સોમવાર, 29 જૂન, 2026

સચોટ નિર્ણય માટેના ગીતાના ૯ ઉપદેશ

 

સચોટ નિર્ણય માટેના ગીતાના ૯ ઉપદેશ

--------------------------------------------------------------------------------------------------------------------------

મહાભારત યુદ્ધના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે ગોઠવાઈ ગઈ હતી. સેનાપતિ અર્જુનનો રથ તેના સારથી શ્રીકૃષ્ણ સાથે સૌથી આગળ હતો. અર્જુને કૌરવોની સેના જોઈ. સેનાપતિ દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરે અનેક વડીલ મહારથીઓને જોઈ તેનાં હાંજા ગગડી ગયાં. “મારે આ બધા સામે યુધ્ધ કરવાનું છે?” એમ વિચારી તેણે હથિયારો મૂકી દીધા. ભગવાન શ્રીકૃષ્ણએ તેને ઉપદેશ ચાલુ કર્યો. અર્જુન નિરાશા, ગ્લાનિ અને હતાશાના આવેગથી ડગમગી ગયો હતો.

(૧) શ્રીકૃષ્ણએ ઉપદેશમાં કહ્યું કે આવેગમય સ્થિતિમાં કોઈજ નિર્ણય ના લેવાય. આવેગો હંગામી થોડા સમય માટેના જ હોય છે. યુદ્ધ ના કરવું કે કરવું તેનો નિર્ણય આવી આવેગિક સ્થિતિમાં લેવાય જ નહીં. મન શાંત થાય પછી જ નિર્ણય લેવા.

મોડર્ન જમાનમાં જોઈએ તો વિદ્યાર્થીઓને વાંચવા, ભણવાને બદલે મુવી જોવાનું વધારે ગમે છે, આવેગ વધારે આવે પણ તેનો અમલ નુકશાનકારક છે. આવેગિક સ્થિતિમાં કોઈપણ મહત્ત્વના નિર્ણય લેવાય નહીં. વિદ્યાર્થીએ તૈયારી બરાબર ના કરી હોયતો હતાશામાં પરીક્ષામાંથી ડ્રોપ લેવાનો નિર્ણય કરી લે છે, પણ તે યોગ્ય નથી.

(૨) શ્રીકૃષ્ણ કહે છે લાગણીઓ પર કાબૂ મેળવી કોઈપણ નિર્ણય તમે બહુ જ ખુશ હો ત્યારે કે બહુ જ દુઃખી હો ત્યારે ના લો, તે હમેશાં ખોટા જ પડે છે. જ્યારે બહુજ ખુશ હોઈએ ત્યારે સામેવાળો જે માગે તે આપી દઈએ છીએ. દશરથ રાજા કૈકેયીની મદદથી યુદ્ધ જીતી ગયા, અને ખુશ થઈને બે વરદાન આપી દીધાં, પણ તે જ વરદાનથી ભગવાન રામને ૧૪ વરસ વનવાસ થયો, અને દશરથ રાજા તેના વિયોગમાં મૃત્યુ પામ્યા. આમ જીવનમાં હમેશાં યાદ રાખો, બહુ જ ખુશ અવસ્થામાં કોઈજ નિર્ણય ના લો.

તેવી જ રીતે બહુજ દુ:ખી અવસ્થામાં પણ મન ખોટા નિર્ણયો લે છે, અગાઉના સમયમાં ઋષિમુનિઓ ક્રોષિત કે દુઃખી અવસ્થામાં શ્રાપ આપી દેતા, પછી તેમને પસ્તાવો થતો.

કોઈપણ નિર્ણય ક્રોધ કે મોહના આવેશમાં ના લો. – જયારે મન ક્રોધ કે ગુસ્સામાં હોય ત્યારે હમેશાં ખોટા જ નિર્ણયો લેવાય છે. પોતાની પત્નીને તેના જુના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ક્રોધના આવેશમાં ખૂન થયાના પણ અનેક દાખલા છે. આમ ખૂન કરવાનો આવેશયુક્ત નિર્ણય પછી જેલમાં આજીવન પસ્તાવો કરાવે છે.

તેવી જ રીતે કોઈના મોહમાં નિર્ણય લેવો પણ નકામો છે. કૈકેયી પુત્રપ્રેમના મોહમાં પોતાના બે વરદાનમાં રામને ચૌદ વરસનો વનવાસ અને ભરતને રાજગાદી માગે છે. પછીથી ખૂબ પસ્તાવો થાય છે, પણ એ શું કામનો?

વર્તમાન સમયમાં કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યૂ લેનારાનો સગો ઉમેદવાર હોય તો તેના તરફી જ નિર્ણય લેવાય છે, એટલે જ પહેલેથી સોગંદનામાંની આ શરત હોય છે કે ઉમેદવારના કોઈ સગા પરીક્ષક બની શકે નહીં. રાજકારણના બધા નિર્ણયો સગાવાદના મોહ હેઠળ લેવાય તો તે રાજપાટ નિષ્ફળ જાય છે.

(૩) અર્જુન ગભરાઈને પૂછે છે, “સખા, હું યુદ્ધ તો કરું પણ હારી જઈશ તો???”

ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે, “વત્સ, તું ફક્ત કર્મ કર, ફળની આશા ન રાખ, તે તો ઉપરવાળાના જ હાથમાં છે." તેને નિષ્કામ કર્મનો ઉપદેશ આપે છે.

વર્તમાન સમયમાં પણ વિદ્યાર્થી વધારે ટકા લાવવા જ મહેનત કરે જાય અને ધારેલા ગુણ ના આવે તો નિરાશ થઈ આત્મહત્યા સુધી પહોંચી ગયાનો અનેક દાખલા છે. તેને બદલે દરેકે મહેનત તો કરતા જ રહેવું, પછી પરિણામ જે આવે તે, પણ સારી નિષ્કામ મહેનતનું પરિણામ સારું જ આવે છે.

કોઈપણ નિર્ણય ફળની આશા રાખ્યા વગર લેવાશે તો હમેશાં સચોટ અને સફળ જ રહેશે. વૃદ્ધ માણસને આંબો વાવતો જોઈ યુવાને મજાક કરી, “કાકા, આની કેરી તો વીસ વરસે આવશે, ત્યારે તમે તો જીવતા પણ નહીં હો.”

મેં મારા બાપદાદાના આંબાની કેરી ખાધી છે, તો હવે મારે પણ આવનારી પેઢી માટે મહેનત તો કરવી પડશે ને!” દાદાનો જવાબ અને નિર્ણય નિષ્કામ કર્મને ઉજાગર કરે છે.

(૪) પોતાનાં સગાઓ સામે યુદ્ધ કરી જીતવું અર્જુનને બેકાર લાગે છે. તે કહે છે, “મારે સગાઓને મારીને રાજા થવું જ નથી.” ભગવાન સમજ પાડે છે, “વત્સ, પરિવર્તન સંસારનો નિયમ છે. આજે દુર્યોધન રાજા છે. કાલે યુધિષ્ઠિર રાજા બનશે. આમ સંસારચક્ર ચાલ્યા જ કરે છે. જીવનમાં પરિવર્તન સ્વીકારવાની અને તે પ્રમાણે આગળ વધતા જવાની જરૂર છે. જો દુર્યોધન જ રાજા રહેશે તો ભારત પર અધર્મ અને અન્યાયનું રાજ કાયમ રહેશે. માટે મનમાં નિર્ણય કર, પરિવર્તન સંસારનો નિયમ છે.”

તાજેતરમાં પણ લોકશાહીના રાજમાં જે પક્ષ કે પ્રમુખ રાજ બરાબર ના કરે તો લોકો જ તેમને વોટના પરિવર્તન દ્વારા હટાવી રાજ બદલે છે.

(૫) ભગવાન કહે છે, “વત્સ, તું કોઈપણ નિર્ણય લે, પણ તેમાં તને વિશ્વાસ અને મક્કમતા હોવી જોઈએ. જો તુ થોડા વખત પછી નિર્ણય બદલ્યા કરીશ તો તે બેકાર છે. જો તું યુદ્ધ કરવાનો વિશ્વાસપૂર્વક મક્કમતા પૂર્વક નિર્ણય કરે છે, તો પછી તે પ્રમાણે જ નિષ્કામ કર્મ પણ કર.

(૬) ભગવાન કહે છે હમેશાં મહાન માણસો જે કરે છે, તેને આમ આદમી અનુસરે છે. માટે તું લક્ષ્ય ઊંચું રાખીને વિશ્વાસપૂર્વક યુદ્ધ કર. હમેશાં ઊંચું લક્ષ્ય જ રાખવું, જીત તમારી જ થવાની છે. તને જોઈને આખું લશ્કર જુસ્સાભેર લડશે અને સફળ થશે. આમ હમેંશાં નિર્ણય કરતી વખતે લક્ષ્ય ઊંચું રાખવાનું જરૂરી છે.

તાજેતરના જમાનામાં પણ પાર્ટીના નેતા ચૂંટણી પહેલા તેમની પાર્ટીની જીત થશે અને તેમની જ સરકાર રચાશે જ તેવાં સૂત્રો અને ગાણાં ગાતા હોય છે, પછી ભલેને પરિણામ જે આવે તે, સ્વીકારે જ છુટકો.

(૭) “પણ પ્રભુ, હું આ યુદ્ધ કરું તેમાં કેટલાં જીવ જશે, કેટલી સ્ત્રીઓ વિધવા બનશે, કેટલાં બાળકો અનાથ બનશે તો આ સારું કહેવાય?” અર્જુન પૂછે છે.

ભગવાન કહે છે, “તારો નિર્ણય લાંબાગાળે સમાજ અને દેશ માટે સારો છે, કારણકે અધર્મ અને અન્યાયનો અંત આવી નાશ થશે. આમ એવો નિર્ણય કરવો જોઈએ જે સમાજ અને દેશને હિતકારી, ફાયદાકારક હોય તે તમારે માટે સારો જ કહેવાય.

તાજેતરમાં પણ કોરોના કાળમાં વડાપ્રધાને લીધેલો લોકડાઉનનો નિર્ણય સમાજ અને દેશ માટે સારો અને ઉપયોગી જ હતો, પછી ભલે ઉદ્યોગો અને ધંધા રોજગારને અસર પડી હોય, કારણકે, “જાન હૈ તો જહાન હૈ!"

(૮) અર્જુનને યુદ્ધ સમયે સાચો નિર્ણય લેવા તેના સારથી, સખા, ભગવાન શ્રીકૃષ્ણની મદદ મળી અને યુદ્ધનો નિર્ણય લેવાયો તે માટે અર્જુને પોતાની સમસ્યા, વ્યથાની રજૂઆત કરી જ્ઞાન મેળવ્યું.

તેવી જ રીતે કોઈપણ નિર્ણય લેતા ગૂંચવાઈ જવાય તો પોતાના અંગત વડીલ કે મિત્રની સલાહ લેવી જ જોઈએ. કોઈક સારો ઉકેલ મળી જ જશે.

(૯) અંતમાં અર્જુનને પોતાની સલાહ અને વાતોમાં વિશ્વાસ આવે તે માટે ભગવાને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યાં. અર્જુન દર્શન કરી ધન્ય થઈ, પાકા નિર્ણય સાથે યુદ્ધ મેદાનમાં પરત ફર્યા. તેવીજ રીતે મોટા નિર્ણયમાં પોતાના ઇષ્ટદેવના દર્શન કરી મક્કમતાપૂર્વક નિર્ણયનો અમલ કરો.

પોતાના ભગવાનનાં દર્શન અને તેમાં વ્યક્ત કરેલ વિશ્વાસ તમારા નિર્ણયને મક્કમ બનાવી ચોક્કસ જીત તરફ લઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો