રવિવાર, 14 જૂન, 2026

ડરની એ ક્ષણ, જીતી ગયેલા મહાપુરુષ, ગાંધીજી

 

ડરની એ ક્ષણ, જીતી ગયેલા મહાપુરુષ, ગાંધીજી

--------------------------------------------------------------------------------------------------------------------------

મહાપુરુષો મહાન થયા, એનું રહસ્ય એજ છે, કે તેઓ ડરની એ ક્ષણ બહાદુરીપૂર્વક લડીને જીતી ગયા. જીવન એક સંગ્રામ છે. તેની દરેક પળો ચેલેંજિંગ નથી હોતી, પણ અચાનક આવતી ક્ષણોમાં ડર વગર, ધીરજથી, સાહસથી, હિંમતપૂર્વક સામનો કરવામાં આવે, તો આખું જીવન બદલાઈ જાય છે. હાર પલટાઈને જીત બની જાય છે, અને ઇતિહાસ બદલાઈ જાય છે.

દીવાન કરમચંદ ગાંધી બહુજ કડક અને શિસ્તપાલનમાં માનનારા હતા. તેમનો પુત્ર મોહન શાળામાં બીડી ફૂંકવાના રવાડે ચડી ગયો. કોઈ પણ માણસના ફેંકી દીધેલાં બીડીના ઠૂંઠાથી બે દમ મારી લેતા, મોહનને પછી ઉછીના પૈસા લઈને બીડી પીવાનો શોખ જાગ્યો. એક વાર લત લાગી એટલે પૂછવું જ શું? દેવું વધતું ગયું. ઉધાર પણ ક્યાં સુધી ચાલે? અંતે મોહને પોતાના હાથમાં રહેલું સોનાનું કડું કપાવી થોડું સોનું વેચી, દેવું ચૂકવવાનો બૂરો સમય આવી ગયો.

ભૂલ થતાં તો થઈ ગઈ, પણ પછીથી મોહનના પસ્તાવાનો પાર ના રહ્યો. આ વાત કડક સ્વભાવના પિતાજીને કરવી કઈ રીતે? તેમને બહુજ ડર લાગવા લાગ્યો. પસ્તાવાનાં ભાગ રૂપે આ સ્વીકાર તો કરવો જ હતો. બહુ વિચારને અંતે તેમને એક વિચાર સૂઝી ગયો. તેમણે નિડરતાથી સમગ્ર વાત કાગળની ચિઠ્ઠીમાં લખી, ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય, તેનું વચન આપ્યું. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ચિઠ્ઠી તો પિતાજીને આપી. આખી ચિઠ્ઠી વાંચી રહેલા પિતાજી આગળ બેઠેલો મોહન ડરથી કંપી રહ્યો હતો. તેને પિતાજી મારવા લેશે, કે બે ચાર લાફા ઠોકી દેશે, કે ઘરમાંથી કાઢી મૂકશેનો ડર, મનમાં ઘર કરી ગયો હતો. તે વિચારતા હતા આવું ડહાપણ કરીને મેં સારું કર્યું કે ખરાબ?

પિતાજી ચિઠ્ઠી વાંચતાં ગયા અને આંખમાંથી ડબડબ આંસુ સાથે મોહન સામે જોયું. મોહનની આંખમાંથી પશ્ચાતાપ, અને ફરી આ ભૂલ નહીં થાયનો નિશ્ચય ઝળકતો હતો. અંતે સત્યનો વિજય થયો.

મોહનનો આ પહેલો વિજય હતો. પછી તેને સત્ય સિવાય કશું જ નહીંનો નિર્ણય અને કઈ ખોટું થાય તો ભૂલ સ્વીકારી ભવિષ્યમાં નહીં કરવાનું વચન તેમને મહાત્મા બનવા તરફ દોરી રહ્યું હતું.

લંડનમાં બેરિસ્ટરનું ભણી વકીલ મોહન દક્ષિણ આફ્રિકામાં પ્રેક્ટિસ કરવા આવ્યા. ટ્રેનમાં રાત્રિ પ્રવાસ દરમ્યાન ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ ટ્રેનમાં બેઠા. ટીસી ચેકિંગ દરમ્યાન ફર્સ્ટ ક્લાસમાં કાળા પ્રવાસીને જોઈ ગુસ્સે થયો. તેણે ઓર્ડર કર્યો, “સામાન ફેંકી દો બહાર, આ કાળા પ્રવાસીનો.”

“પણ મારી પાસે તો આ ક્લાસની જ ટિકિટ છે.” મોહને કાકલુદી કરી.

“કાળા માણસથી આ ડબ્બામાં બેસાય જ નહીં" ટીસી હવે ગુસ્સે થયો. ગોરા અને કાળા માણસ વચ્ચેનો આ ભેદભાવ મોહન સહન ના કરી શક્યો. સ્ટેશન આવતા જ તેને સામાન સહિત ટ્રેનમાંથી ધક્કા મારી ઉતારી દીધો, કરવું શું?

બીજો કોઈ પ્રવાસી હોત તો ડરનો માર્યો શિયાવિયા થઈ, બીજી ટ્રેનના થર્ડ ક્લાસના ડબ્બામાં બેસી ભાગી ગયો હોત. વકીલ મોહન નિડર બની અડગ રહ્યા. આખી રાત તે સ્ટેશન પર બેસી પોતાની વાત રજૂ કરતાં રહ્યા. અંતે નિડરતાનો વિજય થયો. સવારે તેમને ટિકિટ પ્રમાણે ફર્સ્ટક્લાસ માં બેસવાની મંજૂરી મળી ગઈ. રંગભેદ સામેનો આ તેમનો પહેલો વિજય હતો.

આજ નિડરપણાનો, કાળાગોરા સામેનો પહેલો વિજય તેમને ભારતમાં રાષ્ટ્રપિતા બનવાના અને સ્વતંત્ર બનાવવાના પાઠ ભણાવી ગયો.

ભારત પર રાજ કરતાં અંગ્રેજોએ તેમની આવક વધારવા મીઠા જેવી રોજ વપરાશની ચીજ પર એક પૈસો કર વધારી દીધો.

ગરીબ પ્રજામાં હોહા થઈ પડી. પણ થાય શું?સત્તા આગળ શાણપણ નકામું છે. કોઈ નિડર બની આ અન્યાય સામે લડવા તૈયાર ન હતું. બાપુએ આ બીડું ઝડપી લીધું. મોટી ઉંમરે તેમણે છેક સાબરમતી આશ્રમથી દાંડી સુધી ચાલતા કુચ કરી નિડરતાપુર્વક કાયદો તોડવાનું નક્કી કરી લીધું. સમગ્ર ભારતના લોકો સમસમી ગયા, હચમચી ગયા. ચારે તરફથી હજારો લોકોનો સાથ મળતો ગયો. દાંડીના દરિયા પર જઇ બાપુએ નિડરતાપૂર્વક મીઠાની ચપટી હાથમાં લઈ કહ્યું, “હમને નમક કા કાયદા તોડ દિયા.” હજારો અંગ્રેજ સિપાઈઓ, અધિકારીઓ જોતા જ રહી ગયા. નિડર બાપુને જેલ થઈ. એ ડરની ક્ષણ બાપુ જીતી ગયા. આખા દેશની કરોડોની જનતા હવે અંગ્રેજોના અન્યાય સામે લડવા તૈયાર થઈ ચૂકી હતી.

આમ આ ત્રણ પ્રસંગો મોહનને મહાત્મા બનવા અગત્યનો ભાગ ભજવી ગયા, જેમાં નીડરતા મુખ્ય જોવા મળે છે.

લાસ્ટ સ્ટ્રોક : મોહનની સત્યપ્રિયતા, અહિંસા અને નિડરતાએ જ મહાત્મા અને ભારતના રાષ્ટ્રપિતા બનાવી દીધા હતા, એમ કહેવું જરાય ખોટું નથી.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Fear, afraid, anxiety, terror, panic, worry, nervousness, dread, phobia, fright, insecurity, uneasiness, tension, stress, uncertainty, danger, alarm, shock, trauma, distress, helplessness, vulnerability, emotional fear, inner fear, trembling, dark thoughts, survival instinct, mental pressure, overthinking, nightmares, suspense, threat, emotional instability, insecurity, avoidance, psychological strain, sudden fear, startled reaction, fear of the unknown, haunting thoughts, emotional disturbance

Tags :

#Fear #Afraid #Scared #Terror #Panic #Anxiety #Fright #Worried #Nervous #Dread #Phobia #InnerFear #FearInside #SilentFear #HauntedMind #DarkThoughts #EmotionalStorm #MindInFear #FearMode #StayAlert #DangerAhead #BreakingPoint #Nightmare #ScaryThoughts #UncertainMind #StressMode #MentalPressure #FearVibes #ShakingInside #ThreatFeeling #EmotionalTension #UnknownFear #HelplessFeeling #SurvivalMode #DisturbedMind #FrozenInFear #FearOfUnknown #ShadowOfFear #RestlessMind #ScaredInside

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો