રવિવાર, 14 જૂન, 2026

ડરની એ ક્ષણ જીતી ગયેલા મહાપુરુષ શિવાજી મહારાજ


ડરની એ ક્ષણ જીતી ગયેલા મહાપુરુષ શિવાજી મહારાજ

--------------------------------------------------------------------------------------------------------------------------

માણસના જીવનમાં ચડાવ ઉતાર, સુખદુઃખ, ડરની ક્ષણો વિગેરે આવવું સ્વાભાવિક છે. દરેકના જીવનમાં અમુક ઘડીઓ, સમય એવો આવે છે, જે ક્ષણિક નિર્ણય, નિડરતાપૂર્વક કરીને સામનો કરે છે, તે જીવનમાં આગળ વધી જાય છે, અને જે તે ક્ષણે નબળા પડીને નિર્ણય લઈ શકતા નથી કે ભાગી છૂટે છે, તે જીવનમાં નિષ્ફળ જાય છે. છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં બે પ્રસંગો નોંધપાત્ર બની ગયા, તે વખતે જો તે ડરીને નબળા પડી ગયા હોત અને કોઈ નિર્ણય ના લઈ શક્યાં હોત, તો તે વખતે મરાઠા સામ્રાજ્ય નો ઉદય જ ના થયો હોત, અને હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યનો ઝંડો જ લહેરાતો હોત. પહેલો પ્રસંગ તો ફક્ત પાંચ દશ સેકન્ડના નિર્ણયનો જ છે, જેમાં અચાનક હુમલા સામે જરાક સરખી ગાફેલિયત થાત, તો શિવાજી જીવતા જ ના રહ્યા હોત.

શિવાજી એક પછી એક કિલ્લા દખ્ખણમાં જીતી રહ્યા હતા. મોગલ સમ્રાટ ઔરંગઝેબ ચિંતામાં હતા. તેમણે સેનાપતિ અફઝલખાનને શિવાજીને મારવાનું કામ સોંપ્યું.

શિવાજીને પ્રતાપગઢની છાવણીમાં અફઝલખાને મળવા બોલાવ્યા, ત્યારે છાવણીમાં કોઈ જ માણસ ના હોવો જોઈએ, તેવી શરત કરવામાં આવેલી, અફઝલખાન ઊંચો અને ભરાવદાર શરીરવાળો સેનાપતિ સરદાર હતો. અંદર આવતાં જ શિવાજી અને અફઝલખાને પોતપોતાની તલવારો પણ માણસો સાથે બહાર મોકલાવી દીધી હતી. બંને હથિયાર વગરના હતા. બંને વચ્ચે એકાંતમાં મંત્રણાઓ ચાલુ થઈ. અફઝલખાને શિવાજીને વિવિધ કિલ્લાઓ ઉપર હુમલા કરવા બદલ ધમકાવવાના ચાલુ કરીને, ગુલામી સ્વીકારવા અનુરોધ કર્યો, તેને બદલે બે ચાર ગામ જાગીર પેટે આપવામાં આવશેની લાલચ પણ આપવામાં આવી. શિવાજીને પહેલેથી તેના કાવત્રાની ગંધ આવી ગઈ હતી, તેથી તેણે શરીર પર લોખંડી બખ્તર અને શિર પર પાઘડી નીચે લોખંડી ટોપી ધારણ કર્યા હતા.

શિવાજી તેની કોઈ દરખાસ્તો સ્વીકારવા તૈયાર ન હતા. છેવટે અફઝલખાને તેને ભેટી ગળે લગાડવાનો અનુરોધ કર્યો. બંને ગળે લાગી રહ્યા હતા, ત્યારે અફઝલખાને અચાનક હુમલો કરી દીધો. શિવાજીને બોચીમાંથી પકડી કેડમાંથી ખંજર કાઢી હુમલો કરી દીધો. શિવાજી આ અચાનક હુમલાથી અવાચક થઈ ગયા. જો તે એ ક્ષણે ડરી ગયા હોત, તો મોત નક્કી હતું.

શિવાજીએ સમયસૂચકતા વાપરી નમી ગયા. તેમણે લોખંડી બખતર પહેર્યુ હોવાથી ઇજા ના થઈ. આ ક્ષણ બહુજ કીમતી હતી. જો તે ડરી ગયા હોત, તો અફઝલખાને ડોક મચડીને ખલાસ કરી નાખ્યા હોત, અને મરાઠા સામ્રાજ્યનો પાયો નાખતા પહેલા જ ઉખડી જાત.

તરત જ શિવાજીએ પોતાના હાથમાં છુપાવેલા વાઘ નખ કાઢી અફઝલખાનના આંતરડા ચીરી નાખ્યા અને તંબુની બહાર દોડી ગયા. અફઝલખાને છેલ્લો ઘા મારવા દોડીને પોતાની તલવાર ફેંકી, પણ શિવાજીએ તત્કાળ ખસી જઈ ઘા ચૂકવી દીધો, અને બચી ગયા. સંતાઈ ગયેલા મરાઠા સૈનિકો ચારે તરફથી આવીને, અફઝલખાનના સૈનિકોનો ખાતમો બોલાવી દીધો. શિવાજીની આ નિડરતા અને તત્કાલ નિર્ણય લેવાની સમયસૂચકતાને લીધે તેમનો જાન બચી ગયો અને અફઝલખાનનો સૈન્ય સાથે ખાતમો બોલી ગયો. યુદ્ધના સમયે ડર્યા વગર લીધેલા, હિંમતપૂર્વકના નિર્ણયો જ તમને જીત અપાવે છે.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો