સોમવાર, 9 ફેબ્રુઆરી, 2026

તમારે સુખ વેચાતું લેવું છે ?



 તમારે સુખ વેચાતું લેવું છે ?

શીર્ષક વાંચીને નવાઈ લાગે છે ને, સુખ તે કંઈ વેચાતું મળતું હશે ? ઊંઘ, ભૂખ, પ્રેમ અને સુખ ક્યારેય વેચાતા મળે નહીં, તેનો કિલોમાં કે રતલમાં ભાવ શું ગણવો ?


સુખ એ મનની પ્રસન્નતાનો એક ભાવ છે, જે દરેકના મનમાં વત્તાઓછા પ્રમાણમાં પડેલો જ છે.

ઊંઘ ના આવતી હોય,અને માણસ દુઃખી હોય તો ગોળી વેચાતી મળે છે, પણ તે કુદરતી ઊંધ નથી, અને દરેક વખતે તેને લેવી પડતી હોવાથી, તેની આદત પડી જવાનો ભય રહેલો છે. એને બદલે થકવી નાખે તેવી આખો દિવસ મજૂરી કરી, રાત્રે ફક્ત ઓટલા ઉપર જ કેવી સરસ ઊંઘ આવી જાય છે ! આવું જ ભૂખ નું છે, તેની પણ દવા અને ગોળીઓ વેચાતી મળે છે, જે લેવાથી ભૂખ લાગવા માંડે છે, પણ તે ચાલુ હોય ત્યાં સુધી જ, ફરી પછી ભૂખ ના લાગવાની તકલીફ ચાલુ ! આપ બહારની દવા પેટે લીધેલી ઊઘ અને ભુખ કુદરતી નથી, પણ થોડો વખત તકલીક મહોય ત્યારે. બીમારીમાં તેનું સેવન બરાબર છે. પણ કાયમ થોડું ચાલે ? પ્રેમ કરવા માટે પણ હવે વેચાતી દવાઓ માનવીની ઉત્તેજના જગાડી પ્રેમમાં રત કરે છે,પણ ક્યાં સુધી ? અને તે પણ બંને ધાત્ર તૈયાર હોય તો જ. એક્તરફી પ્રેમ વેચાતો ના મળે, પૈસા, સંપત્તિ, સાધન સગવડોથી સામા પાત્રને ઈમ્પ્રેસ કરવામાં કદાચ સફળ થવાય, તો પણ ક્યાં સુધી ? લગ્ન થઇ જાય પછી ઝગડા ચાલુ.

આમ આ ચાર કુદરતી આવેગો પૈસાથી વેચાતા મળતા હોય, તો પણ થોડા સમય માટે જ, કાયમી નહીં! તે પણ કૃત્રિમ, કુદરતી નહિ. આજના ઝડપી અને આધુનિક જમાનામાં દરેકને એમ લાગે છે કે, તે સુખી નથી, કેમ ? તે જ સમજ પડતી નથી.


સમય, સમ્બન્ધ, અને સ્વાસ્થ્ય નો અભાવ જ માનવી ને દુ:ખી કરી દે છે. શરીરનું સ્વાસ્થ્ય તો સુખી બનવાની પહેલી શરત છે, જરૂરિયાત છે. સંબંધો ધીમેધીમે બગડતા જાય છે, સંતોષ ઘટતો જાય છે, સમયનો અભાવ માણસને ઉતાવળિયો અને ઘાંઘો બનાવી દે છે. આખો દિવસ દોડાદોડ, માથાકૂટ, ચડસાચડસી, દેખાદેખી અને મજૂરી કરીને થાકેલ માણસ પથારીમાં પડતા વિચારે છે, મને સુખ કેમ મળતું નથી ? વાંધો ક્યાં છે ? સુખ વેચાતું મળશે ?


એટલા માટે જ અમેરિકાની યેલ યુનિવર્સિટીના સાયકોલોજીના પ્રોફેસર ડોક્ટર લોરી સેન્ટરોસે સુખી થવા માટેનો કોર્સ જાન્યુઆરી ૨૦૧૮માં ચાલુ કર્યો, અને તેમાં પહેલા જ અઠવાડિયે ૧૨૦૦ સ્ટુડન્ટ્સનાં નામ રજિસ્ટર થઇ ગયા. આમાં ડો. લોરી જીવનમાં સુખી અને સંતોષકારક જીવન કઈ રીતે જીવવું તે શીખવે છે. આમ યુનિવર્સિટી લેવલે સુખી થવાના ક્લાસ ચાલુ થઇ ગયા અને તેને સરસ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

યુ.એ.ઈ. સરકારે તો સુખી થવા અલગ મંત્રાલય જ ૨૦૧૬ માં ચાલુ કરેલ છે. તેના પ્રધાન એક મહિલા છે, જેનું નામ છે અહદ બીન્ત ખલફાન અલ રૂમી. તેનું કામ છે પ્રજામાં સુખ અને પોઝિટિવ એટિટ્યૂડ વધારવાનું. એમણે શહેરની ઓફિસોમાં ઓનલાઈન સુખમીટર લગાવેલા છે. આમ હવે યુનિવર્સિટીમાં સુખના ક્લાસ અને કોર્સ ચાલે છે, અને સુખ માટેનું મંત્રાલય અને પ્રધાન પણ છે. સૌથી સુખી દેશોમાં આપણા જ પાડોશી ટચુકડા ભૂતાનનો નંબર આઠમો છે. પણ આપણા દેશનો એકસોવીસથી પાછળ નંબર છે. કેમ ? સુખ વેચાતું નહી લેતા હોય ?

સુખની મેડિકલ વ્યાખ્યા જોતાં મગજના જ્ઞાનકોષો દ્વારા અપાતો પોઝિટિવ પ્રતિસાદ, જે આપણને ઈલેકટ્રોકેમિકલ પ્રોસેસ દ્વારા મૂડ સારો બનાવી આનંદમાં રાખે છે.આ માટેના ખાસ ન્યુરોટ્રાન્સમીટર સીરોટોનીન અને ડોપામીન નામે ઓળખાય છે. એનો સીધો સાદો અર્થ એ થયો કે આ રસાયણો રીલીઝ કરનારી દવાઓ, એટલે કે મૂડ એલિવેટર દવાઓનું સેવન કરવાથી સુખ મળી જશે. પણ તેની સાઈડ ઈફેક્ટ અને આદત પડી જવાનો ડર જોતાં તેનો કાયમી ઉપયોગ કરી શકાય નહીં. વળી તેની અસર થોડા સમય માટે જ જોવા મળે છે.

શરીરમાં સીરોટોનીન વધવાથી ભૂખ, ઊંઘ, મૂડ, યાદશક્તિ, જાતીય ઈચ્છા, સ્નાયુની કાર્યશક્તિ, વિગેરે વધે છે. ગુસ્સો અને હૃદય શાંત થાય છે. હોર્મોન્સ લેવલ, લાગણીના પ્રવાહો અને સામાજિક વર્તણુંક સુધરે છે. આમ મગજ અને શરીર માટે સીરોટોનીન વધે તેમ સારું.

નેવું ટકા સીરોટોનીન પાચનમાર્ગમાં રહેલું છે, આમ મગજ અને શરીરનાં અંગોને સીધો સંબધ છે. તેનું લેવલ વધે તો સુખ અને આનંદ આવે છે, જયારે ઘટે તો હતાશા અને નિરાશા વ્યાપે છે. તેનું લેવલ ગોળીને બદલે કુદરતી રીતે વધે તો સારું.

શરીરમાં કુદરતી રીતે સીરોટોનીન વધારવા માટે:


(૧) ટ્રીપટોફેન વાળો ખોરાક લો. સૂકા મેવા, ઈંડા, ચીકન, સૂર્યમુખીનું તેવ વગેરેમાં તે વધારે હોય






(૨) આથો લાવેલ ખોરાક,જેમકે દહીં, કિંમચી, ચોકલેટ વિગેરે લેવાથી.

(૩) શરીરને કસરતોથી ગરમ કરવાથી, એન્ડોરફીન અને સીરોટોનીન વધે દ

(૪) ગળપણ ઓછું કરો, કારણ કે શરૂઆત માં ગળપણ લેવલ વધારે છે, ૫ પછીથી પાચનમાર્ગના બેક્ટેરિયાનો નાશ કરી છેવટે સીરોટોનીન ઘટાડે

(૫) સૂર્યનો કુમળો પ્રકાશ લેવલ વધારે છે.

(૬) યોગ અને ધ્યાન દ્વારા મગજ શાંત થવાથી લેવલ વધે છે. (૭) સારી અને પૂરતી ઊંઘ, રાત્રે દશ વાગે સૂઈ સાતથી નવ કલાકની ઊંઘ, શરીરને રીપેર કરી સીરોટોનીન વધારે છે.





(૮) મસાજ અને માલિશથી લેવલ વધે છે, અને તનાવનું કોર્ટીઝોલ લેવલ ઘટે છે.

(૯) જેને પ્રેમ કરો છો, જે તમને વહાલાં છે, ગમે છે, તેની સાથે બેસીને સમય પસાર કરવાથી લેવલ વધે.

ટૂંકમાં સુખી થવાની દવાઓથી થોડા સમય માટે આનંદ પામવો કાયમી ઉપાય નથી. છતાં કેટલીક નિર્દોષ હર્બલ દવાઓ જેવીકે બ્રહ્મી, કેનાબીસ, કાવાકાવા, ઓટ સ્ટોર્મ, લેમન બામ જેવી પણ સુખ મેળવવા ઉપયોગી છે.

લાસ્ટ સ્ટ્રોક : પૈસાદારો માનતા હોય કે લાખ રૂપિયામાં કિલો સુખ જરૂર પડે વેચાતું લઇ લઈશું. તો એ મોટી ભૂલ છે. તેને માટે મનને ભાવશે, ફાવશે, ચાલશે અને ગમશેના ભાવમાં બદલવું જ પડશે.નહીંતર પૈસાના જોરે મોજ મજા થશે, પણ તેમાંથી સુખ નહીં મળે.




 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------

 If you like article & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


#happiness #happy #positivevibes #smile #joyfulmoments #choosehappiness #happinessisachoice #spreadhappiness #everydayhappiness #happinessquotes #purehappiness #feelgood #livehappy #loveyourlife #positivity #selflove #mindfulness #goodvibesonly #innerpeace #grateful #joy #bliss #peaceofmind #motivation #wellbeing #happyheart #behappy #findjoy #simplepleasures #positivemindset #goodenergy #selfcare #uplifting #optimism #inspiration #lifeisbeautiful #positivethinking #happyvibes #kindness #smilemore

-:Disclaimer:-
The thoughts and expressions shared in this blog are purely my own reflections and creative interpretations of the human mind and emotions. Any resemblance to real persons, living or departed, is purely coincidental. The content is intended for reflection and inspiration, not as factual representation. Kindly note that reproduction or use of this material in any form requires my prior written permission.