સુખ કોઈ વસ્તુ, વ્યક્તિ કે બનાવમાં નથી, પણ મન સાથેના તેના વલણમાં છે.
માણસનું મન જ સુખ અને દુઃખની ભાવના અનુભવે છે, અને તેની પ્રતિક્રિયા આપે છે. મનને ગમે તેવી વસ્તુ કે વ્યક્તિ હોય તો, મન ખુશ થઈ આનંદ અનુભવે છે, અને સુખી થઈ જાય છે. મનમાં કોઈ વ્યક્તિ પ્રત્યે પૂર્વગ્રહ કે દ્વેષની લાગણી હોય તો, તે વ્યક્તિ ગમે તેટલું સારું કરે, તમને મદદરૂપ થાય તો પણ સુખ દેખાતું નથી.
એટલા માટે જ કહ્યું છે કે 'મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.” એકજ બનાવ કોઈ વખત તમને સુખી બનાવે છે. તો એ જ બનાવ બીજી વખત તમને દુઃખી બનાવે છે. તમને સુખી બનાવતો બનાવ બીજા કોઈને દુઃખી પણ બનાવી શકે છે.
સુખ કોઈ વસ્તુ, વ્યક્તિ કે બનાવમાં નથી, પણ મત સાથેની ૩૧ મનસુખભાઈને બે દીકરીઓ સીતા અને ગીતા હતી. બંને ઉંમરલાયક થતો. તેમનાં લગ્ન કરાવી દીધાં. વરસ પછી મનસુખભાઈને થયું. લાવ બંનેને ઘેર જઈ જોવા દે કે કોણ સુખી છે અને કોણ દુઃખી? સીતાના વરને મોટી ખેતીવાડી હતી, સો વીઘાં જમીનમાં મોંઘુ બિયારણ નાખ્યું હતું, ઘરનાં બધાં વરસાદની રાહ જોઈ રહ્યાં હતાં. પપ્પાને પોતાના ઘેર આવેલા જોઈ સીતા ખુશ થઈ ગઈ. ‘'કેમ બેટા, સુખી તો છે ને?'' પપ્પાએ પૂછ્યું. ''હા, પપ્પા. બધું સરસ છે. પણ અમે વરસાદની રાહ જોઈએ છીએ, નહીંતર અમારું લાખોનું બિયારણ બેકાર બની જશે.”
‘બેટા, સમય થયો છે, વરસાદ જરૂર આવશે' પપ્પાએ આશીર્વાદ આપતા કહ્યું.
પિતાજી હવે ગીતાને ઘેર પહોંચ્યા. તેના વરને માટીના વાસણો બનાવવાનો વેપાર હતો. તેમણે ઊંચી કિંમતનાં ખૂબ જ વાસણો બનાવી તડકે મૂક્યાં હતાં. "કેમ બેટા, સુખી તો છે ને ?”
“હા, આમ તો સુખી છીએ, પણ જો ચાર-પાંચ દિવસ વરસાદ ના આવે તો સારું, નહીંતર અમારી બધી મહેનત પાણીમાં જશે, બધા વાસણો પલળીને માટી થઈ જશે."
“વાંધો નહીં, બેટા, હજુ પાંચ-છ દિવસ વરસાદ આવે તેમ લાગતું નથી.” ગીતા પણ ખુશ થઈ ગઈ.
ઘરે પહોંચીને મનસુખભાઈ વિચારમાં પડી ગયાં. તેમણે બન્ને દીકરીઓને ઘરે બોલાવીને કહ્યું, ‘‘તમે બન્ને પરસ્પરથી વિરૂદ્ધ વિચારથી સુખી થવાનું વિચારી રહ્યા છો, પણ એમાં બંને દુઃખી થઈ જશો, તેના બદલે વરસાદ આવે તો સીતાને ફાયદો થાય અને અને નફાનો અડધો ભાગ ગીતાને આપે, અને વરસાદ ના આવે તો, ગીતાનાં વાસણો વધુ વેચાય, તેના નફાનો અડધો ભાગ સીતાને આપે. છે મંજૂર?" બન્ને બહેનોએ હા પાડી અને સુખી થતી ઘરે ગઈ, કારણકે કોઈ પણ બનાવથી તેમને તો ફાયદો જ હતો. આમ મનથી સમાધાનકારી વલણ અપનાવો તો ક્યારેય દુઃખી થવાશે જ નહીં. જે બનવાનું હોય તે બને, જે પરિસ્થિતિ આવે તે, સુખ તો મનમાં જ છે ને! આમ આપણા દુઃખ અને સુખનું સમાધાન મનની અંદર જ પડેલું છે. તેને જ શાંત, સ્વિર, અને સંતોષી બનાવી દેખાય તો સુખ દુર નથી. પરમાં ગમે તેટલી કિંમતી વસ્તુઓ હોય પણ મન જ શાંત, સ્થિર ના હોય તો શું કરવાનું ?સુનીલને લાખોના પેકેજવાળી મેનેજરની સુંદર નોકરી મળી ગઈ હતી. પણ તેની પત્ની કર્કશા, કજિયાખોર અને દેખાડા કરવાવાળી હતી. તેથી એ લોકો માબાપથી અલગ મકાનમાં રહેતાં હતાં. સુનીલે તેને માટે હીરાનો સેટ, સોનાનો સેટ. ઘરમાં સોફાસેટ વગેરે બધું જ લઈ આપ્યું હતું, પણ તેની પત્નીને તે ઓછું પડતાં ઝગડો કરી નાખ્યો. તેથી તેનું મન અશાંત, અસુખવાળું અને અપસેટ થઈ ગયું. તે રાત્રે જમ્યા વગર બહાર નીકળી ગયો. અને તેના મમ્મી પપ્પાના ઘેર પહોંચ્યો.
પપ્પાએ પૂછ્યું. “કેમ, બેટા, તે તો ઘેર કેટલા બધા સેટ લીધા છે. હવે તો સુખી છે ને ?"
“પપ્પા, બધા સેટ હોવા છતાં મન અપસેટ છે, સુખ ક્યાંથી મળે?" સનીલે રડમસ અવાજે કહ્યું.
આમ લાખોની કિંમતી વસ્તુઓ હોવા છતાં, મન અપસેટ હોય તો સુખ મળતું જ નથી. આવું જ વ્યક્તિઓનું છે. માણસ કરોડપતિ હોય પણ સામેવાળાના મન સાથે તેને જરા પણ લગાવ કે પ્રેમ ના હોય તો શું કરવાનું? સુખ મળે જ ક્યાંથી?
કરોડપતિ જસવંતલાલની એકની એક દીકરી સોના, તેની સાથે ભણતાં કેતન સાથે ભાગી ગઈ હતી. એક વરસથી તેના કોઈ સમાચાર મળતા નહોતા. તેથી શેઠ-શેઠાણી હતાશ થઈ ગયા હતા. તેને માટે મુંબઈના શેઠના છોકરાને પસંદ કરી બધું નક્કી કરેલ, પણ લગ્નના આગલા દિવસે જ સોના કેતન સાથે ભાગી ગઈ. અચાનક એક દિવસ સોનાનો ફોન આવતા બંને ખુશ થઈ ગયા. તેઓ સોનાના ઘેર પહોંચ્યા ત્યારે તે નીચે બેસીને જમતી હતી. રામલાલની ચાલીમાં એક જ નાની ખોલીમાં રસોડું, પથારી અને બહાર કોમન સંડાસ જોઈ ચોકી ગયા. 'બેટી, આવા સાવ નાના ઘરમાં તને સુખ મળે છે?"
સોનાએ ગર્વભેર જવાબ આપ્યો, “પપ્પા, હું અને કેતન અહીં સુખેથી જિંદગી ગુજારીએ છીએ. મને પહેલેથી જ કેતન જોડે પ્રેમ હતો, પછી તેની સાથે સુખી હોઉં જ ને. ઘર અને વસ્તુઓ ગમે તે હોય, પણ મનને ગમતી વ્યક્તિ જોડે જીવન સુખમાં જ ચાલે છે. અમને તમારા બંગલા, ગાડી અને પૈસામાં જરા પણ રસ નથી." શેઠ-શેઠાણી આભા બનીને પોતાની દીકરીને જોઈ રહ્યા.
મનને ગમતી વ્યક્તિ, વસ્તુ, કે બનાવ હોય તો દુઃખ પણ સુખમાં પલટાઈ જશે. અન્યથા સુખની શોધ કર્યા કરો ને તો પણ હાથમાં નહી આવે. જેનું મન સ્વસ્થ, શાંત અને પ્રસન્ન છે. તે ગરીબ હોવા છતાં સુખી છે, અને વ્યાકુળ, અશાંત અને ગુસ્સાવાળા મનના હોય છે, તે સમૃદ્ધ, સંપતિવાન હોવા છતાં દુઃખી હોય છે.
મુખવાસઃ મનને ગમતી વસ્તુ, વ્યક્તિ કે બનાવ હોય તો ઉત્સાહી મન ગમે તે મુશ્કેલ કામ સરળતાથી પતાવી દે છે, પણ વિપરીત પરિસ્થિતિમાં નાનું કામ કરવામાં પણ નિષ્ફળ માનવી પાછો પડે છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore




