગભગ નિભાવતા જ નથી, ફકત માદાઓને શિરે જ હોય છે.કેટલીક જાતિઓમાં નર અને માદા સાથે મળીને બચ્ચાંઓને ઉછેરે છે.

માનવોમાં લગ્ન પછી એક જ નર અને માદા સામાજિક જીવનને અનુરૂપ રહી સંવનન કરે છે, અને બાળકોનું સંર્વધન કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હવેના નવા જમાનામાં ધીમેધીમે લીવઈનના નામે સ્વછંદ થતી જાય છે, જે આપણે સ્વીકારવું જ રહ્યું, પરંતુ તે ભવિષ્યની પેઢી માટે ફાયદારૂપ નથી.




કોઈ પણ ઈન્દ્રિય દ્વારા મળતો આનંદ જો મગજના કેન્દ્રોમાં સ્વીકારાઈને આગળ વધે તો સુખની અનુભૂતિ થાય છે, અન્યથા તે ફકત આનંદ તરીકે જ રહી જાય છે. આ વાત જાતીય આનંદના સંદર્ભમાં સમજીએ.

જયારે કાયદેસરના પતિપત્ની પોતાનાં સુંદર બાળકની અપેક્ષાથી પોતાના ઘરમાં જ શાંતિથી એકાગ્રચિત્તે સંબંધ બાંધે છે તો જાતીય આનંદને મગજના કેન્દ્રો સુંદર રીતે સ્વીકારે છે, સમાજને પણ આ સંબંધ સ્વીકૃત છે. બીજા કોઈને નુકસાનકારક નથી. તેથી તે બંને પતિ અને પત્નીને પરમસુખનો અનુભવ કરાવે છે.

આ જ આનંદ સુખની અનુભૂતિ કયારે ના કરાવે તે પણ જોઈએ.

હવે આ જ પુરુષ કોઈ બીજી સ્ત્રીને પ્રેમની જાળમાં ફસાવી, ફોસલાવી સંબંધ બાંધે છે, જે સ્ત્રી બીજા કોઈની પત્ની છે, તેથી સમાજની દૃષ્ટિએ આ ગેરકાયદેસર સંબંધ છે, જેને કાયદાની ભાષામાં વ્યભિચાર કહે છે. તેથી બંનેને આનંદ આવશે પણ અંદરખાને તેમના મગજના કેન્દ્રો આ અવૈધ સંબંધ સ્વીકારશે નહીં. પકડાઈ જવાનો ડર, કદાચ બાળક આવી જાય તો શું, આવા અનેક સવાલો તેમના મગજને આ આનંદને સુખમાં પરિવર્તિત કરતાં રોકશે, અને ક્રિયા પતી ગયા પછી બન્નેને લાગશે કે ખરેખર સુખ મળ્યું કે નહી?

જાતીય સંબંધને આપણા સામાજિક અને આધ્યાત્મિક જગતમાં વાસના તરીકે, ગંદા કામ તરીકે ખપાવી દેવામાં આવેલ છે. તેને ઉંમર સાથે પણ સાંકળવામાં આવે છે, જુવાન વયે જ સંબંધ યોગ્ય છે, પચાસ કે સાઈઠ પછી જાતીય સંબંધ ગંદો છે, તેવું ઠસાવી દેવાયું છે, તેથી માનવીના મગજમાં અપરાધબોધ ભાવના પેદા થાય છે, જે આનંદ દ્વારા મળતાં સુખને અવરોધે છે.

ઉંમર પ્રમાણે જોઈએ તો પશ્ચિમના દેશોમાં એટલો કોઈ બાધ નથી.ત્યાં સાઈઠ પછીના દંપતી પણ આરામથી જાતીય આનંદ મેળવવા કાર્યરત રહે છે, તેથી તેમને છેક સુધી આ પ્રવૃતિમાંથી સુખ મળતું રહે છે. જાતીય સંબંધ, સ્વાસ્થ્ય અને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી તેનાથી સુખ મળે તો ઉંમરનો બાધ જરૂરી નથી. અમેરિકામાં પ્લેબોય મેગેઝીનના તંત્રી અને માલિક હ્યુ હેફનર છેક એકાણુમા વરસે, મરણ સુધી જાતીય જીવનનો આનંદ માણતા રહ્યા હતા. જયારે આપણા દેશમાં યુવાન દંપતીને ત્રીસ વરસની વયે પણ દીક્ષાનો વૈરાગ્ય આવવાથી બ્રહ્મચર્યના વ્રતની બાધા લઈ લેતા હોય છે. તેમને પછી કયારેય જાતીય આનંદમાં સુખ મળતું જ નથી, કે તેનો વિચાર પણ આવતો નથી. આમ આ બધું માનવીના મન ઉપર જ આધારિત છે.

જયારે મન આ જ ક્રિયાને અપરાધ, ગેરકાયદેસર કે ગંદું સમજવા લાગે છે, ત્યારથી મન જાતીય આનંદથી સુખ અનુભવતું જ નથી.

એક સ્ત્રી ઉપર બળાત્કાર થતો હોય, આ પણ જાતીય સમાગમની ક્રિયા જ છે, ત્યારે શું સ્ત્રીને કે પુરુષને સુખ મળે છે? જવાબ સ્પષ્ટ છે ના અને ના.

સ્ત્રીને તો પોતાની ઈચ્છા વિરુદ્ધ પરાણે સમાગમ થતો હોવાથી ઘર્ષણનો કે સ્પર્શનો સુદ્ધા આનંદ કે સુખ મળતાં જ નથી.જયારે પુરૂષને પોતે આનંદ મેળવવા આ ક્રિયા પરાણે કરતો હોવાથી સ્પર્શ, ઘષર્ણ અને વીર્યસ્ત્રાવનો આનંદ મેળવવા મથે છે, પણ પકડાઈ જવાનો ડર, જેલમાં હવા ખાવી, પોલીસનો મેથીપાક વગેરે યાદ આવતાં તેનો આનંદ હવાઈ જાય છે, એટલે સુખ તો મળે જ કયાંથી?

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો