ગુરુવાર, 9 એપ્રિલ, 2026

ક્રોધ અને ગુસ્સાનો તફાવત જાણો

 

ક્રોધ અને ગુસ્સાનો તફાવત જાણો

-----------------------------------------------------------------------------------------------------------------------------

ક્રોધ એ ગુસ્સાનું જ એક સ્વરૂપ છે. તે સ્ફોટક છે. તે પોતાની મેળે સ્વયં રૂપે કોઈ બનાવ કે વ્યક્તિના પ્રતિ આવેગ રૂપે પ્રગટે છે. એક જ બનાવથી એકદમ ક્રોધ પેદા થતો નથી. કેટલાક માણસો પોતાની સાથે ગુસ્સાના અનેક કારણો રાખી ક્રોધી બને છે. ક્રોધ એટલે કાળ. તે જીવન અને સુખનો વિનાશ કરે છે. ક્રોધ એ ક્ષણ છે, જે માનવને દાનવ બનાવી દે છે.

ક્રોધ આવે તે વખતે સંત પણ પોતાનો સંયમ ખોઈ બેસે છે. કેટલાક મુનિઓ પોતાના ક્રોધ માટે જાણીતા હતા. તેમાં દુર્વાસા અને વિશિષ્ઠ વિગેરે જાણીતા છે. તેમના ક્રોધના આપેલ શાપથી તમામ ડરતા, તેથી જ તેમના આગમનથી જ સર્વ ડરવા લાગતા.

ક્રોધમાં ગુસ્સા સાથે અહંકાર ભળેલો હોય છે. તથા તે લાંબો ચાલે છે અને કોઈક ઉદ્દેશપૂર્ણ હોય છે. આમ ગુસ્સા સાથે અહંકાર પણ ભળી જાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. જે ગુસ્સાનું વરવું સ્વરૂપ જ છે.

સંસ્કૃતમાં લખેલ શ્લોક મુજબ ક્રોધના કારણે જ મોહ થાય છે, અને મિથ્યાપણું જાગે છે, જે માનવીની સ્મૃતિઓનો નાશ કરી તેને બુધ્ધિહીન બનાવે છે.


માતા કે પિતા પોતાના બાળકને દવા પીવા સમજાવે, પણ બાળકને તે કડવી હોવાથી પીવી ગમે નહીં, અને પીવાની ના પાડી દે, ત્યારે માતા કે પિતા તેને સમજાવે અને તો પણ તે ના માને તો ગુસ્સો કરીને પણ દવા પીવડાવે છે. તેજ રીતે ડોક્ટર તેના દર્દીને દવાઓ સમજાવે પણ, છતાંય દર્દી ભૂલી જાય, દવાઓ યોગ્ય રીતે ના પીએ, તો ડોક્ટર ગરમ થઈ તેને સમજાવે, અને ગુસ્સો કરે, તેને ક્રોધ ના કહેવાય.

આમ સામા માણસના સારા માટે કે ભલા માટે કરવામાં આવતો ગુસ્સો ક્યારેય ક્રોધ બનતો નથી. પણ જયારે માલિક કોઈ મોટી ભૂલ થાય અને નોકરને જોરદાર રીતે ખખડાવી નાખે, કે ગુસ્સો કરીને કાઢી મૂકે તે ક્રોધ છે. રાજા સિપાહીને કે મુનિ પોતાનું ધાર્યું ના થાય ત્યારે સામા માણસ ઉપર ગુસ્સે થઈ, શ્રાપ આપે તે ક્રોધ જ છે. ક્રોધમાં અહંકાર ભળેલો હોય છે, જયારે ગુસ્સો એકદમ કુદરતી પ્રતિઘાત છે.

જયાં સુધીનો ક્રોધ સામા માણસને દુખદાઈ ના થાય, એટલો ક્રોધ વ્યાજબી છે. ભગવાન પણ ચલાવી લે છે. પણ બીજાને દુખદાઈ નીવડે, અપમાનિત, ત્રાસદાયી કરી નાખે તેવો ક્રોધ નકામો છે.

ક્રોધ અનેક મહાયુધ્ધોનું કારણ છે. ક્રોધને કારણે જ રામાયણ થઈ હતી. રામ અને રાવણના યુધ્ધનું કારણ રાવણનો ક્રોધ જ હતું. લક્ષ્મણ પાછળ પાગલ બનેલી શુર્પણખાના નાક અને કાન લક્ષ્મણ કાપી નાખે છે, અને ક્રોધે ભરાયેલી શુર્પણખા રડતી રડતી પોતાના ભાઈ રાવણ પાસે આવી. રાવણ પોતાની બહેનના આવા હાલ જોઈ ક્રોધે ભરાય છે, અને કહે છે, “તારા આવા હાલ કરનારને હું છોડીશ નહીં. અને પછીનો ઈતિહાસ તો જાણીતો છે. રાવણનો ક્રોધ તેને દરેક જગ્યાએ નડી જાય છે. પોતાના સગા ભાઈ વિભીષણની સાચી વાત ઉપર તે ગુસ્સો કરી ક્રોધ કરે છે, અને વિભીષણ તેનો સાથ છોડી જાય છે. યુધ્ધ વખતે વિભીષણ અમર રાવણને ક્યાં મારીએ તો તેનો નાશ થઈ શકે તેમ છે, તેનું રહસ્ય ભગવાન રામને કહી દે છે, અને અંતે રાવણનું મોત થાય છે. આમ અમર રાવણનું મોત અંતે ક્રોધને લીધે જ થાય છે.

ભગવાન શિવજીનો ગુસ્સો અને ક્રોધ જાણીતા છે. તેમણે કરેલું તાંડવ નૃત્ય ક્રોધનું ઉદાહરણ છે. પાર્વતીજીએ યજ્ઞમાં પડતું મૂકી શરીરનો અંત આણેલો છે, એ જાણી શિવજીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને ક્રોધમાં તેમણે તાંડવ નૃત્ય આદર્યું. એ તાંડવથી બધું જ તહસનહસ થઈ ગયું.

બાળ ગણેશજીને પાર્વતીએ નહાતી વખતે ધ્યાન રખવાનું કહી, કોઈને પ્રવેશ ના આપવા કહ્યું. ભગવાન શિવજીને બાલગણેશ ઓળખાતા ના હોવાથી અંદર જવા ના દીધા. શિવજીનો ક્રોધ ભભૂકી ઉથ્યો, અને તેમણે ગણેશજીનું મસ્તક ઉડાવી દીધું. પાર્વતીને ખબર પડતાં કલ્પાંત કરતાં કહ્યું, “ આ તો આપણો પુત્ર ગણેશ છે. શિવજી પોતે ક્રોધમાં કરેલ કૃત્યથી પસ્તાયા. પણ હવે શું થાય ? અંતે ત્યાંથી પસાર થતાં પહેલા પ્રાણી હાથીનું મસ્તક કાપીને ગણેશજીને ચોંટાડી દીધું. આમ શિવજીના ક્રોધને કારણે ગણેશજીનું મસ્તક હાથીનું જોવા મળે છે. ક્રોધની આગમાં માનવ તો ઠીક પણ દેવો અને ભગવાન પણ બચી શક્યાં નથી. ક્ષણિક આવેગ અને ગુસ્સો જયારે ક્રોધનું રૂપ ધારણ કરે છે, ત્યારે અનેક અનિર્ણ સર્જે છે, જે ક્રોધ શાંત થતાં સમજાય છે, અને પસ્તાવો થાય છે. ક્રોધ ભારે વિનાશક વાવાઝોડા જેવો છે, જે કરવા જેવોજ નથી.

મહાભારતની આખી કથા ગુસ્સા અને ક્રોધ ઉપર જ રચાયેલી છે. જુગારની રમતમાં પાંડવો દ્રૌપદીને હારી ગયા, એટલે દુઃશાશને તેના વસ્ત્રો ભરી સભામાં ખેચવાનું ચાલુ કરી દીધું. દુર્યોધને તેને પોતાનો સાથળ બતાવી તેના ઉપર બેસવા ઈશારો કર્યો. આ જોઈ ભીમ ગુસ્સામાં ઉકળી ઉઠ્યો. ક્રોધના આવેશમાં તેણે પ્રતિજ્ઞા કરી,’” દુઃશાશનને મારી, હું તેના લોહીથી દ્રૌપદીની સેંથી ભરીશ, અને દુર્યોધનનો સાથળ ચીરી કાઢીશ.આમ પાંડવો ક્રોધથી સળગી રહ્યા હતા, તો સામે પક્ષે દુર્યોધનને પણ દ્રૌપદીએ મહેણું માર્યું હતું કે, “ આંધળાના તો આંધળા જ હોય તેથી દુર્યોધન પણ ક્રોધમાં સળગી રહ્યો હતો. આ ક્રોધની આગ બંને પક્ષે લાગી હોવાથી જ મહાભારત યુધ્ધ થયુંઅને લાખો સૈનિકો તેમાં મરણ પામ્યાઅનેક મહિલાઓ વિધવા બનીઅનેક બાળકો અનાથ બન્યા. અંતે પાંડવો વિજયી બનીને પણ થોડા જ વર્ષોમાં હિમાલય જતાં રહ્યાઆમ ક્રોધથી મળ્યું શુંક્રોધ કોઈનો સાથી નથીસગો નથી કે મદદગાર નથીતે માત્ર સંહાર કરવાનું જ જાણે છે.

માણસની યાદશક્તિ, વિચારશક્તિ અને નિર્ણયશક્તિને ક્રોધ બાળી નાખે છે, એટલા માટે માણસ ક્રોધમાં હોય ત્યારે, તેણે કોઈ નિર્ણય, ખરીદી, પસંદગી, કે સોદો કરવો નહીં, તે નુકસાનકારક નીવડે છે.

ક્રોધ માનવ જાતનો મોટામાં મોટો શત્રુ છે, જે બુધ્ધિ કુંઠિત કરી સારાસારનો વિવેક ગુમાવે છે. તેથી જ માણસ ગુસ્સામાં હોય કે ક્રોધિત હોય ત્યારે કોઈ નિર્ણય, સોદો કે ખરીદી કરવી નહીં.

ક્રોધી માણસ જબરો કહેવાય કે નબળો કહેવાય ?આગ સાથે ક્રોધની સરખામણી કરવામાં આવે છે. આગમાં હાથ નાખીએ તો હાથ બળે જ, તેવી જ રીતે ક્રોધ તન, મન અને શરીરના દરેક અંગોને દઝાડે છે.

વિશ્વામિત્રને દુર્વાસા જેવા મુનિઓ પણ ક્રોધના આવેગથી પીડિત હતા. તેમના ક્રોધિત થઈને આપેલા શ્રાપ સહુને ખબર છે. મહારાજા દુષ્યંત અને શકુંતલા ગાંધર્વ લગ્ન કરી લે છે. દુષ્યંત પોતાના રાજમાં પાછો ફરે છે. તેની યાદમાં શકુંતલા બેઠી હોય છે, ત્યારે દુર્વાસા મુનિ આવી પહોંચતા, તેમની આગતા સ્વાગતા તે કરી શકતી નથી. દુર્વાસા મુનિનો ક્રોધ ઉકાળી ઊઠે છે. અને તેને શ્રાપ આપે છે,જેની યાદમાં તેં મારું અપમાન કરેલ છે, તે જ તને સદંતર ભૂલી જશે." શકુંતલા ધ્રૂજી ઊઠે છે. દુર્વાસાનો ક્રોધ શાંત થતાં એક વીંટી આપે છે, અને કહે છે, “આ વીંટી બતાવીશ, એટલે મહારાજ દુષ્યંતને બધું યાદ આવશે." જોયું ક્રોધનો પ્રભાવ અને તે શાંત થતાં તેના પરિણામ. શકુંતલાથી વીંટી અનાયાસે પાણીમાં પડી જાય છે, પછી દુષ્યંત તેને ઓળખતા જ નથી, અને તેને હાંકી કાઢે છે. આમ ક્રોધથી આપેલ શ્રાપ અનેક અનિષ્ટો સર્જે છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો