ડર છે શું?
-----------------------------------------------------------------------------------------------------------------------------
ડર એ મનનો અચાનક ઉદ્ભવતો આવેગ છે, જે કોઈ પણ જોખમથી
ચિંતા થતાં પેદા થતી લાગણી છે. ડરનો ઈતિહાસ માણસના ઇતિહાસ કરતા જૂનો છે.
ઉત્ક્રાંતિવાદ પ્રમાણે ધીમે ધીમે એક કોષી જીવમાંથી બહુકોષી જીવો અને તેમાંથી
ઉભયજીવી, સસ્તનો અને
છેવટે વાનરોમાંથી સૌથી બુદ્ધિશાળી જીવ એટલે માનવ. નીચલી કક્ષાના પ્રાણીઓમાં
વિચારવાની કે વ્યવહાર માટે બોલવાની કોઈ પ્રવૃત્તિ નથી હોતી, પણ જીવ તો સહુને
વહાલો છે. જીવ બચાવવા જોખમ લાગતા જ ભાગવું કે લડી લેવું તે નક્કી કરવાનું હોય છે.
ત્યારે સહુ પ્રથમ ડર લાગે છે, પછીથી તે પ્રાણી નક્કી કરે છે, કે લડવું કે ભાગી છૂટવું. આ બંને
પ્રવૃત્તિમાં ડરને લીધે પેદા થયેલા શારીરિક ફેરફારો જ પ્રાણીને કામમાં લાગે છે. આમ
ડર એ બહુ જ જરૂરી અને પ્રાથમિક આવેગ છે.
કુદરતે આખી સૃષ્ટિની રચના જ એકબીજાના
જીવ પર આધારિત કરી છે, એક જીવ જ
બીજા જીવનું ભોજન છે. જે જીવ લડાઈની બાજી જીતી જાય છે, તે બીજા પ્રાણીનો
જીવ લઈ ભોજન કરે છે. કુદરતે આપણને પણ ડરના પ્રતિભાવ સાથે બુદ્ધિ આપેલી છે, તેને લીધે આપણે આ
દુનિયા પર ટકી અને ચિરંજીવ બની ગયા છીએ. હિંસક પ્રાણીઓના હુમલા સામે માનવી ડરનો
માર્યો ટોળાં બનાવતા અને તીક્ષ્ણ હથિયારો બનાવતા શીખ્યો. આમ ડર આપણા માટે આશીર્વાદ
રૂપ બની ગયો, જ્યારે
કેટલીય પ્રજાતિઓ દુનિયામાંથી નામશેષ થઈ ગઈ છે.
ડર આપણને જોખમ સામે
ચેતવે છે. એટલે એ જરૂરી છે. તેના બે પ્રકાર છે.
(૧) જૈવ રસાયણિક : આ એક કુદરતી
બચાવની લાગણી છે. જોખમ જોઈને શરીર તરત જ પ્રતિભાવ આપે છે. અને મનમાં ડર લાગવા લાગે
છે. આ ડર બધામાં સરખોજ હોય છે. દરેક પ્રાણી કે માનવીમાં આ ડર જોવા મળે છે, જે જરૂરી છે
જિંદગીના જોખમોનો પ્રતિકાર કરવા માટે.
(૨) લાગણી સભર :
આ મનની લાગણીથી
પેદા થતી ભાવના છે.
દરેકના મન જુદા જુદા હોય છે. તેથી તેનો પ્રતિભાવ પણ જુદોજુદો જોવા મળે છે. કોઈને
સાવ સામાન્ય બાબતોનો ડર લાગે છે, તો કોઈને તે બાબત એકદમ સામાન્ય લાગે છે, જેમકે અચાનક સામે
વાંદો આવી જતાં કોઈ સ્ત્રીમાં એકદમ ડરની લાગણી જોવા મળે છે, અને તે દોડાદોડ કરી
મૂકે છે. જયારે એજ વંદાને જોઈને તેના પતિ ને કંઈ જ થતું નથી, અને તે હસતા હસતા
તેને પકડી ને બહાર ફેંકી દે છે. સ્ત્રીઓ વધારે લાગણી સભર હોવાથી આ પ્રકારનો ડર
સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે.
આપણો ડર જન્મ થી મનમાં હોતો નથી, પણ ધીમેધીમે માબાપ, અન્ય સગાઓ અને
પોતાના અનુભવે તે આપણામાં વિકાસ પામતો જાય છે. જન્મ વખતે આપણી મનની સ્લેટ સાવ કોરી
હોય છે, પછીથી એકાદ
વખત પડી જતાં, પડવાનો ડર
લાગે છે. પછીથી માબાપ ડરાવે છે, બેટા,
સૂઈ
જા, નહિતર બાવો
ઉપાડી જશે અને બાવાનો ડર મનમાં પેસી જાય છે. પછી એક પછી એક સગાઓ જુદા જુદા ડર
બતાવી પોતાનું ધાર્યું કરાવે છે. આપણું મન પછી કેટલા બધા ડરથી ઘેરાઈ જાય છે?
પહેલી વખત શાળાએ જવાનો ડર, માબાપથી છૂટા
પડવાનો ડર, ભણવામાં ના
આવડે તો માસ્ટરજીનો ડર, પછીથી
પરીક્ષાનો ડર, ખરાબ
પરિણામનો ડર, બોર્ડમાં
આવીએ પછી તેની પરીક્ષા નો ડર, કોલેજમાં રિઝલ્ટનો ડર, નોકરી માટે ઇન્ટરવ્યૂ કેવો જશે તેનો ડર, પછીથી નોકરી મળશે
કે નહીં તેનો ડર, કોઈ ગમી
જાય તો તેને પ્રપોઝ કરવું કે નહીં તેનો ડર, લગ્ન પછી જીવનસાથી કેવું હશે તેનો ડર, નોકરીમાં બોસનો ડર, મેમો તો નહીં મળે
ને તેનો ડર, ધંધામાં
કેવું ચાલશે તેનો ડર, ખોટ જશે તો
શું કરવું તેનો ડર, બાળક જન્મે
તો તેના ઉછેરનો ડર, તેને સારી
શાળામાં એડમિશન મળશે કે નહીં તેનો ડર, સારી કમાણી હોય તો ઈન્કમટેક્સનો ડર, અને ખરાબ આવક હોય
તો ઘર કઈ રીતે ચલાવવું તેનો ડર, ઉંમર વધતાં વૃધ્ધ થવાનો ડર, તેની તકલીફોમાં શું કરીશું તે બાબત નો ડર, પછી વધારે વૃધ્ધ
થતાં મોતનો ડર!! બોલો જિંદગી માં ડર કેટલા બધા છે!!!!
કારણ પ્રમાણે ડરનાં
બે પ્રકાર પડે છે :
(૧) સાચો ડર : કેટલીક બાબતોનો ડર
જીવન બચાવવા, ઈજા ના થાય
તે માટે, ચિરંજીવતા
માટે જરૂરી છે. તેને અનિવાર્ય ડર પણ કહે છે. જેમકે આગમાં કૂદી પડવાનો ડર, ઝેરી સાપને પકડવાનો
ડર. આવા ડર સામે સાહસ કરવાની કે હિંમત બતાવીને સામનો કરવાની જરૂર નથી. હા, કોઈ વખત ખરેખર
સામનો કરવો પડે તો જીવ નું જોખમ રહે છે. આગમાં પડવાથી બળવાની ઇજા થવાની જ છે.
તેવીજ રીતે ઝેરી સાપને પકડવા જતાં કોઈ વખત જીવન ગુમાવવાનો વખત આવે છે. નીચલી
કક્ષાના દરેક પ્રાણીઓમાં આ ડર જોવા મળે છે, જે કુદરતી છે, અને તેને માટે વિચારવાની જરૂર પડતી નથી.
(૨) કાલ્પનિક ડર :
કેટલાક ડર
અવાસ્તવિક, અને તીવ્ર
હોય છે. જે કોઈ પણ રીતે ફાયદાકારક કે નુકશાનકારક નથી.
મનમાં આ ડર ઘૂસી જાય પછી કાઢવો મુશ્કેલ બની જાય છે. જેમકે એકાદ સિરિયલ કે મૂવી માં
ભૂતપ્રેત કે ડાકણ જોઈને આપણે રોમાંચ અનુભવી સહેમી જઈએ છીએ. પછીથી તેના વિચારો
મનમાં આવ્યા જ કરે છે, તેની
ડરાવની આંખો કે ચહેરો તમારા મનમાં કબ્જો જમાવી દે, તો મન કાલ્પનિક ડર અનુભવવા લાગે છે. તમને
જ્યાં ને ત્યાં ભૂત જ દેખાવા લાગે છે. એમાંય એકાંતમાં કે પછી અંધારામાં મન ફક્ત
ભૂત જ જોયા કરે છે. ખાસ કરીને નબળા મનનાં લોકો કે પછી સ્ત્રીઓમાં આ વધારે જોવા મળે
છે. માણસ પછી તેનાથી ત્રાસી જાય તો પણ તેનાથી છૂટકારો મળવો મુશ્કેલ બની જાય છે.
નીચલી કક્ષા ના પ્રાણીઓમાં વિચારવાની શક્તિ હોતી નથી, તેથી તેમનામાં આ
પ્રકારનો ડર જોવા મળતો નથી. પણ જો એક વખત કોઈ બનાવથી કે હુમલાથી નબળું પ્રાણી બચી
જાય તો પછી તેને દૂર થી જોતા જ, ડરથી તે ભાગવા લાગે છે, જે તેની જિંદગી બચાવવા જરૂરી છે.
આમ સાચો ડર આપણા માટે ફાયદાકાક છે, જ્યારે કાલ્પનિક ડર
કોઈ રીતે ફાયદાકારક નથી, તેથી
તેનાથી છૂટકારો મેળવવો જરૂરી બની જાય છે.
સમય પ્રમાણે ડરના
બે પ્રકાર પડે છે.
(૧) ક્ષણિક ડર : અચાનક સામે કોઈ
પ્રાણી કે ડરામણો
માણસ
હથિયાર સાથે આવી જાય તો, કે પછી
અચાનક વાંદો ઊડતો ઊડતો સામે આવી જાય તો, તે ક્ષણ પૂરતા આપણે ડરીને ધ્રુજી જઈએ છીએ, અને તરત તે
જગ્યાએથી ભાગી જઈએ છીએ. આ ક્ષણિક ડર જીવનરક્ષક બની જતાં ઉપયોગી છે.
(૨) કાયમી ડર : માણસના મનમાં
જ્યારે કોઈ બનાવ, માનવી કે
વસ્તુનો એક વખત ખરાબ અનુભવ થતાં ડર પેસી જાય તો તે કાયમ માટે મનમાં રહી જાય છે. મન
હમેશાં ડર માં જ રહ્યા કરે છે, અને જયારે તે માણસ કે વસ્તુનો સામનો કરવાનો આવે ત્યારે ડરથી
કંઈજ કરી શકતો નથી. આ પ્રકારનો ડર કોઈ પણ રીતે જીવનરક્ષક નથી, કે પછી ઉપયોગી નથી, તેથી તેનો
હિમ્મતપૂર્વક સામનો કરવો જ રહ્યો.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance
Tags :
#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો