સોમવાર, 16 માર્ચ, 2026

ચિંતાને મૂળમાંથી ઉખેડી ફેંકી દો

 

ચિંતાને મૂળમાંથી ઉખેડી ફેંકી દો

-----------------------------------------------------------------------------------------------------------------------------

વિજ્ઞાને આધુનિકતાની હરણફાળ ભરવાની ચાલુ કરી દીધી છે. મોબાઈલ, નેટ, રોબોટ અને બીજી અનેક સુવિધાઓ વાપરીને માણસ સુખી થઈ રહ્યો છે તેવું ધારે છે, પણ જેમ જેમ સુવિધા, ગેઝેટ્સ, વગેરે વધતા જાય છે, તેમ તેમ ચિંતા પણ વધતી જ જાય છે. પહેલા તો મહેમાન ઘરે આવે તો આરામથી પાંચ છ દિવસ રોકાઈને, રહીને જતા. જાન લઈને લગ્ન કરવા આવેલા વેવાઈ પણ કન્યાના ઘેર ત્રણ ચાર દિવસ મહેમાનગતિ માણીને જ જતા. પણ હાલ તો માણસ પાસે જાણે કે સમય જ નથી. ખાસ સગાને ઘેર જવું હોય તો પણ સમય લઈને જ જવું પડે છે અને કલાકથી વધારે તો બેસાય જ નહિ.જાણે કે સમયની ચિંતાથી બધા પરેશાન થઈ ગયા છે. લગ્નમાં પણ બે કે ત્રણ કલાકમાં તો બધી વિધિ પતાવી જ દેવી પડે.

"ચિંતાથી ચતુરાઈ પટે, અને ઘટે શરીરનાં નૂર. " ખુબજ ચિત્તાથી વા જઈ માનવ અંતે નિરાશા કે હતાશાના ઊંડા કવામાં ગરકાવ થઈ આત્મનત્યા સુધીના વિચાર કરતો થઈ ગયો છે.

માનવ મન કૈંક ને કૈંક વિચારીને ચિંતા કર્યા જ કરે છે. કરો ડપતિ માણમન પણ ઘરડા થઈને અશક્ત થઈશ કે કોઈ રોગ લાગશે તો શું તેની ચિંતા સતાવે છે. તો મધ્યમ વર્ગના માણસો તો મોંથવારીમાં, બે છેડા ભેગા કેમ કરવા તેની ચિંતામાં સુઈ જ નથી શકતા. ગરીબ માણસોને તો રોટી, કપડાં અને મકાનની ચિંતા કાયમ માટે રહ્યા જ કરે છે.

બાળકો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની, પરિણામની, ટકાની, અને કેરિઅરની ચિંતા સતાવે છે, તો યુવાનો ને ઘર ચલાવવાની, કામ પૂરું કરવાની, નોકરીન કે સામાજિક વહેવારો સાચવવાની ચિંતા કોરી ખાય છે, વૃદ્ધોને તબિયતની એકલા પડી જવાની કે મોતની ચિતા હેરાન કરી રહી છે. આમ સમાજનો દરેક વર્ગ, દરેક ઉંમરનો માનવી ચિંતાનાં ચક્કરમાં પીસાઈ રહ્યો છે.

અમુક લેવલ સુધીની ચિંતા સારી છે, તેનાથી માણસ સચેત બની, ચિંતા પ્રત્યે જાગૃત બની, કાર્યવાહી ચાલુ કરી દે છે, અને સારાં અને સફળ પરિણામો મેળવે છે. આમ અમુક પ્રમાણની ચિંતા ફાયદાકારક ગણી શકાય, પણ જયારે તે હદ કરતા વધી જાય, રોજના દૈનિક કામમાં પણ દખલ કર્યા કરે, કોઈજ કામ ના સૂઝવા દે, નિર્ણય લેવામાં પણ તકલીફ પડે, માથાનો દુઃખાવો કરી દે, કે પછી કાયમ માટે બીમાર પાડી દે, તે ચિંતા અને તણાવને ઓળખીને તેને જડમૂળમાંથી દૂર કરવા જરૂરી છે.

મુખ્યત્વે ચિંતા શેની-શેની થાય છે, અને તેને દૂર કરવા શું કરવું તે હવે વિગતવાર જોઈએ


કૂદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારી અને ફુગાવાએ માનવીને આર્થિક ચિંતાથી હેરાન પરેશાન કરી દીધેલોં છે. હાલના સમયમાં ફક્ત ચાર માણસનું કુટુંબ હોય અને એક જ માણસ કમાનાર હોય તો ઘર ચલાવવું મુશ્કેલ છે, એટલેજ મહિલાઓ પણ હવે કામ પર જવા માંડી છે, જેનાથી આર્થિક ચિંતા હળવી બને. આયોજનપૂર્વક ખર્ચ અને બચત કરતા જઈએ, તો ઘરનું બજેટ સચવાઈ જાય છે. પરંતુ દેખાદેખી અને હજુ વધારે અને સસ્તું પામવાની ઈચ્છા, જરૂર વગરની વસ્તુઓ સ્કીમમાં હોવાથી કરાતી ખરીદી અંતે મુશ્કેલી જ સર્જે છે. આ બધાનો ઉકેલ છે, સાદગીપૂર્વકનું જીવનધોરણ, અને જે છે તેનાથી સંતોષ પામવાની વૃત્તિ.


બીજી મહત્વની ચિંતા છે,શરીરની બીમારીઓની. પોતાની અને કુટુંબીજનોનાં સ્વાસ્થ્યની, અને મોતની ચિંતા. આ જરૂરી ચિંતા છે, જેનાથી સ્વસ્થ અને આરોગ્યપ્રદ જીવન જીવવાની પ્રેરણા મળે છે. નિયમિત કસરત, ઘરનો સમતોલ સ્વચ્છ આહાર, સરળ વ્યસનમુક્ત જીવનશૈલી, તમને અને કુટુંબીજનોને બીમારીઓથી દૂર રાખે છે. છતાં પણ અચાનક આવતી બીમારીથી રક્ષણ મેળવવા આરોગ્ય વીમો જરૂરી છે, તેનાથી મન ચિંતામુક્ત બનશે. મરણ તો જિંદગીનું અનિવાર્ય અંગ છે, તેને સ્વીકારે જ છૂટકો. એટલું યાદ રાખવું જરૂરી છે, જેનું જીવન છે, તેનું મોત નક્કી છે, અનિવાર્ય છે, પછી તેની ચિંતા પણ ઓછી થઇ જશે.



ત્રીજી મુખ્ય ચિંતા રહેતી હોય તો તે છે, લીધેલું કામ પૂરું થશે કે નહિ, સફળ થશે કે નિષ્ફળ, સમયસર પૂરું નહિ થાય તો, ઓફિસમાં કામ બગડશે તો, બોસ ખીજાશે તો, વગેરે બાબતની અનેક ચિંતા રહ્યા કરે છે. પણ યાદ રાખો, જે કામ કરે છે, તેનું કામ કોઈ વખત બગડી પણ શકે, પણ જે સાવ કામ કરતા જ નથી, એના કરતા તો સારું ને ! કામ સારી રીતે અને સફળ જ થશે, એવો મનમાં આત્મવિશ્વાસ રાખો, તો કામ બગડશે નહિ.

સમજી લો કે તમારે ઘેર દીકરીના લગ્ન લીધાં છે, તો કેટલાં બધાં કામ કરવાનાં હોય છે, જાનની સરભરા, ડેકોરેશન, ભોજનસમારંભ, જાનનો ઉતારો વગેરે. આવે વખતે એક જ વ્યક્તિ કામ સંભાળે, તેના કરતાં કામની વહેંચણી કરી,જવાબદારી દરેકને સોંપી દેવી યોગ્ય રહેશે, તેનાથી એક જ માણસના મગજ ઉપર ચિંતા હાવી નહિ થઈ જાય અને દરેકને કામમાં સહયોગ આપ્યો તેનો આનંદ થશે. તેવી જ રીતે ઓફિસમાં પણ કામની સ્ટાફ મેમ્બરમાં વહેંચણી ચિંતાનો બોજો ઓછો કરી નાખશે.

કેટલાક માણસોને ભવિષ્યમાં શું થશે, તેની ચિંતા સતાવે છે. મારી દીકરીને સારો છોકરો મળશે કે નહિ, મારું પ્રમોશન ક્યારે આવશે, મારી બદલી ગામડામાં થઇ જશે તો, આવા અનેક પ્રશ્નો મનમાં ચિંતા કરાવે છે. હંમેશાં તેમને ખરાબ વિચારો જ આવે છે, તેનાથી વધારે હેરાન થાય છે. ભવિષ્યમાં શું થશે તેની કોઈને પણ ખબર પડતી નથી. તેને માટે જ્યોતિષ, દોરા ધાગા, મંત્ર-તંત્ર, વગેરે કઈ કરવાથી ફાયદો થતો નથી.

જે કંઈ થશે તે સારું જ થશે તેવો વિશ્વાસ રાખો. ભૂતકાળમાં બની ગયેલા બનાવોને યાદ કરીને ચિંતા કરવી જ નહિ. ગયેલું જીવન અને સમય ક્યારેય પાછા ફરતા નથી. તેને બદલે ભૂતકાળની ભૂલો અને ખરાબ બનાવોમાંથી શીખ લઇ ભવિષ્યમાં તે ફરી ના થાય તેની કાળજી જરૂરી છે.

ઘણા માણસોને જીવનમાં એકલા પડી જવાનો ડર અને ચિંતા સતાવે છે. માણસ સામાજિક પ્રાણી છે. તેથી હંમેશાં કંપની ઇચ્છે છે. તેમાંય જીવનસાથીની વિદાય બહુજ વસમી હોય છે. પણ તેને યાદ કર્યા કરીને ચિંતામાં રહેવાને બદલે પરિસ્થિતિનો સ્વીકાર કરી, મનગમતા શોખ પૂરા કરી આનંદમાં રહેવું હિતાવહ રહેશે. એકલા જ આવ્યા છીએ, અને એકલા જ આ દુનિયા છોડી જવાનું છે, તે મનમાં યાદ રાખવું.

નાની-નાની બાબતોની ચિંતા મગજમાં રાખવાની જરૂર નથી. સમયસર ટ્રેઈન પકડવાની ચિંતા, ઓફિસે પહોંચવાની ચિંતા, વગેરે આમ જોવા જાઓ તો ઉપયોગી છે, તેનાથી નિયમિતતા અને સફળતા મળે છે. માનવ સ્વભાવ ઉપર પણ તેનો આધાર છે, કેટલાક માણસો છેલ્લી ઘડી સુધી બેફીકર થઈને ફરતા હોય છે, તો કોઈ વળી કલાક પહેલાં પહોંચી જવાની ચિંતામાં દોડાદોડ કરી મૂકે છે. આટલી બધી ચોકસાઈ અને ચીકાશ પણ જરૂરી નથી.

લાસ્ટ સ્ટ્રોકઃ કેટલાક માણસો કારણ વગર પોતાની, સમાજની, દેશની અને દુનિયાની ચિંતા કરે જ જાય છે. પણ ચિંતા ચિતા સમાન’' એ ન્યાયે ચિંતા શરીરને અંદરથી બાળી ખોખલું કરી નાખે છે, તે બાબત ના ભૂલવી જોઈએ.


------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો