મંગળવાર, 30 જૂન, 2026

નિર્ણયો ધારણાઓથી લેશો કે વાસ્તવિકતા ચકાસીને ?

 

નિર્ણયો ધારણાઓથી લેશો કે વાસ્તવિકતા ચકાસીને ?

-----------------------------------------------------------------------------------------------------------------------------

દરેક નિર્ણય લેતાં પહેલાં મનમાં ઉદભવતો આ સવાલ છે, કે ધારણાઓ એટલે કે તર્ક અને ભવિષ્યમાં શું થશે તેનો વિચાર અને વાસ્તવિકતા, બેમાંથી કોનો આધાર લેવો ?

રોજબરોજનાં સામાન્ય કાર્યોમાં, વ્યવહારમાં વાસ્તવિકતા તપાસીને જ નિર્ણય લેવામાં આવે છે. ઓફિસે સ્કુટર લેવું કે કાર, તે પણ ટ્રાફિક વધારે નડે તેમ હોય નો વિચાર આવે તો આપોઆપ સ્કુટરનો નિર્ણય લેવાઈ જાય છે. ઓફિસમાં સાંજે બોસની પાર્ટીની જાણ હોવાથી તરત જ પાર્ટી-શર્ટ પહેરવાનો નિર્ણય લેવાય છે.

ગ્રાહક તરીકે બજારમાં કોઈપણ વસ્તુ ખરીદવા ગયા હોઈએ ત્યારે તો તે વસ્તુની તમામ વાસ્તવિકતા આપની સામે જ હોય છે. જેમ કે તમે સારું ટીવી લેવા ગયા છો, તો ટેકનિકલ માહિતી તો મેળવેલી હોય છે, જેમકે સાઇઝ, કંપની, સાઉન્ડ વગેરે. જો ૪૨” નું કલર ટીવી લેવાનો વિચાર હોય તો આપણે દુકાનદારને વિવિધ કંપનીના આ સાઈઝના ટીવી બતાવવાનું કહીએ છીએ. તેમાં સેમસંગ, સોની વગેરે કંપનીના બતાવે છે. તેમાં પિક્ચરની વાસ્તવિક ક્વોલિટી સોનીમાં સૌથી સારી હોય તો આપણે સોની લેવાનો જ નિર્ણય કરીએ છીએ, એટલે કે વાસ્તવિક્તા ચકાસીને નિર્ણય લીધો છે, તેમાં ધારણા કે તર્કને કોઈ સ્થાન નથી. તેવી જ રીતે ફફ્લેટ, કાર કે કોઈપણ વાહન જોઈ, ચકાસી ટ્રાયલ કરી આપણે પસંદગીનો નિર્ણય કરીએ છીએ

તેવી જ રીતે કોઈપણ લેવડદેવડ, ખરીદી, વેચાણ કે ઓફિસના કોઈપણ સોદામાં હંમેશાં વાસ્તવિક્તા ચકાસવી પડે છે, તેમાં દિલનુ, લાગણીનું કે ભવિષ્યની ધારણાઓનું કોઈ જ સ્થાન નથી.

આપણાં અંગત પ્રશ્નોના નિર્ણય લેવાના હોય ત્યારે ભવિષ્યનો, તર્કનો અને ધારણાઓનો સહારો લેવો પડે છે. તમે જ્યારે જીવનસાથી પસંદ કરવા જાવ ત્યારે તેનો દેખાવ, અભ્યાસ અને આવક, કુટુંબ વગેરેની વાસ્તવિક માહિતી મેળવીને જ તેને જોવા જાવ છો એટલે કે વાસ્તવિકતા પહેલેથી ચકાસાઇ ગઈ છે. પછીથી બેત્રણ કન્યાઓનાં વિકલ્પમાંથી એક પસંદ કરવા તર્ક કે ધારણાનો સહારો લેવાય છે. આ ત્રણમાંથી આ મને પ્રેમાળ લાગે છે, આ વધારે કમાય છે અને આ વધારે દેખાવમાં સુંદર છે તો શું ? જેની ધારણા વધારે આવક તરફી હશે તે વધારે આવકને અને દેખાવની ધારણાવાળા દેખાવને વધારે મહત્વ આપી નિર્ણય કરશે, પછી તો ભવિષ્યમાં શું થશે, તે કોઈને ખબર પડતી નથી.

કોઈ સાથે સંબંધો અને વ્યવહાર સાચવવામાં આપણે ધારણાઓનો સહારો લેવો જ પડે છે. વાસ્તવિકતામાં તો એ આપણાં નજીકનાં સગાં છે જ પણ ભવિષ્યમાં આમની સાથે વધારે જામશે, આ મને વધારે ઉપયોગી થશે, વગેરે ધારણાઓ કરી આપણે સંબંધ અને વ્યવહાર વધઘટ કરીએ છીએ. જ્યારે કોઈપણ અજાણ્યા માણસ સાથે વ્યવહાર તેની વાસ્તવિકતા ચકાસીને જ કરીએ છીએ. તેનો દેખાવ, તેનો વ્યવહાર બધું જ જોઈચકાસીને તેની સાથે વાતચીત અને સંબંધ ચાલુ કરીએ છીએ. પછી જ ધારણાઓ પર સંબંધ અને વ્યવહારની વધઘટ જોવા મળે છે.


શેરબજાર માટે સૂત્ર છે કે “બાય ધ રૂમર, સેલ ધ ફેક્ટ'' એટલેકે શેરોની ખરીદી ધારણાઓથી કરો અને વેચાણ વાસ્તવિકતા ચકાસી કરો. આ વાત તદ્દન સાચી જ છે.

શેર બજારમાં હંમેશાં ભવિષ્યની ધારણાઓ પર જ ભાવની વધઘટ થતી જોવા મળે છે અને વાસ્તવિકતા મુજબ હકીકત આવે ત્યારે તો ભાવમાં વધઘટ થઈ ચૂકી હોય છે. એટલે ખરીદી તે પહેલા કરવા માટે તમારે પણ ધારણાઓને સહારે જ ખરીદી કરવી જોઈએ. કોંગ્રેસની હાર થઈ, ભાજપાને બહુમતિ મળતી લાગે તો તેની ફેવરિટ કંપનીઓનો ભાવ ધારણાઓથી જ વધવા લાગે છે અને ખરેખર ભાજપની સરકાર આરૂઢ થાય તે પહેલાં તો ભાવ તે પ્રમાણે વધી જ ગયા હોય છે, માટે તે પહેલાં જ ખરીદી કરવી યોગ્ય રહેશે. જ્યારે વેચાણનો નિર્ણય કરો ત્યારે વર્તમાન ભાવમાં નફો થતો હોય તો બુક કરી શકાય, એટલે કે વાસ્તવિકતા ચકાસીને જ વેચાણ કરવું મુનાસિબ રહેશે.

જો તમે વાસ્તવિકતા ચકાસીને શેરની ખરીદી કરવા જશો, તો બજારે તો ધારણાઓને આધારે વધઘટ કરી જ લીધી હોય, તો તેવા શેરમાં ખરીદી કરીને પણ નફો કાંઈ નહીં થાય. આ ખૂબ જ સંવેદનશીલ બજાર છે, ખૂબ જ કમાતી અને અગ્રણી કંપનીના ચેરમેનને જરાક છાતીમાં દુખાવો થાય ત્યાંતો તેની કંપનીના ભાવ ઘટવા લાગે છે, વાસ્તવિકતામાં તેને હાર્ટએટેકને બદલે ફક્ત સ્નાયુનો દુખાવો નીકળે તે પહેલાં તો સારા એવા ભાવ ઘટી ગયા હોય છે. જો ભારત-ચીન સરહદે સામાન્ય છમકલું પણ થાય તો બજાર યુદ્ધની ધારણાઓથી ઘટવા લાગે છે.

આમ શેરબજાર હંમેશા એક કદમ આગળ રહેતું હોવાથી લાંબાગાળાની ખરીદી ધારણાઓથી કરી વેચાણ વાસ્તવિક ભાવમાં સારો નફો મળતા નફો બુક કરી લેવામાં જ સાર છે.

જીવનના મોટા અને કઠિન નિર્ણયો લેતા પહેલા લાંબાગાળાના ભવિષ્યની ધારણાઓ અને વાસ્તવિકતાઓ પણ ચકાસવી પડે છે. નોકરી છોડી ધંધો કરવો, કે પરદેશ જઈ સેટલ થવું તેમાં ધારણાઓ અને લાંબાગાળાના ભવિષ્યનો વિચાર જરૂરી છે. સાથે સાથે જીવનસાથી અને બાળકોના ભવિષ્યનો પણ વિચાર કરવો જરૂરી છે.

લાસ્ટ સ્ટ્રોક :- જ્યારે અંતરાત્માનો અવાજ આવે ત્યારે વાસ્તવિકતા કે ધારણાને અવગણી ફક્ત આત્માના અવાજનો જ નિર્ણય લેવાય છે. કુમાર સિદ્ધાર્થ બધું છોડી ભગવાન બુદ્ધ થવા જંગલમાં તપ કરવા ગયા, અને મહાત્મા ગાંધીજીએ પરદેશ વકીલાતનું ભણી દેશમાં આવી બધું છોડી ફક્ત દેશસેવાનો નિર્ણય લીધો, તેના જવલંત ઉદાહરણો છે. પણ શેરબજારમાં ખરીદી ધારણાઓથી કરી વેચાણ વાસ્તવિકતા ચકાસીને કરશો તો જ નફો સારો આવશે.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો