નિરાશાવાદી વલણ સુખને ભગાડી દેશે
કોઈ પણ હકીકત કે વાસ્તવિકતા કરતાં તેની તરફનું મનોવલણ, મનના વિચારો અને તેની તરફ મન શું વિચારે છે, તે બહુ અગત્યનું છે. ઘટના ગમે તેટલી સારી કે ખરાબ હોય મન તેના પ્રત્યે શું વલણ દાખવે છે, તે મહત્વનું છે.
માણસના મનમાં રહેલું નિરાશાવાદી વલણ તેને મનથી તોડી નાખી, હવે હું શું કરીશ, આ દુનિયામાં હવે જીવીને શું કરવું છે, હવે તો આ દુનિયા રસાતાળ થઇ જવાની છે, વગેરે વિચારો મનમાંથી હટતા જ નથી. તેને લીધે તે કામ કરવા અને નવા વિચાર કરવા અસમર્થ બની જાય છે. તેને જીવનમાં સુખને બદલે કાયમ દુ:ખ જ દેખાય છે.
નિકુંજભાઈ સાવ રોતલ ચહેરો લઈને મારી પાસે આવ્યા, “ડોક્ટર સાહેબ, લૈ મારું શું થશે? હું તો સાવ ફસાઈ ગયો છું.” “પણ થયું છે શું એ તો કહો ?"
"મને પહેલી વખત ઈન્કમટેક્ષની નોટિસ આવી છે. આમાં બધી ફાઈલો, મિસાભ અને ઘણું બધું માગશે. હું તો તેમાં બરબાદ થઈ જઈશ.".
“ભાઈ, એમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. તેમાં તમારા હિસાબો અને ટેક્ષની ગણતરી સાચી હશે તો કોઈ વાંધો નહીં આવે."
“મને તો તેની બહુ બીક લાગે છે, જો દંડ થશે તો ?" તેનો રોતલ ચહેરો જોઈ મેં સમજાવ્યા, “તમારા જેવા ઈમાનદાર અને પગારદાર માણસને કંઈ વાંધો નહિ આવે."
આમ ખરેખર અમુક માણસોને કોર્ટ કચેરી, ઈન્કમટેક્ષ, પોલીસની નોટિસો, સમન્સ વગેરેનો બહુ જ ડર અને ચિંતા વિનાકારણ સતાવે છે. તેનો અંત ના આવે ત્યાં સુધી મન ચિંતામાં ટીંગાયેલું જ રહે છે. આમાં સુખ ક્યાંથી મળે ? નિરાશાવાદી વલણ જો ટેવ બની જાય તો જીવનમાં અને અંગત બાબતોમાં પણ દરેક જગ્યાએ નિષ્ફળ જવાય છે.અગાઉ ના જમાનામાં બાદશાહોના મોટા લશ્કર સામે યુદ્ધમાં સાવ નાની સંખ્યામાં રજપૂતો કેસરિયાં કરી નીકળી પડતા. તેમનો આત્મવિશ્વાસ, જુસ્સો, અને * મનોબળ જ તેમને જીત અપાવતું.
શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપે પોતાના આત્મવિશ્વાસ અને મક્કમ મનોવલણથી જ મોગલોના વિશાળકાય લશ્કરને મહાત આપી હતી. મહાભારતના યુદ્ધમાં પણ કૌરવોની સેના પાંડવોની સેના કરતાં ઘણી વધારે હતી.
યુદ્ધની શરૂઆતમાં પાંડવોના સેનાપતિ અર્જુને, સામે વડીલો અને સગાંને જોઈ આત્મવિશ્વાસ અને હિંમત ગુમાવી દીધાં, અને રણમેદાન છોડવાનો વિચાર કરતો હતો, અણીના સમયે ભગવાન શ્રી કૃષ્ણે તેને સુંદર બોધવચનોથી હકારાત્મક બનાવી આત્મવિશ્વાસ જગાડી યુદ્ધ લડવા તૈયાર કર્યો, અને પાંડવો યુદ્ધ જીતી ગયા. આજે પણ આ બોધ પવિત્ર ગ્રન્થ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના નામે પૂજાય છે.
કોઈ પણ વ્યક્તિ કે બનાવની ધારણામાત્રથી આત્મ વિશ્વાસ તૂટી જાય તો માણસ હંમેશાં હારતો, નિષ્ફળ જતો જ જણાય છે. રેન્કર સુરેશ ગુજરાતી મીડિયમમાંથી સીધો ફર્સ્ટ એમબીબીએસમાં ઈંગ્લિશ મીડિયમમાં આવી ગયો. હોંશિયાર હોવા છતાં તેને ઇંગ્લિશમાં જવાબ આપવાનો આત્મવિશ્વાસ આવતો ભગલા, "જા, પહેલા ઈગ્લિશ બોલતાં શીખીને આવ, પછી ડોક્ટર થજેમ ભસ, પાછી તો તેનો આત્મવિશ્વાસ તૂટી ગયો, અને તે ગભરાઈને, જેટલી વખત દેસાઈ સાહેબને પરીક્ષામાં જુએ, અને તેને પરસેવો વળી જાય, કંઈ બોલી જ ના શકે . માંડમાંડ ચાર ટ્રાયલે તે દેસાઈ સાહેબને બદલે બીજા પરીક્ષક આવ્યા ત્યારે પાસ થયો, તે પણ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ ભરીને! શરીરનાં અંગો પણ મનોવલણ પર આધરિત છે. આશિક બહુ રંગીલો જુવાન હતો. તે મુંબઈના રેડલાઈટ એરિયામાં મોજ કરવા ગયો હતો, અને તેના ચાલુ સહવાસે પોલીસની રેડ પડી, તેને પકડી બહુ માર્યો. તેને એટલો ડર પેસી ગયો કે મનના નકારાત્મક વલણથી પછી થી તે કોઈ પણ યુવતી પાસે જાય તો ઉત્થાન આવે જ નહીં. તેના લિંગે પણ નકારાત્મક વલણને લીધે સાથ આપવાનું છોડી દીધું. આજે પંચાવન વર્ષે પણ તેણે હજી લગ્ન નથી કર્યાં.
નરસિહ મહેતાનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ એટલો પ્રચંડ હતો કે તેમની પત્નીના મરણ પછી તે આનંદમાં બોલ્યા, “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ". ત્યારે પત્નીના પ્રેમમાં પાગલ અને સમર્પિત હસુભાઈની પત્નીના મોત પછી અઠવાડિયા સુધી તો કઈ બોલ્યા જ નહિ, પછી તેનું અડધુ અંગ ખોટું પડી ગયું, જાણે કે અધીંગનાના જવાનો શોક પ્રદર્શિત થયો ! આમાં બનાવ એકજ છે, પોતાની પત્નીનું મોત. પણ તે બંનેના મને, અને તેના લીધે શરીરે કેટલાં વિરુદ્ધ વલણો દેખાડયાં!
જેઓ માને છે કે પોતે જીતશે, પાસ થશે, ચુટાશે, તેજ દરેક બાબતે સફળ થાય છે. પોતાની શક્તિનો અંદાજ મેળવી, હંમેશાં સફળ થવાશે જ એવું કલ્પનાચિત્ર મનમાં દોરો. સફળતા અને સુખ હંમેશાં તમારી સાથે જ રહેશે. કોઈ વાર નિષ્ફળ જવાય તો પણ ગભરાયા વગર ફરી વાર પ્રયત્ન કરો, કરોળિયાની જેમ છેવટે સફળતા તો મળશે જ.
લાસ્ટ સ્ટ્રોક : વિવેકાનંદજી પણ ગર્જના કરતાં કહે છે, “ઊભા થાવ, મજબૂત બનો, પૂરી જવાબદારી લઇ તમારું ભવિષ્ય તમે જ સર્જો. સફળતા અને સુખ આપમેળે આવી જશે.”
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore





