ખોટા નિર્ણયો ના
લેવાય તે માટે શું કરશો?
--------------------------------------------------------------------------------------------------------------------------
જીવનમાં ઘણાં બધાં
નિર્ણયો આપણે ભુલભરેલા ખોટા લેતા હોઈએ છીએ, પછીથી આખી જીંદગી તેનો પસ્તાવો રહ્યા કરે છે. કેટલાક ખોટા
નિર્ણયો તો જીવન નષ્ટ કરી કુટુંબને ખેદાનમેદાન કરી દે છે. રાવણને પારકી પત્ની
સીતાજી પ્રત્યે મોહ જાગ્યો,
અને કપટ કરીને
પોતાને ઘેર લઈ આવ્યો. મોહના આવેશમાં લીધેલ ખોટા નિર્ણય માટે તેના ભાઈ વિભિષણ, પત્ની મંદોદરી
વગેરે એ ખૂબ સમજાવ્યો, પણ તે ના માન્યો, અંતે તેના સહિત
આખા કુટુંબ અને લંકાનો વિનાશ થયો.
ખોટો નિર્ણય લેતા લેવાઈ
જાય અને બીજાની સમજાવટથી ખબર પડે કે નિર્ણય ખોટો છે, તો તેમાંથી સમયસર પાછા વળવું જરૂરી છે, નહીંતર તે
નિર્ણયનું નુકશાન વધતું જ જાય છે. શેરબજારમાં રાખવામાં આવતો “સ્ટોપલોસ” આનું સુંદર
ઉદાહરણ છે.
ગ્રાહક તરીકે કોઈ મોટી
કીમતી ચીજની ખરીદી માટે ગયા હોઈએ ત્યારે તેના વિષેની માહિતી પહેલેથી જ મેળવેલી
હોવી જોઈએ. ૯૦ લાખનો ફલેટ લેતા પહેલા તેના પેપર્સ, સગવડો, હવાઉજાસ, ટાઇટલ વગેરેની સંપૂર્ણ માહિતી મેળવી પછી જ ખરીદીનો નિર્ણય
કરવો.
મનની આવેશપૂર્ણ સ્થિતિમાં
લીધેલા નિર્ણયો ખોટા જ પડે છે. ભય કે ક્રોધની સ્થિતિમાં નિર્ણય લેવો જ પડે તેમ હોય, તો તેમાં મુદત
પાડી દેવી એ પણ એક નિર્ણય જ છે. પછીથી મન શાંત થયે તે બાબતે નિર્ણય લઈ શકાય.
આવાં અનેક કારણો જેનાથી
ખોટા નિર્ણયો લેવાય તો તેમાંથી બચવા શું કરવું ? તે એક પછી એક જોઈએ.
જશે. ખોટા નિર્ણયો
લેવાનાં કારણો જોઈએ, તેના પરથી આપણને
ઉપાય મળી
(૧) અધૂરી કે ખોટી માહિતી મળે :- આપણાં મગજનું હાર્ડવેર, તેના ડેટા એન્ટ્રી સેન્ટરો - પાંચ ઈન્દ્રિયો મારફત ખોટી માહિતી મેળવે તો તે ઉપરથી સોફ્ટકોપી મનમાં ખોટી બને છે, અને નિર્ણયો ખોટા પડે છે.
દા.ત. દૂર દૂર કોઈ
લાંબાવાળવાળો માણસ ઊંધો ફરીને નાહી રહેલો હોય તો તેને જોઈને આંખોમાં સુંદર યુવતીનો
ડેટા એન્ટર થાય છે. મન તેને પામવા નિર્ણય કરી ચાલ ઝડપી બનાવી દે છે. પણ ત્યાં
પહોંચતા ખબર પડે છે કે આ તો સુંદર યુવતી નહીં પુરુષ છે, અને ખોટા નિર્ણય
લેવા બદલ ભૉઠપ અનુભવાય છે. આવી જ રીતે કેટલીક વખત અધૂરી કે અપૂર્ણ માહિતી પણ ખોટા
નિર્ણયો માટે જવાબદાર છે,
માટે કોઈપણ
નિર્ણય લેતા પહેલા તે વ્યક્તિ, વસ્તુ કે બનાવની સંપૂર્ણ માહિતી મેળવો.
(૨) વધુ પડતો આત્મવિશ્વાસ :- કેટલીક વખત કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે વધારે પડતો આત્મવિશ્વાસ પણ ખોટા નિર્ણયો લેવા કારણભૂત છે.
અનિલની પરીક્ષાને ફકત
મહિનો જ બાકી હતો, પણ તે ફાંકામાં
રાચતો રહેતો કે આપણો તો ફર્સ્ટક્લાસ નક્કી જ છે, તેથી તેણે તૈયારી અને મહેનત ચાલુ કર્યા જ નહીં, ત્યારે સામાન્ય
વિદ્યાર્થી અશોકે તનતોડ મહેનત ચાલુ કરી દીધી. પરિણામ જોઈ બધા આશ્ચર્ય પામ્યા, કારણ કે અનિલ
માંડ માંડ થર્ડ ક્લાસમાં પાસ થયો હતો, જ્યારે અશોકનો ઝળહળતો ફર્સ્ટ ક્લાસ હતો.
સસલા અને કાચબાની દોડ
સ્પર્ધામાં સસલાને વધુ પડતો આત્મવિશ્વાસ હતો કે તે જ જીતશે, તેથી તેણે વચ્ચે
આરામ કરવાનો મૂર્ખામીભર્યો નિર્ણય કર્યો અને તેમાં તે ઊંઘી ગયો, છેવટે જીતી ગયો
ધીમી ઝડપનો કાચબો !! જોયું,
વધુ પડતા
આત્મવિશ્વાસનું વિપરીત પરિણામ ! માટે જ વધુ પડતાં આત્મવિશ્વાસને બદલે પોતાના
કેલિબરને જાણીવિચારીને નિર્ણય લેવો સારો પડે છે. આપણું કેલિબર મેડિકલ માટેનું ના
હોય તો, તે મુજબ જ કેરિયર
માટે નિર્ણય કરવો, અન્યથા મન
ઉદાસીમાં ડૂબી ખોટા વિચારે ચડશે.
(૩) બહુ જ વિચારીને લીધેલા નિર્ણયો :- કેટલાક વહીવટી
અને અંગત જીવનના પ્રશ્નોનો બહુ જ વિચારીને નિર્ણય લેવાય તો સદંતર ખોટા પડે છે.
અંગ્રેજ સરકારે બહુ જ વિચારીને મહેસૂલી આવક વધારવા મીઠા પર ફક્ત એક જ પૈસાનો વેરો
નાખ્યો, તેમને ભારતની
ગરીબ પ્રજાની મીઠાની અગત્યતાની ખબર ન હતી. ગાંધીજીને આ નિર્ણય અન્યાયકર્તા લાગ્યો
અને તેમણે અનેક આદોલનકારો સાથે મળીને દાડીકૂચ કરી અને મીઠાનો કાયદો તોડી નાખ્યો.
અનિલે બહુ જ વિચારીને
દેખાવડી, પૈસાદાર રૂપા
સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. એમાં તેણે તેની પ્રેમિકા લવીનાને છોડી દીધી, પણ લગ્ન પછી ખબર
પડી કે રૂપા ઘમડી અને આળસુ છોકરી હતી. એક જ વર્ષમાં લગ્ન નો અંત આવ્યો ત્યારે અનિલ
પસ્તાયો, બહુ વિચારીને
લીધેલો નિર્ણય ખોટો પડ્યો. માટે જ નિર્ણય લેતી વખતે બહુ લાંબા વિચારો કરવાને બદલે
બુદ્ધિ સાથે મક્કમ નિર્ણય લો. બહુ લાંબા તરંગી નિર્ણયો કરતાં વાસ્તવિક નિર્ણયો વધુ
સારા, આસમાનમાં ઉડતાં
બે તિતર કરતાં હાથમાં રહેલું એક તિતર વધારે સારું.
(૪) લાગણીઓના આવેશમાં લીધેલા નિર્ણયો :- જયારે મન ગુસ્સો
કે ક્રોધના આવેગમાં હોય ત્યારે લીધેલા નિર્ણયો લગભગ ખોટા પડે છે. એક વાર ગુસ્સો
શાંત થાય પછી જ નિર્ણય લેવો સારો.
તેવી જ રીતે ભય કે ડરના
માર્યા લીધેલા નિર્ણયો પણ ખોટા જ પડે છે. મન ડરના દબાવ નીચે હોય ત્યારે
નિર્ણયશક્તિ કુંઠિત થઈ જાય છે, અને ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. અર્જુન પોતાની સામે જ દાદા
ભીષ્મ અને ગુરુ દ્રોણ વગેરેને જોઈ ડરી ગયો, તેના હાંજા ગગડી ગયા અને તેણે હથિયાર હેઠા મૂકી દીધા. એ
વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતાના સંદેશરૂપે અર્જુનને સમજાવ્યો ના હોત તો આજે
ભારતનો ઈતિહાસ કઇંક અલગ જ હોત.
એ જ રીતે મોહ અને માયાના
આવેગ પણ ખોટા નિર્ણયો લેવા કારણભૂત બને છે. એક વખત મન મોહ અને માયાના આવેગ નીચે
આવી જાય ત્યારે તેની વિચાર શક્તિ અને સામાન્ય વિવેકબુદ્ધિ ઠપ્પ થઈ જાય છે. શું
કરું તો તે સાચું છે એના બદલે તે વસ્તુ પામવા મન ખોટા નિર્ણયો લેવા માડે છે.
વનમાં સુવર્ણમૃગ હોય જ
નહીં, તે વાત રામ અને
સીતા જાણતા હતા, છતાં માયાવી
મારીચ સુવર્ણમૃગ બનીને સીતાને મોહમાં લપેટી ખોટો નિર્ણય લેવડાવે છે, અને પરાણે રામને
મૃગ પકડવા દોડાવે છે. પછી તો અનેક અનર્થો સર્જાય છે અને સીતાજીનું હરણ થાય છે.
રાવણ ને ખબર હતી કે બીજાની પત્નીને કપટથી લાવીને પ્રેમ થાય જ નહીં, છતાં તે સીતાના
મોહમાં લપેટાઈ ભુલભરેલો નિર્ણય કરે છે, તેનાં પરિણામરૂપે આખી લંકા અને રાવણનો વિનાશ થાય છે. માટે જ
નિર્ણય લેતી વખતે મન કોઈપણ આવેગ, ક્રોધ, ડર,
માયા, મોહ વગેરેથી
મુક્ત હોવું જોઈએ.
(૫) ખોટા પડવાની બીકમાં લીધેલા નિર્ણયો :- કોઈ પણ
સમસ્યાનું સમાધાન મનમાં
નક્કી કરી મક્કમપણે એક નિર્ણય લેવો જ પડે છે, પરંતુ મનમાં ડર હોય કે આ ખોટું થશે તો ? તે નિર્ણય લેવાય
જાય તો ખોટો પડી શકે છે. સુંદર મજાની સરકારી નોકરી છોડી મહેશે પોતાનો ધંધો કરવાનો
નિર્ણય લીધો. બધાએ તેને સમજાવ્યો. તેની પત્ની અને માતાપિતાએ સમજાવ્યો, પણ તેને અચાનક
ધંધો કરવાનો ચસ્કો લાગ્યો હતો, તેનું આંતરમન પણ આ નિર્ણય ખોટો પડશે કે કેમ તેની અવઢવમાં
હતું, છેવટે તેણે શેર
બજારમાં વાયદાનો વેપાર શરૂ કર્યો અને બીજા જ મહિને ભયંકર મંદીમાં બજાર સાવ ડૂબી
ગયા, અને મહેશ
દેવાળિયો બની ગયો. આજે તેનું કુટુંબ અને સગાં-સંબંધીઓ તેને કોસી રહ્યા છે, આ કેવો ખોટો
નિર્ણય ?
ડૉ. પટેલને ઓપરેશનમાં ડર
હતો કે આ મોટી ધમની તો નથી,
છતાં તેમણે
ઓપરેશન ચાલુ રાખ્યું. ધમની કપાતા લોહીનો ફૂવારો ઊડયો અને દર્દી ટેબલ ઉપર જ ખલાસ !
માટે નિર્ણય મક્કમ મન સાથે પૂરી બુદ્ધિ અને તર્કથી લેવો જોઈએ. થોડોક પણ ખોટા
પડવાનો ડર હોય તો નિર્ણય ન લેવો.
(૬) શરીરનો કે મનનો થાક હોય ત્યારે કરેલા
નિર્ણયો :- આપણા શરીરની અને મનની કામ કરવાની એક મર્યાદા હોય છે.
દિવસભરના કામ કરવાથી થાકી ગયેલ શરીર અને મન પછીથી એલફેલ નિર્ણયો લેવા માડે છે.
એટલા માટે જ કોઈપણ નીતિ વિષયક, વહીવટી કે વ્યાપારિક નિર્ણયો માનસિક કે શારીરિક થાક હોય
ત્યારે લેવા જોઈએ નહીં. વહેલી સવારે કે ફ્રેશ હોઈએ ત્યારે લેવાયેલ નિર્ણયો સચોટ
હોય છે. એટલા માટેજ કોઈપણ યુદ્ધ માટેની તૈયારી કે હુમલાના નિર્ણયો મોડી રાતને બદલે
સવારે જ લેવામાં આવે છે. કોઈપણ કંપનીની વહીવટી નિર્ણાયક મિટિંગો રાત્રે નહીં, પણ સવારે જ
આયોજિત કરવામાં આવે છે. માટે શરીર કે મનની થાકેલી અવસ્થાને બદલે ફ્રેશ અવસ્થામાં
લીધેલા નિર્ણયો જ સચોટ લેવાશે.
(૭) મગજની કે ચેતાની હાર્ડવેરને થયેલ નુકશાન કે
ખોટકો :- નિર્ણય લેવાનું કામ કરતી ચેતાઓ, મગજના તમામ ભાગો, નાનું મગજ, મોટું મગજ તેમાંય
ખાસ કરી ને ફ્રંટલ લોબ કે પરાઈટલ લોબને કોઈ ઈજા, નુકશાન કે રોગ લાગે ત્યારે નિર્ણયો ખોટા લેવાય
છે તેથી જ આવા સમયે દર્દીને સંપૂર્ણ આરામ આપી સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામા જ નિર્ણય
લેવાય તે જોવું જરૂરી રહે. વિલ જેવી અગત્યની દસ્તાવેજી કામગીરી કરતી વખતે તેની
માનસિક હાલત નોર્મલ હોવી જરૂરી છે. કોર્ટમાં પણ પાગલ મગજના દર્દીઓના નિર્ણયો ખોટા
ગણવામાં આવે છે. પાગલ માણસના ગુનાઓ બદલ તેને જેલને બદલે પાગલખાનામાં મોકલવામાં આવે
છે.
(૮) તોડીને ત્રણ કરી લેશે - વિચારી ને લીધેલા
નિર્ણયો :- અમુક વખતે ગંભીર બાબતો પ્રત્યે આપણે બેદરકાર બની શું થઈ
જશે, તોડી ને ત્રણ
કરશે બીજું શું, વિચારી ને એલફેલ
નિર્ણયો લેતા હોઈએ છીએ, જે ખોટા પડે છે.
ચેઈન સ્મોકર રાકેશને ફક્ત
ચોત્રીસ વરસે ફેફસાનું કેન્સર નિદાન થતાં ડોકટરે સ્મોકિંગની મનાઈ ફરમાવી. ઘરનાં
અને પત્નીએ પણ ત્યારે વિરોધ કર્યો, પણ રાકેશ તો વિચારતો હતો, પાંચમની છઠ થવાની નથી એટલે કે મરવાનું પાછું
ઠેલાવાનું નથી, તોડી ને ત્રણ.
તેણે સ્મોકિંગ અને
સિગારેટ ચાલુ રાખી. છ મહિનામાં તેનો અંત આવી ગયો. તેની પત્ની અને મા-બાપ હજુ રડી
રહ્યાં છે.
યુધિષ્ઠિર જુગારમાં બધું
હારી ગયા પછી તેણે છેલ્લે દ્રૌપદીને દાવમાં મૂકી દીધી. બધાએ રોક્યા પણ જીતી જવાની
લાલચ અને તોડીને ત્રણ કરી લેવાના વિચારે આ સદંતર ખોટા નિર્ણયની બહુ મોટી કિંમત
ચૂકવવી પડી. માટે જ જીવનને કે કુટુંબીજનોને સાવ અવગણી મનમાં તેના માટે એલફેલ
નિર્ણયો કરવા નહીં, અન્યથા આખું જીવન
તમારે અને કુટુંબીજનોને રડવાનો વારો આવશે. ખોટો વિચાર મનમાં લેવાઈ જાય, પછી જ્યારે મોત
સામે આવીને ઊભું રહે ત્યારે પસ્તાવો થાય છે, પણ શું કામનું? મહત્વના નિર્ણયોને વટના માર્યા ખોટા લેવા નહીં, નહિતર જીવનભર
રડવું પડશે.
આમ દરેક માણસે કોઈને કોઈ
વખતે ખોટો નિર્ણય કર્યો હશે, પણ હવે સમજી વિચારી, સ્વસ્થ મન અને શરીર દ્વારા કોઈપણ આવેગ વગર, પૂરતી માહિતી
મેળવી પોતાનો કેલિબર જાણી,
ખોટા ફાંકા વગર
મક્કમ નિર્ણય લેશો તો તે સચોટ જ હશે, તેમાં શંકાને સ્થાન નથી છતાં પણ ખોટો નિર્ણય લેવાયો છે તે
ખબર પડે તો તરત જ તેમાંથી પાછા વળવામાં જ ડહાપણ છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
More Blogs Link -
Short Heart Touching Story- https://shorthearttouchingstory.blogspot.com/
Swasth Bachcha - https://swasthabachcha.blogspot.com/
Share Bazar Se kamai - https://sharebazarsekamai.blogspot.com/
Keywords:
Decision making, decision power, smart decisions, better decision making, decision making skills, power of decision, life decisions, wise choices, effective decision making, personal growth, self improvement, success mindset, critical thinking, problem solving skills, confident decisions, leadership skills, emotional intelligence, positive thinking, goal setting, risk management, decision psychology, overcoming fear, avoiding mistakes, self confidence, decision strategy, mental strength, life management, productivity, motivation, success habits, mindset development, decision analysis, stop loss in life, learning from mistakes, personal success, stress free decisions, rational thinking, emotional balance, decision making process, leadership development, career decisions, financial decisions, relationship decisions, business decisions, motivation blog, self help blog, life lessons, inspirational articles, decision making tips, achieving success, better life choices.
Tags :
#DecisionMaking #DecisionPower #LifeChoices #SuccessMindset #PersonalGrowth #SelfImprovement #CriticalThinking #LeadershipSkills #Motivation #PositiveThinking #GoalSetting #MentalStrength #ProblemSolving #SuccessTips #LifeLessons #Confidence #Mindset #SelfDevelopment #InspirationalBlog #DecisionSkills
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો