આત્મહત્યાનું મુખ્ય કારણ, ચિંતા કે હતાશા
-----------------------------------------------------------------------------------------------------------------------------
માનવ અવતાર અમૂલ્ય છે. શાસ્ત્રોના કહેવા
પ્રમાણે કુલ અઠ્ઠયાસી લાખ યોનિમાંથી પસાર થયા બાદ જ માનવ દેહ મળે છે, તેને સાવ આત્મહત્યા જેવા કૃત્યથી બગાડી
ના દેવાય. જે લોકોને જિંદગીની કિંમત સમજાતી નથી, તે જ આવું ઉતાવળિયું પગલું ભરી લે છે.
એક વખત ચિંતા કે તણાવનો પેનિક એટેક ચાલુ થાય
એટલે માણસ સાવ નિરાશ અને હતાશ થઈ જાય છે. હવે મારું શું થશે, મારું હવે કોણ છે, મારી બધા મશ્કરી કરશે, મારું દેવું કઈ રીતે ચૂકવીશ, મારો પ્રેમી મને દગો દઈને ચાલી કેમ ગયો, આવા અનેક નાજુક પ્રશ્નો હેરાન પરેશાન
કરી ચિંતામાં ડૂબાડી, નિર્ણયશક્તિ ડમ્પ કરી દે છે. જે ક્ષણ નબળી પડે ત્યારે, તે આત્મહત્યા કરવા પ્રેરાય છે અને તે એ
કૃત્ય કરવા દોડે છે, જો આ ક્ષણ સાચવી લેવાય, તેમાંથી બચાવી લેવાય, અને જો તે બચી જાય તો, સારી ક્ષણે તેને પસ્તાવો થાય છે, 'અરે! હું આ શું કરતો હતો' ?
ચિંતા અને હતાશા ઘેરી વળે, ત્યારે દરેકના જીવનમાં નબળી ક્ષણ આવતી
હોય છે, ખૂબ
જ અપેક્ષાઓ હોય અને પરિણામ બિલકુલ વિપરીત જ આવે ત્યારે, મારું શું થશે, હું કોઈને મોં બતાવવા લાયક નહીં રહું, વગેરે વિચારો અચાનક તેને હતાશ કરી દે
છે. આવે વખતે થોડા સમય પૂરતું તેને અંગત રીતે સાચવી લેવો જરૂરી છે, તેને સારી રીતે સમજાવી, તેની સાથે ને સાથે જ રહેવું જરૂરી છે, કે જેથી તે કોઈ આત્મઘાતી પગલું ના ભરી
બેસે. તે ક્ષણ પસાર થઈ જતાં, હતાશા દૂર થાય પછી, તેને ખ્યાલ આવે છે કે જિંદગી ગુમાવી દેવા જેવી નથી.
શું આત્મહત્યા જ આનો ઉકેલ છે? પોતે તો જીવ આપીને જતો રહેશે, પણ પાછળ પત્ની અને બે નાનાં માસૂમ
બાળકોની શું હાલત થશે તેનો વિચાર કર્યો છે કદી ?
અમુક વખત કુટુંબમાં સાસુવહુ, પતિપતી, દેરાણી જેઠાણી, વચ્ચેના વારંવારના ઝઘડા, મન ને નિરાશ કરી આત્મહત્યા કરવા વિચારે
છે. ધીમે ધીમે મન તે તરફ મજબૂત થતું જાય અને અંતિમ પગલું ભરી લે છે. નાનામોટા ઝગડા, સંબંધોમાં કટુતા તો આવે ને જાય, તેમાં આત્મહત્યાનો વિચાર કરવા જેવો જ
નથી. ઊલટાનું, આત્મહત્યા
કરવાથી સામેવાળાને દમન કરવાનો છૂટો દોર મળી જશે. તેને બદલે મનને મજબૂત બનાવો, નકારાત્મક અને નિરાશાજનક વિચારોને
મનમાથી કાઢી આત્મવિશ્વાસ મજબૂત બનાવો. મારી સાથે આવું કેમ કરે છે? તેમ વિચારો જ નહીં.
દરેક સમસ્યાનો ઉકેલ સમય જ છે, "દુ:ખનું ઓસડ દહાડા." તમારા નજીકના
સગા કે જીવનસાથીનું અચાનક મોત થાય, તો હવે 'મારું શું થશે' એમ ના વિચારો, એમાં તમારો જ સ્વાર્થ છે. પતિ કમાતો
હોય તો, હવે
આર્થિક ટેકો કઈ રીતે કરીશું, તે વિચારીને મન મજબૂત કરી, તેનો વિકલ્પ શોધી કાઢો.
કેટલીક વખત પોતાનો વાંક ના હોય તો પણ મન
આત્મહત્યાના વિચારે ચડી જાય છે.સ્વરૂપવાન યુવતી ઉપર બળાત્કાર થાય તો, તેમાં તેનો શું વાંક?
બળાત્કાર કરનાર તો ભાગી જઈ, લહેરથી જિંદગી ભોગવે છે, પણ પીડિતા આત્મહત્યા કરી લે તો સાબિતી
આપનાર કોઈ ના હોવાથી ગુનેગારને સજા થતી નથી.
મોટું દેવું થઈ જાય, વેપારમાં મોટી ખોટ જાય, સટ્ટામાં મોટું નુકસાન થઈ જાય તો
આત્મહત્યાનો વિચાર ખોટો છે. પૈસો તો હાથનો મેલ છે, તે તો આવે ને જાય. પણ પહેલેથી જ ચાદર
જેટલા પગ ફેલાવીએ, તો વાંધો આવે જ નહીં, પછીથી રડવાનો કે ખોટા વિચારો કરવાનો
શું અર્થ?
લાંબી બીમારી, અસાધ્ય જીવલેણ બીમારીથી માણસ કંટાળી
જાય તો નિરાશ થઈ આત્મ-હત્યાનો વિચાર કરવા લાગે છે. હવે તો કેન્સર, એઇડ્સ, ચેપ વગેરેની સરસ દવાઓ અને સારવાર
ઉપલબ્ધ છે, કેટલીક
વખત તો સમય જતાં બધું આપમેળે મટી જાય છે, તો આમાં જીવન ટૂંકાવવાનો અર્થ ખરો? હા, પૂરેપૂરું જીવી લીધું હોય, અને જીવન ટકાવતાં મશીનોથી જ જીવન
ચાલતું હોય, તો
સ્વેચ્છાએ મોત લેવું ઇચ્છાનો વિષય છે, પીડા અને હતાશામાં પીડાવાને બદલે હવે
તો કાયદામાં પણ સ્વેચ્છા મૃત્યુની પરવાનગી મંજૂર થયેલી છે. જીવનરક્ષક દવાઓ, સાધનો, અને બાટલા હટાવી લેતાં આપમેળે કુદરતી
મોત થઈ જશે.
કેટલાક લોકો સાજાનરવાં હોય તો પણ ખોરાકપાણી બંધ
કરી પરમાત્માને મળવા બેસી જાય છે, તો વળી કેટલાક માતાજી આગળ પોતાની હત્યા કરી લે, આખું કુટુંબ પરમાત્માને મળવા ગળાફાંસો
ખાઈ આત્મહત્યા કરે તેમાં કોઈ તર્ક નથી, હોશિયારી નથી કે બુદ્ધિ નથી.
લાસ્ટ સ્ટ્રોક : જીવન મહામૂલ્યવાન છે, તેનું મહત્ત્વ અને કિંમત સમજી યોગ્ય
નિર્ણય લો, જો
કોઈ તમારી કિડની કે આંખો લાખો રૂપિયામાં માગે તો આપો છો? તો સમગ્ર જીવન શા માટે એક નબળા
વિચારમાત્રથી ટૂંપી નાખવું? ભગવાન સારું જ કરશે, તેવા વિશ્વાસ સાથે “હિંમતે મરદા તો મદદે ખુદા” આ સૂત્રને અપનાવો.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like article & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
anxiety, depression, sadness, mental health, stress, emotional health, mental wellness, psychological health, anxiety disorder, depression symptoms, mental health awareness, stress management, emotional healing, coping with anxiety, overcoming depression, mental health tips, calm your mind, inner peace, mindful living, positive mindset, emotional balance, self healing, mental strength, how to deal with anxiety, how to overcome depression, signs of depression, anxiety relief tips, ways to reduce stress, mental health self care, how to stop overthinking