તણાવના અચાનક પેનિક હુમલાને ઓળખો, અટકાવો
-----------------------------------------------------------------------------------------------------------------------------
દરરોજના ઝઘડાથી કંટાળી અશોકે અંતે પત્નીને
છૂટાછેડા આપી દીધા. તણાવ ઓછો કરવા તે સિગરેટના રવાડે ચડી ગયો. દરરોજના બે પેકેટ !
ડોકટરે ચેતવણી આપી ઓછી કરવા કહ્યું, પણ અશોકને થયું, મને
કેન્સર થતું હશે, અંતે ગળફામાં લોહી પડતા, એક્સ-રેમાં ડોકટરે નિદાન કહ્યું, 'ફેફસાનું કેન્સર !!' આ સાંભળતા અશોકને અચાનક પેનિક એટેક
આવ્યો, તેના હાથ પગ ધ્રૂજવા લાગ્યા, બીપી વધી ગયું અને ધડામ દઈને પછડાયો. આ
છે પેનિક भेटेड !!.
કાયમી ચિંતા કે તણાવ(GAD) માં રહેનાર માણસને એકદમ ખરાબ સમાચાર કે
બનાવથી, ગમે ત્યારે ડર કે તણાવનો દર્દનાક હુમલો
આવી શકે છે. અચાનક કોઈ પણ દુખદ સમાચાર, નજીકના સગા કે કુટુંબીનું મૃત્યુ, પછી કે કોઈ મોટી કુદરતી હોનારત, વગેરે કોઈથી પણ તેમને હુમલો આવી શકે છે. આવા હુમલાને ઓળખીને તેને
અટકાવી શકાય છે. કેટલીક વખત તેને હૃદયરોગનો હુમલો કે પછી બીજી કોઈ શારીરિક તકલીફ
ધારવામાં આવે છે. પણ તેનાં લક્ષણો બરાબર જાણતા હોઈએ તો વાંધો આવતો નથી. સામાન્ય
માણસોને પણ કેટલીક વખત ખૂબ દુખદ સમાચારથી આવા પેનિક એટેક આવી શકે છે.
હુમલાનાં લક્ષણો ; છાતી માં સખત ભીંસ જેવું લાગે, અને દુખાવો થાય. જે કોઈપણ જગ્યાએ જોવા
મળે, પણ એટેકમાં જેમ ડાબી બાજુએ જોવા મળે છે
તેમ નહિ. ચક્કર આવે, પડી જવાય, ગૂંગળામણ થાય, ઉબકા આવે, ઊલટી જેવું લાગે, પણ થાય નહિ, હાથપગમાં ખાલી ચડી જાય, કૈંક ખૂંચતું હોય તેવું લાગે, હૃદયની ધડકન વધી જાય, બ્લડપ્રેશર વધી જાય, છાતીમાં ધડધડ થાય, પરસેવો વળવા લાગે, શ્વાસ રુંધાઈ જાય, જાણે હમણા બંધ થઇ જશે તેવું લાગે, ચહેરો લાલ થઈ જાય, હાથપગ માં ધ્રૂજારી આવે વગેરે અનેક
શારીરિક લક્ષણોથી આ હુમલો પરખાઈ જાય છે. તેને આ હુમલો આવવાનાં કારણ સાથે સાંકળી પણ
શકાય છે.
સાથે-સાથે માનસિક રીતે તૂટી ગયાની લાગણી જોવા
મળે છે.બીકનો તીવ્ર આઘાત લાગે છે. જાણે કે પોતાનું નસીબ ભાંગી પડયું હોય તેવી
લાગણી મનમાં થાય છે, અવાસ્તવિક બીક લાગી, હવે આપણું શું થશે તેના વિચારમાં તૂટી
જાય છે. પોતાને મરવાની બીક લાગે છે. જાણે કે ધરતી રસાતાળ થઈ જશે, આકાશ તૂટી પડશે, હવે મારું શું થશે તેવી લાગણી થવા લાગે
છે.
આ એટેકને હૃદયરોગના હુમલાથી જુદો પાડવો જરૂરી
છે. આ બંને હુમલાનાં લક્ષણો એટલાં બધાં સમાન છે કે બંનેને જુદા પાડવા મુશ્કેલ પણ
જરૂરી છે, જો બહુ સમજ ના પડે તો તરતજ ડોક્ટરની
ઈમરજન્સી સેવા માટે મદદ લો. હૃદયરોગમાં ડાબી બાજુ દુઃખાવો અને ઊલટી મુખ્ય લક્ષણો
છે, જે પેનિક અટેકમાં ગમે ત્યાં દુખાવો થાય
અને ફક્ત ઉબકા જ આવે ઊલટી થાય નહિ. કેટલીક વખત પેનિક એટેકને કારણે પણ હૃદયરોગનો
હુમલો થઇ શકે છે.
ચિંતા દરેકને થતી હોય છે, પણ આવા સખત હુમલા કાયમી તણાવગ્રસ્ત (GAD) માણસમાં વધારે જોવા મળે છે. ફરી વખત
આવા હુમલા ન થાય અને થાય તો તેને અટકાવવા શું કરી શકાય તે હવે જોઈએ.
કોઈ ખતરનાક સમાચારથી હુમલો આવતો લાગે તો મનને એકદમ બીજે વાળી દો. તરત જ ઊંધી ગણતરી શરૂ કરી દો અને સો, નવ્વાણું, એમ ઊંધા આંકડા મનમાં ગણવા લાગો. તમને ગમતું ગીત યાદ કરો અને મનમાં ગાવા લાગો કે પછી મનગમતી કવિતા વિચારો અને તેને મનમાં ગાવા લાગો.
ધીમે ધીમે શ્વાસ લઈ છોડતા જાઓ. ઊંડા શ્વાસ લઇ મગજમાં ઓક્સિજન ભરી છોડતા
જાઓ. તેનાથી મનમાં શાંતિ જણાશે. પ્રાણાયામ કરતાં પહેલાં શ્વાસ ૪ સેકન્ડ માટે અંદર
ભરો, ૨ થી ૩ સેકંડ અંદર રાખો, પછીથી મોઢેથી ૫ થી ૬ સેકંડમાં છોડતા
જાઓ. મન હળવાશ અનુભવી તણાવ ઓછો થશે.
ગ્રાઉન્ડીંગ કરો, એટલેકે મનમાં પાંચ ચીજો દેખાય તેવી યાદ કરો, પછી ચાર ચીજો જોઈ ન શકો તેવી ગણો, ત્રણ સાંભળી શકાય તેવી, બે ચીજો અડી શકાય તેવી અને એક ચીજ ખાઈ
શકાય તેવી યાદ કરો, આમાં તમારું મન બીજે વળી જશે, અને તણાવ ઓછો થતો જણાશે.
અચાનક હુમલા વખતે તમારા મનમાં વિચારો ઉછાળા
મારવા લાગે, મન વિચારો અને ખરાબ સમાચારોથી ભરાઈ જાય, ત્યારે તમારું શરીર લડો કે ભાગી છૂટોના
મોડમાં આવી જાય છે, સ્નાયુઓ કડક થઈ જાય અને લોહીનો પ્રવાહ
ખૂબ વધી જાય, ત્યારે મનને એકદમ શાંત કરી દો, તમારી દરેક ક્રિયાઓને શાંત કરી અનુભવો, તેનાથી ચિંતાજનક સમાચારની તીવ્રતા ઘટી
જશે અને તમને વધારે વિચાર કરવાનો સમય મળશે. દરેક સમસ્યાનો કોઈ ઉકેલ તો હોય છે જ, જે શાંતિથી વિચારતા મળી જશે.
તમારા સ્નાયુઓને હળવા કરવાની પ્રેક્ટીસ કરો.
જુદા જુદા સ્નાયુઓના ગ્રૂપને પહેલાં કડક કરી પછી હળવા કરતા જાઓ. આ એક પ્રેક્ટીસની
ક્રિયા છે, જેમાં ઉપરથી મોં અને ચહેરાના સ્નાયુઓથી
શરુ કરી ધીમેધીમે નીચે તરફ જતા જાવ, અને છેક પગના આંગળીઓના સ્નાયુઓને હળવા કરો. તેનાથી આખું શરીર હળવાશ
અનુભવશે.
સાથે સાથે ચિંતા ને પણ દૂર કરો. તેને
માટે,
૧. તમારી ચિંતાનું કારણ જાણી, તે કેમ આટલી બધી હેરાન કરે છે, તેનો મનમાં વિચાર કરો. ચિંતા કે તણાવને
અવગણવાથી તે વધારે હેરાન કરશે, અને
વધુ બીક પેદા કરશે.
૨. અટકો અને બદલો. આ એક એવી ક્રિયા છે, જેમાં મનમાંથી ચિંતા કરાવતા વિચારોને કાઢી નવા આનંદ આપે, સુખ આપે તેવા વિચારોથી મનને ભરી દેવાનું છે. ધારો કે તમને વિમાનમાં મુસાફરી કરવાની ખૂબ બીક અને ચિંતા છે, તો તેના વિચાર કરવાને બદલે સારી ફરવાની જગ્યાનો, કે જ્યાં જવાનું છે ત્યાંના આનંદનો વિચાર કરો. મન એકવાર સારા વિચારોથી ભરાઈ જશે, તો ચિંતા આપોઆપ દૂર થઈ જશે.
3.
તમારી ચિંતાઓ અને લાગણી લખી નાખો. એક
ડાયરી રાખી તેમાં તમારી ચિંતાનું કારણ, કેમ વધે છે કે ઘટે છે, તેને દૂર કરવા શું કરવું જોઈએ, વગેરે મુદ્દા લખી રાખો. તેનાથી તમને પોતાને ચિંતા સાચી છે કે ખોટી, તેના કારણો દૂર કરવાના ઉપાયોનો ખ્યાલ
આવશે. મન સ્પષ્ટ થતા ચિંતા ઓછી થશે.
४. તમારા ખાસ મિત્ર કે જીવનસાથીને વાત કરી
હળવા બનો. ખોટી ચિંતા કે તણાવને શેર કરવાથી મન હલકું થશે, અને તેમનાં સૂચનો મળવાથી ઉકેલમાં પણ
કાંઈક મદદ થશે.
૫. સાદી કસરતો કે યોગા કરો. તેનાથી
એન્ડોર્ફિન નામનો હોર્મોન પેદા થશે, જેનાથી શરીરમાં સુખ અને હળવાશનો અનુભવ થશે.
६. સમતોલ ખોરાક લો. કોઈ ખોરાક ચિંતા
અટકાવતો નથી, પણ કોફી, ચા, જેવાં ઉત્તેજક પીણાં મનને ઉત્તેજિત
કરતાં હોવાથી ના લો. વધારે ખાંડ અને પેક ખોરાક પણ નુકસાન કરે છે. લીલાં શાકભાજી
અને ફળો વધારે લો.
৩. કાંઈક કરતા રહો. મનને સાવ નવરું ના
પડવા દો. નહિતર તેમાં ચિંતા વધતી જશે. મનગમતી પ્રવૃતિ કરી મનને આનંદમાં રાખો.
८. શરીરનો મસાજ કરો કે કરાવો. તેનાથી શરીર
અને મન હળવાશ અનુભવશે. હૂંફાળા ગરમ પાણીમાં જાસ્મીન કે લવેન્ડર તેલ નાખી સ્નાન
કરો.
૯. નિષ્ણાત માણસોની મદદ લો. તમારા ફેમીલી
ડોક્ટરને મળી સલાહ લો. આ ઉપરાંત માનસિક રોગોના ડોક્ટરની સલાહ પણ લઇ શકાય.
સાઈકોથેરાપીસ્ટ ની પણ મદદ લઈ શકાય. તેઓ તમારું કાઉન્સિલિંગ કરી જરૂરી સલાહ આપશે, અને દવાઓ પણ આપશે, જેનાથી તણાવમાં રાહત જણાશે.
લાસ્ટ સ્ટ્રોક; મોટી ઉંમરના,
કાયમી તણાવવાળા કોઈ પણ માણસને નજીકના
સગાના મૃત્યુના સમાચાર કે મોટી બીમારીનું નિદાન એકદમ ના આપો, તે પોતે પેનિક એટેકનો શિકાર બની જશે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking