સોમવાર, 11 મે, 2026

ગુસ્સાને ઓકી કાઢતા એંગર સેન્ટરો

 

ગુસ્સાને ઓકી કાઢતા એંગર સેન્ટરો

-----------------------------------------------------------------------------------------------------------------------------

આજના ફાસ્ટ, રોબોટ, અને નેટના જમાનામાં માનવીનો ગુસ્સો અને ક્રોધ વધતા જ જાય છે. નાની મોટી બાબતે ઝઘડા, બોલાચાલી, મારામારી અને ગાળાગાળી સામાન્ય થઈ ગયા છે. ગરમ પ્રદેશમાં મગજનો પારો ઊંચો જ રહેતો હોય, તેમાં સહેજ અન્યાય જેવું લાગે, અપમાન થાય કે ધારેલું ના થાય કે તરત જ માનવ મન ઉકળીને ગુસ્સે થઈ ગાળાગાળી અને મારામારી પર ઊતરી આવે છે. નાની નાની બાબતોથી હથિયારો ઉછળે અને મારામારી જેવા બનાવો સામાન્ય છે.

વાદ વિવાદ ચાલુ સાદી પિન કે પેન માટે ચાલુ થયો હોય પણ ગુસ્સો અને ક્રોધ તેને વકરાવીને એટલો ખરાબ અને ભયંકર બનાવી દે છે કે એકાદ માનવીનું ખૂન થઈ જાય છે. છાપામાં સમાચાર આવે છે કે, “પેન માટેની લડાઈમાં ખૂન" આપણને નવાઈ લાગે છે કે પેન જેવી નજીવી બાબતમાં ખૂન થઈ ગયું ? પણ પછી ઊંડાણમાં ઉતરતા ખબર પડે છે કે પેનની લડાઈ તો નિમિત્ત માત્ર હતી પણ મૂળમાં બંને માણસોને એકબીજા પ્રત્યે ગુસ્સો અને ક્રોધ ઉકળતા હતા તે પેન નિમિત્તે બહાર આવી ગયા.

રમતોમાં પણ ખેલાડીઓ જીતી જવાના, મેડલ મેળવવાના જોશમાં ખૂબ ઉત્તેજિત બની રમતા હોય છે જરાક અન્યાય થતો લાગે કે હારતા લાગે એટલે તેમના મનમાં ગુસ્સો ઉકળવા લાગે છે. ખોટી રીતે આઉટ આપેલ છે, તેવું લાગતાં ખેલાડીઓ સ્ટમ્પ લઈ મારવા જતાં કેટલાય દાખલા મોજૂદ છે. જ્યાં ઉન્માદ છવાય, ત્યાં હંમેશાં લોકો ઉત્તેજિત હોય છે અને જરા જેટલી ભૂલ કે હારને પચાવી શકતા નથી. ગુસ્સો અને ક્રોધ પછીથી લડાઈ-ઝઘડામાં પરિણમે છે.



ગુસ્સો અને ક્રોધ મનમાં ઠાંસી ઠાંસીને ભરેલા હિન્દી પિક્ચરમાં હીરોને ક્રોધમાં આવીને સંવાદ બોલતો બધાએ જોયેલો છે, “કુત્તે, કમીને તુઝે છોડુંગા નહીં' અને સામેવાળા વિલન અને તેના ગુંડાઓનો કચ્ચરઘાણ વાળી દે છે. તે જોઈ ઓડિયન્સ તાળીઓથી ઝૂમવા લાગે છે. તેમાં પણ વિલનને મારીને, હિરોઈનને છોડાવીને હીરો પરત ફરતો હોય, તે સીન પર પ્રેક્ષકો તાળીઓ પાડીને ઝૂમવા લાગે છે. આપણને સવાલ થાય કે શું બદલો લેવાથી ક્રોધ શાંત થઈ જશે ?

એંગ્રી યંગમેન તો વળી ક્રોધમાં, તેની માતાને કંઈ નુકસાન પહોંચતાં મંદિરમાં જઈ ભગવાનની મૂર્તિને ભાંડે છે. રાડારાડી કરે છે. પ્રેક્ષકોના દિલ હચમચી ઊઠે છે. ભગવાન સામે પણ પોતાનો ક્રોધ વ્યક્ત કરી લોકોના દિલ જીતી લેવાની આવડત ડાયરેક્ટર અને હીરોને નામ કમાવડાવે છે.

પ્રેમમાં હતાશ અને નિરાશ થયેલા પ્રેમી તો અંગે ગુસ્સો અને ક્રોધ વ્યક્ત કરતાં ગાઈ ઊઠે છે.

યે દુનિયા યે મહેફિલ મેરે કામકી નહીં, મેરે કામ કી નહીં.

દુનિયા અને તમામ વસ્તુઓને ઠુકરાવીને હીરો સન્યાસી બની જાય છે. તો બીજો પ્રેમી વળી હિરોઈન ના મળવાથી અને તેના લગ્ન બીજા સાથે થઈ જવાથી ગાઈ ઊઠે છે. કહેદો કોઈ ના કરે યહાં પ્યાર, ઇસમેં ખુશીયા હે કમ, બેસુમાર હૈ ગમ.’” જાણે કે તેની દુનિયા જ લૂંટાઈ ચૂકી છે. ગુસ્સા અને દર્દથી હૃદય રડી ઊઠે છે.

વાસ્તવિક દુનિયામાં પણ જયારે પ્રેમિકા પોતાના પ્રેમીને કોઈ કારણસર છોડી દે છે, કે બ્રેકઅપ થઈ જાય છે. ત્યારે ગુસ્સા અને ક્રોધના આવેગમાં પ્રેમી તેના ચહેરા પર એસિડ નાખે છે કે પછી એકાંતમાં બોલાવી બળાત્કાર કરી નાખે છે. આ ગુસ્સા અને ક્રોધની ખૂબ જ નકારાત્મક કહાની છે. આપણા દેશમાં હજુ પણ પ્રેમ કરવાને કુટુંબની આબરૂના કાંકરા ઉછાળનાર તરીકે ગણવામાં આવે છે. તેથી જો પોતાની બહેન કે દીકરીને તેના બોયફ્રેંડ સાથે જોઈ જાય તો, ગુસ્સા અને ક્રોધમાં એના પપ્પા કે ભાઈ ફટકારે છે, રૂમમાં પૂરી દે છે અને સજારૂપે કૉલેજ છોડાવી દે છે.

ગુસ્સામાં અને ક્રોધમાં આવીને ખૂન, એસિડ ફેંકવો, કે બળાત્કાર જેવા ગુના સામાન્ય બનતા ગયા છે. આખી જાતી કે ધર્મ પ્રત્યે પણ ગુસ્સો વ્યક્ત કરવા કોમી તોકાનો અને અંધાધૂંદ ગોળીબાર થતાં જણાય છે.

આમ ઘરમાં, સમાજમાં, કોમમાં કે દેશમાં રહેલા ગુસ્સાને, ક્રોધને શાંત કરવાની જરૂર વર્તાઈ રહી છે. તેને માટે જરૂરી છે. ગુસ્સો અને ક્રોધને ઓકી શકાય તેવા કેન્દ્રો અને સેમિનારની. યોગ મેડિટેશન, પ્રાણાયામ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ ક્લાસીસ, વર્કશોપ કે સેમિનાર આમાં સારી મદદ કરતાં જણાયા છે.

આટલા બધા ગુસ્સા અને ક્રોધ માટે જવાદાર આપણામાં રહેલી અસહિષ્ણુતા, અદેખાઈ, ઈર્ષા, ધીરજનો અભાવ અને માલિકીભાવના છે. જેમ જેમ સુખના, સગવડના, આરામના સાધનો વધતાં ગયાં અને ટેકનિક વિકસતી ગઈ તેમ તેમ આપણાં ઈર્ષા અને અદેખાઈ વધતાં ગયાં. પહેલાં તો કુટુંબમાં સાઇકલ હોવી ગર્વ ગણાતું, સ્કૂટર તો સ્ટેટ્સ સિમ્બોલ હતું. તેને બદલે હવે દરેક મધ્ય વર્ગના ઘરમાં પણ કાર સામાન્ય બની ગઈ છે. સાથે સાથે ઈર્ષા અને અદેખાઈ વધતાં ગયા છે.

મારી પાસે નાની મારુતિ જ છે અને પેલા રાજુ પાસે આવડી મોટી બી.એમ.ડબલ્યુ. કાર ક્યાંથી આવી ? તેનો પગાર તો મારા કરતાં પણ ઓછો છે, નક્કી તેણે પૈસા ખાઈને લાંચના પૈસા બનાવી મોટી ગાડી લીધી છે. આ ઈર્ષા અને અદેખાઈ પછી તેના મનમાં ગુસ્સો અને ક્રોધ ભરી દે છે. પછીથી નાની બોલાચાલીમાં, વાદવિવાદમાં મનમાં રહેલો ગુસ્સો બહાર આવી મારામારી પર ચડી જવાય છે. હાથમાં જો હથિયાર હોય તો ઈજા, ખૂન જેવા ગુના થતાં વાર નથી લાગતી.

આપણી માલિકીભાવના અને અસહિષ્ણુતા એટલા વર્ષા ગથા છે કે, આપણી ગર્લફ્રેંડને બીજા કોઈ છોકરા સાથે વાતચીત કરતાં જોઈએ તો કંઈ પણ ખુલાસા કર્યા વગર મારામારી પર કે બ્રેકઅપ પર ઉતરી આવીએ છીએ. જો ક્રોધની માત્રા વધી જાય તો છોકરીના મોં ઉપર ઍસિડ નાખતા પણ અચકાતા નથી.

ધ્યાન, મેડિટેશન અને યોગાથી મન શાંત થઈ ગુસ્સો અને ક્રોધ નરમ પડે છે. તેના સેમિનાર, વર્કશોપ વગેરે ફાયદાકારક છે. છતાં બધાંને તેની ધારી અસર થતી નથી. મનમાં ઉચાટ અને દબાયેલો ક્રોધ રહ્યા જ કરે છે. તેને લખીને વર્ણન કરીને કાગળમાં કેદ કરી ફાડી નાખવાનો આઇડિયા પણ સારો છે. પણ તે જ ઘડીએ મનમાં સળગી રહેલો ક્રોધ અને ગુસ્સો બહાર કાઢવા હવે પશ્ચિમના દેશોમાં પૈસા આપીને ઍગર સેન્ટરો કે રેજ સેન્ટરો ખૂલવા લાગ્યા છે.

કેનેડાના વાનકુવરમાં ગયા વર્ષે આવું પહેલું રેજ સેન્ટર ખુલ્યું. પછી અમેરિકાના મિશિગનમાં, મેડિસન હાઇટ્સમાં, લોસએંજેલીસ અને સાનફ્રાન્સિસ્કોમાં પણ હવે આ ટ્રેન્ડ ફેલાતો જાય છે. ચીનમાં પણ આવા અનેક એંગર રૂમો ખૂલી રહ્યા છે.

ગુસ્સો અને હતાશા ઠાલવવાના આ સેન્ટરોની સેવા પૂરી પાડવાની પદ્ધતિ જાણવાની મજા આવે તેવી છે. સરેરાશ ૨૦થી ૨૫ ડૉલર એટલે કે આપણા ૧૪૦૦થી ૧૬૦૦ રૂપિયાની ટિકિટ લઈ જે તે ક્રોધિત વ્યક્તિને એંગર રૂમમાં પ્રવેશ આપવામાં આવે છે. આ રૂમમાં વ્યક્તિના મગજનો પારો ઊંચો થતો જાય તેવું સંગીત રેલાતું હોય અને બાજુમાં હથોડી, હોકી, બેટ, હથોડો વિગેરે સ્ટેન્ડ પર પડેલા હોય છે. વ્યક્તિને ગુસ્સામાં જે ઉપાડવું હોય તે ઉપાડી શકે છે. આ વ્યક્તિને ઈજા ના થાય તે માટે ખાસ કપડાં, ગોગલ્સ, હેલ્મેટ અને બૂટ પણ ત્યાંથી જ આપવામાં આવે છે. વ્યક્તિને પોતાનો ગુસ્સો ઉતારવા સામે જૂના ટીવી, કમ્પ્યૂટર, પીપડા, રમકડાં, મૂર્તિઓ, પુરુષ, સ્ત્રી અને બાળકના પૂતળાં વિગેરે રાખેલા હોય છે. આવેલ વ્યક્તિ પોતાનો ક્રોધ શાંત થાય ત્યાં સુધી આ બધી વસ્તુઓનો કચ્ચરઘાણ વાળતો રહે છે. બાજુમાં એક ખૂલી બારી પણ હોય છે. જેમાંથી તૂટેલી ફૂટેલી વસ્તુઓ બહાર ફેંકી ક્રોધ શાંત કરી શકાય.

બીજા રૂમમાં તે ક્રોધિત વ્યક્તિને બળાપો કાઢવા માટે ગંદીગાળો બોલવી હોય, થપ્પડ મારીને ગુસ્સો કાઢવો હોય કે પછી ક્રોધ શમાવવા સામેની વ્યક્તિનું ગળું દબાવવા માગતો હોય તે માટેની વ્યવસ્થાના ભાગરૂપે જુદા જુદા વય જૂથના પુરુષ-સ્ત્રીના ઢીંગલા રાખવામાં આવેલ હોય છે. તેના પર જોર અજમાવી વ્યક્તિ પોતાનો ગુસ્સો શાંત કરે છે. આવા સેન્ટરોની મદદથી અનેક છૂટાછેડા, આત્મહત્યાના, નોકરી જવાના કેસો સુધરતાં જણાયા છે અને હત્યાઓ થતી અટકી છે. તેવો સેન્ટરોના માલિકોનો દાવો છે.

આમ ખૂન કા બદલા ખૂનનો હિસાબ પતાવી ગુસ્સા અને ક્રોધનું શમન કરાય છે. આને બદલે વ્યક્તિમાં સહિષ્ણુતા, ધીરજ, હકારાત્મક વિચારો જગાડી, કુટુંબ જોડે બેસી હળવી પળો વિતાવે, કળા, સાહિત્ય, સંગીત વગેરે વિકસાવી ૨૦ થી ૩૦ મિનિટ ધ્યાનમાં બેસી ગુસ્સા અને ક્રોધનું શમન કરે તે સારું કે નહીં, તે વિચારવા જેવું છે.

ગુસ્સો અને ક્રોધ મનમાં અને મનમાં જ રહ્યા કરે તેને બદલે કોઈ પણ રીતે બહાર નીકળી જાય અને તેનું શમન થઈ જાય તે વધુ સારું છે. અન્યથા વ્યક્તિ ક્રોધમાં અને ક્રોધમાં સળગ્યા જ કરે અને કોઈ અનૈતિક કે ગુનાખોરીનું કામ કરી નાખે તેમાં નવાઈ નથી.

અગાઉના 'ભુલ ભુલૈયા' મૂવીમાં અક્ષયકુમાર હીરો તરીકે, મનોચિકિત્સક હોય છે અને હિરોઈન વિદ્યાબાલન ડાન્સર હોય છે. આગલા જનમમાં તેની ઉપર રાજાએ અન્યાય અને અત્યાચાર કરેલો હોવાથી વિદ્યાનો ગુસ્સો, આ જનમમાં ભભૂકતો હોય છે. તે દરરોજ રાત્રે બીક લાગે તેવા ડાન્સ કરતી હોય છે. તેની સારવારના ભાગરૂપે હીરો તેની અચેતન અવસ્થામાં રાજાના પૂતળાને ગોઠવી તલવારથી તેના કકડા કરાવી નાંખે છે અને પછી હિરોઈનના ક્રોધનું શમન થાય છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/


Angry, anger, rage, fury, frustration, irritation, annoyance, temper, aggression, hostility, resentment, bitterness, emotional outburst, stress, tension, negativity, inner fire, explosive mood, heated emotions, conflict, mental pressure, upset feelings, impatience, intolerance, agitation, emotional intensity, mood swings, psychological strain, reaction, confrontation

#Angry #Anger #Fury #Rage #Mad #Frustrated #Irritated #Annoyed #Upset #Temper #InnerFire #EmotionalStorm #BurningInside #UncontrolledAnger #SilentRage #ExplosiveMood #DarkEmotions #MindOnFire #DontMessWithMe #StayAway #MoodOff #NoTolerance #SavageMood #AttitudeOn #WarningMode #ZeroPatience #AngryVibes #RageMode #HeatOfTheMoment #FireWithin #StormInside #BreakingPoint #TooMuchToHandle


-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો