શુક્રવાર, 14 નવેમ્બર, 2025

જૂના જમાનાનાં લોકો કરતાં અત્યારે ખરેખર આપણે સુખી છીએ કે દુ:ખી ?

 

જૂના જમાનાનાં લોકો કરતાં અત્યારે ખરેખર આપણે સુખી છીએ કે દુ:ખી ?


અમારા વડીલ છોટુકાકા નેવું વર્ષના થઈ ગયા, તેની પાર્ટી રાખેલી. તમામ સભ્યો ભેગા થયા હતા.

નેવું વર્ષે પણ છોટુકાકા સ્વસ્થ હતા, તેમને બીજી કોઈ તકલીફ 'નહોતી. યાદશક્તિ પણ સતેજ હતી, પરંતુ તેમના મનમાંથી જૂના જમાનાની વાતો જતી જ ન હતી. તેમને મનમાં એવું જ હતું કે જૂના જમાનાના લોકો વધારે સુખી હતા. અત્યારે તો રોગો અને મોંઘવારી, ફુગાવો વગેરે બહુ જ વધી ગયા છે. ભષ્ટાચાર અને ગુનાખોરીએ માઝા મૂકી છે, જ્યાં વાંચો ત્યાં ચોરી, લૂંટ, બળાત્કારના જ સમાચાર દેખાઈ રહ્યા છે, ખરેખર હવે કલિયુગ આવી ગયો છે.

તેમના પંચ્યાસી વરસના પત્ની મંછાકાકીએ પણ ટાપશી પૂરાવતા કહ્યું તદ્દન સાચી વાત છે. અત્યારે લોકો ખરેખર દુઃખી જ છે, જે પહેલાના જમાનામાં સુખી હતા. અંગ્રેજોના જમાનામાં કેટલી બધી સોંઘવારી હતી, ફક્ત એંસી રૂપિયે તોલો સોનું હતું. રોગો પણ બહુ ઓછાં હતા, અત્યારે તો કેટલા રોગો અને કેટલી જાતના કેન્સર જોવા મળે છે.

બધાં ચિંતાતુર થઈને વિચારમાં પડી ગયા. મેં વિચારીને જવાબ આપ્યો. 'છોટુકાકા, આપની વાત સાચી નથી. તમે હજુ અંગ્રેજોની અસર નીચે જીવી રહ્યા છો, તેથી તમને જૂનો જમાનો વધારે સુખી લાગે છે. . મોંઘવારીની વાત કરીએ તો સમય પ્રમાણે પગાર અને ખર્ચા તેના ગુણોત્તરમાં વધારો બતાવી રહ્યા છે. એ વખતે આમ આદમીનો પગાર. મહિને પંદરથી વીસ રૂપિયા હતો, એટલે ચાર ગણા પગારમાં એક તોલો સોનું આવતું. અત્યારે આમ આદમીનો પગાર સાતથી આઠ હજાર જેટલો છે, જેના ચાર ગણા કરવાથી એક તોલો સોનું આવી જાય છે. બધા જ. ભાવ એ જ રીતે પ્રમાણસર વધારો દર્શાવે છે.




એ જમાનામાં ગાડાં કે ઘોડાગાડી દ્વારા અવરજવર થતી. અમદાવાદથી મુંબઈ માંડ ચાર કે પાંચ દિવસે પહોંચાતું. અત્યારે ફક્ત - પચાસ મિનિટમાં ફલાઈટમાં પહોંચી જવાય છે. ત્યારે મુંબઈ જવું અઘરું. હતું, અત્યારે તેને બદલે લંડન કે ન્યુયોર્ક જવું સરળ અને ઓછા સમયનું છે.


હવે વાત કરીએ રોગોની, જૂના જમાનામાં રોગોના નિદાનનાં . સાધનો જ ન હતાં, તેથી કેન્સર જેવા અનેક રોગોમાં માણસો નિદાન વગર જ જાન ગુમાવતા. ચેપીરોગો જેવા કે કોગળીયું કે પ્લેગ જેવા - ફેલાય, તો આખા ગામ કે વસ્તી સાફ થઈ જતા. ક્ષય કે ચેપી રોગોની [ કોઈ દવા જ નહોતી. તેથી માનવો નાની ઉંમરે જ મરણ પામતા, તેથી. કેન્સર કે એટેક જેવા રોગો સુધી પહોંચતા જ નહીં. તે વખતે એવરેજ ભારતીય નાગરિકનું આયુષ્ય સરેરાશ ચોત્રીસ વર્ષનું હતું તે આજે લગભગ ડબલ થઈ ગયું છે. જુદાજુદા ગંભીર રોગોનું નિદાન જ થતુંના હોવાથી કોઈપણ માનવ મરી જાય તો કહેતા કે ફટ દઈને ફૂટી ગયો. 'નવી દવાઓથી અત્યારે ચેપી રોગો, કેન્સર, ટી.બી, રક્તપિત્ત જેવા રોગો મટી રહ્યા છે.



બીજી વાત છે, સુરક્ષા, ગુનાખોરી અને ભષ્ટાચારની. ત્યારના જમાનામાં રાજાઓ અને બાપુઓના રાજમાં ટૂંકા અંતરે રજવાડાં બદલાતાં. તેથી સમાન કાયદો અને વ્યવસ્થા જેવું હતું જ નહીં. એક રાજમાંથી  બીજા રાજમાં જતી વખતે લુંટાઈ જવાનો ભારે ડર રહેતો. ઠગ, લુંટારા વગેરે સૂમસામ રસ્તાઓ ઉપર ખૂન સુદ્ધાં કરી નાખતા. અત્યારે તો દેશમાં 'સમાન કાયદો અને વ્યવસ્થા છે. લોકો આરામથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકે છે. એક જ ચલણ છે, ગમે ત્યાં કમાઈ, ગમે ત્યાં વાપરી શકાય છે. એ જમાનામાં તો રાજાને ગમે તે રાણી અને રાજા સંભળાવે તે ન્યાય. તેથી કાયદાની અપીલ કે સુરક્ષાની વાત જ નહીં.

મહિલાઓ અને બાળકો એકલા ક્યાંય જઈ જ શકતા નહીં. અત્યારે આરામથી સુરક્ષાબદ્ધ રીતે પરદેશ પણ જઈ શકે છે.

સમાચારપત્રો, રેડિયો, ટીવી અને મીડિયાના આગમનથી સમાચારો આખા દેશના અને વધારે પ્રસારિત થતાં હોવાથી ભષ્ટાચાર, ગુનાખોરી - વધેલા લાગે છે, પરંતુ વધતી વસ્તીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા એકંદરે સુધારો દર્શાવે છે.

મુખ્ય વાત છે, લોકોનું જીવનધોરણ અને ગુણવતા સુધરવાની. અત્યારે મબલખ સુવિધાપૂર્ણ સાધનોથી સંદેશા વ્યવહાર, વાહનો, દવાઓ, ૬ મોબાઈલ, ઈન્ટરનેટ વગેરેથી લીવીંગ સ્ટાન્ડર્ડ અગાઉ કરતાં ખૂબ ઊંચું ગયું છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

તરત જ છોટુકાકા બોલ્યા ''પણ ત્યારે લોકો શાંતિથી પ્રદૂષણરહિત વાતાવરણમાં રહેતા એટલે સુખી હતા ને !

મેં કહ્યું કાકા એ તો આપણા હાથમાં જ છે ને ! અત્યારે પણ - શાંતિપૂર્વક રહેવું હોય તો શહેરથી દૂર પ્રદૂષણરહિત ફાર્મહાઉસમાં ક્યાં. નથી રહેવાનું

સુખીપણું માપવા માટેનો આંક માપવા માટે મુખ્ય જીવનધોરણ, આરોગ્યમય ઊંચો લાઈફસ્પાન અને સુરક્ષિત વાતાવરણ આ ત્રણ મુદ્દા મુખ્ય છે, જે ત્રણે અત્યારે અગાઉ કરતાં ચોક્કસપણે ચઢિયાતા છે, એટલે. કે આપણો અત્યારનો હેપીનેસ આંક અગાઉ કરતાં ખૂબ સારો છે, તેમાં .બેમત નથી, છતાં આ આંકની દૃષ્ટિએ ભારતનો દુનિયાના દેશોમાં એકસો ને અઢારમો નંબર આવે છે, તો પહેલા દશ નંબરના દેશો તો અત્યારે કેટલા સુખી હશે, તેની કલ્પના જ કરવી રહી.

સુખી થવા માટેની મુખ્ય બે બાબતો સુરક્ષા અને સ્વાસ્થ્ય, અત્યારે ચોક્કસ અગાઉના કરતાં ચઢિયાતા છે જ, તેમાં કોઈ બેમત નથી. આ "સાંભળી છોટુકાકા અને મંછાકાકી નીચું જોઈ સહમત થઈ ગયા.



------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.