રવિવાર, 28 જૂન, 2026

નિર્ણયો ઉંમર સાથે બદલાતા રહે છે

 

નિર્ણયો ઉંમર સાથે બદલાતા રહે છે

-----------------------------------------------------------------------------------------------------------------------------

આપણી નિર્ણયો લેવાની શક્તિ ઉંમર વધતાં, વિકાસ સાથે બદલાતી જાય છે. મગજ અને મનનો વિકાસ ઉંમર વધતા બદલાતો જાય છે, તેથી નિર્ણય લેવાની શક્તિ અને નિર્ણય લેવા માટેના આધાર બદલાતા રહે છે.

શરીરના DNA માં પડેલાં સૂચનો દ્વારા જેવાં કે, નવજાત શિશુ ભૂખ લાગે તો રડવા લાગે, સ્તન પાસે હોઠ આવે તો ચૂસવા લાગે, અને દૂધ ગળામાં જાય એટલે ગળવા લાગે વગેરે નિર્ણયો આપોઆપ લેવાય છે. નવજાત શિશુને બોલતાં, સમજતા કે વિચારતા નથી આવડતું તેથી બીજા નિર્ણયો તે લઈ શકતું નથી. તે સંપૂર્ણપણે માતા ઉપર આધારિત હોય છે. માતાપિતાને બોલાવવા કે કોઈ કામ માટે તેની પાસે રડવા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ ડર કે ઇજાનો અનુભવ ન હોવાથી તેને જીવડાનો, ગરોળીનો કે બીજા કોઈ પ્રાણીનો ડર લાગતો નથી કે તેનાથી દૂર ભાગવાનો નિર્ણય લેવાતો નથી. તેને ફક્ત રડવાની ભાષા આવડતી હોવાથી ભૂખ લાગે, ડર લાગે, છી કરે, પી કરે, અવાજો સતાવે, કપડાં કરડે, ગરમી લાગે કે ઠંડી લાગે તો ફકત રડીને જ માતાને બોલાવી શકે છે.

વિકાસ પામતું બાળક બેસતું થાય એટલે પડવાનો, વાગવાનો, લોહી નીકળવાનો, દર્દનો અનુભવ થાય છે, તેથી તેનામાં ડર અને પડી જવાની બીક મનમાં હોવાથી નિર્ણયો તે પ્રમાણે લેવાય છે. નાના બાળક તરીકે આપણે સંપૂર્ણ માબાપ ઉપર આધારિત હોઈએ છીએ, તેથી તે પ્રમાણે જ નિર્ણયો લેવાય છે. જે ટેવો પાડે તે પ્રમાણે મનમાં ઘડતર થાય છે, અને નિર્ણયો લેવાય છે. ટોઇલેટ ટ્રેનિંગ વગેરે માબાપ શીખવે તે પ્રમાણે બાળક નિર્ણય લે છે, બાળકને અખાદ્ય વસ્તુઓની ઓળખ ના કરાવે તો બાળક માટી, ચૂનો, પ્લાસ્ટર વગેરે ખાવાના ખોટા નિર્ણયો કરે છે. બાળકની પોતાની બુદ્ધિનો વિકાસ થયેલ ના હોવાથી માબાપની ઈચ્છા, સમજણ અને શિખામણ પ્રમાણે બાળક નિર્ણયો લેતું જણાય છે.

સ્કૂલે જતું બાળક કુટુંબીઓ ઉપરાંત મિત્રો અને શિક્ષકોની સલાહ અને શિખામણ પ્રમાણે પણ નિર્ણય લેતાં શીખે છે. પોતાના સ્વતંત્ર નિર્ણયો લેવા જેટલો વિકાસ હજુ હોતો નથી. પોતાને જોઈતી વસ્તુ જીદ કરીને મેળવે છે. તેનામાં ફક્ત પ્રેમ અને ગુસ્સો સમજવાનો વિકાસ થયેલ હોવાથી પ્રેમ કરનાર વ્યક્તિ પાસે જાય છે, રમે છે અને ગુસ્સો કરનારથી દૂર ભાગે છે. બોલતાં આવડયાં પછી વિવિધ અનુભવોના આધારે નિર્ણયો લેવાય છે.

હાઈસ્કૂલ અને કોલેજમાં જતું બાળક પોતાના વિચાર, અનુભવો અને સમજણોને આધારે સ્વતંત્ર નિર્ણય લેતું જોવા મળે છે. શાળાના મિત્રો, શિક્ષકો અને ગ્રૂપો સાથેના અનુભવો અને વાતચીતના આધારે નિર્ણયો લેવાય છે. તરુણાવસ્થા ચાલુ થતાં વિજાતીય આકર્ષણ વધે છે, તેથી તેને લગતા નિર્ણયો પણ સ્વતંત્રપણે લેવાય છે. વિજાતીય આકર્ષણ વધતાં ફલર્ટિંગ પ્રેમ, ડેટિંગ વગેરેના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવા માડે છે. તેને દુનિયાદારી, વ્યવહાર વગેરે અનુભવો પણ થયા હોવાથી તેમના પોતાના નિર્ણયો સ્વતંત્ર હોય છે. સમાજનાં મૂલ્યો, નૈતિકતા વગેરે તેને નકામા લાગે છે, અને તેમના નિર્ણયો બધા પોતાને ગમતા જ હોય છે.

૧૮ વર્ષથી નીચેની વ્યક્તિ પોતાના નિર્ણયો જાતે લેવા સમર્થ નથી, એવું અત્યાર સુધી પ્રતિપાદિત હતું, તેથી જ આવી વ્યક્તિના ગુનાઓને જુવેનાઇલ કોર્ટમાં ચલાવી જેલને બદલે સજા માટે જુવેનાઇલ હોમમાં મોકલી દેવામાં આવે છે. પરંતુ તાજેતરના ફાસ્ટ કૉમ્પ્યુટર યુગમાં બાળક વહેલું પુખ્ત બની, પોતાના નિર્ણયો પોતેજ સ્વતંત્ર રીતે કરવા માંડે છે અને ખૂન, ચોરી, બળાત્કાર જેવા ગુના પોતાના મનથી સ્વતંત્ર રીતે કરે છે, તેવું લાગવાથી હવે આ ઉમર ઘટાડીને ૧૫ થી ૧૬ વર્ષની કરવાની માંગ અને વ્યવસ્થા વિચારણા હેઠળ છે.

પુખ્ત થતાં આપણાં મૂલ્યો અને માન્યતાની સ્થાપના થતાં વધારે ગંભીર સમસ્યાઓના નિર્ણયો લેતા થઈ, સ્વયં વહીવટ કરતાં થઈ જઈએ છીએ. વધારે આર્થિક ઉપાર્જન અને બચત થાય તે માટેની કોશિશો અને નિર્ણયો આ ઉમરે લેવાય છે. ઘરની અને કુટુંબની આર્થિક જરૂરિયાતો મુજબ નિર્ણયો લેવાય છે.

લગ્ન થયા બાદ જીવનસાથી અને બાળકોના જીવનનિર્વાહ માટે પણ ઉપાર્જન અને બચત માટેના વિવિધ નિર્ણયો બંને માણસોએ સાથે બેસી લેવા પડે છે. આ જીવનનો સુવર્ણકાળ છે, જેમાં નોકરી કરવી કે ધંધો, બંગલો લેવો કે ફ્લેટ, ઈન્ડિયા રહેવું કે પરદેશ કમાવા શિફ્ટ થવું જેવા અનેક મુખ્ય અને અઘરા નિર્ણયો લેવાય છે.

મોટી ઉંમરના આધેડ થતાં આપણે સામાજિક પરંપરા, મૂલ્યો, રૂઢિગત માન્યતાઓનાં આધારે, કુટુંબ, ઓફિસ, સ્ટાફ સાથે વહીવટ કરતાં નિર્ણયો લેતા થઈએ છીએ, પણ મનમાં અમુક ચોક્કસ પૂર્વગ્રહો અને માન્યતાઓ સ્થાપિત થયેલ હોવાથી આપણે પરિવર્તનજન્ય નિર્ણયો સાંખી શકતા નથી. આ ઉંમરે બાળકોનાં લગ્નો, સામાજિક પ્રસંગો, આણું, જિયાણું જેવા ખર્ચાઓનું મેનેજમેન્ટ વગેરે માટે વિચારપૂર્વક નિર્ણય લેવા પડે છે.

વૃદ્ધાવસ્થામાં શારીરિક અને માનસિક સ્થિતિ નબળી પડવાથી નિર્ણયો લેવામાં મન ગુંચવાય છે. અને છેવટે સંતાનોના નિર્ણયો માન્ય કરવા પડે છે. વહીવટ સંતાનોના હાથમાં જતો રહેતા બંને પેઢીના નિર્ણયો સાવ જુદા પડતાં વિવાદ વકરતો જોવા મળે છે.

વૃદ્ધ થતાં આત્માના અવાજને સાંભળી સમાજને, જ્ઞાતિને, પ્રદેશને દેશને ઉપયોગી થાય તેવા આધ્યાત્મિક નિર્ણયો લઈ, આત્માના કલ્યાણનો વિચાર કરતાં થઈ જવાથી વધારે પડતાં નિર્ણયો આતરિક મન દ્વારા જ લેવાય છે. જે યુવાનોને જુનવાણી અને બેકાર અર્થવગરના લાગે છે. તેથી નવી પેઢી અને જુની પેઢી વચ્ચે વિચાર, આચાર, વ્યવહાર અને નિર્ણયશક્તિમાં આસમાન જમીનનો ફરક જોવા મળે છે.

આમ માણસ એક જ હોવા છતાં જન્મથી મરણ સુધીની સફરમાં તેના અનુભવો, વિકાસ, જ્ઞાન, તર્કશક્તિ, કલ્પનાશક્તિ, બુદ્ધિ અને પુખ્તતામાં ધીમે ધીમે વધારો થતાં નિર્ણયશક્તિ તે મુજબ બદલાતી રહે છે. જીવનના છેલ્લા મોડ પર તેને પસ્તાવો થયા કરે છે, કે મેં યુવાનીમાં કેટલા ખોટા નિર્ણયો કર્યાં? પરંતુ વીતેલો સમય ક્યારેય પાછો આવતો નથી.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો