ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વારસાની સાથે મળતું સુખ – ભ્રમ કે હકીકત?

 

વારસાની સાથે મળતું સુખ ભ્રમ કે હકીકત?

-----------------------------------------------------------------------------------------------------------------------------

વર્ષોથી માનવો સુખ મેળવવા ફાંફાં મારી રહ્યા છે. બધા જ લોકો સુખને સંપત્તિ, સત્તા, પૈસા, અને સન્માન સાથે સાંકળી રહ્યા છે, પણ આ બધાં દુન્યવી પરિબળો ખરેખર સુખ આપે છે કે પછી બાહ્ય આનંદ?

માણસોને વરસોથી વારસામાં સંપત્તિ, દોલત, બંગલા, સત્તા અને જ તેનાથી સન્માન મળતાં હોય છે. માબાપ ચોક્કસ વારસા રૂપે ભૌતિક  સંપત્તિના રૂપમાં આનંદ આપી શકતા હોય છે. વારસો મેળવવા અને ગમતું વીલ બનાવડાવવા ચાલતા કૌટુંબિક કાવા દાવા, મારામારી, કોર્ટકેસ વગેરે બધાને ખબર છે, અને આવી ખૂનામરકી લડાઈ વગેરેથી મેળવેલી સંપત્તિ અંતે સુખ આપે છે ખરી?

આપણા દેશમાં લોકશાહી તંત્ર ચાલે છે, જેમાં લોકો જ સત્તા કોને આપવી તે નક્કી કરે છે, છતાં ચૂંટાયેલા પ્રધાનો, સંસદ સભ્યો, પ્રતિનિધિઓ પણ પોતાના પછી પુત્ર, પુત્રવધૂ કે ભાઈ ભત્રીજાને વારસાગત રીતે ટિકિટ  આપી સત્તા ટકાવી રાખવા પ્રયત્ન કરે છે. જયારે રાજાશાહીમાં તો સત્તા ' અને સંપત્તિ વારસાગત રીતે પછીની પેઢીને જ મળે છે, તેમાં કોઈ સવાલ જ નથી, તેથી તે બધું ભોગવવાનો આનંદ તો મળે જ છે, પણ સાથેસાથે સુખ મળે છે ખરું ?

પોતાના ત્રણેય ભાઈઓને દગાબાજીથી મારી નાખી, પિતાને કેદ કરીને બાદશાહ બનેલા ઔરંગઝેબનો કિસ્સો જગજાહેર છે. તેને સત્તાનો આનંદ જરૂર મળતો હશે, પણ આંતરિક સુખ મળતું હશે કે કેમ તે સવાલ છે.


પોતાના હક્કનો વારસાગત ભાગ મેળવવા પાંડવો પોતાના જ કૌરવભાઈઓ સામે યુદ્ધે ચડ્યા ત્યારે અર્જુન તો સામે ઊભેલા દાદા, ગુરુજી અને ભાઈઓને જોઈ હતપ્રભ થઈ ગયેલા. ભગવાન શ્રીકૃષ્ણના કર્મના  ઉપદેશ પછી યુદ્ધે ચડી અર્જુને અને પાંડવોએ યુદ્ધ તો જીતી લીધું, સત્તા અને સંપત્તિનો આનંદ તો મળ્યો પણ મનનું સુખ મેળવવા તો અંતે પાંડવો ં હિમાલય જતા રહ્યા.

મહારાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીના પુત્ર કુંવર વર્ધમાનને  આ સત્તા અને સંપત્તિનો આનંદ, સાચું સુખ આપનારા ના લાગ્યા અને તે તમામનો ત્યાગ કરી, તેમણે દીક્ષા લઈ તપ કર્યું, અને પરમજ્ઞાન પામી [ભગવાન મહાવીર બની ગયા. ભગવાન બુદ્ધ પણ રાજકુમાર જ હતા, તેઓ પણ સત્તા, સંપત્તિ, પત્ની અને પુત્રનો ત્યાગ કરી દીક્ષા લઈ પરમ -સુખ પામ્યા.

આ વાત થઈ વારસાગત મળતી સંપત્તિ, સત્તા અને તેના દ્વારા હું મળતાં આનંદની, જેમાંથી સુખ મળશે જ કે નહીં એ તો મેળવનારના . મન દ્વારા નક્કી થઈ શકે છે.

હવે વાત કરવાની છે વારસાગત સુખની જે માબાપના જીન્સ દ્વારા, આવનારી સંતતિના જીન્સમાં ઉતરી આવે છે.

વારસાગત ઊતરી આવતાં લક્ષણો માબાપના જીન્સમાંથી બાળકોમાં હું ખૂબ જ અટપટી રીતે વ્યક્ત થતાં જોવા મળે છે. કયું જીન, કઈ રીતે, ક્યાં સંતાનમાં ઉતરી આવશે એ કેહવું ખુબ મુશ્કેલ હોય છે. બાળકના જન્મ પછી તેનો રંગ, ચહેરો, નાક, આંખ, ઊંચાઈ, શરીરનો બાંધો વગેરે લક્ષણો કોના પર ગયા છે, તે કહેવું મુશ્કેલ હોય છે. દાદાદાદી અને નાનાનાનીના જીન્સ પણ માબાપ દ્વારા બીજી પેઢીમાં અસરકારક રીતે વ્યક્ત થાય છે.

કેટલાક રોગો જેવા કે થેલેસેમીયા, હીમોફિલિયા, દમ વગેરે વારસાગત ઊતરી આવે છે. તેમાં પણ જો મા અને બાપ બન્નેમાં આ રોગ હોય તો સંતાનોમાં ચોક્કસ રીતે આવા રોગો જણાતા હોય છે. તેવી દ જ સુખની અનુભૂતિના જીન્સ પણ વારસામાં ઊતરી આવતા જણાયા છે. ૩૫ થી ૪૦ ટકા સુખની અનુભૂતિનો પ્રભાવ આ જીન્સ પર જોવા મળતો .માલૂમ પડેલ છે.

માણસના મૂડ અને આવેગિક લાગણીઓને અસર કરતાં બે જીન્સ અત્યારે શોધી કઢાયા છે. જેના દ્વારા મગજમાં સિરોટોનીન હોર્મોનનું 'નિયમન થઈ મૂડ બને છે, બગડે છે અને માનવીને સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, L-લાંબો જીન્સ પ્રોટીનના અણુ બનાવે છે, જે મગજમાં સિરોટોનીનનું વહન કરે છે. જ્યારે S—નાનો જીન્સ ઊંચા પ્રકારની . સિરોટોનીન પ્રવૃત્તિ કરે છે. આ બંને પ્રકારના જીન્સ માબાપ તરફથી વારસામાં મળતા જોવા મળે છે. કયાં સંતાનમાં તે, કઈ રીતે વારસાગત કરીતે જશે, તે કોઈ જ કહી શકતું નથી.

આપણે કેટલીક જાતિઓ, કુટુંબોના સભ્યોને હંમેશાં હસતાં જ, સુખી-જ જોયા હોય છે, તો કેટલાક કુટુંબોના દરેક સભ્યોના મોં કાયમ ચડેલા જ હોય છે, જે કાયમ હતાશામાં ડૂબેલા જ, દુઃખી જ હોય છે, તેનું કારણ આ વારસાગત જીન્સ જ છે.

માબાપને તો હવે આપણે બદલી શકતાં નથી, પણ સુખી માબાપના સંતાનો સુખી કેમ હોય છે, તે વાત હવે સમજાવા લાગી છે.



------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.