રવિવાર, 28 જૂન, 2026

નિર્ણયશક્તિ મજબૂત બનાવો

 

નિર્ણયશક્તિ મજબૂત બનાવો

-----------------------------------------------------------------------------------------------------------------------------

રોજ આપણે કેટલા બધા નિર્ણયો લેતા હોઈએ છીએ. જીવનના મોટા નિર્ણયો મહિનામાં બે ત્રણ જ લઈએ છીએ પણ નાનામોટા અનેક નિર્ણયો, દૈનિક રોજીંદી જિંદગીમાં લેવાય છે. સવારે ઊઠીને ચા સાથે કયો નાસ્તો કરવો, ક્યારે નહાવા જવું, કયા કપડાં પહેરવાં, ઓફિસે સ્કૂટર પર જવું કે ગાડીમાં વગેરે અનેક નિર્ણયો આપણને મૂંઝવતા રહે છે. તેના બે ત્રણ વિકલ્પોમાંથી ક્યો વિકલ્પ પસંદ કરી નિર્ણય લેવો, એ માટે મનને કઈ રીતે મજબૂત બનાવવું તે જોઈએ.

જીવનના મોટા નિર્ણયો દિલથી લેવાય છે કે દિમાગથી, બુદ્ધિથી કે મનથી? લગભગ બધાજ મનથી લેવાય છે, કારણકે અચેતન મન પાસે ૯૦ ટકા શક્તિ છે, જ્યારે ચેતન મન પાસે ૧૦ ટકા જ છે. વૈજ્ઞાનિકોએ અનેક પ્રયોગો દ્વારા સાબિત કરેલ છે કે કોઈપણ નિર્ણય મગજ દ્વારા લેવાય તે પહેલા દિલમાં લેવાઈ ચૂક્યો હોય છે. મગજ ખોટા ભ્રમમાં રહે છે, કે મેં બુદ્ધિપૂર્વક નિર્ણય લીધો છે, પણ તે નિર્ણય અચેતન મનમાં લેવાઈ ચૂક્યો હોય છે, અને તેના દ્વારા જ દિમાગમાં ઓર્ડરો મોકલીને કાર્ય કરવામાં આવે છે.

અચેતન મનમાં નિર્ણય કઈ રીતે લેવાય છે? બુદ્ધિ, વિચાર, વિશ્લેષણ, તર્ક અને તુલના આ બધાં મગજનાં કાર્યો છે. અચેતન મનને આ બધા સાથે કોઈ જ નિસ્બત નથી. તે તો ફક્ત લાગણીઓ અને ભાવનાઓને જ સમજે છે. અચેતન મનમાં માન્યતાઓ અને મૂલ્યો તથા ધારણાઓ જ રહેલી હોય છે.

બુદ્ધિ સાચું-ખોટું, ખરાબ-સારું, નાનું-મોટું, મોઘું-સસ્તું વગેરે ફરક સમજે છે, જ્યારે મન તો ફક્ત લાગણીઓને જ સમજે છે, તે સુખ આપનારી ભાવનાઓથી આકર્ષાય છે, અને દુઃખ આપનારી ભાવનાઓથી દૂર ભાગે છે.

એનો અર્થ એ છે કે અચેતન મનમાં નિર્ણય લેવાય ત્યારે જે અંદરની માન્યતાઓ સાથે મેચ થાય, જે સૌથી વધારે લાગણી જગાવે અને આનંદ આપી દર્દથી બચાવે તેની જ પસંદગી થાય છે.

બેસતા વર્ષે તમે સિગારેટ છોડી દેવાનો નિર્ણય કરો છો. તમારા મગજને જાણ છે કે સિગારેટથી કેન્સર થવાનો ભય છે. પણ તમારું આંતરિક મન સિગરેટનું બંધાણી બની ગયું છે. શરૂઆતના બે દિવસ માંડ પસાર થાય પછી અચેતન મન તમારી બુદ્ધિના નિર્ણયને હટાવી, પાછો સિગારેટ ચાલુ કરવાનો નિર્ણય કરે છે, કારણકે તમને તેનાથી આનંદ આવે છે, ફ્રેશ થવાય છે, ટેન્શન દૂર થાય છે, તેવી લાગણી છે. તમને કેટલીય વાર ખ્યાલ આવી ગયો હશે કે આવા મહત્વના નિર્ણયો લેવાય, પણ દિલ ના ચાહે તો તેનો કોઈ અર્થ રહેતો નથી. અને તે નિર્ણય ફેઇલ જાય છે.

પ્રખ્યાત એક્ટર સુશાંતસિંહ રાજપૂતના આપઘાતનો કિસ્સો આ જ બાબત ઉજાગર કરે છે. તેની પાસે માલ, મિલકત, સુખ, સાહ્યબીનો તોટો ન હતો. સફળતા પછી પણ તેનું બ્રેક અપ થવાથી અને જોઈતું કામ ન મળવાથી એને જીવન બેકાર લાગવા લાગ્યું. સુશાંતની અચેતન મનની નિરાશાથી તેણે જીવન ટૂંકાવાનો નિર્ણય કરી અમલ કરી દીધો. પછીથી બધી તપાસ ચાલુ છે, ખૂન કે આપઘાત??

લાગણીઓ અચેતન મનની તાકાત છે અને તે એવા નિર્ણયો કરે છે, જેમાં દુઃખ અને દર્દ ના હોય. તેને સાચું શું છે અને ખોટું શું છે, તેની જાણકારી હોતી નથી, તેથી જ અંતિમ નિર્ણય આત્મહત્યાનો લેવાય છે. આ એક ક્ષણિક આવેગ હોય છે, તેનો હોશિયારીથી સામનો કરવામાં આવે તો પાછો નિર્ણય બદલી શકાય છે.

માટે જ ફક્ત બુદ્ધિ અને વિચારથી કરેલા નિર્ણયોને બદલે તેની સાથે દિલથી ભાવનાત્મક રીતે જોડાઈ જાવ તો સફળ થવાય જ છે અને નિર્ણય મજબૂતાઈથી અમલ પામે છે. બુદ્ધિશાળી અને ગણત્રીબાજ લોકો એટલેજ પોતાનું લક્ષ્ય મેળવવામાં નિષ્ફળ જાય છે, કારણકે તે લક્ષ્ય અને કામ સાથે ભાવનાત્મક રીતે દિલથી જોડાવાને બદલે પોતાનો ફાયદો જ જોયા કરે છે.

તેમના મગજના નિર્ણયો સફળ થતાં નથી.

આ જ કારણથી જે નોકરી તમે પૈસા કમાવા માટે પરાણે કરતા હો, તેમાં તમે સફળ થતા નથી. તેને બદલે જે લોકો પોતાના શોખથી, દિલથી નોકરી કરે છે, તેમને સફળતા મળે જ છે. પોતાના પેશનથી નોકરી છોડી ધંધો કરતાં લોકો પણ અંતે સફળ થતાં જણાય છે. તમે ખોટી આદતો, બૂરી લતો છોડી શકતા નથી, કારણકે તમે દિલથી તેનો ત્યાગ કરી શકતાં નથી.

તેના બદલે દિલથી લાંબુ જીવવાનો વિચાર કરી નિર્ણય લેવાય તો ગમે તેવી બૂરી લત છૂટી જાય છે.

ભાગદોડ ભરેલા જીવનમાં દિલનો અવાજ અને લાગણી સમજી નિર્ણય લેવાય તો હમેશાં સફળ થવાય છે. એટલા માટે દિલ અને દિમાગ વચ્ચે મેળ જામે તે જરૂરી છે. હમેશાં દિલની વાત સાંભળી, દિલ અને દિમાગનો મેળ બેસાડી લેવાયેલા નિર્ણયો જીવન સુખી અને સફળ બનાવી દેશે. વિશ્વના સફળ નેતાઓ, ગુરુઓ અને મહાન વિભૂતિઓને આ વાત ખબર છે અને એટલે તે સફળ રહ્યા છે.

મજબૂત નિર્ણય લેવા માટે,

(૧) નિર્ણય લેતી વખતે તે વસ્તુ કે બનાવનું જ્ઞાન અપડેટ રાખીને વિચારીને નિર્ણય લો.

(૨) પોતાની ભૂલો પરથી લેશન લઈ નિર્ણય લેતા શીખો. દરેક નવા ક્ષેત્રમાં પડીએ ત્યારે શરૂઆતમાં ભૂલો થાય છે જ, પણ તેના ઉપરથી શીખવા મળે તે નવા નિર્ણયો લેવા ઉપયોગી બને છે. શેરબજારમાં અચાનક મંદી આવતા મોટા લોસ થાય તો પછીના નિર્ણયો લેવામાં સ્ટોપલોસ રાખવાનું ભુલાવું જોઈએ નહીં.

(૩) બધા સાથે ચર્ચા કરો, પણ અંતિમ નિર્ણય તમારો જ રાખો-બધાનો મત જાણી તે મુજબ તમે પોતેજ નક્કી કરી અંતિમ નિર્ણય લો. કાકી

(૪) નિર્ણય લેતી વખતે મન બહુ ખુશીમાં, દુઃખમાં, ગ્લાનિમાં, ક્રોધમાં કે ભયભીત ના હોવું જોઈએ. શાંત આવેગમુક્ત મન જ સાચા નિર્ણયો લઈ શકશે.

(૫) મુશ્કેલ નિર્ણય લેતી વખતે એકજ નિર્ણય ના લેતા, બે ત્રણ વિકલ્પ વિચારી રાખવા. જો પહેલો નિર્ણય યોગ્ય ના લાગે તો તરત જ બીજો વિકલ્પ વિચારી નિર્ણય લઈ લેવો.

(૬) નિર્ણય લેતી વખતે પરિણામની આશા કે શંકા લાવ્યા વગર નિષ્કામ મને નિર્ણયો લો.

(૭) નિર્ણય પાછળ સાચું કારણ હોવું જોઈએ. કોઈપણ નિર્ણય લેતા પહેલા તે શા માટે લેવાય છે, તે સાચુ કારણ વિચારીને જ અમલ કરો.

(૮) પોતાનું કેલિબર જાણી આત્મવિશ્વાસ સાથે નિર્ણય લો. અતિ આત્મવિશ્વાસ કે અભિમાન પણ નકામા છે.

(૯) પોતાના મન પર કાબૂ રાખી મક્કમપણે એક જ મજબૂત નિર્ણય લો, જે વારંવાર બદલવો ના પડે.

(૧૦) સમયસૂચકતા વાપરી નિર્ણય લો, પણ ઉતાવળે નહીં. શંકા કે ખટકો હોય તેવો નિર્ણય ઉતાવળ કરીને લો નહીં, પણ વિચારીને લો અને અમલ કરો.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

More Blogs Link - 

Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/

Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/

Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/

Keywords: 

Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.

Tags :

#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો