ગુસ્સો છે શું ?
-----------------------------------------------------------------------------------------------------------------------------
ગુસ્સો આવવો એ મનની એક લાગણી છે. અત્યારના
જમાનામાં સમયના એકેક મિનિટના હિસાબ સાથે દોડાદોડી કરતાં માનવી, પોતાનું ધાર્યું ના થાય તો નાની મોટી
બાબતે ગુસ્સે થયા જ કરે છે. જેમનું મગજ વધારે દબાણમાં રહેતું હોય, કામનું દબાણ વધારે હોય, માનસિક દબાણ કે ડર રહેતા હોય તેવા
લોકોને ગુસ્સો વધારે આવે છે. એક વખત મગજની કમાન છટકે પછી શરીર પણ કાબૂ બહાર જતું
રહે છે.
નાનીમોટી કેટલી બધી બાબતોથી આપણા મનમાં ગુસ્સો
આવ્યા જ કરે છે. સવારમાં ઊઠીને ચા મોડી મળે તો પત્ની પર ગુસ્સો, બાજુનો નવરો પાડોશી આપણાં કરતા પહેલાં
છાપું માગવા આવી જાય તો ગુસ્સો, તમારી
પેન રાત્રે લખવા માટે કોઈએ લીધી હોય અને મળે નહીં તો ગુસ્સો, ઓફિસે જતાં મોડુ થતું લાગે તો ગુસ્સો, ગિઝરમાં ગરમ પાણી મોડુ આવે તો ગુસ્સો, જમતી વખતે દાળમાં મીઠું વધારે હોય તો
ગુસ્સો, રોટલી બળેલી હોય તો પણ મગજ જાય છે.
જિંદગીમાં જોવા મળતી અનેક તકલીફો અને પરિસ્થિતિઓ તમારા કાબૂ બહારની છે, જો પરિસ્થિતિ ગમતી ના હોય, અનુકૂળ ના હોય, ડર પેદા કરતી હોય, તો તેને એડજસ્ટ થઈને આપણે આપણું કામ કરતાં રહેવું જોઈએ. જે સંજોગ આપણાં કંકાસથી અથવા કચવાટથી બદલાઈ શકવાનો નથી, એનો કંકાસ, લોહી ઉકાળો કરીને ગુસ્સો કરવાનો કોઈ ફાયદો નથી.
ઓફિસે પહોંચીને બોસ, ખખડાવે તો “જી સાહેબ, હવે એવું નહીં થાય." કહી તો દઈએ
પણ મનમાં આવે છે ગુસ્સો, ટેબલ પર પહોંચીને પટાવાળો ચા લાવે પણ
તે ઠંડી હોય તો પણ ચડે છે ગુસ્સો, કોમ્પુટર
ચાલુ કરવામાં પ્રોબ્લેમ થાય તો ગુસ્સો, અને બહાર નીકળતા સાથી કર્મચારી કોઈ ટીકા કરે ગુસ્સો આવે જ છે.
સાંજે ઘેર જતાં શાકવાળો સારા બટાકા બતાવી વાસી
ઠપકારી દે તો ગુસ્સો, રસ્તામાં ચાલતા તકલીફ પડે તો પથારાવાળા
ઉપર ગુસ્સો,ઘરે પહોંચતા લિફ્ટ બંધ હોય અને પાંચ
માળ દાદરા ચડતા જવું પડે તો ગુસ્સો. આમ દિવસભરમાં માણસને નાનીમોટી અનેક તકલીફો, સંજોગો અને પરિસ્થિતિઓમાં મગજ જતું રહે
છે, અને ગુસ્સો આવ્યા જ કરે છે.
નાનીમોટી કેટલી બધી બાબતો તમારું મગજ અપસેટ કરી
નાખે છે ? તમે ચાલતા જતા હો અને ખાડા ખોદેલા
રોડમાં પગ જાય અને તમે પડી જાવ, પગ
મચકોડાઇ જાય તો, કોર્પોરેશન કે સત્તા સામે બૂમાબૂમ કરી
ગુસ્સે થવાનો કોઈ જ અર્થ નથી. જો ખરેખર કાઈ કરવું જ હોય તો, સત્તાવાળા પાસે જઈ લેખિત અરજી કરો, પછી તેનું ફોલોઅપ કરતા રહો, પણ એટલો ટાઈમ કોને છે ?
ગુસ્સાનું પ્રમાણ : ધ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન ઓફ લંડન, ઈંગ્લેન્ડ સંસ્થાએ બહાર પાડેલ આંકડા
મુજબ, ૬૫% લોકો કામ પર ગુસ્સાનો ભોગ બને છે.
૪૫% લોકો નોકરી ઉપર પોતાનો પિત્તો ગુમાવી દે
છે.
૩૨% લોકો કહે છે કે, તેમના કુટુંબના કોઈ સભ્યને કે મિત્રને
ગુસ્સો કાબુમાં રાખવો અઘરો પડે છે. આમ ગુસ્સો સર્વ વ્યાપી છે.
માણસોમાં બે પ્રકારની પર્સનાલિટી જોવા મળે છે. આમાં ટાઈપ એ પર્સનાલિટીના માણસો ઉતાવળિયા, બેબાકળા અને ઝડપથી ગુસ્સે થનારા હોય છે. જે તરત જ ધીરજ ગુમાવી બેસે છે. તેથી આવા લોકોમાં બીપી, હાર્ટ એટેક, ડાયાબિટીસ, જેવા રોગો વધારે જોવા મળે છે. જયારે ટાઈપ બી ના માણસો શાંત, ઠરેલ, અને ઓછા ગુસ્સાવાળા હોય છે. તેથી તેમનામાં આવા બધા રોગોનું પ્રમાણ ઓછું હોય છે.
વ્યવહાર દ્વારા કે લાગણી દ્વારા જોડાયેલી
વ્યક્તિઓ સાથે ગુસ્સો ના જ કરવો, એવું
કહી ના શકાય. સામેની વ્યક્તિ કઈ ખોટું કરી રહી હોય, ત્યારે તેના હિતમાં પણ ગુસ્સો કરવો પડે. સામેની વ્યક્તિનું વર્તન
તમને અન્યાય કરતા કે અશોભનીય હોય ત્યારે ગુસ્સો કરવો પડે. સાચો ગુસ્સો જેમતેમ
ઘાંટા પાડવાથી કે દલીલો કરવાથી વેડફાઈ જવાનો. ગુસ્સો કરવાનો કોડ ઓફ કંડક્ટ કોઇએ
નક્કી કરેલ નથી, પણ પોતેજ બનાવવો પડે છે.
માથું ભમી જાય એવી સ્થિતિમાં એકાએક આવતો ગુસ્સો
એ ગુસ્સો નહીં, આવેશ હોય છે, નકરી પ્રતિક્રિયા. આ ગુસ્સો વ્યક્તિ કે
વસ્તુ નિરપેક્ષ બનાવવો જોઈએ, જેમકે
“તમે સાવ આવા જ છો” એમ કહીને તે વ્યક્તિને સાવ ઉતારી જ ના
પડાય, પણ મુદ્દાલક્ષી કે વસ્તુલક્ષી બનાવીને, જે ચોક્કસ મુદ્દો કે આવેશ હોય તેનો જ
ઉલ્લેખ કરી, આવેશને કે ગુસ્સાને સંસ્કારી બનાવી
શકાય.
દરેક માણસને ગુસ્સાનો સમય અને પ્રમાણ તથા નિમિત્ત
જુદાજુદા હોય છે. કોઈને ગુસ્સો ઝડપથી આવે છે, અને ઝડપથી જતો પણ રહે છે. આ એક આવેશ રૂપી પ્રતિક્રિયા છે. જયારે અમુક
માણસોને ગુસ્સો ધીમેધીમે આવે છે, અને
ધીમેધીમે જાય છે. આવા માણસોને અંતે ગુસ્સો ક્રોધમાં પરિણમે છે.
કેટલાક માણસોને કોઈ પણ નાનાં નિમિત્તે ગુસ્સો
આવી જાય છે, આવા માણસોનો સ્વભાવ જ આક્રમક હોય છે.
જ્યારે કેટલાક માણસોને મોટા નિમિત્તેજ ગુસ્સો આવે છે, જે સ્વભાવના શાંત અને ઠરેલ હોય છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation
#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો